logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કોડિનાર નગરપાલિકા ખાતે “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી કરાઈ *નારી વંદન ઉત્સવ* ------ *કોડિનાર નગરપાલિકા ખાતે “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી કરાઈ* ------ *સફાઈકર્મી બહેનોને ઘરેલુ હિંસા અધિનિયમ અને મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અપાઈ* -------- જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા "નારી વંદન ઉત્સવ" ઉજવણી અંતર્ગત “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે કોડીનાર નગરપાલિકા ખાતે સફાઈકર્મી બહેનો માટે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી શ્રી એસ. એ. રાઠોડે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું, કે, નારી વંદન ઉત્સવનો હેતુ મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બનાવી સમાજમાં આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવા માટે પ્રેરિત કરવાનો છે. તેમણે ઉપસ્થિત મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ની મુખ્ય જોગવાઈઓ, કાયદાકીય રક્ષણ અને મહિલાઓને મળતા અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં રહેલી વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અને મહિલા સ્વાવલંબન યોજના સહિત સખી વન સ્ટોપ સેન્ટર તથા પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા ઉપલબ્ધ સેવાઓ વિશે પણ તમામને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના શ્રી પ્રકાશભાઈ મકવાણાએ મહિલાઓના કાનૂની અધિકારો અને વિવિધ કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપતાં મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW) ટીમ, સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર તેમજ મોટી સંખ્યામાં સફાઈકર્મી બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી અને માર્ગદર્શન સત્ર સાથે મહિલાઓના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું. 00 000 00 000 00

2 hrs ago
user_ABDUL PATHNA
ABDUL PATHNA
Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
2 hrs ago
34905a06-4903-48b0-9a01-202f8933a9fa

More news from ગુજરાત and nearby areas
  • ajna samy ma jai kam am ntai na kri skya8 tai ajna chorai kari btvyou
    1
    ajna samy ma jai kam am ntai na kri skya8 tai ajna chorai kari btvyou
    user_Ssk
    Ssk
    Salesperson વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    9 hrs ago
  • ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ રાજકોટ જિલ્લા ના ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ મોડી રાત્રે સતત વરસાદ ક્યારેય ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહયો હતો
    1
    ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ 
રાજકોટ જિલ્લા ના ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ 
મોડી રાત્રે સતત વરસાદ ક્યારેય ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહયો હતો
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    17 hrs ago
  • લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત
    1
    લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • ખેડુતો માટે ફાયદા‌ ની વાત. માર્કેટ મા શાકભાજી‌ ના ભાવ ન મળે ત્યારે.....
    1
    ખેડુતો માટે ફાયદા‌ ની વાત. માર્કેટ મા શાકભાજી‌  ના ભાવ ન મળે ત્યારે.....
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
  • गुजरात में सब जगह बारिष का खोफनाक मंजर अमदावाद‌ में सभी जगह पानी‌ ही पानी ।
    1
    गुजरात में सब जगह बारिष का खोफनाक मंजर अमदावाद‌ में सभी जगह पानी‌ ही पानी ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.