*થરાદ શીત કેન્દ્ર બન્યું ઉત્સવમય: ‘દૂધ દિવસ’ અને મહિલા સન્માન સમારોહ ધામધૂમથી યોજાયો* *બનાસ ડેરીને વિશ્વસ્તરે સ્થાન અપાવનાર ખેડૂતો અને મહિલાઓને મળ્યું સન્માન* થરાદ શીત કેન્દ્ર ખાતે ‘દૂધ દિવસ’ અને મહિલા સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં બનાસ ડેરીના ગૌરવગાન ગુંજ્યા વાવ-થરાદ જિલ્લાના થરાદ સ્થિત શીત કેન્દ્ર ખાતે ‘દૂધ દિવસ’ અને મહિલા સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી અને સમગ્ર વિસ્તાર ઉત્સવમય બન્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતની દૂધ ક્રાંતિ માત્ર આર્થિક વિકાસ નહીં પરંતુ સામાજિક પરિવર્તનનું પણ પ્રતિક છે. તેમણે ખાસ કરીને બનાસ ડેરી ના કાર્યોની પ્રશંસા કરતાં જણાવ્યું કે બનાસ ડેરી આજે વિશ્વસ્તરે પોતાનું આગવું સ્થાન બનાવી ચૂકી છે. ખેડૂતો અને ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં બનાસ ડેરીનો યોગદાન અદ્વિતીય છે. તેમણે ઉમેર્યું કે બનાસ ડેરીએ ટેકનોલોજી, પારદર્શિતા અને સંચાલનના શ્રેષ્ઠ મોડેલ દ્વારા દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે. લાખો દૂધ ઉત્પાદક પરિવારોને રોજગાર અને સ્થિર આવક આપતા બનાસ ડેરી આજે દેશ-વિદેશમાં એક આદર્શ સંસ્થા તરીકે ઉભરી આવી છે. દૂધ ઉત્પાદન, પ્રોસેસિંગ અને માર્કેટિંગમાં નવા માપદંડો સ્થાપિત કરીને બનાસ ડેરીએ અનેક એવોર્ડ અને સન્માનો પ્રાપ્ત કર્યા છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગામડાની મહિલાઓ આજે દૂધ ઉદ્યોગની રીડ બની ગઈ છે. તેમની મહેનત અને સમર્પણના કારણે જ દૂધ ઉત્પાદનમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. રાજ્ય સરકાર મહિલાઓના વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જેથી તેઓ આર્થિક રીતે વધુ મજબૂત બની શકે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ સંમેલનમાં મહિલા શક્તિ સાથે સીધી વાતચીત કરવામાં આવી હતી, જેમાં મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો નરેશ ઠાકોર તેમજ બનાસકાંઠા પ્રભારી વિશાલભાઈ પટેલ તેમજ ના બોર્ડ ઓફ ડિરેક્ટર સહિત ભાજપના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. થરાદ શીત કેન્દ્ર ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં મહિલાઓનો ભારે ઉમળકો જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘દૂધ ક્રાંતિ’, ‘મહિલા સશક્તિકરણ’ અને ‘વિકાસ’ના સંદેશો ગુંજતા રહ્યા, જ્યારે બનાસ ડેરીના ગૌરવગાન સાથે વાતાવરણ ગર્વ અને ઉત્સાહથી છલકાયું હતું.

- Post by Dashrath thakor1
- વાવ થરાદ જિલ્લા મથકના થરાદ થી ઢીમા ગામને જોડતો મુખ્ય રસ્તા ઉપર રોડની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન એક ટ્રક ક્યાં રોડ વચ્ચે ફસાઈ જતા કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ ગયા છે જેને લઈને વાહન ચાલકો તેમજ ઈમરજન્સી બહાર નીકળવા વાળા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- લોકપ્રિય લોક ગાયિકા કાજલ મહેરિયા એ પોતાના લગ્ન અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. કાજલ મહેરિયાએ જણાવ્યું કે તેમણે પોતાની મરજીથી અને પુખ્તવયે લગ્ન કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “મેં કોઈપણ પ્રકારના દબાણ કે ધમકી હેઠળ લગ્ન કર્યા નથી.” આગળ તેમણે ઉમેર્યું કે, “હું દોઢ વર્ષથી અલ્પેશ સાથે સંબંધમાં હતી અને અમારી સહમતીથી જ આ નિર્ણય લીધો છે.” કાજલ મહેરિયાએ જણાવ્યું કે તેમણે તેમના પરિવારને આ બાબતે પૂર્વ જાણ કરી હતી, પરંતુ પરિવારનો સંપૂર્ણ રાજીપો નહોતો. તેમ છતાં, તેમણે પોતાના જીવનનો નિર્ણય સ્વતંત્ર રીતે લીધો હોવાનું જણાવ્યું. આ સમગ્ર મામલે ચાલી રહેલી અફવાઓ અંગે પ્રતિક્રિયા આપતા કાજલ મહેરિયાએ કહ્યું કે, “હદનો છેડો પાર થયો હોય એમ લાગે છે. કૃપા કરીને ખોટી વાતો પર વિશ્વાસ ન રાખવો.” અંતમાં તેમણે તમામ ચાહકો અને જનતાને અપીલ કરી કે તેઓ સત્ય માહિતી પર જ વિશ્વાસ રાખે અને તેમની વ્યક્તિગત જીવનને લઈને ફેલાતી અફવાઓથી દૂર રહે.1
- વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી નો માહોલ જામ્યો છે જેમાં દિયોદર તાલુકામાં પણ ચુંટણી ના ગરમાવો વચ્ચે પ્રચાર જોર સોર થી ચાલી રહ્યા છે જ્યાં દિયોદર તાલુકાના ગોલવી ગામે કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા રાંટીલા સીટ ના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે જંગી સભા ને સંબોધી હતી2
- Post by Gujarat crime news1
- 🖋️પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આજે બપોરે ખુલ્લા પાર્કિંગમાં ત્રણ વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક કાર અને જીપ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના દિલ્હીગેટ નજીક સંજય ચોક, અમીર રોડ પર આવેલા ડીપી પાસેના ખુલ્લા પાર્કિંગમાં બની હતી. આગ લાગવાને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પાલનપુર ફાયર સ્ટેશનને બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર અધિકારી રોહિતે જણાવ્યું કે, માહિતી મળતા જ પાલનપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અડધાથી પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે બજારના ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસ, ફાયર વિભાગ અને UGVCની ટીમો પણ પહોંચી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હજુ ચાલુ છે.3
- વાવ થરાદ... ભાભરના સનેસડા ગામમાં ચૂંટણી લક્ષી વિકાસ સંકલ્પ સભા યોજાઈ.. સભા પૂર્ણ થતા જ કાર્યકરોએ મંત્રી સ્વરૂપજી ઠાકોરને ઘેર્યા.. કેનાલમાં પાણી પુરતું ન મળતા ઘેરી લીધા મંત્રીને.. કાર્યકરોએ કહ્યું આમને પાણી નઈ મળે તો 700 મત આપણને નથી મળતા.. મંત્રીએ ક્યું તો શું કોગ્રેસ આપશે પાણી અમારે જ આપવાનું છે.. તીર્થગામ અને ખારા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હોવાનું રજૂઆત કાર્યકરો ની.. ભાજપના જ કાર્યકરોએ રાજ્ય કક્ષાના ખાદી ફૂટીર અને ગ્રામોધોગ મંત્રી સ્વરૂપજી ઠાકોર ને ઘેર્યા નો વિડીયો આવ્યો સામે..1