ગેરકાયદેસર હથિયાર દેશી જામગરી બંધુક લઈને નીકળનાર શખ્સને ૩ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારતી જાફરાબાદ કોર્ટે ગેરકાયદેસર હથિયાર દેશી જામગરી બંધુક લઈને નીકળનાર શખ્સને ૩ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારતી જાફરાબાદ કોર્ટે અત્રે કેસની વિગત એવી છે કે, આશરે પાંચેક વર્ષે અગાઉ ફરીયાદી હરપાલસિંહ વ્રિકમસિંહ ગોહીલ તથા પોલીસ સ્ટાફના માણસો એ.ટી. એસ. ની કામગીરી સબબ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામગીરીમાં હતા ત્યારે બાતમી રાહે હકીકત મળેલ કે છેલણા ગામની દિવ્યમ પબ્લીક સ્કુલ પાસે એક ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર અગ્ની શરત્ર રાખી ઉભો છે અને ગુનો કરવાની પેરવીમાં છે જેથી તાત્કાલીક તે સ્થળે જઈને આરોપી રમઝાનભાઈ બાઉદિનભાઈ સમા રહે. વિજપડી વાળાને પકડી અને પાસ પરમીટ વગર ગેરકાયદેસર હથીયાર દેશી જામગરી બંધક લઈને ફરતા હોય તે અંગેનો ગુન્હો નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં નોધાયેલો. બાદમાં તપાસ કરનાર અધીકારી એ તપાસ કરીને આ કામના આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરેલું અને કેસ શરૂ થતા બાદમાં ફરીયાદી, નજરે જોનાર સાહેદો, પંચો અને તપાસ કરનાર અધીકારીશ્રી ની જુબાનીઓ તથા વિવીધ દસ્તાવેજી પુરાવાઓનું મુલ્યાંકન કરીને આરોપીઓ વિરૂધ્ધ પુરતો પુરાવો હોય જાફરાબાદના મહે. જયુડી. મેજી. પી. એમ. કામદાર સાહેબે સરકારી વકીલશ્રી દિવ્યેશ બી. ગાંધીની દલીલો અને પુરાવાઓનું મુલ્યાંકન કરીને એવુ તારણ કાઢેલ કે, સમાજમાં ગેરકાયદેસર હથિયાર ધારણ લઈને જાનહાનીને નુકશાન થાય એવા કિસ્સાઓ સમાજમાં બહુ વધી રહ્યા હોય ત્યારે જો આવા લોકોની છોડવામાં આવે તો અને સમાજ વ્યવસ્થા પડી ભાંગે તેમ હોય અને સમાજમાં કાયદો અને વ્યવસ્થાની અસ્થીરતા જોવા મળે તેમ હોય અને તે બાબતે સમાજ પર દાખલો બેસાડવો જરૂરી હોય જેથી આરોપી રમઝાનભાઈ બાઉદિનભાઈ સમા રહે. વિજપડી વાળાને ૩ વષૅની સખત કેદ તથા રૂા. ૫૦૦૦/- દંડનો હુકમ કરતા અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. ઉપરોક્ત કામે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી દિવ્યેશ બી. ગાંધી રોકાયલ હતા.

- પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે મહુવા તાલુકાના મોટા ખુંટવડામાં ભવ્ય કાવડ યાત્રા યોજાઈ મોટા ખુંટવડા ખાતે શ્રાવણના બીજા સોમવારે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજના આયોજન હેઠળ પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રા યોજાઈ હતી. પૂજ્ય નેપાળી બાપુના સમાધિ સ્થાનેથી પવિત્ર માલણ નદીના તીરે યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં 108 કાવડ અને 108 કાવડીયાઓ જોડાયા હતા. ધોળેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ ખાતે યાત્રા ફરી રામેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી. યાત્રામાં સરપંચ સહિત અઢારેય વર્ણના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજે તમામ ભક્તજનોને આશીર્વાદ આપી મોટા ખુંટવડા ગામના સમસ્ત ગ્રામજનોનું આરોગ્ય સારું રહે અને સૌ સુખી-નિરોગી રહે તે માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.2
- શૈક્ષણીક સંસ્થા ઓભષ્ટાચાર ના પાર્ટીઓ વ્યભીચાર ના અડ્ડાઓ બની રહ્યા છે.1
- _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ , ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .1
- છાછર ગામના વાડી વિસ્તારમાં સિંહ ના આંટા ફેરા છ🦁,Gir1
- જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા સેવા ભાવી ઓ એ સારવાર કરાવી જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા આખલા ને ઇજા પહોંચી હતી જેને જીવ દયા પ્રેમી દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી1
- બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક સામે ગંભીર આક્ષેપો થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો રાણપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ગ્રામજનોએ શિક્ષક હર્ષદભાઈ ઝાલા વિરુદ્ધ રજૂઆત કરી વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરી ત્રાસ આપતા હોવાના આક્ષેપો સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, બરાનીયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક હર્ષદભાઈ ઝાલા દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરવામાં આવતા હોવાના આક્ષેપો છે. આ મામલે ગામલોકોએ અગાઉ શિક્ષક સમક્ષ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શિક્ષક દ્વારા ખોટી ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવતી હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા.આ મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. શિક્ષક વિરુદ્ધ ફરિયાદ ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહેવાનો નિર્ણય પણ ગ્રામજનોએ કર્યો હતો. બીજી તરફ બરાનીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક હર્ષદભાઈ ઝાલા પણ ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.શિક્ષક હર્ષદ ઝાલાએ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા વિદ્યાર્થીનીઓ સાથે અડપલાના આક્ષેપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગામના માજી સરપંચનું ખનીજ ભરેલું ડમ્પર શાળાની પાસેથી પસાર થતું હોવાથી તેમણે તેને રોકવાની ના પાડી હતી. આ બાબતને લઈને પોતાની વિરુદ્ધ ખોટી રજૂઆત કરવામાં આવી રહી હોવાનો શિક્ષકનો દાવો છે... રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- हिलाते ए पाकीस्तान वहा सभी हुक्मरानो ने देश को भष्टाचार से खतम करदीया है।1
- ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો... ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો.....1