ગુજરાતના કાલોલ તાલુકાના નેસડા ગામે 'સુજલામ સુફલામ' યોજના હેઠળ આડેધડ રીતે ખોદવામાં આવેલી માટીના કારણે બનેલા ઊંડા ખાડાઓ હાલ ગ્રામજનો માટે 'મોતનો ખાડો' બનવાની શક્યતા છે, જેને કારણે લોકોમાં ભારે ભય અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૧ જૂન ૨૦૨૬ સુધીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ચોમાસું નજીક હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ગ્રામજનો દ્વારા ટેલિફોનિક અને મૌખિક રીતે જાણ કરવા છતાં, વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 'સુજલામ સુફલામ' યોજના હેઠળ ખોદાયેલા આ ખાડાઓને હજુ સુધી સુરક્ષિત તળાવનો આકાર આપવામાં આવ્યો નથી. વધુમાં, ગામની માટી ગામમાં જ પૂરણ કરવાના બદલે હજારો ટન માટી ગામની બહાર મોકલી દેવામાં આવી છે, જેના કારણે ગામમાં અનેક જગ્યાએ મોટા અને ઊંડા ખાડા હજુ પણ ખાલી પડ્યા છે, જેની યોગ્યતા પર સવાલો ઉઠી રહ્યા છે. જો પ્રથમ વરસાદ પહેલાં આ ખાડાઓનું યોગ્ય કામકાજ કરીને તેમને તળાવનું સ્વરૂપ નહીં અપાય, તો આગામી દિવસોમાં આજુબાજુના વિસ્તારમાં ભારે હોનારત અને મોટી મુશ્કેલીઓ ઊભી થવાની પૂરેપૂરી શક્યતા છે. ગ્રામજનો સવાલ કરી રહ્યા છે કે ચોમાસાની શરૂઆતને ગણતરીના દિવસો બાકી હોવા છતાં તંત્ર હજુ કેમ ઘોર નિદ્રામાં છે અને ગામના વિકાસ માટે બનેલી યોજના ગ્રામજનોના જીવનું જોખમ કેમ બની ગઈ છે? જો આ ચોમાસામાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે, તો તેની જવાબદારી કોની રહેશે તેવા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

- ગુજરાતના કાલોલ તાલુકાના નેસડા ગામે 'સુજલામ સુફલામ' યોજના હેઠળ આડેધડ રીતે ખોદવામાં આવેલી માટીના કારણે બનેલા ઊંડા ખાડાઓ હાલ ગ્રામજનો માટે 'મોતનો ખાડો' બનવાની શક્યતા છે, જેને કારણે લોકોમાં ભારે ભય અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૧ જૂન ૨૦૨૬ સુધીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ચોમાસું નજીક હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ગ્રામજનો દ્વારા ટેલિફોનિક અને મૌખિક રીતે જાણ કરવા છતાં, વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 'સુજલામ સુફલામ' યોજના હેઠળ ખોદાયેલા આ ખાડાઓને હજુ સુધી સુરક્ષિત તળાવનો આકાર આપવામાં આવ્યો નથી. વધુમાં, ગામની માટી ગામમાં જ પૂરણ કરવાના બદલે હજારો ટન માટી ગામની બહાર મોકલી દેવામાં આવી છે, જેના કારણે ગામમાં અનેક જગ્યાએ મોટા અને ઊંડા ખાડા હજુ પણ ખાલી પડ્યા છે, જેની યોગ્યતા પર સવાલો ઉઠી રહ્યા છે. જો પ્રથમ વરસાદ પહેલાં આ ખાડાઓનું યોગ્ય કામકાજ કરીને તેમને તળાવનું સ્વરૂપ નહીં અપાય, તો આગામી દિવસોમાં આજુબાજુના વિસ્તારમાં ભારે હોનારત અને મોટી મુશ્કેલીઓ ઊભી થવાની પૂરેપૂરી શક્યતા છે. ગ્રામજનો સવાલ કરી રહ્યા છે કે ચોમાસાની શરૂઆતને ગણતરીના દિવસો બાકી હોવા છતાં તંત્ર હજુ કેમ ઘોર નિદ્રામાં છે અને ગામના વિકાસ માટે બનેલી યોજના ગ્રામજનોના જીવનું જોખમ કેમ બની ગઈ છે? જો આ ચોમાસામાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે, તો તેની જવાબદારી કોની રહેશે તેવા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.1
- કાલોલ MGVCL દ્વારા કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં ચોમાસા પૂર્વે વીજ પુરવઠો ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવા માટે પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે, મંગળવારે કાલોલના અર્બન વિસ્તારમાં શટડાઉન લઈ લાઇન મેન્ટેનન્સનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. MGVCLની ટીમોએ શહેરી વિસ્તારની HT અને LT લાઇનો પર વૃક્ષોની ડાળીઓ અડી જવાથી સર્જાતા ફોલ્ટને અટકાવવા માટે ડાળીઓ કાપીને વાયર ખુલ્લા કર્યા હતા. આ ઉપરાંત, ઢીલા થયેલા વાયર ટાઇટ કરવા, ક્ષતિગ્રસ્ત ઇન્સ્યુલેટર બદલવા અને થાંભલાઓની મરામત જેવા કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા હતા. આ વાર્ષિક મેન્ટેનન્સ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ ચોમાસામાં ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષોની ડાળીઓ વીજ વાયરને અડકવાથી થતા ટ્રીપિંગ અને વીજ વિક્ષેપના બનાવોને નિવારવાનો છે. જોકે, શટડાઉનના કારણે અર્બન વિસ્તારના કેટલાક ભાગોમાં સવારે નવથી બપોરના પોણા ચાર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો, જેના પરિણામે સ્થાનિક રહીશો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. આગામી દિવસોમાં તબક્કાવાર રીતે અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવશે. આનાથી ચોમાસા દરમિયાન વીજ ફોલ્ટનું પ્રમાણ ઘટશે અને નાગરિકોને અવિરત વીજળી મળી રહેશે તેવી અપેક્ષા છે.1
- ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ગળતેશ્વર મહાદેવના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને અપૂરતી સુવિધાઓને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.1
- આગામી 28 મે, ગુરુવારના રોજ મુસ્લિમ સમુદાયના તહેવાર ઇદુલ અદહા (બકરી ઇદ)ની ઉજવણી થવાની છે, જેને ધ્યાનમાં રાખીને હાલોલ નગરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલોલ ડીવાયએસપી વી.જે. રાઠોડની અધ્યક્ષતામાં નગરના મુખ્ય માર્ગો પર પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બકરી ઇદની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો, જેના માટે પોલીસે અગાઉથી આયોજન કરીને તમામ જરૂરી બાબતોનું ખાસ ધ્યાન રાખ્યું હતું.1
- ગોધરાના બહુમાળી ભવનમાં આવેલી સમાજ કલ્યાણ કચેરીના સ્ટાફની મનમાનીથી જાતિના દાખલા મેળવવા આવતા ગરીબ અને શ્રમિક વર્ગના અરજદારો ભારે રોષ અને હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામો બાદ એડમિશન પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે કચેરીના કર્મચારીઓ દ્વારા અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપવાના બદલે માનસિક ત્રાસ અને હેરાનગતિ કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અનેક વાલીઓ અભણ કે ઓછું ભણેલા હોય છે, જેમને કચેરીમાં આવ્યા બાદ કયું કામ ક્યાં થશે તે અંગે કોઈ યોગ્ય માર્ગદર્શન ન મળતા તેઓ ઓફિસો શોધવામાં જ અટવાઈ જાય છે. ઘણીવાર અરજદારો ATVT સેન્ટરની લાંબી લાઈનોમાં કલાકો સુધી ઊભા રહે છે અને જ્યારે તેમનો વારો આવે ત્યારે તેમને સિક્કો કરાવી લાવવા કહીને પાછા કાઢવામાં આવે છે. આ સિક્કો કરાવવા તેઓ ફરી બહુમાળી ભવનની કચેરીમાં જાય છે ત્યારે ત્યાં બેઠેલા કર્મચારીઓ દ્વારા તેમને સંતોષકારક જવાબ આપવાના બદલે ડોક્યુમેન્ટ નથી તેમ કહી પરત મોકલી દેવામાં આવે છે. અરજદાર પાસે સરકાર માન્ય પૂરતા દસ્તાવેજો હોવા છતાં મનસ્વી રીતે વધારાના અને બિનજરૂરી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવે છે. ગામડાંથી આવતા શ્રમિક અને ખેડૂત વર્ગના માણસો પોતાની એક દિવસની રોજગારી ગુમાવીને કાળઝાળ ગરમીમાં દાખલા માટે આવે છે. સ્ટેમ્પ, એફિડેવિટ, ફોર્મ અને આવવા-જવાના ભાડા પાછળ એક ગરીબ અરજદારને આશરે ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા જેટલો મોટો ખર્ચ થતો હોય છે. પૂરતા કાગળો હોવા છતાં સ્ટાફની મનમાનીથી ફોર્મ સ્વીકારવાની ના પાડવામાં આવતા ગરીબ પરિવારો પર આર્થિક બોજ પડે છે અને વાલીઓ તથા વિદ્યાર્થીઓનો મહામૂલો સમય વેડફાઈ રહ્યો છે. જો સમયસર જાતિના દાખલા ન મળે તો તેજસ્વી પરંતુ ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં અનામતના લાભ અને એડમિશનથી વંચિત રહી જાય તેવો મોટો ભય ઊભો થયો છે. આથી, જાગૃત નાગરિકો દ્વારા વહીવટી તંત્રને આ બાબતે તાત્કાલિક કચેરીના સ્ટાફને અરજદારો સાથે યોગ્ય વર્તન કરવા અને દાખલાની પ્રક્રિયા પારદર્શક તથા સરળ બનાવવા તાકીદની સૂચના આપવાની માંગ કરવામાં આવી છે.2
- વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી કતલખાને લઈ જવાઈ રહેલી ગૌવંશ ભરેલી એક ટ્રક (ટેમ્પો) ઝડપાઈ છે. આ કાર્યવાહી મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી, જેમણે સાથે મળીને આ ગૌવંશ ભરેલા વાહનને ઝડપી પાડ્યું.1
- વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોજે પોઇચા (રાણીયા) ખાતે આવેલી સરકારી જમીન સર્વે નંબર 459 પર ગેરકાયદેસર દબાણ થયું હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીઓ તથા કેટલાક સ્થાનિક લોકો દ્વારા છેલ્લા દોઢ વર્ષથી આ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. આટલા લાંબા સમયથી દબાણ હોવા છતાં, કેટલાક અધિકારીઓ દ્વારા તેને દૂર કરવાની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી.1
- આજરોજ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હરેશભાઈ દુધાત સાહેબના માર્ગદર્શન હેઠળ, આવનાર તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુસર પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ તથા જાહેર વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.1