પેરિસમાં હજારો ભક્તો દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની શાનદાર ઉજવણી પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ | રવિવાર, 13 સપ્ટેમ્બર 2026 રવિવાર, 13 સપ્ટેમ્બર 2026ના રોજ યુરોપ અને વિશ્વના વિવિધ દેશોમાંથી હજારો લોકો બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે બી.એ.પી.એસ. ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંગ્રેજી તારીખ પ્રમાણે 93મી જન્મજયંતીની ઉજવણી માટે એકત્રિત થયા હતા. તેમના જીવન, કાર્ય તથા સંપ, કરુણા અને નિઃસ્વાર્થ સેવાના સંદેશને સમર્પિત આ વિશેષ કાર્યક્રમમાં સૌ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. પેરિસ મંદિર મહોત્સવના ભાગરૂપે યોજાયેલી આ ઉજવણી વિશેષ ઐતિહાસિક બની હતી, કારણ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યુરોપમાં તેમની જન્મજયંતીની ઉજવણી પ્રથમવાર કરવામાં આવી હતી. ‘Mahant Swami Maharaj: The Guru That Gives’ શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં તેઓના જીવન અને પ્રભાવનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. સ્વાનુભાવો, વિડીયો પ્રસ્તુતિઓ, વક્તવ્યો, સંગીત અને નૃત્ય દ્વારા તેમની જીવનશૈલી અને ઉપદેશોમાં પ્રતિબિંબિત થતી ચાર શાશ્વત ‘ભેટ’ રજૂ કરવામાં આવી: આધ્યાત્મિક જ્ઞાન અને સ્પષ્ટતા, સંપ અને સુમેળ, નિઃસ્વાર્થ પ્રેમ તથા ભગવાનની અનુભૂતિ તરફ દોરી જતો માર્ગ. કાર્યક્રમના પ્રથમ ભાગમાં આધ્યાત્મિક જ્ઞાનની ભેટ તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શનથી અન્ય લોકોના જીવનમાં આવેલી સ્પષ્ટતા અને દિશાનું નિરૂપણ કરવામાં આવ્યું. બી.એ.પી.એસ.ના જ્ઞાનવત્સલદાસ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આધ્યાત્મિક જ્ઞાન અને સ્પષ્ટતાની જીવન પર પડતી પ્રભાવક અસર અંગે વિશેષ વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ બી.એ.પી.એસ.ના આદર્શજીવનદાસ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ‘સંપ’ના ઉપદેશો તથા વિવિધ દેશો, સંસ્કૃતિઓ અને સમાજના વિવિધ વર્ગોમાં સુમેળ સ્થાપવા માટેના તેમના સતત પ્રયત્નો અંગે વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનો ત્રીજો વિષય નિઃસ્વાર્થ પ્રેમ હતો. બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંત ઈશ્વરચરણદાસ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પોતાના આધ્યાત્મિક ગુરુઓ પાસેથી પ્રાપ્ત થયેલા પ્રેમ અંગે વાત કરી હતી. બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો – પૂ. આનંદસ્વરૂપ સ્વામી અને પૂ. નારાયણમુનિ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રેમ અને કાળજીની જીવનપરિવર્તક શક્તિને દર્શાવતા અનુભવો રજૂ કર્યા હતા. બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંત વિવેકસાગરદાસ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લોકોને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા તરફ કેવી રીતે દોરી જાય છે તે અંગે વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ બાળકો, કિશોરો, યુવાનો, વડીલોએ એકત્રિત થઈને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પેરિસમાં નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિરને પણ આ આદર્શોની ચિરંજીવ અભિવ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
પેરિસમાં હજારો ભક્તો દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની શાનદાર ઉજવણી પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ | રવિવાર, 13 સપ્ટેમ્બર 2026 રવિવાર, 13 સપ્ટેમ્બર 2026ના રોજ યુરોપ અને વિશ્વના વિવિધ દેશોમાંથી હજારો લોકો બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે બી.એ.પી.એસ. ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંગ્રેજી તારીખ પ્રમાણે 93મી જન્મજયંતીની ઉજવણી માટે એકત્રિત થયા હતા. તેમના જીવન, કાર્ય તથા સંપ, કરુણા અને નિઃસ્વાર્થ સેવાના સંદેશને સમર્પિત આ વિશેષ કાર્યક્રમમાં સૌ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. પેરિસ મંદિર મહોત્સવના ભાગરૂપે યોજાયેલી આ ઉજવણી વિશેષ ઐતિહાસિક બની હતી, કારણ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યુરોપમાં
તેમની જન્મજયંતીની ઉજવણી પ્રથમવાર કરવામાં આવી હતી. ‘Mahant Swami Maharaj: The Guru That Gives’ શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં તેઓના જીવન અને પ્રભાવનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. સ્વાનુભાવો, વિડીયો પ્રસ્તુતિઓ, વક્તવ્યો, સંગીત અને નૃત્ય દ્વારા તેમની જીવનશૈલી અને ઉપદેશોમાં પ્રતિબિંબિત થતી ચાર શાશ્વત ‘ભેટ’ રજૂ કરવામાં આવી: આધ્યાત્મિક જ્ઞાન અને સ્પષ્ટતા, સંપ અને સુમેળ, નિઃસ્વાર્થ પ્રેમ તથા ભગવાનની અનુભૂતિ તરફ દોરી જતો માર્ગ. કાર્યક્રમના પ્રથમ ભાગમાં આધ્યાત્મિક જ્ઞાનની ભેટ તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શનથી અન્ય લોકોના જીવનમાં આવેલી સ્પષ્ટતા અને દિશાનું નિરૂપણ કરવામાં આવ્યું. બી.એ.પી.એસ.ના જ્ઞાનવત્સલદાસ સ્વામીએ
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આધ્યાત્મિક જ્ઞાન અને સ્પષ્ટતાની જીવન પર પડતી પ્રભાવક અસર અંગે વિશેષ વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ બી.એ.પી.એસ.ના આદર્શજીવનદાસ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ‘સંપ’ના ઉપદેશો તથા વિવિધ દેશો, સંસ્કૃતિઓ અને સમાજના વિવિધ વર્ગોમાં સુમેળ સ્થાપવા માટેના તેમના સતત પ્રયત્નો અંગે વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનો ત્રીજો વિષય નિઃસ્વાર્થ પ્રેમ હતો. બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંત ઈશ્વરચરણદાસ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પોતાના આધ્યાત્મિક ગુરુઓ પાસેથી પ્રાપ્ત થયેલા પ્રેમ અંગે વાત કરી હતી. બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો – પૂ. આનંદસ્વરૂપ સ્વામી અને પૂ. નારાયણમુનિ સ્વામીએ પરમ
પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રેમ અને કાળજીની જીવનપરિવર્તક શક્તિને દર્શાવતા અનુભવો રજૂ કર્યા હતા. બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંત વિવેકસાગરદાસ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લોકોને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા તરફ કેવી રીતે દોરી જાય છે તે અંગે વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ બાળકો, કિશોરો, યુવાનો, વડીલોએ એકત્રિત થઈને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પેરિસમાં નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિરને પણ આ આદર્શોની ચિરંજીવ અભિવ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
- ગોપાલગ્રામમાં મંગલેશ્વર શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ, બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું... ગોપાલગ્રામમાં મંગલેશ્વર શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ, બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું...1
- भगवती संवतसरी।1
- વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો : પ્રભુદાસભાઈ સતાસિયા1
- ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા1
- 21,000 પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટની ગણપતિ મૂર્તિ!, ગણેશોત્સવના માહોલ વચ્ચે પુણેના ફર્ગ્યુસન રોડ પર અનોખી ગણપતિ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની. 🌟 21,000 પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટની ગણપતિ મૂર્તિ! 😲🙏 🪔 ગણેશોત્સવના માહોલ વચ્ચે પુણેના ફર્ગ્યુસન રોડ પર અનોખી ગણપતિ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની. 🙏 ભક્તે પાણીપુરીની 21,000 પુરીઓનો ઉપયોગ કરીને 13 ફૂટ ઊંચી અને 10 ફૂટ પહોળી વિશાળ ગણપતિ મૂર્તિ તૈયાર કરી. 🌱 શાડુ માટીની પર્યાવરણમૈત્રી મૂર્તિઓ વચ્ચે આ અનોખા કન્સેપ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું. ✨ ગણપતિ બાપ્પાની આ અનોખી મૂર્તિ ભક્તિ સાથે સર્જનાત્મકતાનું પણ ઉત્તમ ઉદાહરણ બની છે.1
- સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈ1
- ધારી CHCને 80 બેડની મંજૂરી, ₹4.50 કરોડ ફાળવાયા... ધારી વિધાનસભા મતવિસ્તારના આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસને મંજૂરી... ધારી CHCને 80 બેડની મંજૂરી, ₹4.50 કરોડ ફાળવાયા... ધારી વિધાનસભા મતવિસ્તારના આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસને મંજૂરી...1
- અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો સુરતના મોટાવરાછા ખાતે યોજાઈ રહેલા ‘સુદામા કા રાજા’ ગણપતિ મહોત્સવમાં શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરી દર્શનનો પાવન લ્હાવો લીધો લેતા અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય કૌશિક વેકરિયા આ પ્રસંગે મહોત્સવ પરિસરમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો તથા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપ્યું. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. ભવ્ય અને સુંદર આયોજન બદલ તમામ આયોજકોને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ. ભગવાન ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.1
- લીંબડી રાજકોટ હાઇવે પર નંદનવન હોટલ નજીક એક સાથે ત્રણ વાહનોનો અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા લીંબડી રાજકોટ હાઇવે પર નંદનવન હોટલ નજીક એક સાથે ત્રણ વાહનોનો અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીબડી નેશનલ હાઈવે અકસ્માતનો એક ઝોન બની બેસ્યો હોય એવું લાગી રહ્યું છે આજે વધુ એક અકસ્માત સવારમાં સાત કલાકે લીંબડી રાજકોટ હાઇવે પર નંદનવન હોટલ નજીક ત્રણ વાહનોનો અકસ્માત સર્જાયો હતો એમાં મળતી માહિતી મુજબ ટ્રક કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ લોકો બીજા ગ્રસ્ત થયા હતા જેઓ લીંબડી તરફથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ઈજાગ્રસ્તોને 108 દ્વારા લીબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ફરજ પરના તબીબ ડોક્ટર હર્ષ છત્રોલા દ્રારા સારવાર આપી વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે કહી શકાય કે લીબડી નેશનલ હાઈવે પર હાલ અકસ્માત નો યથાવત જોવા મળી રહ્યો છે1