Shuru
Apke Nagar Ki App…
દુબઈ ઇન્ટરનૅશનલ એરપોર્ટ પર ઈરાન દ્વારા ડ્રોન હુમલો, 1 ભારતીય સહીત 4 ઘાયલ...
Siraj shah
દુબઈ ઇન્ટરનૅશનલ એરપોર્ટ પર ઈરાન દ્વારા ડ્રોન હુમલો, 1 ભારતીય સહીત 4 ઘાયલ...
More news from ગુજરાત and nearby areas
- મેંદરડા પંથકમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. નગરના વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના, સુંદરકાંડ અને મહાપ્રસાદના આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ખાસ કરીને હવેલી ગલીના મોટા રામજી મંદિરમાં કુબાવત પરિવાર દ્વારા 90 વર્ષની અતૂટ પરંપરા મુજબ બુઢીયા હનુમાન દાદાના સાનિધ્યમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર મેંદરડા પંથક આજે મારુતિ નંદનના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.1
- Post by પત્રકાર1
- Post by Nasim1
- જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય માં આજે જ્ઞાન સાધના ની પરીક્ષા નો આરંભ થયો જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય ખાતે આજે ધોરણ 8 નાં વિધાર્થી ઓ આજે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષા આપવા માટે દસ ગામના વિધાર્થી ઓ સવારથી કેન્દ્ર પર પહોંચી ગયા હતા છાત્રાલયમાં છ બ્લોકમાં 179 વિધાર્થી પરીક્ષા આપી હતી સીસીટીવી કેમેરા થી સજ્જ તેમજ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી સુપરવાઇઝ રે દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માર્ગદર્શન આપવામાં આવ્યો હતો આટકોટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ પરીક્ષા આજરોજ ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના પરિક્ષા યોજાઈ હતી.જેમાં બાળકોએ ઉત્સાહભેર પરિક્ષા આપી હતી.આ પરિક્ષામાં પાસ થઈ મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ રક્ષાશક્તિ અને રેસિડેન્સિયલ ધોરણ-9-12 સુધી શાળામાં પ્રવેશ જેવા વિવિધ લાભો મળવાપાત્ર થાય છે. રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- to aaje j rk event vada anchor rk no sampark karo , book your upcoming event 99139051961
- દેશના સમુદ્રી વ્યાપારમાં ડીકાર્બનાઈઝેશનની દિશામાં દિનદયાલ પોર્ટ કંડલાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ડીપીએ ખાતે દેશમાં પ્રથમ વખત 'ઈ-મીથેનોલ' બંકરીંગનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આસામ પેટ્રોકેમીકલ સાથેના કરાર બાદ, જહાજમાં મીથેનોલ લોડિંગ અને પાઈપલાઈન વહનની ક્ષમતાનું નિરીક્ષણ કરાયું હતું. ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંઘ અને યુરોપિયન સંસ્થા ડીએનવીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. હવે સિંગાપોર અને રોટાડેમ પોર્ટના ગ્રીન કોરીડોર પર ચાલતા જહાજો કંડલા ખાતે ઈ-મીથેનોલ ભરવા આવી શકશે.1
- કેશોદ શહેરમાં વિકાસના નામે બેદરકારી અને વિનાશ સર્જાતો હોય તેવી ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. વોર્ડ નંબર ૫ અને ૬ ને જોડતા ડી.પી. રોડથી શેખ ગેરેજ સુધીના વોકળામાં નગરપાલિકા દ્વારા ચાલી રહેલા બ્યુટીફીકેશન અને વોકવેના કામ સામે સ્થાનિક રહિશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક રહિશોના આક્ષેપ મુજબ, આ કામ યોગ્ય આયોજન વિના અને તંત્રની બેદરકારી સાથે કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આવનારા ચોમાસામાં વિસ્તારના લોકો માટે ભારે સંકટ ઊભું થવાની પૂરી શક્યતા છે. ટીલોળી નદી તરીકે ઓળખાતા આ વોકળામાં મેસવાણ અને કેવદ્રા વિસ્તારનું વરસાદી પાણી મોટી માત્રામાં આવે છે અને ચોમાસામાં આ વોકળો છલોછલ ભરાઈ જાય છે. સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે કારણ કે અંડરબ્રિજ બન્યા બાદ મેસવાણ ગાળીનુ તમામ પાણી હવે આ જ વોકળામાં આવી રહ્યું છે. ગયા વર્ષે પડેલા ભારે વરસાદ દરમિયાન આ વોકળાનું પાણી ઘરોમાં ઘૂસી જતા રહિશોને મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું, છતાં તંત્રએ કોઈ શીખ લીધી નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાલ કરવામાં આવતી કામગીરીમાં વોકળામાંથી કાઢેલો ગાર બન્ને બાજુ ઢગલા સ્વરૂપે ચડાવી દેવાયો છે, પરંતુ વોકળાને ન તો પહોળો બનાવાયો છે અને ન તો ઊંડો કરવામાં આવ્યો છે. પરિણામે વોકળો વધુ સાંકડો બની રહ્યો છે, જે ચોમાસામાં પાણીના પ્રવાહને રોકી વિસ્તારને ડૂબાડવાની પરિસ્થિતિ સર્જી શકે છે. રહિશોનો આક્ષેપ છે કે હાલ ચાલી રહેલું કામ “લોટ, પાણી ને લાકડા” જેવી બેદરકારીપૂર્વક કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે વોર્ડ નંબર ૫ અને ૬ ના રહિશો એકજુટ થઈ તાત્કાલિક કામ બંધ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. રહીશોનું કહેવું છે કે બ્યુટીફીકેશન પછી કરી શકાય, પરંતુ પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટને ધ્યાનમાં રાખી વોકળાને પહોળો અને ઊંડો બનાવવો અત્યંત જરૂરી છે, નહીં તો આવનારા ચોમાસામાં પાણી ફરી ઘરોમાં ઘૂસી જશે. પ્રકરણને ગંભીરતા આપતા કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલા અને એન્જિનિયર અલ્પેશ નાઘેરા દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. તંત્ર દ્વારા રહીશોને વિશ્વાસ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે કામગીરી દરમિયાન થતા અવરોધો દૂર કરવામાં આવશે અને ચોમાસામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. તેમ છતાં રહીશોમાં તંત્ર સામે અવિશ્વાસ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. રહીશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર પણ કરશે. કેશોદમાં વિકાસના નામે થઈ રહેલી આ કામગીરી હવે લોકો માટે સુવિધા કરતાં વધુ સંકટ બની રહી છે—હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર જાગશે કે પછી ફરી એકવાર ચોમાસામાં લોકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બનશે. અહેવાલ : જગદીશ યાદવ, જૂનાગઢ4
- જૂનાગઢ: જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ આજે ઇવનગર ગામની મુલાકાત લઈને ગ્રામ્ય સ્તરની વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે ઇવનગર અને સાગડીવીડી ગામના તલાટી દફ્તરની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. મહેસૂલી રેકોર્ડ, ગ્રામ પંચાયતના રજીસ્ટરો અને સરકારી યોજનાઓના અમલીકરણની વિગતો ચકાસીને તેમણે કામગીરીમાં પારદર્શિતા લાવવા અને પડતર પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે તલાટીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.1