ખરોડ ગામે વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના પાંચમા સમૂહ લગ્નોત્સવમાં 24 જોડાઓ પ્રભુતામાં પગલાં પાડ્યા ખરોડ ગામે વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના પાંચમા સમૂહ લગ્નોત્સવમાં 24 જોડાઓ પ્રભુતામાં પગલાં પાડ્યા રીપોર્ટર મુજક્કીર બુખારી વિજાપુર વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા અને એકતા સમિતિ દ્વારા આયોજિત પાંચમા સમૂહ લગ્નોત્સવનો ભવ્ય કાર્યક્રમ ખરોડ ગામે ધાર્મિક અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. ગુજરાતની આગવી ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો આ સમૂહ લગ્નોત્સવ રામદેવપીર બાબાના સાનિધ્યમાં તેમજ ઓલીયાપીર દાદા, મહાકાળી માતાજી, નિલકંઠ મહાદેવ અને શ્રી હનુમાનજીના આશીર્વાદ સાથે સંપન્ન થયો હતો. સમૂહ લગ્ન પ્રસંગે સૂરજની સાખે અને અગ્નિદેવની સાક્ષીએ 24 જેટલા નવદંપતિઓએ જીવનયાત્રાની નવી શરૂઆત કરી હતી. ચોરીના ચાર ફેરા ફરી લગ્નગ્રંથીથી જોડાયેલા નવદંપતિઓને સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, સ્વજનો તથા શુભેચ્છકોએ શુભાશિષ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાગણીસભર અને ઉત્સવમય વાતાવરણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્ન જેવી સમાજોપયોગી પ્રવૃત્તિને બિરદાવી હતી. સમિતિના આગેવાનો દ્વારા સમાજમાં એકતા, સહકાર અને સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવા માટે આવા આયોજનને મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું હતું. ખરોડ ગામે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં આયોજકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
ખરોડ ગામે વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના પાંચમા સમૂહ લગ્નોત્સવમાં 24 જોડાઓ પ્રભુતામાં પગલાં પાડ્યા ખરોડ ગામે વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના પાંચમા સમૂહ લગ્નોત્સવમાં 24 જોડાઓ પ્રભુતામાં પગલાં પાડ્યા રીપોર્ટર મુજક્કીર બુખારી વિજાપુર વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા અને એકતા સમિતિ દ્વારા આયોજિત પાંચમા સમૂહ લગ્નોત્સવનો ભવ્ય કાર્યક્રમ
ખરોડ ગામે ધાર્મિક અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. ગુજરાતની આગવી ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો આ સમૂહ લગ્નોત્સવ રામદેવપીર બાબાના સાનિધ્યમાં તેમજ ઓલીયાપીર દાદા, મહાકાળી માતાજી, નિલકંઠ મહાદેવ અને શ્રી હનુમાનજીના આશીર્વાદ સાથે સંપન્ન થયો હતો. સમૂહ લગ્ન પ્રસંગે સૂરજની સાખે અને અગ્નિદેવની સાક્ષીએ 24 જેટલા નવદંપતિઓએ જીવનયાત્રાની નવી શરૂઆત
કરી હતી. ચોરીના ચાર ફેરા ફરી લગ્નગ્રંથીથી જોડાયેલા નવદંપતિઓને સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, સ્વજનો તથા શુભેચ્છકોએ શુભાશિષ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાગણીસભર અને ઉત્સવમય વાતાવરણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્ન જેવી સમાજોપયોગી પ્રવૃત્તિને બિરદાવી હતી. સમિતિના આગેવાનો
દ્વારા સમાજમાં એકતા, સહકાર અને સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવા માટે આવા આયોજનને મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું હતું. ખરોડ ગામે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં આયોજકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
- વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા *વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા* વિજાપુર: વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા અને એકતા સમિતિ દ્વારા ખરોડના શ્રી રામદેવપીર મંદિર ખાતે આજે રવિવાર તા. 10/05/2026 ના રોજ પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમિતિના પ્રમુખ મહેશજી ગાંડાજી ઠાકોરની આગેવાની અને કનુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નટુજી હાલાજી ઠાકોરે કર્યું હતું. કનુભાઈ ચૌધરી ભોજનના દાતા રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય નિતીનભાઈ સી. પટેલ, યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શંકાબેન મહેશજી ઠાકોર, ઓ.બી.સી. વર્ગીકરણ ગુજરાતના પ્રદેશ કન્વીનર તારક ઠાકોર અને વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં 24 નવદંપતીઓએ લગ્નગ્રંથીથી જોડાઈને જીવનયાત્રાનો પ્રારંભ કર્યો હતો. હસ્ત મેળાપ બાદ દાતાઓ અને મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ મહેશભાઈ ઠાકોર, સમિતિના સદસ્યો અને સમાજના આગેવાનોની સખત મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. ખોટા ખર્ચા ટાળીને મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન સન્માનભેર યોજવાના હેતુથી આયોજિત ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વજનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.1
- મહેસાણાના માલિકપુર-ગણેશપુરા વિસ્તારમાં કટર લાઇન તૂટવાને કારણે કેરાલારસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.3
- ગાંધીનગર જિલ્લામાં આવેલા દહેગામ તાલુકાના સામેત્રી ગામ માં અખંડ જ્યોત વર્ષ 1999 થી ઝળહળી રહી છે. 🙏🙏જય માં અર્બુદા 🚩🚩1
- વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત, અમરેલી જેલમાં ખસેડાયો આજે સવારે 8 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાના આધારે હિંમતનગર બી ડિવિઝન પોલીસે વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીને પાસા એક્ટ હેઠળ ઝડપી લીધો છે. હિંમતનગરના હડીયોલ પુલ છાપરિયામાં રહેતા ફીરોજખાન ઉર્ફે વકાર ઇકબાલખાન પઠાણ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા. ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર થતા પીએસઆઈ આર.એલ. દેસાઈ અને સર્વેલન્સ સ્ટાફે આરોપીને ઝડપી પાડી અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.1
- ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર. ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો: ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર. ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો: #firefighting #hero #community #safetyfirst #environment #cleanland #khedbrahma #gujarat #emergency #response1
- કચ્છના અંજારમાં અપહરણ કરાયેલી બાળકીને પોલીસે પશ્ચિમ બંગાળમાંથી સુરક્ષિત શોધી પરિવારને સોંપી દીધી છે. પોલીસ તપાસમાં હનીફ હફીજુલ સરકાર નામના આરોપીનું નામ સામે આવ્યું છે. આરોપી સામે પોકસો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ કલમો ઉમેરી ધરપકડની કાર્યવાહી કરાશે.1
- ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામે બાઇક અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ કારચાલકના ઘરે મુકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાતા સમગ્ર નાકા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે.1
- મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રામપુર કોટના ખેડૂત જગદીશભાઈ પટેલે 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી બમણો નફો મેળવ્યો છે. તેઓ 10 પ્રકારની ઝેરમુક્ત શાકભાજી અને ઘઉં ઉગાડી ગામલોકોને તાજી ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેમની આ પ્રેરણાદાયક સફળતા જોઈને અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.1