Shuru
Apke Nagar Ki App…
મહેસાણાના માલિકપુર-ગણેશપુરા વિસ્તારમાં કટર લાઇન તૂટવાને કારણે કેરાલારસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
NARESH CHAUDHARI
મહેસાણાના માલિકપુર-ગણેશપુરા વિસ્તારમાં કટર લાઇન તૂટવાને કારણે કેરાલારસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
More news from ગુજરાત and nearby areas
- મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રામપુર કોટના ખેડૂત જગદીશભાઈ પટેલે 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી બમણો નફો મેળવ્યો છે. તેઓ 10 પ્રકારની ઝેરમુક્ત શાકભાજી અને ઘઉં ઉગાડી ગામલોકોને તાજી ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેમની આ પ્રેરણાદાયક સફળતા જોઈને અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.1
- ખેડબ્રહ્મા કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક વેપારીને દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમ ₹2,58,200 નો દંડ ચૂકવવાનો આદેશ કર્યો. આ કેસ આગીયા ગામના ખેડૂત દ્વારા કપાસ વેચાણના ચેક બાઉન્સ થવા અંગે દાખલ કરાયો હતો.1
- સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયા ગામે અંબિકા માતાજી મંદિરનો 20મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ અવસરે સમગ્ર ગામના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદમાં જોડાયા હતા. આ કાર્યક્રમથી સમગ્ર લાંબડીયા ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.1
- વાવ થરાદ જિલ્લામાં થરાદ નવીન સરકારી રેફરલ હોસ્પિટલ માં આગ ની ઘટના પ્રકાશમાં આવી છે નવીન બની રહેલા બિલ્ડિંગ ના સેન્ટિંગ ના લાકડામાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી બનાવ ની જાણ ફાયર વિભાગ ને કરતા ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પોહચી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે નવીન સરકારી રેફરલ હોસ્પિટલ બંધ હાલતમાં હોવાથી મોટી જાન હાની ટળી હતી શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે2
- ગાંધીનગર જિલ્લામાં આવેલા દહેગામ તાલુકાના સામેત્રી ગામ માં અખંડ જ્યોત વર્ષ 1999 થી ઝળહળી રહી છે. 🙏🙏જય માં અર્બુદા 🚩🚩1
- આપના દરેક કાર્ય અને વ્યવસાયિક દિવસની શરૂઆત શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજીના દર્શન સાથે કરો. તેમના આશીર્વાદથી કામધંધામાં પ્રગતિ અને સફળતા નિશ્ચિત છે.1
- શહેરમાં આવતીકાલે 5 ફીડરો બંધ: અનેક વિસ્તારોમાં વીજકાપ, પાણી સવારે 6 વાગ્યે અપાશે આજે સાંજે 4 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગરમાં આવતીકાલે 11 મેના રોજ UGVCL દ્વારા બળવંતપુરા 66 કે.વી. સબસ્ટેશનનું સમારકામ હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી ઝરણેશ્વર, શ્રીનગર, સ્મૃતિ, જનકપુરી અને હાથમતી સહિતના ફીડરોનો વીજ પુરવઠો બંધ રહેશે. જેના કારણે બેરણા રોડ, જલારામ મંદિર રોડ, બળવંતપુરા, રામનગર, ઇન્દ્રનગર, ગંગોત્રી, મહેતાપુરા, ધાણધા ગામ અને GIDC વિસ્તારમાં અસર પડશે. વીજકાપને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા મહેતાપુરા સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી સવારે 6 વાગ્યેથી આપવામાં આવશે.1
- આપણા દેશમાં બીજા દેશની સભ્યતા નો પગ પેસારો બહુ જોવા મળી રહ્યો છે1
- બનાસકાંઠાના નાગલા ગામમાં છેલ્લા 15 વર્ષથી ખેડૂતો પૂરની ભયાનકતા બાદ પણ ભંગાર હાલતમાં રહેવા મજબૂર છે. ચૂંટણી સમયે નેતાઓના વાયદા માત્ર 'લોલીપોપ' જ સાબિત થયા છે, પાકા મકાન કે પ્લોટ હજુ મળ્યા નથી.1