Shuru
Apke Nagar Ki App…
શહેરમાં આવતીકાલે 5 ફીડરો બંધ: અનેક વિસ્તારોમાં વીજકાપ, પાણી સવારે 6 વાગ્યે અપાશે આજે સાંજે 4 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગરમાં આવતીકાલે 11 મેના રોજ UGVCL દ્વારા બળવંતપુરા 66 કે.વી. સબસ્ટેશનનું સમારકામ હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી ઝરણેશ્વર, શ્રીનગર, સ્મૃતિ, જનકપુરી અને હાથમતી સહિતના ફીડરોનો વીજ પુરવઠો બંધ રહેશે. જેના કારણે બેરણા રોડ, જલારામ મંદિર રોડ, બળવંતપુરા, રામનગર, ઇન્દ્રનગર, ગંગોત્રી, મહેતાપુરા, ધાણધા ગામ અને GIDC વિસ્તારમાં અસર પડશે. વીજકાપને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા મહેતાપુરા સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી સવારે 6 વાગ્યેથી આપવામાં આવશે.
ખબર વડાલી
શહેરમાં આવતીકાલે 5 ફીડરો બંધ: અનેક વિસ્તારોમાં વીજકાપ, પાણી સવારે 6 વાગ્યે અપાશે આજે સાંજે 4 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગરમાં આવતીકાલે 11 મેના રોજ UGVCL દ્વારા બળવંતપુરા 66 કે.વી. સબસ્ટેશનનું સમારકામ હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી ઝરણેશ્વર, શ્રીનગર, સ્મૃતિ, જનકપુરી અને હાથમતી સહિતના ફીડરોનો વીજ પુરવઠો બંધ રહેશે. જેના કારણે બેરણા રોડ, જલારામ મંદિર રોડ, બળવંતપુરા, રામનગર, ઇન્દ્રનગર, ગંગોત્રી, મહેતાપુરા, ધાણધા ગામ અને GIDC વિસ્તારમાં અસર પડશે. વીજકાપને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા મહેતાપુરા સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી સવારે 6 વાગ્યેથી આપવામાં આવશે.
More news from ગુજરાત and nearby areas
- વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત, અમરેલી જેલમાં ખસેડાયો આજે સવારે 8 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાના આધારે હિંમતનગર બી ડિવિઝન પોલીસે વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીને પાસા એક્ટ હેઠળ ઝડપી લીધો છે. હિંમતનગરના હડીયોલ પુલ છાપરિયામાં રહેતા ફીરોજખાન ઉર્ફે વકાર ઇકબાલખાન પઠાણ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા. ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર થતા પીએસઆઈ આર.એલ. દેસાઈ અને સર્વેલન્સ સ્ટાફે આરોપીને ઝડપી પાડી અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.1
- ઈડરની ગંભીરપુર જીવદયા ટીમ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ સરાહનીય કાર્યથી અનેક ભૂખ્યા લોકોના પેટ ભરાયા અને ટીમને લોકોના હૃદયના આશીર્વાદ પ્રાપ્ત થયા.1
- ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર. ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો: ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર. ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો: #firefighting #hero #community #safetyfirst #environment #cleanland #khedbrahma #gujarat #emergency #response1
- ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામે બાઇક અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ કારચાલકના ઘરે મુકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાતા સમગ્ર નાકા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે.1
- મહેસાણાના માલિકપુર-ગણેશપુરા વિસ્તારમાં કટર લાઇન તૂટવાને કારણે કેરાલારસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.3
- વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા *વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા* વિજાપુર: વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા અને એકતા સમિતિ દ્વારા ખરોડના શ્રી રામદેવપીર મંદિર ખાતે આજે રવિવાર તા. 10/05/2026 ના રોજ પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમિતિના પ્રમુખ મહેશજી ગાંડાજી ઠાકોરની આગેવાની અને કનુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નટુજી હાલાજી ઠાકોરે કર્યું હતું. કનુભાઈ ચૌધરી ભોજનના દાતા રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય નિતીનભાઈ સી. પટેલ, યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શંકાબેન મહેશજી ઠાકોર, ઓ.બી.સી. વર્ગીકરણ ગુજરાતના પ્રદેશ કન્વીનર તારક ઠાકોર અને વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં 24 નવદંપતીઓએ લગ્નગ્રંથીથી જોડાઈને જીવનયાત્રાનો પ્રારંભ કર્યો હતો. હસ્ત મેળાપ બાદ દાતાઓ અને મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ મહેશભાઈ ઠાકોર, સમિતિના સદસ્યો અને સમાજના આગેવાનોની સખત મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. ખોટા ખર્ચા ટાળીને મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન સન્માનભેર યોજવાના હેતુથી આયોજિત ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વજનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.1
- સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયા ગામે અંબિકા માતાજી મંદિરનો 20મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ અવસરે સમગ્ર ગામના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદમાં જોડાયા હતા. આ કાર્યક્રમથી સમગ્ર લાંબડીયા ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.1
- જિલ્લા LCB એ ગુજરાત-રાજસ્થાનમાં ચોરી-ચેઈન સ્નેચિંગ ના ગુના ઉકેલ્યા ગઈકાલે સાંજે 7 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય ચેઈન સ્નેચિંગ કરતી આંતરરાજ્ય ગેંગનો ભંડાફોડ કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓને ઝડપી લઈ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે 6.70 લાખની સોનાની ચેઈન સહિત કુલ 7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે હિંમતનગરના ખેડ-તસિયા રોડ પરથી કાળા રંગની હોન્ડા શાઈન બાઈક સાથે બે શંકાસ્પદને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 4 તૂટેલી સોનાની ચેઈન મળી આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ હિંમતનગર અને અમદાવાદ સહિત રાજસ્થાનમાં થયેલા કુલ 6 ગુનાઓની કબૂલાત કરી છે. બંને આરોપીઓને હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસને સોંપાયા છે, જ્યારે ગેંગના અન્ય 4 સભ્યો હજુ ફરાર છે.1