Shuru
Apke Nagar Ki App…
બનાસકાંઠા જિલ્લાના દિયોદરના જાહેર મુક્તિધામ ખાતે પુનમેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ માટે ખાતમુહૂર્ત અને શિવલિંગ સ્થાપના નિમિત્તે ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી. આ મુક્તિધામ પૂનમિયા હનુમાનજી મંદિર પાછળ અને જૂની કોર્ટ નજીક આવેલું છે. આ ધાર્મિક વિધિ પૂ. રમેશભાઈ શાસ્ત્રીજીના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ આગેવાનો, દાતાઓ, સમાજના વડીલો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો અને શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
Merajung News
બનાસકાંઠા જિલ્લાના દિયોદરના જાહેર મુક્તિધામ ખાતે પુનમેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ માટે ખાતમુહૂર્ત અને શિવલિંગ સ્થાપના નિમિત્તે ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી. આ મુક્તિધામ પૂનમિયા હનુમાનજી મંદિર પાછળ અને જૂની કોર્ટ નજીક આવેલું છે. આ ધાર્મિક વિધિ પૂ. રમેશભાઈ શાસ્ત્રીજીના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ આગેવાનો, દાતાઓ, સમાજના વડીલો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો અને શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
More news from ગુજરાત and nearby areas
- બનાસકાંઠા જિલ્લાના દિયોદરના જાહેર મુક્તિધામ ખાતે પુનમેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ માટે ખાતમુહૂર્ત અને શિવલિંગ સ્થાપના નિમિત્તે ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી. આ મુક્તિધામ પૂનમિયા હનુમાનજી મંદિર પાછળ અને જૂની કોર્ટ નજીક આવેલું છે. આ ધાર્મિક વિધિ પૂ. રમેશભાઈ શાસ્ત્રીજીના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ આગેવાનો, દાતાઓ, સમાજના વડીલો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો અને શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.4
- બનાસકાંઠાના સુઈગામ ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં પાણી અને રસ્તાની ગંભીર સમસ્યાને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો. બેઠક દરમિયાન એક અરજદારે મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ આ મુદ્દે અત્યંત ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિક લોકો વર્ષોથી પાણી અને રસ્તાની સુવિધાથી વંચિત હોવાની ફરિયાદ કરતા અરજદારે તંત્રને આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, 'તમારાથી થતું હોય તો કરો, નહીં તો અમે પાકિસ્તાન જઈએ.' અરજદારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે ઉગ્ર માંગણી કરી હતી.1
- પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં UGVCLની ચોથી લોક અદાલત યોજાઈ હતી, જેમાં જલીયાણ ગ્રુપ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ ગ્રાહકોના બાકી વીજ બિલ ભરીને એક ઉત્કૃષ્ટ અને માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે. વીજ બિલ બાકી હોવાના કારણે જે ગ્રાહકોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા, તેમના બાકી નાણાં લોક અદાલતના માધ્યમથી ચૂકવીને જલીયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર અને નિલેશભાઈ ઠક્કર દ્વારા આ પરિવારોના ઘરોમાં ફરી અજવાળું પાથરવાનું ખૂબ જ પ્રશંસનીય કામ કરવામાં આવ્યું છે. હારીજ કોર્ટ ખાતે યોજાયેલી આ ચોથી લોક અદાલત અંતર્ગત કુલ ૧૪૩ ગ્રાહકોને નોટિસ મોકલવામાં આવી હતી. જેમાંથી હાજર રહેલા ૬૦ ગ્રાહકો સાથે સમાધાન પ્રક્રિયા હાથ ધરીને તેમના રૂ. ૧.૪૩ લાખના બાકી નાણાં જલીયાણ ગ્રુપ દ્વારા ભરપાઈ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે લાંબા સમયથી બિલ ન ભરી શકતા ગ્રાહકો પર વ્યાજ અને પેનલ્ટીનો મોજ વધી જાય છે અને UGVCL દ્વારા કેસ તથા નોટિસો જારી કરાય છે, ત્યારે દર ત્રણ મહિને યોજાતી આ લોક અદાલતમાં સમાધાન પ્રક્રિયા દ્વારા દંડ અને પેનલ્ટી માફ કરી ગ્રાહકોને રાહત આપવામાં આવે છે. જલીયાણ ગ્રુપ દ્વારા આ અગાઉ યોજાયેલી ત્રણેય લોક અદાલતોમાં પણ આ જ પ્રકારે ઉમદા સહયોગ આપવામાં આવ્યો હતો. અગાઉ ૧૧ જુલાઈના રોજ યોજાયેલી લોક અદાલતમાં ૬૦ ગ્રાહકોના રૂ. ૧.૪૦ લાખ, ૧૩ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી અદાલતમાં ૪૧ વીજ ગ્રાહકોના રૂ. ૩.૬૦ લાખ અને ૧૩ ડિસેમ્બરના રોજ ૯ ગ્રાહકોના રૂ. ૨૫ હજાર ચૂકવવામાં આવ્યા હતા. આમ, ચોથી લોક અદાલતના રૂ. ૧.૪૩ લાખ સહિત ચારેય તબક્કામાં કુલ મળીને અંદાજે રૂ. ૮ લાખ જેટલી માતબર રકમ ચૂકવીને જરૂરિયાતવાળા પરિવારોના આંગણે અજવાળા પાથરવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે.4
- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના લોકપ્રિય ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ તાજેતરમાં તબીબી ક્ષેત્રના નવદીક્ષિત યુવાનો અને અગ્રણીઓને સંબોધન કરતા ડૉક્ટરોના ઉમદા વ્યવસાય અને માનવ સેવા અંગે અત્યંત પ્રેરણાદાયી અને મનનીય વિચારો વ્યક્ત કર્યા છે. થરાદ અને વાવ પંથકના લોકોના કલ્યાણ માટે રાત-દિવસ કાર્યરત રહેતા શંકરભાઈ ચૌધરીના આ સંવેદનશીલ અભિગમ અને વિચારોને સમગ્ર પંથકમાં ભારે આવકાર મળી રહ્યો છે. વિધાનસભા અધ્યક્ષશ્રીએ ડૉક્ટરોના વ્યવસાયની ગરિમા સમજાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ડૉક્ટરનો વ્યવસાય માત્ર વેલ્થ ક્રિએશન (સંપત્તિનું સર્જન) કરવા માટેનો વ્યવસાય નથી, પરંતુ તે સમાજના દુખી અને પીડિત લોકોને સુખ પ્રાપ્ત કરાવવા અને સુખ આપવા માટેનો એક અત્યંત પવિત્ર વ્યવસાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સુખ એ માત્ર ધન-દૌલતનું સુખ નથી, પરંતુ મનનું સુખ, બુદ્ધિનું સુખ અને આત્માનું સુખ છે. જ્યારે કોઈ દુખી અને રડતો દર્દી ડૉક્ટર પાસે આવે છે અને સારવાર બાદ હસતો-હસતો ઘરે જાય છે, ત્યારે તે જોઈને ડૉક્ટર પોતે પણ અંદરથી પ્રફુલ્લિત થાય છે અને તેમનામાં એક નવો જ આનંદ પ્રગટે છે. સમાજમાં ડૉક્ટરો અને તેમના પરિવારોની ખુશહાલી પાછળનું રહસ્ય સમજાવતા શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે દર્દીઓના હૃદયમાંથી નીકળતા સાચા આશીર્વાદ અને બ્લેસિંગ્સ જ ડૉક્ટરોની સાચી ખુશીનું કારણ છે. ઈશ્વરે ડૉક્ટરોને આ પરમ પવિત્ર કાર્ય અને માનવતાની સૌથી મોટી સેવા માટે પસંદ કર્યા છે. થરાદ મત વિસ્તારના ધારાસભ્ય તરીકે શંકરભાઈ ચૌધરી હંમેશાં લોકોનું ભલું કઈ રીતે થાય અને અંતરિયાળ વિસ્તારના લોકોને શ્રેષ્ઠ સુવિધાઓ કઈ રીતે મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.1
- અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતા મૂળ બિહારી પરિવારની ૫ વર્ષની સગીર બાળકીનું એક અજાણી મહિલાએ અપહરણ કરી તેને રાજ્ય બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર કેસમાં પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી અને અસરકારક કામગીરી કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે. ઘટનાની જાણ થતાં જ પાલનપુર એલસીબીની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને વિવિધ ટેકનિકલ તેમજ માનવ ગુપ્તચર માહિતીના આધારે આરોપીની હિલચાલ પર સતત નજર રાખી હતી. પોલીસની સચોટ બાતમી અને ઝડપી કાર્યવાહીના આધારે અપહરણકર્તા મહિલાને અમીરગઢ-આબુરોડ હાઇવે પરથી ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ ૫ વર્ષની બાળકીને હેમખેમ મુક્ત કરાવી લેવાઈ હતી. આ સફળ ઓપરેશનથી બાળકીનો સુરક્ષિત બચાવ થતાં તેના પરિવારજનોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે આરોપી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર એલસીબીની આ કામગીરી બાળ સુરક્ષા અને માનવ તસ્કરી વિરોધી અભિયાનમાં પોલીસની પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિક કુશળતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ છે.1
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કાલમપુર ગામે પ્રગતિશીલ ખેડૂત શ્રી ગણેશભાઈ ચૌધરીના ‘શ્રી ગણેશ ખારેક ફાર્મ’ની મુલાકાત લેવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.1
- ભાભર તાલુકાના સનેસડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં નવા 9 વર્ગખંડોનું ભવ્ય લોકાર્પણ મંત્રી શ્રી સ્વરૂપજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવા નિર્માણ કાર્યથી શાળામાં બેઠક વ્યવસ્થામાં વધારો થશે, જેના પરિણામે વર્ગખંડોમાં ભીડ ઘટશે અને વિદ્યાર્થીઓને વધુ સારું શૈક્ષણિક વાતાવરણ મળી રહેશે. શિક્ષણને પ્રાથમિકતા આપતા આ વિકાસના પગલાને ગામના શૈક્ષણિક વિકાસ માટે અત્યંત મહત્વનું ગણવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. નવી સુવિધાઓ શરૂ થવાથી વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગ્રામજનોએ આ વિકાસલક્ષી કાર્ય બદલ સરકાર તેમજ મંત્રી શ્રી સ્વરૂપજીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ પ્રસંગે શિક્ષણને સૌથી મોટું રોકાણ ગણાવવામાં આવ્યું હતું.4
- દિયોદર તાલુકાના ઈસરવા નજીક પુરપાટ ઝડપે જતી એક કાર અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં કાર ચાલક યુવકનું મોત નીપજ્યું છે. અકસ્માતનો ભોગ બનેલો આ યુવક દિયોદર તાલુકાના મેસરા ગામનો રહેવાસી અને નાગજીભાઈ ભુવાજીનો દીકરો હતો. તે પોતાની ગાડી લઈને જઈ રહ્યો હતો ત્યારે સ્પીડ વધુ હોવાને કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા કાર સીધી ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માત સર્જાતા જ આસપાસથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.1