Shuru
Apke Nagar Ki App…
હાલોલ નજીક આવેલી ઇન્ટ્રીગ્રા કંપની સામે બાઇક ચાલક આઇશર પાછળ ઘૂસી જતા અકસ્માત બાઇક ચાલકની હાલત ગંભીર
Jasmin B Shah
હાલોલ નજીક આવેલી ઇન્ટ્રીગ્રા કંપની સામે બાઇક ચાલક આઇશર પાછળ ઘૂસી જતા અકસ્માત બાઇક ચાલકની હાલત ગંભીર
More news from Kheda and nearby areas
- ગુજરાત એસ. ટી. મકરપુરા ડેપો વડોદરા.1
- આપણા સંતરામપુર વાકાનાલા રસ્તા પર લગન માં બાઈક પર સવાર થય નૅ જાન માં જતા યુવાનો ની બાઈક નું નિયત્રંણ ગુમવાથી બાઈક સામેથી આવતી બસ સાથે તકકર થવાથી અક્સમાત સર્જાયુ જેમાં બાઈક ચાળકો મૃત્યુ થયું.1
- મોડાસાથી ગોધરા તરફ જતી કારમાંથી આશરે ૮૮૫ કીલો ગૌ માંસ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી વિકાસ યાદવ સાહેબનાઓએ અત્રેના જિલ્લામાં ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા પશુઓ તથા ગૌ માંસની વેચાણની પ્રવૃતીને સંદતર નેસ્તનાબુદ કરવા સારૂં સુચન કરતા મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એમ.કે.ખોટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી. દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ રમણભાઇનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક હોંડા સી.આર.વી. ગાડી મોડાસાથી ગે.કા. રીતે ગૌમાંસ ભરી ગોધરા તરફ જનાર છે જે બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો લુણાવાડા ટાઉન પો.સ્ટે. વિસ્તારના ચાર કોશીયા નાકા પાસે સદર બાતમી મુજબની ગાડીની વોચમાં રહેલ દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી ગાડીને રોકવા પ્રયત્ન કરતા ગાડી ચાલાકે ગાડી રોકેલ નહી અને ગોધરા તરફના હાઇવે રોડ ઉપર ભાગવા લાગેલ જેથી સદર ગાડીનો પીછો કરી લુણાવાડા એસ.ટી. વર્કશોપની સામે સદર ગાડીને રોકી એક ઇસમને ઝડપી લીધેલ બાદમાં ગાડીની સીટ તેમજ ડીકીમાં ચેક કરતા અલગ અલગ પ્લાસ્ટીકના મીણીયાના કોથળાઓમાં પશુનુ માંસ ભરેલ હોવાનું જણાઇ આવેલ જેથી માંસનુ FSL ખાતે પરીક્ષણ કરવાતા ગૌ માંસ હોવાનું પુરવાર થતા ગૌ માંસ આશરે ૮૮૫ કીલો કિ.રૂ. ૦૧,૭૭,૦૦૦/-તથા બીજો મુદ્દામાલ કી.રૂ. ૦૩,૮૨,૦૦/- સાથે આરોપીઓ વિરુધ્ધ લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુનો દાખલ કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- ગઢ જીત્યો કટારાના લડવૈયાએ! ગોળ ગધેડાના મેળામાં વિજેતા યુવકની વિજયગાથા. થાંભલે ચડ્યો ને પોટલી લાવ્યો: કટારા પરિવારના યુવકે કેવી રીતે મચાવી ધમાલ? ગોળ ગધેડાના મેળાનો 'રીયલ હીરો': કટારા પરિવારના વિજેતાની જુબાનીએ મેળાની મોજ. હિંમત, હોંશ અને હરખ: જુઓ કેવી રીતે કટારા પરિવારના વિજેતાએ પરંપરા નિભાવી.1
- દાહોદ ભાજપ કાર્યાલય ખાતે પરિચય કાર્યક્રમ યોજાયો આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં દાહોદ શહેર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાના કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ભાજપના નવ નિયુક્ત જિલ્લા પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલનું કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભરના કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પરિચય કરવામાં આવ્યો હતો. પરિચય કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરો વચ્ચે સમન્વય વધારવા તેમજ આગામી સમયમાં પાર્ટીની પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લાના ભાજપ પદાધિકારીઓ, કાર્યકરો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.1
- દેવગઢબારિયા નગરપાલિકાના ફાયર વિભાગે ગત રોજ અકસ્માત માં માનસરોવરમાં પડેલી કારને બહાર કાઢી. #devgadhbaria #devgadhbariya #piplod #dahod #devgadhbariacity1
- "જીવના જોખમે ગોળ જીતવાની પરંપરા! જાણો સરપંચના મુખે આ મેળાનો રોમાંચક ઇતિહાસ."ગોળ ગધેડાનો મેળો: જેસાવાડાના કટારા પરિવારે જીવંત રાખ્યો વર્ષો જૂનો ‘સ્વયંવર’ની પ્રથાનો વારસો!આજે આ મેળો મનોરંજન છે1
- દાહોદના જેસાવાડા ખાતે યોજાયો અગાઉ સ્વંયવર તરીકે ઓળખાતો ગોળ ગધેડાનો મેળો યોજાયો આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આદિવાસી સમાજની પરંપરાઓ અને પ્રથાઓ અનોખી અને રસપ્રદ હોય છે. તેવી જ એક અનોખી પરંપરા છે ગોળ ગધેડાનો મેળો, જે વર્ષોથી દાહોદ જિલ્લામાં ઉજવાતો આવ્યો છે. હોળી બાદ યોજાતા આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડે છે અને પરંપરાગત રીતિ-રિવાજો સાથે મેળાની ઉજવણી કરવામાં આવે છે. દાહોદ જિલ્લામાં વર્ષોથી યોજાતો આદિવાસી સમાજનો ગોળ ગધેડાનો મેળો હોળી પછીના પાંચમા, સાતમા અથવા બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના બજાર ચોકમાં ભરાય છે. આ મેળામાં આજુબાજુના ગામોમાંથી હજારો લોકો ઢોલ, થાળી અને શરણાઈ જેવા વાદ્યો વગાડતા નાચતા-ગાતા ચાલતા આવે છે. ગોળ ગધેડાની પરંપરા મુજબ મેળામાં પહેલા ગામના ચોકમાં સીમળાના લાકડાનો ઊંચો થાંભલો ઉભો કરવામાં આવે છે. તેની ટોચ પર આગેવાનો દ્વારા ગોળની પોટલી બાંધવામાં આવે છે. થાંભલા આસપાસ ગામેગામની યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ગોળાકારમાં ફરી ગોળની રખેવાળી કરતી હોય છે. પહેલાના સમયમાં જે યુવાન સોટીઓનો માર સહન કરીને થાંભલા પર ચડીને ગોળ ઉતારતો હતો તેને મનગમતી યુવતી સાથે લગ્ન કરવાની સ્વયંવર જેવી પ્રથા હતી. પરંતુ હવે આ પ્રથા બંધ કરવામાં આવી છે અને માત્ર પરંપરા જાળવવા માટે આ મેળો ઉજવવામાં આવે છે. હવે ગોળ ઉતારનાર યુવાનને પંચ દ્વારા નક્કી કરાયેલ ઇનામ આપવામાં આવે છે. હવે આધુનિક યુગમાં યુવક યુવતી અને પરિવારને પસંદ હોય ત્યાં લગ્ન કરવાના હોવાથી આશરે 100 વર્ષથી સ્વયંવર ની પ્રથા બંધ કરી દેવામાં આવી છે. વીઓ 3: મેળાના મેદાનની વચ્ચે અંદાજે ૨૦ થી ૨૫ ફૂટ ઊંચો લાકડાનો થાંભલો ઉભો કરવામાં આવે છે. થાંભલાની ટોચ નજીક માણસ ઊભો રહી શકે તેવી રીતે આડા લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે અને તેની ટોચ પર ગોળની પોટલી બાંધવામાં આવે છે. થાંભલા આસપાસ કુંવારી યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના તાલે આદિવાસી ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે. ત્યારે યુવકો આ ટોળાની વચ્ચેથી થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે છે. યુવતીઓ સોટીઓથી માર કરતી હોવા છતાં પણ યુવાનો હિંમત રાખીને થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે છે. વીઓ 4- જે યુવાન છેલ્લે ટોચ સુધી પહોંચીને ગોળની પોટલી ઉતારે છે તે ગોળ ખાય છે અને આસપાસના લોકોને પણ વહેંચે છે. કહેવાય છે કે આ ગોળ મેળવવા યુવાનોને ગધેડા જેવો માર સહન કરવો પડે છે, તેથી આ મેળાને “ગધેડાનો મેળો” તરીકે ઓળખવામાં આવે છે. વીઓ 5: દાહોદ જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર હોવાથી અહીં હોળીના તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. હોળી પહેલા અને પછી જિલ્લામાં અનેક પરંપરાગત મેળાઓ યોજાય છે.આ વર્ષે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસાવાડા ખાતે ગોળ ગધેડાનો મેળો યોજાયો હતો. આ મેળામાં દુર-સુદૂરના ગામોમાંથી આદિવાસી લોકો પરંપરાગત પહેરવેશમાં આવ્યા હતા અને આદિવાસી ગીતો તથા નૃત્ય સાથે મેળાનો આનંદ માણ્યો હતો. જ્યાં નજર પડે ત્યાં માનવ મહેરામણ જોવા મળતું હતું અને આ અનોખી પરંપરાએ ફરી એકવાર આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.1
- गुजरात राज्य के दाहोद कोर्ट को मिला धमकी भरा मेल #dahodlive #GujaratiNews #news #court #breaking1