દાહોદ ભાજપા કાર્યાલય ખાતે જિલ્લાના કાર્યકરો, પદાધિકારીઓ,ચૂંટાયેલ જન પ્રતિનિધિઓ સાથે પરિચય કાર્યકમ યોજાયો દાહોદ ભાજપ કાર્યાલય ખાતે પરિચય કાર્યક્રમ યોજાયો આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં દાહોદ શહેર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાના કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ભાજપના નવ નિયુક્ત જિલ્લા પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલનું કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભરના કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પરિચય કરવામાં આવ્યો હતો. પરિચય કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરો વચ્ચે સમન્વય વધારવા તેમજ આગામી સમયમાં પાર્ટીની પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લાના ભાજપ પદાધિકારીઓ, કાર્યકરો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ ભાજપા કાર્યાલય ખાતે જિલ્લાના કાર્યકરો, પદાધિકારીઓ,ચૂંટાયેલ જન પ્રતિનિધિઓ સાથે પરિચય કાર્યકમ યોજાયો દાહોદ ભાજપ કાર્યાલય ખાતે પરિચય કાર્યક્રમ યોજાયો આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં દાહોદ શહેર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાના કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ભાજપના નવ નિયુક્ત જિલ્લા પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલનું કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભરના કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પરિચય કરવામાં આવ્યો હતો. પરિચય કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરો વચ્ચે સમન્વય વધારવા તેમજ આગામી સમયમાં પાર્ટીની પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લાના ભાજપ પદાધિકારીઓ, કાર્યકરો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- દાહોદના જેસાવાડા ખાતે યોજાયો અગાઉ સ્વંયવર તરીકે ઓળખાતો ગોળ ગધેડાનો મેળો યોજાયો આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આદિવાસી સમાજની પરંપરાઓ અને પ્રથાઓ અનોખી અને રસપ્રદ હોય છે. તેવી જ એક અનોખી પરંપરા છે ગોળ ગધેડાનો મેળો, જે વર્ષોથી દાહોદ જિલ્લામાં ઉજવાતો આવ્યો છે. હોળી બાદ યોજાતા આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડે છે અને પરંપરાગત રીતિ-રિવાજો સાથે મેળાની ઉજવણી કરવામાં આવે છે. દાહોદ જિલ્લામાં વર્ષોથી યોજાતો આદિવાસી સમાજનો ગોળ ગધેડાનો મેળો હોળી પછીના પાંચમા, સાતમા અથવા બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના બજાર ચોકમાં ભરાય છે. આ મેળામાં આજુબાજુના ગામોમાંથી હજારો લોકો ઢોલ, થાળી અને શરણાઈ જેવા વાદ્યો વગાડતા નાચતા-ગાતા ચાલતા આવે છે. ગોળ ગધેડાની પરંપરા મુજબ મેળામાં પહેલા ગામના ચોકમાં સીમળાના લાકડાનો ઊંચો થાંભલો ઉભો કરવામાં આવે છે. તેની ટોચ પર આગેવાનો દ્વારા ગોળની પોટલી બાંધવામાં આવે છે. થાંભલા આસપાસ ગામેગામની યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ગોળાકારમાં ફરી ગોળની રખેવાળી કરતી હોય છે. પહેલાના સમયમાં જે યુવાન સોટીઓનો માર સહન કરીને થાંભલા પર ચડીને ગોળ ઉતારતો હતો તેને મનગમતી યુવતી સાથે લગ્ન કરવાની સ્વયંવર જેવી પ્રથા હતી. પરંતુ હવે આ પ્રથા બંધ કરવામાં આવી છે અને માત્ર પરંપરા જાળવવા માટે આ મેળો ઉજવવામાં આવે છે. હવે ગોળ ઉતારનાર યુવાનને પંચ દ્વારા નક્કી કરાયેલ ઇનામ આપવામાં આવે છે. હવે આધુનિક યુગમાં યુવક યુવતી અને પરિવારને પસંદ હોય ત્યાં લગ્ન કરવાના હોવાથી આશરે 100 વર્ષથી સ્વયંવર ની પ્રથા બંધ કરી દેવામાં આવી છે. વીઓ 3: મેળાના મેદાનની વચ્ચે અંદાજે ૨૦ થી ૨૫ ફૂટ ઊંચો લાકડાનો થાંભલો ઉભો કરવામાં આવે છે. થાંભલાની ટોચ નજીક માણસ ઊભો રહી શકે તેવી રીતે આડા લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે અને તેની ટોચ પર ગોળની પોટલી બાંધવામાં આવે છે. થાંભલા આસપાસ કુંવારી યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના તાલે આદિવાસી ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે. ત્યારે યુવકો આ ટોળાની વચ્ચેથી થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે છે. યુવતીઓ સોટીઓથી માર કરતી હોવા છતાં પણ યુવાનો હિંમત રાખીને થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે છે. વીઓ 4- જે યુવાન છેલ્લે ટોચ સુધી પહોંચીને ગોળની પોટલી ઉતારે છે તે ગોળ ખાય છે અને આસપાસના લોકોને પણ વહેંચે છે. કહેવાય છે કે આ ગોળ મેળવવા યુવાનોને ગધેડા જેવો માર સહન કરવો પડે છે, તેથી આ મેળાને “ગધેડાનો મેળો” તરીકે ઓળખવામાં આવે છે. વીઓ 5: દાહોદ જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર હોવાથી અહીં હોળીના તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. હોળી પહેલા અને પછી જિલ્લામાં અનેક પરંપરાગત મેળાઓ યોજાય છે.આ વર્ષે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસાવાડા ખાતે ગોળ ગધેડાનો મેળો યોજાયો હતો. આ મેળામાં દુર-સુદૂરના ગામોમાંથી આદિવાસી લોકો પરંપરાગત પહેરવેશમાં આવ્યા હતા અને આદિવાસી ગીતો તથા નૃત્ય સાથે મેળાનો આનંદ માણ્યો હતો. જ્યાં નજર પડે ત્યાં માનવ મહેરામણ જોવા મળતું હતું અને આ અનોખી પરંપરાએ ફરી એકવાર આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.1
- 09-03-2026 લાશ મળતા ચકચાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડની લાશ કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડનો મૃતદેહ ગામના કૂવામાંથી મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. હતી.ત્રણ દિવસ થી અગાઉ મોટી અમરોલ ગામના નાયકા પ્રવીણભાઈ બચુભાઈ તેમના ફળિયામાં મરણ થયું હતું ત્યાં બેસવા જાઉં છું તેમ કહી ગયેલા અને ત્યાર બાદ તેઓ ઘરે ના આવતા તેમના પરિવારજનો દ્વારા આસપાસના ગામો અને સગા સંબંધીઓમા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેના કારણે પરિવારજનોમાં ભારે ચિંતામા મુકાયા હતા આજે ત્રણ દિવસ બાદ મોટી અમરોલ ગામના એક કૂવામાં કોઈ વ્યક્તિની લાશ જોવા મળતા ગ્રામજનો એકત્ર થયા હતા. નજીક જઈને તપાસ કરતા તે લાશ ગુમ થયેલા પ્રવીણભાઈ નાયકા ની હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને લઇ તેમના પરિવારજાનોએ જેતપુર પાવી પોલીસ માથકે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગ્રામજનોની મદદથી કૂવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર પાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના અકસ્માત છે કે પછી કોઈ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે તે અંગે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.1
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા જેમાં આ ત્રણે ઈજાગ્રસ્તોને સારવાર તે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.1
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતાં જેઓને સારવાર અર્થે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતા1
- Post by Jasmin B Shah1
- Post by Riyaj Ghachi1
- દાહોદ જિલ્લાના જેસાવાડા ગામ ખાતે પરંપરાગત રીતે યોજાયો વર્ષો જૂનો સંયમવરની પ્રથાનો ગોળ ગધેડાનો મેળો જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા1
- દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામ ખાતે યોજાઈ હતી પ્રાકૃતિક તાલીમ આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ (NMNF) અંતર્ગત રૂપારેલ ગામ ખાતે ખેડૂતો માટે અવરનેસ અને ઓરિએન્ટેશન તાલીમ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી ખેતીમાં ખર્ચ ઘટાડવા તથા જમીનની ગુણવતા વધારવા અંગે સમજ આપવામાં આવી. આ તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વપૂર્ણ આયામો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં જીવામૃત, બીજામૃત, ઘન-જીવામૃત, બ્રહ્માસ્ત્ર અને અગ્નિાસ્ત્ર જેવી પદ્ધતિઓના ઉપયોગ અંગે સમજ આપવામાં આવી. સાથે જ આ દ્રાવણો તૈયાર કરવાની રીત, તેનો યોગ્ય ઉપયોગ અને પાકમાં છંટકાવ કરવાની પદ્ધતિ અંગે પણ ખેડૂતોને પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પાકની ગુણવત્તા સુધરે છે, જમીનની ઉપજક્ષમતા વધે છે અને રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓ પરનો ખર્ચ ઘટે છે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ દરમ્યાન બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મેળવી હતી અને આવનારા સમયમાં આ પદ્ધતિઓ અપનાવવા માટે રસ દર્શાવ્યો હતો. ૦૦૦1
- આવેદન કલેક્ટર કચેરીએ છોટાઉદેપુર કનલવા જિલ્લા પંચાયતની બેઠકમાં થયેલા અનામત ફેરફાર સામે આદિવાસી સમાજમાં વિરોધ ઉઠ્યો છે. અગાઉ આ બેઠક આદિજાતિ મહિલા માટે અનામત હતી, પરંતુ સુધારેલા પરિપત્ર મુજબ તેને બિન અનામત શૈક્ષણિક પછાતવર્ગમાં ફેરવાતા આદિવાસી સમાજના આગેવાનો અને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કવાટ તાલુકાની ૧૧ કનલવા જિલ્લા પંચાયત બેઠક બાબતે તા. ૨૫/૦૨/૨૦૨૬ ના પત્ર ક્રમાંક મુજબ આ બેઠક અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટે અનામત રાખવામાં આવી હતી. પરંતુ તા. ૦૩/૦૩/૨૦૨૬ ના સુધારેલા પરિપત્ર મુજબ આ બેઠકમાં ફેરફાર કરીને તેને બિન અનામત શૈક્ષણિક પછાતવર્ગ તરીકે જાહેર કરવામાં આવી છે. આ ફેરફારને લઇને આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ વિરોધ નોંધાવ્યો છે. તેઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અંદાજે ૯૮ ટકા વસ્તી આદિજાતિની છે જ્યારે માત્ર ૨ ટકા વસ્તી શૈક્ષણિક પછાતવર્ગની છે. ઉપરાંત ૧૯૯૬નો પેસા એક્ટ લાગુ હોય તેમજ ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭માં પણ આ વિસ્તારમાં પેસા એક્ટ અમલમાં મૂક્યો છે. તેથી આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક પછાતવર્ગ માટે બેઠક ફાળવવી યોગ્ય નથી અને તે આદિવાસીઓના હક અને અધિકારોનું ઉલ્લંઘન છે તેમ જણાવાયું હતું. આ મુદ્દે ૨૫/૦૨/૨૦૨૬ ના પરિપત્ર મુજબ જે રીતે બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી તે જ મુજબ બેઠક રાખવા તથા કનલવા બેઠક ફરીથી આદિજાતિ અનામત તરીકે મંજૂર કરવા માંગ સાથે આદિવાસી સમાજના આગેવાનો તેમજ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું હતું. ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર1