09-03-2026 લાશ મળતા ચકચાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડની લાશ કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડનો મૃતદેહ ગામના કૂવામાંથી મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. હતી.ત્રણ દિવસ થી અગાઉ મોટી અમરોલ ગામના નાયકા પ્રવીણભાઈ બચુભાઈ તેમના ફળિયામાં મરણ થયું હતું ત્યાં બેસવા જાઉં છું તેમ કહી ગયેલા અને ત્યાર બાદ તેઓ ઘરે ના આવતા તેમના પરિવારજનો દ્વારા આસપાસના ગામો અને સગા સંબંધીઓમા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેના કારણે પરિવારજનોમાં ભારે ચિંતામા મુકાયા હતા આજે ત્રણ દિવસ બાદ મોટી અમરોલ ગામના એક કૂવામાં કોઈ વ્યક્તિની લાશ જોવા મળતા ગ્રામજનો એકત્ર થયા હતા. નજીક જઈને તપાસ કરતા તે લાશ ગુમ થયેલા પ્રવીણભાઈ નાયકા ની હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને લઇ તેમના પરિવારજાનોએ જેતપુર પાવી પોલીસ માથકે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગ્રામજનોની મદદથી કૂવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર પાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના અકસ્માત છે કે પછી કોઈ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે તે અંગે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

- "જીવના જોખમે ગોળ જીતવાની પરંપરા! જાણો સરપંચના મુખે આ મેળાનો રોમાંચક ઇતિહાસ."ગોળ ગધેડાનો મેળો: જેસાવાડાના કટારા પરિવારે જીવંત રાખ્યો વર્ષો જૂનો ‘સ્વયંવર’ની પ્રથાનો વારસો!આજે આ મેળો મનોરંજન છે1
- દાહોદના જેસાવાડા ખાતે યોજાયો અગાઉ સ્વંયવર તરીકે ઓળખાતો ગોળ ગધેડાનો મેળો યોજાયો આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આદિવાસી સમાજની પરંપરાઓ અને પ્રથાઓ અનોખી અને રસપ્રદ હોય છે. તેવી જ એક અનોખી પરંપરા છે ગોળ ગધેડાનો મેળો, જે વર્ષોથી દાહોદ જિલ્લામાં ઉજવાતો આવ્યો છે. હોળી બાદ યોજાતા આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડે છે અને પરંપરાગત રીતિ-રિવાજો સાથે મેળાની ઉજવણી કરવામાં આવે છે. દાહોદ જિલ્લામાં વર્ષોથી યોજાતો આદિવાસી સમાજનો ગોળ ગધેડાનો મેળો હોળી પછીના પાંચમા, સાતમા અથવા બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના બજાર ચોકમાં ભરાય છે. આ મેળામાં આજુબાજુના ગામોમાંથી હજારો લોકો ઢોલ, થાળી અને શરણાઈ જેવા વાદ્યો વગાડતા નાચતા-ગાતા ચાલતા આવે છે. ગોળ ગધેડાની પરંપરા મુજબ મેળામાં પહેલા ગામના ચોકમાં સીમળાના લાકડાનો ઊંચો થાંભલો ઉભો કરવામાં આવે છે. તેની ટોચ પર આગેવાનો દ્વારા ગોળની પોટલી બાંધવામાં આવે છે. થાંભલા આસપાસ ગામેગામની યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ગોળાકારમાં ફરી ગોળની રખેવાળી કરતી હોય છે. પહેલાના સમયમાં જે યુવાન સોટીઓનો માર સહન કરીને થાંભલા પર ચડીને ગોળ ઉતારતો હતો તેને મનગમતી યુવતી સાથે લગ્ન કરવાની સ્વયંવર જેવી પ્રથા હતી. પરંતુ હવે આ પ્રથા બંધ કરવામાં આવી છે અને માત્ર પરંપરા જાળવવા માટે આ મેળો ઉજવવામાં આવે છે. હવે ગોળ ઉતારનાર યુવાનને પંચ દ્વારા નક્કી કરાયેલ ઇનામ આપવામાં આવે છે. હવે આધુનિક યુગમાં યુવક યુવતી અને પરિવારને પસંદ હોય ત્યાં લગ્ન કરવાના હોવાથી આશરે 100 વર્ષથી સ્વયંવર ની પ્રથા બંધ કરી દેવામાં આવી છે. વીઓ 3: મેળાના મેદાનની વચ્ચે અંદાજે ૨૦ થી ૨૫ ફૂટ ઊંચો લાકડાનો થાંભલો ઉભો કરવામાં આવે છે. થાંભલાની ટોચ નજીક માણસ ઊભો રહી શકે તેવી રીતે આડા લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે અને તેની ટોચ પર ગોળની પોટલી બાંધવામાં આવે છે. થાંભલા આસપાસ કુંવારી યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના તાલે આદિવાસી ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે. ત્યારે યુવકો આ ટોળાની વચ્ચેથી થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે છે. યુવતીઓ સોટીઓથી માર કરતી હોવા છતાં પણ યુવાનો હિંમત રાખીને થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે છે. વીઓ 4- જે યુવાન છેલ્લે ટોચ સુધી પહોંચીને ગોળની પોટલી ઉતારે છે તે ગોળ ખાય છે અને આસપાસના લોકોને પણ વહેંચે છે. કહેવાય છે કે આ ગોળ મેળવવા યુવાનોને ગધેડા જેવો માર સહન કરવો પડે છે, તેથી આ મેળાને “ગધેડાનો મેળો” તરીકે ઓળખવામાં આવે છે. વીઓ 5: દાહોદ જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર હોવાથી અહીં હોળીના તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. હોળી પહેલા અને પછી જિલ્લામાં અનેક પરંપરાગત મેળાઓ યોજાય છે.આ વર્ષે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસાવાડા ખાતે ગોળ ગધેડાનો મેળો યોજાયો હતો. આ મેળામાં દુર-સુદૂરના ગામોમાંથી આદિવાસી લોકો પરંપરાગત પહેરવેશમાં આવ્યા હતા અને આદિવાસી ગીતો તથા નૃત્ય સાથે મેળાનો આનંદ માણ્યો હતો. જ્યાં નજર પડે ત્યાં માનવ મહેરામણ જોવા મળતું હતું અને આ અનોખી પરંપરાએ ફરી એકવાર આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.1
- गुजरात राज्य के दाहोद कोर्ट को मिला धमकी भरा मेल #dahodlive #GujaratiNews #news #court #breaking1
- गुजरात राज्य के दाहोद कोर्ट को मिला धमकी भरा मेल #dahodlive #GujaratiNews #news #court1
- Post by FM GUJARAT N1
- करोड़ की सड़क में महा-घोटाला! 🚨 विकास के नाम पर जनता की आँखों में झोंकी जा रही है धूल। देखिए कैसे भ्रष्ट अधिकारियों ने सड़क को 'खोखला' बना दिया। इन गद्दारों की संपत्ति की जांच होनी चाहिए!1
- દાહોદ જિલ્લાના જેસાવાડા ગામ ખાતે પરંપરાગત રીતે યોજાયો વર્ષો જૂનો સંયમવરની પ્રથાનો ગોળ ગધેડાનો મેળો જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા1
- દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામ ખાતે યોજાઈ હતી પ્રાકૃતિક તાલીમ આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ (NMNF) અંતર્ગત રૂપારેલ ગામ ખાતે ખેડૂતો માટે અવરનેસ અને ઓરિએન્ટેશન તાલીમ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી ખેતીમાં ખર્ચ ઘટાડવા તથા જમીનની ગુણવતા વધારવા અંગે સમજ આપવામાં આવી. આ તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વપૂર્ણ આયામો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં જીવામૃત, બીજામૃત, ઘન-જીવામૃત, બ્રહ્માસ્ત્ર અને અગ્નિાસ્ત્ર જેવી પદ્ધતિઓના ઉપયોગ અંગે સમજ આપવામાં આવી. સાથે જ આ દ્રાવણો તૈયાર કરવાની રીત, તેનો યોગ્ય ઉપયોગ અને પાકમાં છંટકાવ કરવાની પદ્ધતિ અંગે પણ ખેડૂતોને પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પાકની ગુણવત્તા સુધરે છે, જમીનની ઉપજક્ષમતા વધે છે અને રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓ પરનો ખર્ચ ઘટે છે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ દરમ્યાન બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મેળવી હતી અને આવનારા સમયમાં આ પદ્ધતિઓ અપનાવવા માટે રસ દર્શાવ્યો હતો. ૦૦૦1
- નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સજનવાવ ગામે હોળી પાંચમની ધામધુમથી ઉજવણી1