logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમિત શાહ સાથેની મુલાકાતમાં સાંસદ રાજપાલસિંહ જાદવે રજૂ કરી પંચમહાલની કાર્યયાત્રા, માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો. કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ સાથે પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવે પરિવાર સહિત સૌજન્ય મુલાકાત કરી હતી. જ્યાં આ શુભ અવસરે સાંસદ રાજપાલસિંહ જાદવે પંચમહાલ લોકસભાના સાંસદ તરીકેના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તૈયાર કરાયેલ 'કાર્યયાત્રા' નામનું પુસ્તક કેન્દ્રીય મંત્રી અમિત શાહને અર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. અને આ પુસ્તકમાં છેલ્લા બે વર્ષમાં પંચમહાલ સંસદીય ક્ષેત્રમાં થયેલી જનસેવા, વિવિધ વિકાસકાર્યો અને લોકહિત માટેના પ્રયાસોની વિગતવાર ઝાંખી સમાવવામાં આવી છે. રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ અને ગ્રામીણ વિકાસના પ્રોજેક્ટ્સની માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે. મુલાકાત દરમિયાન સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે આપનું માર્ગદર્શન અને નેતૃત્વ દરેક કાર્યકર માટે અમૂલ્ય પ્રેરણાસ્રોત છે. આપની દૂરંદેશી, અથાક પરિશ્રમ અને રાષ્ટ્ર પ્રત્યેનું અડગ સમર્પણ અમને સૌને સશક્ત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સત કાર્યરત રહેવાની પ્રેરણા આપે છે. જ્યાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ પંચમહાલમાં થયેલી વિકાસલક્ષી કામગીરીને બિરદાવી હતી અને આગામી સમયમાં પણ જનસેવાના કાર્યો વધુ વેગથી કરવા માટે સૂચનાઓ આપી હતી.

8 hrs ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
8 hrs ago
413ad0f9-a30d-43a1-a4fe-6bfeeaaa96f5

અમિત શાહ સાથેની મુલાકાતમાં સાંસદ રાજપાલસિંહ જાદવે રજૂ કરી પંચમહાલની કાર્યયાત્રા, માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો. કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ સાથે પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવે પરિવાર સહિત સૌજન્ય મુલાકાત કરી હતી. જ્યાં આ શુભ અવસરે સાંસદ રાજપાલસિંહ જાદવે પંચમહાલ લોકસભાના સાંસદ તરીકેના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તૈયાર કરાયેલ 'કાર્યયાત્રા' નામનું પુસ્તક કેન્દ્રીય મંત્રી અમિત શાહને અર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. અને આ પુસ્તકમાં છેલ્લા બે વર્ષમાં પંચમહાલ સંસદીય ક્ષેત્રમાં થયેલી જનસેવા, વિવિધ વિકાસકાર્યો અને લોકહિત માટેના પ્રયાસોની વિગતવાર

ff0e70b4-f2e9-4732-a742-9b5004abf38b

ઝાંખી સમાવવામાં આવી છે. રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ અને ગ્રામીણ વિકાસના પ્રોજેક્ટ્સની માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે. મુલાકાત દરમિયાન સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે આપનું માર્ગદર્શન અને નેતૃત્વ દરેક કાર્યકર માટે અમૂલ્ય પ્રેરણાસ્રોત છે. આપની દૂરંદેશી, અથાક પરિશ્રમ અને રાષ્ટ્ર પ્રત્યેનું અડગ સમર્પણ અમને સૌને સશક્ત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સત કાર્યરત રહેવાની પ્રેરણા આપે છે. જ્યાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ પંચમહાલમાં થયેલી વિકાસલક્ષી કામગીરીને બિરદાવી હતી અને આગામી સમયમાં પણ જનસેવાના કાર્યો વધુ વેગથી કરવા માટે સૂચનાઓ આપી હતી.

More news from ગુજરાત and nearby areas
  • આ રહ્યું G Live 24 News માટે અસરકારક અને સમાચાર શૈલીનું ગુજરાતી લખાણ: 🚨 સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સમગ્ર નગર જળબંબાકાર 🚨 ડાકોર, તા. 1 ઓગસ્ટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર નગર પાણીમાં ગરકાવ થઈ ગયું. સતત વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વિશ્વવિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિર શ્રી રણછોડરાયજી મંદિર બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્શનાર્થે આવતા ભક્તો અને સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. નગરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળ્યો કે દર વર્ષે વરસાદ પહેલાં કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આખું ડાકોર નગર ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે. પ્રશાસન દ્વારા વહેલી તકે પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.
    1
    આ રહ્યું G Live 24 News માટે અસરકારક અને સમાચાર શૈલીનું ગુજરાતી લખાણ:

🚨 સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સમગ્ર નગર જળબંબાકાર 🚨

ડાકોર, તા. 1 ઓગસ્ટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર નગર પાણીમાં ગરકાવ થઈ ગયું. સતત વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

વિશ્વવિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિર શ્રી રણછોડરાયજી મંદિર બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્શનાર્થે આવતા ભક્તો અને સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી.

નગરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ હતી.

સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળ્યો કે દર વર્ષે વરસાદ પહેલાં કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આખું ડાકોર નગર ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે.

પ્રશાસન દ્વારા વહેલી તકે પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
  • કરોડો ના ખર્ચે રીનોવેટ થયેલી સુખી કેનાલમાં પડ્યું  મોટું ગાબડું: નબળી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ .   પ્રાપ્ત વિગતો મુજબ જૂની અને જર્જરિત થઈ ગયેલી સિંચાઈ કેનાલોને કારણે થતા પાણીના બગાડ અને લીકેજની સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલો કરોડો રૂપિયાનો રીનોવેશન પ્રોજેક્ટ હાલ ક્ષતિગ્રસ્ત કામગીરીને કારણે વિવાદમાં સપડાયો છે. મુધિયારી નજીક ભારે વરસાદને કારણે સુખી કેનાલમાં આશરે   મોટું ગાબડું પડતાં  ગાબડાં ની સામે ની બાજુ ના ભાગ માં 10મીટર જેટલો ભાગ ક્ષતિ ગ્રસ્ત  થતા કેનાલને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે વિરોધનો સૂર ઊઠ્યો છે
    1
    કરોડો ના ખર્ચે રીનોવેટ થયેલી સુખી કેનાલમાં પડ્યું  મોટું ગાબડું: નબળી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ
.   પ્રાપ્ત વિગતો મુજબ જૂની અને જર્જરિત થઈ ગયેલી સિંચાઈ કેનાલોને કારણે થતા પાણીના બગાડ અને લીકેજની સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલો કરોડો રૂપિયાનો રીનોવેશન પ્રોજેક્ટ હાલ ક્ષતિગ્રસ્ત કામગીરીને કારણે વિવાદમાં સપડાયો છે. મુધિયારી નજીક ભારે વરસાદને કારણે સુખી કેનાલમાં આશરે   મોટું ગાબડું પડતાં  ગાબડાં ની સામે ની બાજુ ના ભાગ માં 10મીટર જેટલો ભાગ ક્ષતિ ગ્રસ્ત  થતા કેનાલને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે વિરોધનો સૂર ઊઠ્યો છે
    user_OUR JAMBUGHODA
    OUR JAMBUGHODA
    Voice of people જાંબુઘોડા, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
  • પરીક્ષાની પારદર્શિતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે ઐતિહાસિક નિર્ણય : ધારાસભ્ય માનસિંહ ચૌહાણ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણે જણાવ્યું કે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદ દ્વારા Public Examinations Amendment Bill, 2026 પસાર કરવામાં આવ્યો છે, જે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવશે. ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું કે આ કાયદાનો મુખ્ય હેતુ પરીક્ષાઓમાં ગેરરીતિ, પ્રશ્નપત્ર લીક અને અન્ય અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે, જેથી મહેનતુ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થઈ શકે. તેમણે જણાવ્યું કે ગુનો કરનાર વ્યક્તિ ગમે તેટલી પહોંચ ધરાવતી હોય કે શક્તિશાળી હોય, કાયદા મુજબ તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, "મોદીજીની ગેરંટી એટલે કામ પૂરું થવાની ગેરંટી." આ કાયદો દેશના લાખો વિદ્યાર્થીઓની મહેનત, તેમના સપનાઓ અને ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. અંતમાં તેમણે વિદ્યાર્થીઓને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરીને પોતાના લક્ષ્યો હાંસલ કરવા શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે સરકાર હંમેશા મહેનતુ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. – ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણ ૧૨૧-બાલાસિનોર વિધાનસભા
    1
    પરીક્ષાની પારદર્શિતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે ઐતિહાસિક નિર્ણય : ધારાસભ્ય માનસિંહ ચૌહાણ
બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણે જણાવ્યું કે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદ દ્વારા Public Examinations Amendment Bill, 2026 પસાર કરવામાં આવ્યો છે, જે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવશે.
ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું કે આ કાયદાનો મુખ્ય હેતુ પરીક્ષાઓમાં ગેરરીતિ, પ્રશ્નપત્ર લીક અને અન્ય અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે, જેથી મહેનતુ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થઈ શકે. તેમણે જણાવ્યું કે ગુનો કરનાર વ્યક્તિ ગમે તેટલી પહોંચ ધરાવતી હોય કે શક્તિશાળી હોય, કાયદા મુજબ તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, "મોદીજીની ગેરંટી એટલે કામ પૂરું થવાની ગેરંટી." આ કાયદો દેશના લાખો વિદ્યાર્થીઓની મહેનત, તેમના સપનાઓ અને ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
અંતમાં તેમણે વિદ્યાર્થીઓને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરીને પોતાના લક્ષ્યો હાંસલ કરવા શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે સરકાર હંમેશા મહેનતુ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.
– ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણ
૧૨૧-બાલાસિનોર વિધાનસભા
    user_Sagar Zala
    Sagar Zala
    Photographer બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • બરોડા ડેરી ચૂંટણીને લઈ ભાજપમાં ધમધમાટ! બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ભાજપમાં રાજકીય હલચલ તેજ બની છે. પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ લેવા માટે નિરીક્ષકો આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે. સંભવિત દાવેદારો અને આગેવાનો સાથે ચર્ચા કરી સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે નામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. બરોડા ડેરી ચૂંટણીને લઈ ભાજપમાં ધમધમાટ! બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ભાજપમાં રાજકીય હલચલ તેજ બની છે. પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ લેવા માટે નિરીક્ષકો આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે. સંભવિત દાવેદારો અને આગેવાનો સાથે ચર્ચા કરી સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે નામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
    1
    બરોડા ડેરી ચૂંટણીને લઈ ભાજપમાં ધમધમાટ!

બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ભાજપમાં રાજકીય હલચલ તેજ બની છે. પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ લેવા માટે નિરીક્ષકો આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે. સંભવિત દાવેદારો અને આગેવાનો સાથે ચર્ચા કરી સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે નામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
બરોડા ડેરી ચૂંટણીને લઈ ભાજપમાં ધમધમાટ!
બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ભાજપમાં રાજકીય હલચલ તેજ બની છે. પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ લેવા માટે નિરીક્ષકો આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે. સંભવિત દાવેદારો અને આગેવાનો સાથે ચર્ચા કરી સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે નામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • વાઘોડિયામાં ભારે વરસાદથી જળબંબાકાર: જલારામ નગરીના ઘરોમાં પાણી ઘૂસ્યા, સ્થાનિકોએ તંત્ર સામે વ્યક્ત કર્યો રોષ .
    1
    વાઘોડિયામાં ભારે વરસાદથી જળબંબાકાર: જલારામ નગરીના ઘરોમાં પાણી ઘૂસ્યા, સ્થાનિકોએ તંત્ર સામે વ્યક્ત કર્યો રોષ .
    user_Bhavik Solanki
    Bhavik Solanki
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત પાવાગઢ નજીક આવેલી કંકુની વાડી પાસે આજે શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ટ્રાવેલ્સ લક્ઝરી બસે બાઇકને જોરદાર અડફેટે લેતાં બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, મૂળ મુનપુર (લુણાવાડા)ના વતની અને હાલ અરાદ ગામે પોતાના સગાને ત્યાં રહેતા આદિત્ય યોગેશભાઈ ભાટિયા તેમના મિત્ર મિત પટેલ સાથે બોડેલી ખાતે કોઈ કામ અર્થે ગયા હતા. કામ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કંકુની વાડી નજીક કાળ બનીને આવેલી લક્ઝરી બસે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલક આદિત્ય ભાટિયાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા મિત પટેલનો સામાન્ય ઈજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાયા બાદ લક્ઝરી બસનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૂર્તદેહ નો કબજો મેળવી તેને પીએમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને ફરાર બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત
પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત
પાવાગઢ નજીક આવેલી કંકુની વાડી પાસે આજે શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ટ્રાવેલ્સ લક્ઝરી બસે બાઇકને જોરદાર અડફેટે લેતાં બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, મૂળ મુનપુર (લુણાવાડા)ના વતની અને હાલ અરાદ ગામે પોતાના સગાને ત્યાં રહેતા આદિત્ય યોગેશભાઈ ભાટિયા તેમના મિત્ર મિત પટેલ સાથે બોડેલી ખાતે કોઈ કામ અર્થે ગયા હતા. કામ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કંકુની વાડી નજીક કાળ બનીને આવેલી લક્ઝરી બસે તેમને અડફેટે લીધા હતા.
આ અકસ્માતમાં બાઇક ચાલક આદિત્ય ભાટિયાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા મિત પટેલનો સામાન્ય ઈજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાયા બાદ લક્ઝરી બસનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૂર્તદેહ નો કબજો મેળવી તેને પીએમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને ફરાર બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.