Shuru
Apke Nagar Ki App…
કરોડો ના ખર્ચે રીનોવેટ થયેલી સુખી કેનાલમાં પડ્યું મોટું ગાબડું: નબળી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ . પ્રાપ્ત વિગતો મુજબ જૂની અને જર્જરિત થઈ ગયેલી સિંચાઈ કેનાલોને કારણે થતા પાણીના બગાડ અને લીકેજની સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલો કરોડો રૂપિયાનો રીનોવેશન પ્રોજેક્ટ હાલ ક્ષતિગ્રસ્ત કામગીરીને કારણે વિવાદમાં સપડાયો છે. મુધિયારી નજીક ભારે વરસાદને કારણે સુખી કેનાલમાં આશરે મોટું ગાબડું પડતાં ગાબડાં ની સામે ની બાજુ ના ભાગ માં 10મીટર જેટલો ભાગ ક્ષતિ ગ્રસ્ત થતા કેનાલને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે વિરોધનો સૂર ઊઠ્યો છે
OUR JAMBUGHODA
કરોડો ના ખર્ચે રીનોવેટ થયેલી સુખી કેનાલમાં પડ્યું મોટું ગાબડું: નબળી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ . પ્રાપ્ત વિગતો મુજબ જૂની અને જર્જરિત થઈ ગયેલી સિંચાઈ કેનાલોને કારણે થતા પાણીના બગાડ અને લીકેજની સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલો કરોડો રૂપિયાનો રીનોવેશન પ્રોજેક્ટ હાલ ક્ષતિગ્રસ્ત કામગીરીને કારણે વિવાદમાં સપડાયો છે. મુધિયારી નજીક ભારે વરસાદને કારણે સુખી કેનાલમાં આશરે મોટું ગાબડું પડતાં ગાબડાં ની સામે ની બાજુ ના ભાગ માં 10મીટર જેટલો ભાગ ક્ષતિ ગ્રસ્ત થતા કેનાલને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે વિરોધનો સૂર ઊઠ્યો છે
More news from ગુજરાત and nearby areas
- કરોડો ના ખર્ચે રીનોવેટ થયેલી સુખી કેનાલમાં પડ્યું મોટું ગાબડું: નબળી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ . પ્રાપ્ત વિગતો મુજબ જૂની અને જર્જરિત થઈ ગયેલી સિંચાઈ કેનાલોને કારણે થતા પાણીના બગાડ અને લીકેજની સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલો કરોડો રૂપિયાનો રીનોવેશન પ્રોજેક્ટ હાલ ક્ષતિગ્રસ્ત કામગીરીને કારણે વિવાદમાં સપડાયો છે. મુધિયારી નજીક ભારે વરસાદને કારણે સુખી કેનાલમાં આશરે મોટું ગાબડું પડતાં ગાબડાં ની સામે ની બાજુ ના ભાગ માં 10મીટર જેટલો ભાગ ક્ષતિ ગ્રસ્ત થતા કેનાલને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે વિરોધનો સૂર ઊઠ્યો છે1
- આ રહ્યું G Live 24 News માટે અસરકારક અને સમાચાર શૈલીનું ગુજરાતી લખાણ: 🚨 સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સમગ્ર નગર જળબંબાકાર 🚨 ડાકોર, તા. 1 ઓગસ્ટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર નગર પાણીમાં ગરકાવ થઈ ગયું. સતત વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વિશ્વવિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિર શ્રી રણછોડરાયજી મંદિર બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્શનાર્થે આવતા ભક્તો અને સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. નગરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળ્યો કે દર વર્ષે વરસાદ પહેલાં કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આખું ડાકોર નગર ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે. પ્રશાસન દ્વારા વહેલી તકે પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.1
- કાલોલ ખાતે મુશળધાર વરસાદ: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત કાલોલ નગરમાં આજે બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ટૂંક જ સમયમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર કાલોલ નગરમાં પાણી પાણી થઈ ગયું હતું. વરસાદના કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિક જનજીવન પર માઠી અસર પડી હતી અચાનક શરુ થયેલા ધોધમાર વરસાદને કારણે નગરપાલિકા કાર્યાલય પાસે, મહાલક્ષ્મી ચોક, કચેરી રોડ તેમજ મુખ્ય બસ સ્ટેશન જેવા ધમધમતા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને વાહનો ઢસડીને લઈ જવાની ફરજ પડી હતી. નગરના મુખ્ય ચાર રસ્તા અને મુખ્ય બજાર વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં વેપારીઓના ધંધા-રોજગારને પણ અસર પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. હાલમાં પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.2
- પીપલોદ આવેલ બસટેન મા દુકાન કરતા દિનેશ ભાઈ વણઝારા આવતી જતી પબ્લીક નેબેસવા ની તકલીફ પડે છે પંચાયત આમામલે કોઈપણ એકસન હાથધરી નથી1
- ખડગદા ગામની મુલાકાત લેતાં આમઆદમી પાર્ટી ના નેતા નિરંજન ભાઈ વસાવા હવામાન વિભાગની આગાહી મુજબ 31 મી જુલાઈ અને 1 ઓગસ્ટ ના રોજ ભારે વરસાદથી કેટલીક જગ્યાએ ભ્રષ્ટાચાર ના પોલ ખુલી ગયા છે! છેલ્લા ઘણા સમયથી ખડગદા ગામના બ્રિજ નું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે બે દિવસ થી વરસાદી માહોલ જામ્યો હોય ગરૂડેશ્વર તાલુકો જળબંબાકાર બન્યો છે, નવનિર્મિત બ્રિજ ના કામને લઈને સરકાર પર આકરા પ્રહારો કરતા આમઆદમી પાર્ટીના નેતા નિરંજન ભાઈ વસાવા શું કહ્યું છે સાંભળો!4
- ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે સેવાભાવનું સુંદર ઉદાહરણ! તરસાલી શાક માર્કેટ પાસે મેલડી માતાના મંદિર આંગણે જય શ્રી રામ સેવા, જય શ્રી મેલડી માં તથા લારી એસોસિએશન ગ્રુપ દ્વારા ગૌરીવ્રત કરતી બાળાઓ માટે વિનામૂલ્યે ચાઈનીઝ ફૂડ, પાણીપુરી, દાબેલી અને ફ્રૂટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો આશરે 500થી 1000 દીકરીઓએ લાભ લીધો હતો. આયોજકોના સેવાભાવને સ્થાનિકોએ બિરદાવ્યો હતો. ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે સેવાભાવનું સુંદર ઉદાહરણ! તરસાલી શાક માર્કેટ પાસે મેલડી માતાના મંદિર આંગણે જય શ્રી રામ સેવા, જય શ્રી મેલડી માં તથા લારી એસોસિએશન ગ્રુપ દ્વારા ગૌરીવ્રત કરતી બાળાઓ માટે વિનામૂલ્યે ચાઈનીઝ ફૂડ, પાણીપુરી, દાબેલી અને ફ્રૂટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો આશરે 500થી 1000 દીકરીઓએ લાભ લીધો હતો. આયોજકોના સેવાભાવને સ્થાનિકોએ બિરદાવ્યો હતો.1
- જાંબુઘોડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ઘનઘોર વાદળો વચ્ચે ધોધમાર વરસાદથી જળબંબાકાર જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર અને ધમાકેદાર રૂપ ધારણ કરીને વિરામ બાદ ફરી પધરામણી કરી છે. ગત રાત્રિ દરમિયાન પંથકમાં પોણા ત્રણ ઇંચ જેટલો ખાબકેલા વરસાદ બાદ આજે બપોર સુધી વરસાદે વિરામ લીધો હતો. જોકે, બપોરે ૩:૩૦ વાગ્યા પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાઈ આવ્યા હતા, જેના કારણે બપોરના સમયે જ સાંજ જેવો અંધકાર છવાઈ ગયો હતો. અંધારપટ છવાયા બાદ એકાએક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જાંબુઘોડા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદનું જોર એટલું પ્રચંડ હતું કે થોડી જ વારમાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. વરસાદ ને લઇ વિઝિબિલિટી ઘટી જવાથી અને હાઇવે પર થી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વાહનોના પૈડાં જ્યાં ને ત્યાં થંભી ગયા હતા. આ ઉપરાંત જાંબુઘોડાના મુખ્ય માર્ગ (મેઇન રોડ) પર નદી વહેતી હોય તેમ પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે રસ્તા કાંઠે આવેલી દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચી જતાં વેપારીઓમાં પણ ચિતિત બન્યા હતા લાંબા વિરામ બાદ મેઘરાજાની આ પ્રકારની તોફાની બેટિંગથી પંથકમાં ચો તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.1
- પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત પાવાગઢ નજીક આવેલી કંકુની વાડી પાસે આજે શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ટ્રાવેલ્સ લક્ઝરી બસે બાઇકને જોરદાર અડફેટે લેતાં બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, મૂળ મુનપુર (લુણાવાડા)ના વતની અને હાલ અરાદ ગામે પોતાના સગાને ત્યાં રહેતા આદિત્ય યોગેશભાઈ ભાટિયા તેમના મિત્ર મિત પટેલ સાથે બોડેલી ખાતે કોઈ કામ અર્થે ગયા હતા. કામ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કંકુની વાડી નજીક કાળ બનીને આવેલી લક્ઝરી બસે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલક આદિત્ય ભાટિયાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા મિત પટેલનો સામાન્ય ઈજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાયા બાદ લક્ઝરી બસનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૂર્તદેહ નો કબજો મેળવી તેને પીએમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને ફરાર બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1