logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મોરબી કોર્ટનો કડક ચુકાદો: હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ મોરબીની બીજા એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા હત્યાના ગંભીર ગુનામાં મહત્વનો અને કડક ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. કેસના આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ મંગળસિંહ રાજાવતને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ કોર્ટે રૂ. 5,000 નો દંડ પણ ફટકાર્યો છે અને દંડ ન ભરાય તો વધારાની સાદી કેદનો હુકમ કર્યો છે. મળતી માહિતી મુજબ, આરોપી જીતેન્દ્રસિંહ અને મૃતક રાજુકુમાર પ્રજાપતી વચ્ચે પૈસાની લેતીદેતી મુદ્દે થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો. આ દરમિયાન આરોપીએ છરી વડે ગળાના ભાગે જીવલેણ હુમલો કરતાં રાજુકુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ બાદ પૂરતા પુરાવાઓ સાથે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કેસ દરમિયાન કુલ 16 મૌખિક અને 42 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ સંજય દવે દ્વારા કરવામાં આવેલી દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટના આદેશ મુજબ, ટ્રાયલ દરમિયાન ભોગવેલી કસ્ટડી સજામાં ગણવામાં આવશે. ઉપરાંત, કેસ સંબંધિત કબ્જે કરાયેલ મુદ્દામાલનો અપીલ સમયગાળો પૂર્ણ થયા બાદ નાશ કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

5 hrs ago
user_Ramesh thakor Halvad Morbi
Ramesh thakor Halvad Morbi
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
5 hrs ago
34bc96d5-14f9-4f6b-8a38-8c1f8adcb21e

મોરબી કોર્ટનો કડક ચુકાદો: હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ મોરબીની બીજા એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા હત્યાના ગંભીર ગુનામાં મહત્વનો અને કડક ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. કેસના આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ મંગળસિંહ રાજાવતને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ કોર્ટે રૂ. 5,000 નો દંડ પણ ફટકાર્યો છે અને દંડ ન ભરાય તો વધારાની સાદી કેદનો હુકમ કર્યો છે. મળતી માહિતી મુજબ, આરોપી જીતેન્દ્રસિંહ અને મૃતક રાજુકુમાર પ્રજાપતી વચ્ચે પૈસાની લેતીદેતી મુદ્દે થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો. આ દરમિયાન આરોપીએ છરી વડે ગળાના ભાગે જીવલેણ હુમલો કરતાં રાજુકુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ બાદ પૂરતા પુરાવાઓ સાથે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કેસ દરમિયાન કુલ 16 મૌખિક અને 42 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ સંજય દવે દ્વારા કરવામાં આવેલી દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટના આદેશ મુજબ, ટ્રાયલ દરમિયાન ભોગવેલી કસ્ટડી સજામાં ગણવામાં આવશે. ઉપરાંત, કેસ સંબંધિત કબ્જે કરાયેલ મુદ્દામાલનો અપીલ સમયગાળો પૂર્ણ થયા બાદ નાશ કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

More news from ગુજરાત and nearby areas
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    7 hrs ago
  • • મહિલાઓને પ્રોત્સાહિત અને સ્વનિર્ભર બનાવવા માટે સંસ્થાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને હંમેશા અગ્રેસર રાખવા માટે પ્રયાસો હાથ ધરી અભિયાનો ચલાવે છે તેવામાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દેશ અને વિદેશમાં મહિલા માટે કાર્યરત છે. જેમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવાની સાથે અનેક સેવાકીય કાર્યો હાથ ધરે છે ત્યારે મહિલા દિન અંતર્ગત ધ્રાંગધ્રાના હળવદ રોડ વિસ્તાર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે "ગીવ ટુ ગેઇન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મહિલાઓએ જુદા જુદા અભિનય થકી મહિલાઓને સ્વનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કલ્પનાબેન રાવલ દ્વારા મહિલાઓ દ્વારા યોજવામાં આવતા આ પ્રકારના કાર્યક્રમો અને BAPS સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ, પ્રાર્થના સભા, બ્લડ ડોનેશન પ્રતિભા વિકાસ પર્વ સહજતા કાર્યક્રમોને સેવાકીય અને સમાજ ઉપયોગી ગણાવ્યા હતા. જ્યારે કાર્યક્રમમાં અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે અભિનય પાત્ર ભજવનાર 50થી વધુ મહિલાએ ભાગ લીધો હતો જ્યારે સંસ્થામાં 500થી વધુ કિશોરી, યુવતીઓ અને મહિલાઓ જોડાયેલા છે જેઓ દરેક સેવાકીય કાર્યોમાં સહભાગી બની સમાજ સેવા કર્યો હાથ ધરે છે.
    1
    • મહિલાઓને પ્રોત્સાહિત અને સ્વનિર્ભર બનાવવા માટે સંસ્થાનો પ્રયાસ
રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને હંમેશા અગ્રેસર રાખવા માટે પ્રયાસો હાથ ધરી અભિયાનો ચલાવે છે તેવામાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દેશ અને વિદેશમાં મહિલા માટે કાર્યરત છે. જેમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવાની સાથે અનેક સેવાકીય કાર્યો હાથ ધરે છે ત્યારે મહિલા દિન અંતર્ગત ધ્રાંગધ્રાના હળવદ રોડ વિસ્તાર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે "ગીવ ટુ ગેઇન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મહિલાઓએ જુદા જુદા અભિનય થકી મહિલાઓને સ્વનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કલ્પનાબેન રાવલ દ્વારા મહિલાઓ દ્વારા યોજવામાં આવતા આ પ્રકારના કાર્યક્રમો અને BAPS સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ, પ્રાર્થના સભા, બ્લડ ડોનેશન પ્રતિભા વિકાસ પર્વ સહજતા કાર્યક્રમોને સેવાકીય અને સમાજ ઉપયોગી ગણાવ્યા હતા. જ્યારે કાર્યક્રમમાં અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે અભિનય પાત્ર ભજવનાર 50થી વધુ મહિલાએ ભાગ લીધો હતો જ્યારે સંસ્થામાં 500થી વધુ કિશોરી, યુવતીઓ અને મહિલાઓ જોડાયેલા છે જેઓ દરેક સેવાકીય કાર્યોમાં સહભાગી બની સમાજ સેવા કર્યો હાથ ધરે છે.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમ.યુ. મસીના અમદાવાદ ACB ખાતે ટ્રાન્સફર નિમિત્તે વિદાય સન્માન સમારોહ યોજાયો. પોલીસ સ્ટાફ અને આગેવાનો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી.
    1
    ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમ.યુ. મસીના અમદાવાદ ACB ખાતે ટ્રાન્સફર નિમિત્તે વિદાય સન્માન સમારોહ યોજાયો. પોલીસ સ્ટાફ અને આગેવાનો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” કૃતજ્ઞતાનો મહામહોત્સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન તા.01 થી 02 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવેલ છે ગુજરાતની સૌથી ભવ્ય શ્રીહનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમુહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં 29 માર્ચથી જ કીર્તન આરાધનાના સૂર રેલાઈ રહ્યા છે જ્યારે મુખ્ય બે દિવસના મહોત્સવમાં હાઈટેક લાઈટ એન્ડ સાઉન્ડ શો, આતશબાજી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે, હનુમાન જયંતીની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર હનુમાનજી ખાતે આવશે. આ માટે મંદિર દ્વારા ભક્તોને કોઈ અગવડતા ના પડે એ માટે સુવિધા પૂરી પાડવા તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ ભક્તોને રહેવા જમવા માટે 2000થી વધુ રૂમની વ્યવસ્થા છે. તો મંદિર પરિસરની પાછળ અને શ્રી ગોપાળાનંદ યાત્રિક ભવન સિવાય અન્ય બે મોટા પ્લોટમાં 10 હજાર ફોરવ્હીલ અને 5 હજારથી વધુ ટુવ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે “શ્રી હનુમાન જયંતી”એ દાદાને 8 કિલો સોનાના પ્યોર સ્ટોનના જડતરવાળા વાઘા પહેરાવાશે શ્રી હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામ ખાતે શ્રીહનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા છે. આ વાઘાને તૈયાર કરવામાં 100 જેટલા સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત 1050 કલાક લાગ્યા હતા. પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડવામાં આવ્યા છે. સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં 3ડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજિત “શ્રી હનુમાન જયંતી મહામહોત્સવ 01-02 એપ્રિલ – 2026 અંતર્ગત કીર્તન આરાધના:- 29,30, 31 માર્ચ 2026, દરરોજ રાત્રે 7.30થી 9.00 યોજાય છે. જેમાં વિદ્વાન સંગીતના ઉપાસકો દ્વારા શ્રી હનુમાનજી મહારાજને ભાવપૂર્ણ શૈલીથી કીર્તન આરાધના કરી દાદાને પ્રસન્ન કરવામાં આવશે. ભક્તો પોતાની ઉપસ્થિતિ દર્શાવી કીર્તન આરાધનાનો લાભ લઈ શકે છે રાજોપચાર પૂજન:- 01/04/2026, બુધવા,સમય : સવારે 07:30 કલાકે, સાળંગપુરધામના રાજાનું ઐતિહાસિક પૂજન રાજોપચાર પૂજનની વિશેષતા:- ૧૦૦૮ કીલો પુષ્પોથી શ્રી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થશે કિંગ ઓફ સાળંગપુર સમુહ આરતી, Light & Sound Show, Fireworks Show, 01 એપ્રિલ 2026, બુધવાર સમય : રાત્રે 08:00 કલાકે, સમુહ આરતીની દિવ્યતા:- કિંગ ઓફ સાળંગપુર ખાતે ભવ્ય Light and Sound Show ઉજવાશે હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે. ઐતિહાસિક આતશબાજીથી કિંગ ઓફ સાળંગપુરનું સ્વાગત કરવામાં આવશે સત્સંગ લોકડાયરો:- LIVE IN SALANGPUR, 01 એપ્રિલ 2026, બુધવાર, સમય : રાત્રે 09:00 કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લોક ડાયરો શ્રી હનુમાન જયંતી :-02 એપ્રિલ 2026, ગુરુવાર મંગળા આરતી,સમય : સવારે 05:00 કલાકે,આતશબાજીથી શ્રી કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવશે શણગાર આરતી :સમય : સવારે 07:00 કલાકે,શ્રી કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપશે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ:-શ્રી હનુમાન જયંતી, સમય : સવારે 07:30 કલાકે,1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠશે વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ:-02/04/2026, ગુરુવાર,સમય : સવારે 07:00 કલાકે, યજ્ઞની ધુમ્રસેરમાં પવિત્રતા અને વૈદિક મંત્રોની ઉર્જાનો સંચાર થશે 1000થી વધારે ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે મહા અન્નકૂટ, 02 એપ્રિલ 2026, ગુરુવાર,સમય : બપોરે 11:00 કલાકે શ્રી કષ્ટભંજન દેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવશે મહા અન્નક્ષેત્ર:-,સમય : બપોરે 10:00 કલાકે,દર્શને આવનાર દરેક ભક્તો માટે મહા અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ મળશે મહા સંધ્યા આરતી:- 02 એપ્રિલ 2026, ગુરુવાર, સાંજે 07:00 કલાકે,શ્રીકષ્ટભંજનદેવની સંતો - ભક્તો એવં તાસા ગ્રુપ નાસિક ઢોલ તથા હજારો દિવડાઓથી અને ભવ્ય આતશબાજી દ્વારા સામુહિક આરતી કરવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી  વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી  “શ્રી હનુમાન જયંતી” કૃતજ્ઞતાનો મહામહોત્સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ  મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન  તા.01 થી 02 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવેલ છે ગુજરાતની સૌથી ભવ્ય શ્રીહનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમુહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં 29 માર્ચથી જ કીર્તન આરાધનાના સૂર રેલાઈ રહ્યા છે જ્યારે મુખ્ય બે દિવસના મહોત્સવમાં હાઈટેક લાઈટ એન્ડ સાઉન્ડ શો, આતશબાજી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે, હનુમાન જયંતીની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર હનુમાનજી ખાતે આવશે. આ માટે મંદિર દ્વારા ભક્તોને કોઈ અગવડતા ના પડે એ માટે સુવિધા પૂરી પાડવા તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ ભક્તોને રહેવા જમવા માટે 2000થી વધુ રૂમની વ્યવસ્થા છે. તો મંદિર પરિસરની પાછળ અને શ્રી ગોપાળાનંદ યાત્રિક ભવન સિવાય અન્ય બે મોટા પ્લોટમાં 10 હજાર ફોરવ્હીલ અને 5 હજારથી વધુ ટુવ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે “શ્રી હનુમાન જયંતી”એ દાદાને 8 કિલો સોનાના પ્યોર સ્ટોનના જડતરવાળા વાઘા પહેરાવાશે શ્રી હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામ ખાતે શ્રીહનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા છે. આ વાઘાને તૈયાર કરવામાં 100 જેટલા સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત 1050 કલાક લાગ્યા હતા. પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડવામાં આવ્યા છે. સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં 3ડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજિત “શ્રી હનુમાન જયંતી મહામહોત્સવ 01-02 એપ્રિલ – 2026 અંતર્ગત 
કીર્તન આરાધના:- 29,30, 31 માર્ચ 2026, દરરોજ રાત્રે 7.30થી 9.00 યોજાય છે. જેમાં વિદ્વાન સંગીતના ઉપાસકો દ્વારા શ્રી હનુમાનજી મહારાજને ભાવપૂર્ણ શૈલીથી કીર્તન આરાધના કરી દાદાને પ્રસન્ન કરવામાં આવશે. ભક્તો પોતાની ઉપસ્થિતિ દર્શાવી કીર્તન આરાધનાનો લાભ લઈ શકે છે રાજોપચાર પૂજન:- 01/04/2026, બુધવા,સમય : સવારે 07:30 કલાકે, સાળંગપુરધામના રાજાનું ઐતિહાસિક પૂજન
રાજોપચાર પૂજનની વિશેષતા:- ૧૦૦૮ કીલો પુષ્પોથી શ્રી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક
પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થશે કિંગ ઓફ સાળંગપુર સમુહ આરતી, Light & Sound Show, Fireworks Show, 01 એપ્રિલ 2026, બુધવાર સમય : રાત્રે 08:00 કલાકે, સમુહ આરતીની દિવ્યતા:- કિંગ ઓફ સાળંગપુર ખાતે ભવ્ય Light and Sound Show ઉજવાશે હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે.
ઐતિહાસિક આતશબાજીથી કિંગ ઓફ સાળંગપુરનું સ્વાગત કરવામાં આવશે સત્સંગ લોકડાયરો:- LIVE IN SALANGPUR, 01 એપ્રિલ 2026, બુધવાર, સમય : રાત્રે 09:00 કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લોક ડાયરો શ્રી હનુમાન જયંતી :-02 એપ્રિલ 2026, ગુરુવાર
મંગળા આરતી,સમય : સવારે 05:00 કલાકે,આતશબાજીથી શ્રી કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવશે શણગાર આરતી :સમય : સવારે 07:00 કલાકે,શ્રી કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપશે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ:-શ્રી હનુમાન જયંતી, સમય : સવારે 07:30 કલાકે,1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠશે વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ:-02/04/2026, ગુરુવાર,સમય : સવારે 07:00 કલાકે, યજ્ઞની ધુમ્રસેરમાં પવિત્રતા અને વૈદિક મંત્રોની ઉર્જાનો સંચાર થશે 1000થી વધારે ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે મહા અન્નકૂટ, 02 એપ્રિલ 2026, ગુરુવાર,સમય : બપોરે 11:00 કલાકે શ્રી કષ્ટભંજન દેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવશે મહા અન્નક્ષેત્ર:-,સમય : બપોરે 10:00 કલાકે,દર્શને આવનાર દરેક ભક્તો માટે મહા અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ મળશે મહા સંધ્યા આરતી:- 02 એપ્રિલ 2026, ગુરુવાર, સાંજે 07:00 કલાકે,શ્રીકષ્ટભંજનદેવની સંતો - ભક્તો એવં તાસા ગ્રુપ નાસિક ઢોલ તથા હજારો દિવડાઓથી અને ભવ્ય આતશબાજી દ્વારા સામુહિક આરતી કરવામાં આવશે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    14 min ago
  • આજરોજ બોટાદ શહેરમાં જૈન લોકોનો મોટો તહેવાર એટલે મહાવીર જન્મ કલ્યાણક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાની રથયાત્રા કાઢવામાં આવી હતી જે રથયાત્રા વિવિધ માર્ગો પર ફરી હતી સહકાર નગર જૈન દેરાસર થી નીકળી ઝવેરી જીન પરાના જૈન દેરાસર ટાવર રોડ લીમડા ચોક અને અંબાજી ચોક આદિનાથ ભગવાન જૈન દેરાસર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આ રથયાત્રા કાઢવામાં આવી હતી આ રથયાત્રામાં ઘણા બધા સ્કોટ હતા નાસિક બેન્ડ ભવ્ય જન્મ વાંચન કરવામાં આવ્યું હતું કાર્ટુન ભગવાનનો સિંહાસન તથા બાળકો દ્વારા સાયકલ અને સ્કેટિંગ પણ રાખવામાં આવ્યું હતું આ રથયાત્રામાં સાવ અને સાવિકાઓ ભાવપૂર્વક જોડાણા હતા અને લોકોએ ધન્યતા અનુભવી હતી અને રસ્તામાં શરબત અને પાણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. મહાવીર સ્વામી જૈન દેરાસર ખાતે લાભાર્થી પરિવાર દ્વારા ભગવાનના વધામણા કરવામાં આવ્યા હતા
    1
    આજરોજ બોટાદ શહેરમાં જૈન લોકોનો મોટો તહેવાર એટલે મહાવીર જન્મ કલ્યાણક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાની રથયાત્રા કાઢવામાં આવી હતી જે રથયાત્રા વિવિધ માર્ગો પર ફરી હતી સહકાર નગર જૈન દેરાસર થી નીકળી ઝવેરી જીન પરાના જૈન દેરાસર ટાવર રોડ લીમડા ચોક અને અંબાજી ચોક આદિનાથ ભગવાન જૈન દેરાસર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી સાધુ ભગવંતો  અને સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આ રથયાત્રા કાઢવામાં આવી હતી આ રથયાત્રામાં ઘણા બધા સ્કોટ હતા નાસિક બેન્ડ ભવ્ય જન્મ વાંચન કરવામાં આવ્યું હતું કાર્ટુન ભગવાનનો સિંહાસન તથા બાળકો દ્વારા સાયકલ અને  સ્કેટિંગ પણ રાખવામાં આવ્યું હતું  આ રથયાત્રામાં સાવ અને સાવિકાઓ ભાવપૂર્વક જોડાણા હતા અને લોકોએ ધન્યતા અનુભવી હતી અને રસ્તામાં શરબત અને પાણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. મહાવીર સ્વામી જૈન દેરાસર ખાતે લાભાર્થી પરિવાર દ્વારા ભગવાનના વધામણા કરવામાં આવ્યા હતા
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના છસિયાણા ગામના વાતની રૂપસંગભાઈ ટિમ્બલ અને તલાટી સાથે વિવાદ. મકાન ની આકારણી ને લઈને સર્જાયી વિવાદ.
    1
    અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના છસિયાણા ગામના વાતની રૂપસંગભાઈ ટિમ્બલ અને તલાટી સાથે વિવાદ.
મકાન ની આકારણી ને લઈને સર્જાયી વિવાદ.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • Post by Thakor sahab Asana
    1
    Post by Thakor sahab Asana
    user_Thakor sahab Asana
    Thakor sahab Asana
    Bhabhar, Banas Kantha•
    14 min ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.