રાધનપુરમાં નીલકંઠ સોસાયટી ખાતે ગણપતિ બાપાની ભક્તિભાવપૂર્વક સ્થાપના: રામાનંદી સાધુ પરિવાર દ્વારા ગણપતિ સ્થાપના રાધનપુરમાં નીલકંઠ સોસાયટી ખાતે ગણપતિ બાપાની ભક્તિભાવપૂર્વક સ્થાપના રામાનંદી સાધુ પરિવાર દ્વારા ગણપતિ સ્થાપના, પૂજા-આરતી પૂજા કરવામાં આવી સમગ્ર ગુજરાતમાં ગણેશોત્સવની ધામધૂમભેર ઉજવણીનો પ્રારંભ થયો છે ત્યારે રાધનપુર શહેરમાં પણ વિવિધ સોસાયટીઓ અને વિસ્તારોમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી રહી છે. રાધનપુરના મસાલી રોડ ઉપર આવેલી નીલકંઠ સોસાયટી ખાતે રામાનંદ પરિવાર દ્વારા ગણપતિ બાપાની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. રામાનંદી સાધુ પરિવારના લાલદાસ બાપુ તેમજ નરેશભાઈ, દિનેશભાઈ અને અશ્વિનભાઈ સાધુ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતિ બાપાની આરતી તથા પૂજા કરી ધાર્મિક માહોલ વચ્ચે સ્થાપના વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. ગણપતિ બાપાની સ્થાપના સમયે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સોસાયટીમાં “ગણપતિ બાપા મોરિયા”ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રામાનંદ પરિવાર દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગણપતિ બાપાની નિયમિત પૂજા, આરતી અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે. પાંચ દિવસ પૂર્ણ થયા બાદ વિધિવત્ પૂજા-આરતી કરીને ગણપતિ બાપાને વિસર્જન માટે બનાસ નદી ખાતે લઈ જવામાં આવશે. ગણેશોત્સવના પર્વને લઈને નીલકંઠ સોસાયટીના રહેવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પાંચ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપાની આરાધના કરવામાં આવશે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
રાધનપુરમાં નીલકંઠ સોસાયટી ખાતે ગણપતિ બાપાની ભક્તિભાવપૂર્વક સ્થાપના: રામાનંદી સાધુ પરિવાર દ્વારા ગણપતિ સ્થાપના રાધનપુરમાં નીલકંઠ સોસાયટી ખાતે ગણપતિ બાપાની ભક્તિભાવપૂર્વક સ્થાપના રામાનંદી સાધુ પરિવાર દ્વારા ગણપતિ સ્થાપના, પૂજા-આરતી પૂજા કરવામાં આવી સમગ્ર ગુજરાતમાં ગણેશોત્સવની ધામધૂમભેર ઉજવણીનો પ્રારંભ થયો છે ત્યારે રાધનપુર શહેરમાં પણ વિવિધ સોસાયટીઓ અને વિસ્તારોમાં ગણપતિ બાપાની સ્થાપના
કરવામાં આવી રહી છે. રાધનપુરના મસાલી રોડ ઉપર આવેલી નીલકંઠ સોસાયટી ખાતે રામાનંદ પરિવાર દ્વારા ગણપતિ બાપાની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. રામાનંદી સાધુ પરિવારના લાલદાસ બાપુ તેમજ નરેશભાઈ, દિનેશભાઈ અને અશ્વિનભાઈ સાધુ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને
ગણપતિ બાપાની આરતી તથા પૂજા કરી ધાર્મિક માહોલ વચ્ચે સ્થાપના વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. ગણપતિ બાપાની સ્થાપના સમયે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સોસાયટીમાં “ગણપતિ બાપા મોરિયા”ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રામાનંદ પરિવાર દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગણપતિ બાપાની નિયમિત પૂજા, આરતી અને ધાર્મિક
કાર્યક્રમો કરવામાં આવશે. પાંચ દિવસ પૂર્ણ થયા બાદ વિધિવત્ પૂજા-આરતી કરીને ગણપતિ બાપાને વિસર્જન માટે બનાસ નદી ખાતે લઈ જવામાં આવશે. ગણેશોત્સવના પર્વને લઈને નીલકંઠ સોસાયટીના રહેવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પાંચ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપાની આરાધના કરવામાં આવશે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
- સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, આશરે 50થી વધુ દબાણો દૂર કરાયા સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, 50થી વધુ દબાણો દૂર કરાયા નોટિસ બાદ પણ દબાણો યથાવત રહેતાં પંચાયતની કડક કાર્યવાહી, ચા-હોટલથી પાનના ગલ્લા અને શેડ સુધીનો સફાયો સમી શહેરમાં જાહેર માર્ગો પર વધતા ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમી બસ સ્ટેન્ડની બહાર લાંબા સમયથી ઉભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે પંચાયતની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બસ સ્ટેન્ડની દિવાલ પાસે તેમજ સામેના ભાગમાં આવેલા 50થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સમી બસ સ્ટેન્ડની આસપાસ ચાની હોટલો, પાન પાર્લર, પકોડી-નાસ્તાની લારીઓ ઉપરાંત લાકડા અને ટીનના શેડ બનાવીને અનેક ગલ્લાઓ ઊભા કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગ અને બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં આ પ્રકારના દબાણોના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને બસોની અવરજવર દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક તંત્ર સમક્ષ દબાણો દૂર કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા અગાઉ દબાણકારો અને વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક સ્થળોએ દબાણો યથાવત રહેતા આખરે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી પંચાયત અને તંત્રની ટીમે જેસીબી તથા બુલડોઝરની મદદથી જાહેર માર્ગને અડચણરૂપ બનેલા દબાણો દૂર કર્યા હતા. ચાની હોટલો, પાનના ગલ્લા, પકોડીની લારીઓ તેમજ લાકડા અને ટીનના શેડ સહિતના દબાણો હટાવવામાં આવતા બસ સ્ટેન્ડ આસપાસનો રસ્તો ખુલ્લો થયો હતો. તંત્રની આ કાર્યવાહીથી લાંબા સમયથી દબાણ કરીને બેઠેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તંત્રના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડની દિવાલ પાસે તથા સામેના ભાગમાં કુલ 50થી વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાહેર માર્ગો અને મુસાફરોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ, બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારો તથા અન્ય જાહેર સ્થળો પર ફરીથી દબાણ ઊભું કરવામાં આવશે તો આગામી દિવસોમાં પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ છે કે બસ સ્ટેન્ડની આસપાસ ફરીથી દબાણો ઊભા ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ અને કાયમી વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- પાટણ : રાધનપુર મેમદવાદ ગામે ગણપતિ બાપાની ભવ્ય સ્થાપના, સમગ્ર ગામ બન્યું ભક્તિમય1
- સમીમાં તંત્રનું બુલડોઝર ફર્યું: બસ સ્ટેન્ડ બહારના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા સ્થાનિક તંત્ર દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમી બસ સ્ટેન્ડની બહાર ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સમી બસ સ્ટેન્ડની બહારના ભાગમાં ચાની હોટલો, પાન પાર્લર, પકોડીની લારીઓ તેમજ લાકડાના અનેટીન શેડના ગલ્લાઓ મોટા પ્રમાણમાં દબાણ કરીને ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હતી અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે નાગરિકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદે દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ પ્રકારની સઘન અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.1
- વિખવાદ - બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પરેગી નું રાજીનામું રાજકારણ ગરમાયું અપડેટ.. વાવ થરાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેના વિવાદ વચ્ચે એક રાજીનામું બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિતભાઈ પરેગીએ આપ્યું રાજીનામું.. બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું.. રાજીનામામાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતનું અપમાન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ.. પક્ષના વરિષ્ઠ નેતાઓના સન્માન અને કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખી જવાબદારી ચાલુ રાખવી યોગ્ય ન હોવાનું જણાવ્યું.. બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે યુથ કોંગ્રેસ પ્રમુખના રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો.. પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ને રાજીનામું સ્વીકારવા નો લેટર થયો વાયરલ2
- દિયોદરમાં રઘુવંશી લોહાણા પરિવારનો ભવ્ય ગણેશોત્સવ ગણપતિ બાપાની શોભાયાત્રા, સમૂહ આરતી, અન્નકૂટ-ભોજન પ્રસાદ અને રાસ-ગરબાથી જલારામ મંદિર બન્યું ભક્તિમય દિયોદર: દિયોદર ખાતે રઘુવંશી લોહાણા પરિવાર દ્વારા ગણેશ ચતુર્થીના પાવન પર્વની ભક્તિ, શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જલારામ મંદિર ખાતે યોજાયેલા આ સુંદર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમગ્ર રઘુવંશી લોહાણા પરિવાર ઉત્સાહભેર જોડાયો હતો. ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રા દરમિયાન ગણપતિ બાપાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પરિવારજનો અને ભક્તોએ શ્રદ્ધા તથા આનંદ સાથે શોભાયાત્રામાં ભાગ લઈ ગણેશજી પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. જલારામ મંદિર ખાતે સમૂહ આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શેષનાગ દ્વારા ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી હતી, ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત સૌ ભક્તોએ એકસાથે આરતીમાં જોડાઈ ગણપતિ બાપાને નમન કરી પરિવાર અને સમાજના સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવને વધુ ઉત્સાહ અને આનંદમય બનાવવા માટે અન્નકૂટ તથા ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પરિવારજનો અને ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. અન્નકૂટની પરંપરા દ્વારા ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા અને ભક્તિભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાસ-ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી રઘુવંશી પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંગીતના તાલે ગરબે ઘૂમતા પરિવારજનો સાથે સમગ્ર જલારામ મંદિર પરિસર આનંદ, ઉલ્લાસ અને ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ સમગ્ર ગણેશોત્સવ દરમિયાન રઘુવંશી લોહાણા પરિવારની એકતા, ભાઈચારો, સંસ્કાર અને ધાર્મિક ભાવનાનું સુંદર દર્શન જોવા મળ્યું હતું. ધાર્મિક આસ્થા સાથે પરિવારના સૌ સભ્યોને એકસાથે જોડતું આ આયોજન સૌ માટે યાદગાર બની રહ્યું હતું. ગણેશોત્સવના આ સુંદર અને સફળ આયોજન બદલ સંપૂર્ણ રઘુવંશી લોહાણા પરિવારે આયોજકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે આવા ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માત્ર ઉત્સવ પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર, સ્નેહ અને પરસ્પર ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. “ગણપતિ બાપા સૌના જીવનમાંથી વિઘ્નો દૂર કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદથી સૌના જીવનને ભરપૂર કરે” તેવી ભાવપૂર્ણ પ્રાર્થના સાથે સમગ્ર રઘુવંશી લોહાણા પરિવારે ગણેશ ચતુર્થીનો પાવન ઉત્સવ અવિસ્મરણીય ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવ્યો હતો.2
- સાંતલપુર ખીમેશ્વર ગૌશાળા ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન યોજાયું ગૌ રક્ષા માટે ત્રણ મુખ્ય માંગણીઓ બુલંદ — સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ કરવા ગૌભક્તોની માંગ સાંતલપુર, પાટણ: સાંતલપુર સ્થિત શ્રી ખીમેશ્વર ગૌશાળા ખાતે આજે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ગૌ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગૌભક્તો, સંતો-મહંતો, ગૌ સેવકો તેમજ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહી ગૌમાતાની રક્ષા અને સંરક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં ગૌમાતાની રક્ષા, ગૌસેવા અને ગૌસંવર્ધન માટે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. ગૌભક્તોની ત્રણ મુખ્ય માંગણીઓ 1. સમગ્ર ભારતમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે દેશના તમામ રાજ્યોમાં ગૌહત્યા પર સંપૂર્ણ અને કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે તેમજ ગૌમાતાના રક્ષણ માટે અસરકારક કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવે. 2. ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’નું સન્માન આપવામાં આવે ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને કૃષિ આધારિત જીવનવ્યવસ્થામાં ગૌમાતાનું વિશેષ સ્થાન હોવાનું જણાવી ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’ તરીકે સન્માન આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. 3. કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરી કેન્દ્રીય કાયદો બનાવવામાં આવે ગૌમાતાની સેવા, રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારના સ્તરે અલગ કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરવામાં આવે અને સમગ્ર દેશમાં એકસમાન કેન્દ્રીય કાયદો લાગુ કરવામાં આવે તેવી માંગ ગૌભક્તોએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગૌ સેવકો અને ગૌભક્તોએ ગૌમાતાની સેવા અને રક્ષણ માટે જનજાગૃતિ વધારવા તેમજ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મજબૂત રીતે રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. “ગૌહત્યા બંધ થાય, ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન મળે અને ગૌસેવા માટે કેન્દ્રીય વ્યવસ્થા ઊભી થાય” તેવી ત્રણ મુખ્ય માંગણીઓ સાથે સાંતલપુરથી ગૌ સન્માન આહ્વાનનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર — બલદેવ મકવાણા4
- થરાદ રિક્ષા ચાલક એસોસિયેશન ના પ્રમુખ ભુરપુરી ગૌસ્વામી નુ મોટું નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- વડનગરથી વારાણસી જતી બાઇક રેલીનું બાસ્પામાં ભવ્ય સ્વાગત: ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત સેવા-સન્માન કાર્યક્રમ યોજાયો વડનગરથી વારાણસી જતી બાઇક રેલીનું બાસ્પામાં ભવ્ય સ્વાગત ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત સેવા-સન્માન કાર્યક્રમ યોજાયો, જરૂરિયાતમંદોને સહાય કીટ અને નાગરિકો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો સમી : ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત વડનગરથી વારાણસી સુધી નીકળેલી વિશાળ બાઇક રેલીનું પાટણ જિલ્લામાં આગમન થતાં સમી તાલુકાના બાસ્પા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાસ્પા સ્થિત મહર્ષિ દયાનંદ કોલેજ ખાતે યોજાયેલા સ્વાગત અને સેવા-સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા બાઇક રાઇડર્સ, કાર્યકર્તાઓ, સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા તેમજ રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જાહેર જીવન અને શાસનકાળ દરમિયાન થયેલા જનકલ્યાણ, સુશાસન તથા રાષ્ટ્રનિર્માણના કાર્યો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સાથે જ યુવાનો અને કાર્યકર્તાઓને સંબોધીને ‘સેવા સંકલ્પ અભિયાન’ના ઉદ્દેશ્યો અને સેવા પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્થાનિક નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક નિદાન સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. વડનગરથી શરૂ થયેલી બાઇક રેલીમાં જોડાયેલા યુવા રાઇડર્સ બાસ્પા પહોંચતા સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઇક રેલીના આગમનથી સમગ્ર કાર્યક્રમ સ્થળે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ‘ભારત માતા કી જય’ સહિતના દેશભક્તિના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સેવા, સન્માન અને જનસંપર્કને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં રેલીના સહભાગીઓ તથા સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાસ્પા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ બાદ બાઇક રેલી વારાણસી તરફના આગામી પ્રવાસ માટે આગળ વધી હતી. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4