logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના નેતૃત્વમાં અંબાજીમાં નારી શક્તિના હસ્તે મોહનથાળ પ્રસાદ બનાવવાની શરૂઆત કરાઈ *અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬* ___________ *જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના નેતૃત્વમાં અંબાજીમાં નારી શક્તિના હસ્તે મોહનથાળ પ્રસાદ બનાવવાની શરૂઆત કરાઈ* ___________ *મહા મેળા પૂર્વે મોહનથાળ પ્રસાદ નિર્માણનો શુભારંભ:શુદ્ધતા અને સ્વચ્છતા સાથે પ્રસાદના ૪૦ લાખ પેકેટ બનાવવાનું લક્ષ્ય* ___________ *અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા અર્થે ૧૦૦૦ ઘાણ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનશે* ___________ (માહિતી બ્યુરો, પાલનપુર) સમાચાર સંખ્યા:- ૫૪૮/૩૬ શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૨૦ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળા- ૨૦૨૬ને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત સહિત દેશભરમાંથી ૩૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓમાં માતાજીના પ્રિય મોહનથાળ પ્રસાદનું વિશેષ મહત્વ રહેલું છે. યાત્રાળુઓને પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ પ્રસાદ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રસાદને લઈને તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. મેળાના સુચારૂ આયોજન માટે તંત્ર દ્વારા અલગ-અલગ ૨૮ સમિતિઓની રચના કરવામાં આવી છે. મેળાના પ્રારંભ પૂર્વે આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસમાં વિશેષ ડોમ બનાવીને સ્વચ્છતાપૂર્ણ વાતાવરણમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોમ-હવન કરીને નિર્વિઘ્ને અને શુદ્ધતાપૂર્વક પ્રસાદ નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું. આ વર્ષે પ્રસાદ નિર્માણનો પ્રારંભ 'નારી શક્તિ'ના હસ્તે કરાવવામાં આવ્યો હતો, જેમાં ડીએફઓશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના મહિલા અધિકારીઓ અને અંબાજીના મહિલા સફાઈ યોદ્ધાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહામેળા દરમિયાન અંદાજે ૪૦ લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેના માટે આખા મેળા દરમિયાન ૧૦૦૦ જેટલા ઘાણ વપરાશે. મોહનથાળના એક ઘાણમાં ૧૦૦ કિલો ખાંડ, ૨૦૦ કિલો બેસન (ચણાનો લોટ), ૭૬.૫ કિલોથી વધુ શુદ્ધ દેશી ઘી અને ૨૦૦ ગ્રામ ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રસાદ લાંબા સમય સુધી સારો અને ગુણવત્તાયુક્ત ટકી રહે તે માટે તેમાં દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ઘીનો વિશેષ ઉપયોગ કરી તેની શુદ્ધતા અકબંધ રાખવામાં આવે છે. પ્રસાદની ગુણવત્તા, સ્વચ્છતા અને સુરક્ષા બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને વહીવટદારશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત પ્રસાદ નિર્માણ કાર્ય પર વોચ રાખી રહ્યા છે. આ ઉપરાંત, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સમયાંતરે પ્રસાદના સેમ્પલ લઈને તેની શુદ્ધતા ચકાસવામાં આવી રહી છે. પ્રસાદ નિર્માણ સ્થળે સુરક્ષાકર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ અડચણ વિના શ્રદ્ધાળુઓને ઉચ્ચ ગુણવત્તાવાળો પ્રસાદ મળી રહે. *** *બોક્સ* સફાઈ યોદ્ધા પિન્કીબેન સોલંકીએ પોતાની જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમ મહામેળા પૂર્વે આજે યોજાયેલા હોમ-હવન અને મોહનથાળ પ્રસાદ નિર્માણના શુભારંભમાં સફાઈ કામદાર બહેનોને સહભાગી બનાવી આગળ રાખવામાં આવ્યા તે અમારા સૌ માટે અત્યંત ગૌરવ અને હર્ષની ક્ષણ છે. માઁ અંબાના આશીર્વાદ સાથે લાખો શ્રદ્ધાળુઓ માટે બનનારા પવિત્ર પ્રસાદ સેવાનો આવો ઉત્તમ અવસર માટે અમે સહભાગી બન્યા તે આનંદની બાબત છે. આ પાવન કાર્યમાં અમને અગ્રેસર રાખી અમારું બહુમાન કરવા બદલ અમે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને સમગ્ર વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ તેમજ સમગ્ર મેળા દરમિયાન પૂરી નિષ્ઠા, શુદ્ધતા અને સ્વચ્છતા સાથે માઈભક્તોની સેવા કરવા કટિબદ્ધ છીએ.

1 day ago
user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
Suigam, Banas Kantha•

More news from ગુજરાત and nearby areas
  • BJP,,,,,,,,, BJP,,,,,,,, BJP,,,,,, BJP,,,,,, BJP,,,, BJP,,,,
    1
    BJP,,,,,,,,, BJP,,,,,,,, BJP,,,,,, BJP,,,,,, BJP,,,, BJP,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • થરાદ રિક્ષા ચાલક એસોસિયેશન ના પ્રમુખ ભુરપુરી ગૌસ્વામી નુ મોટું નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    થરાદ રિક્ષા ચાલક એસોસિયેશન ના પ્રમુખ ભુરપુરી ગૌસ્વામી નુ મોટું નિવેદન. 
અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • થરાદમાં રીક્ષા ચાલકો એકજૂથ! સંગઠનને મજબૂત બનાવવા એસોસિએશનની મહત્વની બેઠક યોજાઈ.... થરાદમાં રીક્ષા ચાલકો એકજૂથ! સંગઠનને મજબૂત બનાવવા એસોસિએશનની મહત્વની બેઠક યોજાઈ....
    1
    થરાદમાં રીક્ષા ચાલકો એકજૂથ! સંગઠનને મજબૂત બનાવવા એસોસિએશનની મહત્વની બેઠક યોજાઈ....
થરાદમાં રીક્ષા ચાલકો એકજૂથ! સંગઠનને મજબૂત બનાવવા એસોસિએશનની મહત્વની બેઠક યોજાઈ....
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • વિખવાદ - બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પરેગી નું રાજીનામું રાજકારણ ગરમાયું અપડેટ.. વાવ થરાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેના વિવાદ વચ્ચે એક રાજીનામું બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિતભાઈ પરેગીએ આપ્યું રાજીનામું.. બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું.. રાજીનામામાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતનું અપમાન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ.. પક્ષના વરિષ્ઠ નેતાઓના સન્માન અને કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખી જવાબદારી ચાલુ રાખવી યોગ્ય ન હોવાનું જણાવ્યું.. બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે યુથ કોંગ્રેસ પ્રમુખના રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો.. પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ને રાજીનામું સ્વીકારવા નો લેટર થયો વાયરલ
    2
    વિખવાદ - બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પરેગી નું રાજીનામું રાજકારણ ગરમાયું
અપડેટ.. વાવ થરાદ
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેના વિવાદ વચ્ચે એક રાજીનામું
બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિતભાઈ પરેગીએ આપ્યું રાજીનામું..
બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું..
રાજીનામામાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતનું અપમાન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ..
પક્ષના વરિષ્ઠ નેતાઓના સન્માન અને કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખી જવાબદારી ચાલુ રાખવી યોગ્ય ન હોવાનું જણાવ્યું..
બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે યુથ કોંગ્રેસ પ્રમુખના રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો..
પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ને રાજીનામું સ્વીકારવા નો લેટર થયો વાયરલ
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
  • સાંતલપુર ખીમેશ્વર ગૌશાળા ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન યોજાયું ગૌ રક્ષા માટે ત્રણ મુખ્ય માંગણીઓ બુલંદ — સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ કરવા ગૌભક્તોની માંગ સાંતલપુર, પાટણ: સાંતલપુર સ્થિત શ્રી ખીમેશ્વર ગૌશાળા ખાતે આજે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ગૌ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગૌભક્તો, સંતો-મહંતો, ગૌ સેવકો તેમજ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહી ગૌમાતાની રક્ષા અને સંરક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં ગૌમાતાની રક્ષા, ગૌસેવા અને ગૌસંવર્ધન માટે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. ગૌભક્તોની ત્રણ મુખ્ય માંગણીઓ 1. સમગ્ર ભારતમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે દેશના તમામ રાજ્યોમાં ગૌહત્યા પર સંપૂર્ણ અને કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે તેમજ ગૌમાતાના રક્ષણ માટે અસરકારક કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવે. 2. ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’નું સન્માન આપવામાં આવે ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને કૃષિ આધારિત જીવનવ્યવસ્થામાં ગૌમાતાનું વિશેષ સ્થાન હોવાનું જણાવી ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’ તરીકે સન્માન આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. 3. કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરી કેન્દ્રીય કાયદો બનાવવામાં આવે ગૌમાતાની સેવા, રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારના સ્તરે અલગ કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરવામાં આવે અને સમગ્ર દેશમાં એકસમાન કેન્દ્રીય કાયદો લાગુ કરવામાં આવે તેવી માંગ ગૌભક્તોએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગૌ સેવકો અને ગૌભક્તોએ ગૌમાતાની સેવા અને રક્ષણ માટે જનજાગૃતિ વધારવા તેમજ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મજબૂત રીતે રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. “ગૌહત્યા બંધ થાય, ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન મળે અને ગૌસેવા માટે કેન્દ્રીય વ્યવસ્થા ઊભી થાય” તેવી ત્રણ મુખ્ય માંગણીઓ સાથે સાંતલપુરથી ગૌ સન્માન આહ્વાનનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર — બલદેવ મકવાણા
    4
    સાંતલપુર ખીમેશ્વર ગૌશાળા ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન યોજાયું
ગૌ રક્ષા માટે ત્રણ મુખ્ય માંગણીઓ બુલંદ — સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ કરવા ગૌભક્તોની માંગ
સાંતલપુર, પાટણ:
સાંતલપુર સ્થિત શ્રી ખીમેશ્વર ગૌશાળા ખાતે આજે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ગૌ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગૌભક્તો, સંતો-મહંતો, ગૌ સેવકો તેમજ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહી ગૌમાતાની રક્ષા અને સંરક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં ગૌમાતાની રક્ષા, ગૌસેવા અને ગૌસંવર્ધન માટે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.
ગૌભક્તોની ત્રણ મુખ્ય માંગણીઓ
1. સમગ્ર ભારતમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે
દેશના તમામ રાજ્યોમાં ગૌહત્યા પર સંપૂર્ણ અને કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે તેમજ ગૌમાતાના રક્ષણ માટે અસરકારક કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવે.
2. ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’નું સન્માન આપવામાં આવે
ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને કૃષિ આધારિત જીવનવ્યવસ્થામાં ગૌમાતાનું વિશેષ સ્થાન હોવાનું જણાવી ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’ તરીકે સન્માન આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.
3. કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરી કેન્દ્રીય કાયદો બનાવવામાં આવે
ગૌમાતાની સેવા, રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારના સ્તરે અલગ કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરવામાં આવે અને સમગ્ર દેશમાં એકસમાન કેન્દ્રીય કાયદો લાગુ કરવામાં આવે તેવી માંગ ગૌભક્તોએ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગૌ સેવકો અને ગૌભક્તોએ ગૌમાતાની સેવા અને રક્ષણ માટે જનજાગૃતિ વધારવા તેમજ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મજબૂત રીતે રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
“ગૌહત્યા બંધ થાય, ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન મળે અને ગૌસેવા માટે કેન્દ્રીય વ્યવસ્થા ઊભી થાય” તેવી ત્રણ મુખ્ય માંગણીઓ સાથે સાંતલપુરથી ગૌ સન્માન આહ્વાનનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર — બલદેવ મકવાણા
    user_Santalpur
    Santalpur
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    14 hrs ago
  • સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, આશરે 50થી વધુ દબાણો દૂર કરાયા સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, 50થી વધુ દબાણો દૂર કરાયા નોટિસ બાદ પણ દબાણો યથાવત રહેતાં પંચાયતની કડક કાર્યવાહી, ચા-હોટલથી પાનના ગલ્લા અને શેડ સુધીનો સફાયો સમી શહેરમાં જાહેર માર્ગો પર વધતા ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમી બસ સ્ટેન્ડની બહાર લાંબા સમયથી ઉભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે પંચાયતની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બસ સ્ટેન્ડની દિવાલ પાસે તેમજ સામેના ભાગમાં આવેલા 50થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સમી બસ સ્ટેન્ડની આસપાસ ચાની હોટલો, પાન પાર્લર, પકોડી-નાસ્તાની લારીઓ ઉપરાંત લાકડા અને ટીનના શેડ બનાવીને અનેક ગલ્લાઓ ઊભા કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગ અને બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં આ પ્રકારના દબાણોના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને બસોની અવરજવર દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક તંત્ર સમક્ષ દબાણો દૂર કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા અગાઉ દબાણકારો અને વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક સ્થળોએ દબાણો યથાવત રહેતા આખરે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી પંચાયત અને તંત્રની ટીમે જેસીબી તથા બુલડોઝરની મદદથી જાહેર માર્ગને અડચણરૂપ બનેલા દબાણો દૂર કર્યા હતા. ચાની હોટલો, પાનના ગલ્લા, પકોડીની લારીઓ તેમજ લાકડા અને ટીનના શેડ સહિતના દબાણો હટાવવામાં આવતા બસ સ્ટેન્ડ આસપાસનો રસ્તો ખુલ્લો થયો હતો. તંત્રની આ કાર્યવાહીથી લાંબા સમયથી દબાણ કરીને બેઠેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તંત્રના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડની દિવાલ પાસે તથા સામેના ભાગમાં કુલ 50થી વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાહેર માર્ગો અને મુસાફરોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ, બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારો તથા અન્ય જાહેર સ્થળો પર ફરીથી દબાણ ઊભું કરવામાં આવશે તો આગામી દિવસોમાં પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ છે કે બસ સ્ટેન્ડની આસપાસ ફરીથી દબાણો ઊભા ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ અને કાયમી વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
    4
    સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, આશરે 50થી વધુ દબાણો દૂર કરાયા

સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, 50થી વધુ દબાણો દૂર કરાયા
નોટિસ બાદ પણ દબાણો યથાવત રહેતાં પંચાયતની કડક કાર્યવાહી, ચા-હોટલથી પાનના ગલ્લા અને શેડ સુધીનો સફાયો
સમી શહેરમાં જાહેર માર્ગો પર વધતા ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમી બસ સ્ટેન્ડની બહાર લાંબા સમયથી ઉભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે પંચાયતની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બસ સ્ટેન્ડની દિવાલ પાસે તેમજ સામેના ભાગમાં આવેલા 50થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ સમી બસ સ્ટેન્ડની આસપાસ ચાની હોટલો, પાન પાર્લર, પકોડી-નાસ્તાની લારીઓ ઉપરાંત લાકડા અને ટીનના શેડ બનાવીને અનેક ગલ્લાઓ ઊભા કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગ અને બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં આ પ્રકારના દબાણોના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને બસોની અવરજવર દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક તંત્ર સમક્ષ દબાણો દૂર કરવાની રજૂઆતો કરવામાં આવી હતી.
આ મામલે તંત્ર દ્વારા અગાઉ દબાણકારો અને વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક સ્થળોએ દબાણો યથાવત રહેતા આખરે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી પંચાયત અને તંત્રની ટીમે જેસીબી તથા બુલડોઝરની મદદથી જાહેર માર્ગને અડચણરૂપ બનેલા દબાણો દૂર કર્યા હતા. ચાની હોટલો, પાનના ગલ્લા, પકોડીની લારીઓ તેમજ લાકડા અને ટીનના શેડ સહિતના દબાણો હટાવવામાં આવતા બસ સ્ટેન્ડ આસપાસનો રસ્તો ખુલ્લો થયો હતો. તંત્રની આ કાર્યવાહીથી લાંબા સમયથી દબાણ કરીને બેઠેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
તંત્રના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડની દિવાલ પાસે તથા સામેના ભાગમાં કુલ 50થી વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાહેર માર્ગો અને મુસાફરોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી હતી.
સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ, બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારો તથા અન્ય જાહેર સ્થળો પર ફરીથી દબાણ ઊભું કરવામાં આવશે તો આગામી દિવસોમાં પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ છે કે બસ સ્ટેન્ડની આસપાસ ફરીથી દબાણો ઊભા ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ અને કાયમી વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    16 hrs ago
  • સમીમાં તંત્રનું બુલડોઝર ફર્યું: બસ સ્ટેન્ડ બહારના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા સ્થાનિક તંત્ર દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમી બસ સ્ટેન્ડની બહાર ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સમી બસ સ્ટેન્ડની બહારના ભાગમાં ચાની હોટલો, પાન પાર્લર, પકોડીની લારીઓ તેમજ લાકડાના અનેટીન શેડના ગલ્લાઓ મોટા પ્રમાણમાં દબાણ કરીને ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હતી અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે નાગરિકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદે દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ પ્રકારની સઘન અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.
    1
    સમીમાં તંત્રનું બુલડોઝર ફર્યું: બસ સ્ટેન્ડ બહારના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

સ્થાનિક તંત્ર દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમી બસ સ્ટેન્ડની બહાર  ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સમી બસ સ્ટેન્ડની બહારના ભાગમાં ચાની હોટલો, પાન પાર્લર, પકોડીની લારીઓ તેમજ લાકડાના અનેટીન શેડના ગલ્લાઓ મોટા પ્રમાણમાં દબાણ કરીને ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હતી અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
આ અંગે નાગરિકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદે દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ પ્રકારની સઘન અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.
    user_ઠાકોર દશરથભાઈ
    ઠાકોર દશરથભાઈ
    સામી, પાટણ, ગુજરાત•
    16 hrs ago
  • મોદીજી કોઈ થી ડરે?,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    1
    મોદીજી કોઈ થી ડરે?,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.