વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા કાર્યકાળ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન *નવસારી ઉનાઈ માતાજી મંદિરથી પ્રસ્થાન કરાયેલી બાઈક યાત્રા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે સ્વાગત કરાયું* **** *નાગરિકોની ઉપસ્થિતિમાં બાઈક યાત્રાનું સ્વાગત, વૃક્ષારોપણ અને કળશ જળ અર્પણ સહિતના કાર્યક્રમો યોજાયા* *** **કેબિનેટમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યમંત્રી જયરામભાઈ ગામીત, સાસંદ શ્રી મનસુખ વસાવા, ધારાસભ્ય શ્રી રીતેશ વસાવા, ગણપતભાઈ વસાવા, સહિતના મહાનુભાવોની યાત્રામાં પ્રેરક ઉપસ્થિતિ રહી** **** ભરૂચ - બુધવાર - વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા કાર્યકાળ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિમંત્રીશ્રી અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ માતાજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવાયેલી બાઈક યાત્રા આજરોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે પહોંચતાં તેનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ ડિમ્પલબેન રાજ, ધારાસભ્યશ્રી રીતેશ વસાવા, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા અગ્રણીશ્રી સહિતના આગેવાનોએ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય મંત્રીશ્રી જયરામ ગામીત અને ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાનું કંકુતિલક કરી સ્વાગત કર્યું હતુ. ત્યારબાદ આદિવાસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ નાગરિકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે. દેશમાં ૮૦ કરોડ લોકોને અનાજ, કરોડો લોકોને પોતાના ઘરો અને ૧૦ લાખ રૂપિયા સુધીનું ફ્રી ઇલાજ કવચ મળી રહ્યું છે. એક સમયે જે ભારતને 'ગરીબ દેશ' કહેવામાં આવતો હતો, આજે ૭.૭% ના જીડીપી ગ્રોથ સાથે રશિયા, જાપાન અને ચીન જેવા દેશોને પાછળ છોડીને વિશ્વની ચોથા નંબરની આર્થિક શક્તિ બનવા જઈ રહ્યો છે. પહેલાં આપણી સુરક્ષા માટે ૭૦% શસ્ત્રો વિદેશથી મંગાવવા પડતા, પણ આજે 'આત્મનિર્ભર ભારત' હેઠળ આપણે ૧૧૦ થી વધુ દેશોમાં હથિયારોની નિકાસ કરી રહ્યા છીએ. ૫૫૦ વર્ષ જૂનું સ્વપ્ન અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને પૂરું થયું, અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવીને ગરીબ તથા એસ.સી./એસ.ટી. સમાજને સરપંચથી લઈને વિધાનસભા સુધી અનામતનો અધિકાર અપાવ્યો છે. 'આયુષ્માન ભારત' યોજના થકી સરકારે દેશ અને રાજ્યના લાખો ગરીબ તેમજ જરૂરિયાતમંદ પરિવારજનોની સ્વાસ્થ્ય સેવાઓ ઘર આંગણે પહોચાડી છે. આજે આયુષ્માન કાર્ડના કવચને કારણે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ નિશ્ચિંત બનીને ઉત્તમ અને મફત સારવાર મેળવી રહ્યો છે. વધુમાં, શિક્ષણ, આરોગ્ય અને પોષણક્ષમ યોજનાઓએ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના નાગરિકોના જીવનમાં વ્યાપક અને સકારાત્મક બદલાવ લાવવાનું કામ કર્યું છે. આપણે સૌ સાથે મળીને કુપોષણમુક્ત અને સશક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ અને સેવાની આ જ્યોતને વધુ પ્રજ્વલિત રાખીએ એમ તેમણે જણાવ્યું હતું. આવો, આપણે સૌ સાથે મળીને સેવાકીય સંકલ્પો સાથે દેશના વિકાસમાં ભાગીદાર બનીએ! આ તકે, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી જયરામભાઈ ગામીત, ધારાસભ્યશ્રી ગણપતભાઈ વસાવા, સાસંદ શ્રી મનસુખ વસાવા, ધારાસભ્ય શ્રી રીતેશ વસાવા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ કલશમાં જળ અર્પણ કરી વૃક્ષારોપણની ઝુંબેશને આગળ ધપાવી હતી. ત્યારબાદ યાત્રા નેત્રંગ ખાતે પહોંચતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો અને સંગઠનના કાર્યકરો દ્વારા બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી સેવા સંકલ્પ કળશમાં પવિત્ર નીર અર્પણ કર્યું હતું. નોંધનીય છે કે, નવસારીથી પ્રારંભાયેલી આ બાઈક યાત્રા ભરુચ જિલ્લામાં જે-જે સ્થળેથી પસાર થઈ ત્યાં ફ્રી મેડિકલ કેમ્પ, ‘એક પેડ મા કે નામ’ વૃક્ષારોપણ, વિકાસરથ દ્વારા સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી તથા વિશિષ્ટ ફિલ્મ નિદર્શન દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યો અને જનકલ્યાણલક્ષી કામગીરીને જનજન સુધી પહોંચાડવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાઈ રહ્યું છે. ઉપરાંત, ઉનાઈ માતાજી મંદિરથી પ્રારંભ થયેલી આ બાઈક યાત્રા તાપી, સુરત, નર્મદા, વડોદરા અને અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આગામી તા. ૧૬મીના રોજ વડનગર ખાતે સમાપન પામશે. ભરૂચ જિલ્લામાં યાત્રાનો અંતિમ તબક્કે મોવી ગામ ખાતે રહ્યો હતો. અહીં પણ ઉપસ્થિત મહાનુભાવોએ કલશમાં જળ અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ બાઈક યાત્રા નિર્ધારિત કાર્યક્રમ મુજબ નર્મદા તરફ આગળ વધી હતી. આ તકે, ભરૂચ જિલ્લા પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરુચ જિલ્લા અગ્રણી પ્રકાશ મોદી, જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ નાગરિકો, અગ્રણીઓ, મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા.

- અમદાવાદમાં વરસાદે ખોલી તંત્રની પોલ! રસ્તા પર ભરાયેલા પાણીના કારણે એમ્બ્યુલન્સ પહોંચી ન શકતાં દર્દીને પીઠ પર બેસાડીને લઈ જવા સ્વજનો મજબૂર બન્યા. વિકાસના દાવાઓ વચ્ચે સામે આવેલા આ દર્દનાક દૃશ્યો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે—જો ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ જ દર્દી સુધી ન પહોંચી શકે, તો આવી વ્યવસ્થાનો અર્થ શું?1
- શિનોર મુકામે નર્મદા નદીના કિનારે આવેલા અતિ પૌરાણિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો ભવ્ય શ્રૃંગાર કરવામાં આવે છે. જોકે,વહીવટી તંત્ર દ્વારા આજે બપોર ના સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા દર્શન માટે આવેલા ગણેશ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડોદરા જિલ્લાના શિનોર મુકામે નર્મદા નદીના ઉત્તર તટે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર સાથે ગાયકવાડી શાસનકાળની ઐતિહાસિક પરંપરા પણ જોડાયેલી છે. મળતી માહિતી મુજબ, સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂર્ણ થતા ગણપતિ બાપાને અંદાજે દોઢ કરોડ રૂપિયાની કિંમતના સોના, હીરા, માણેક સહિતના કિંમતી ઝવેરાત અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કિંમતી ગાયકવાડી ઘરેણાં હાલ શિનોર મામલતદાર હસ્તક રાખવામાં આવે છે અને સરકારી ટ્રેઝરીમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન દિવસે આ ઐતિહાસિક ઘરેણાઓ સરકારી ટ્રેઝરીમાંથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મંદિરે લાવવામાં આવે છે.અને સવાર ના 9 થી 10 વાગ્યાના અરસામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરના પૂજારી દ્વારા મૂર્તિઓને શણગારવામાં આવે છે.ગાયકવાડી ઘરેણાંથી શણગારવામાં આવેલી ગણપતિ બાપાની મૂર્તિઓના દર્શન કરવા માટે દૂર-દૂરથી ગણેશ ભક્તો શિનોર ખાતે ઉમટી પડતા હોય છે. ગણેશ ચતુર્થીના દિવસે આ અનોખા શ્રૃંગારના દર્શન કરવાનું ભક્તો માટે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ વર્ષે પણ ગણપતિ બાપાના ગાયકવાડી ઘરેણાંથી કરવામાં આવનાર શ્રૃંગારના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા. પરંતુ આજે બપોરે સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા શ્રૃંગારના દર્શનની આશાએ આવેલા ભક્તોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સમયસર ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો શ્રૃંગાર કરવામાં આવે તેવી ગણેશ ભક્તોની અપેક્ષા હતી. ત્યારે આ વર્ષે શ્રૃંગારમાં વિલંબ થતાં મંદિર ખાતે આવેલા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.3
- સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ સુરતમાં આરોગ્ય સાથે ચેડાંના કિસ્સા સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય સાથે ચેડાં થતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આરોગ્ય મંત્રીના આદેશ બાદ સુરત શહેરની હોસ્ટેલોમાં ચેકિંગ સુરતના એક વેપારી દ્વારા ઓનલાઇન મંગાવવામાં આવેલી મિઠાઇમાંથી ફૂગ નીકળતા તંત્ર થયું દોડતુ પી. પી. સવાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી ઘટના ને પગલે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે ૩૧ જેટલી સંસ્થાઓને ચેક કરી ૩૮ જેટલા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ગઈ કાલે રાતે વધુ એકવાર ફૂગ વાળી મીઠાઈ નો કિસ્સો આવ્યો સામે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ1
- सूरत में फूड पॉइजनिंग की घटना सामने आने के बाद महानगरपालिका का फूड विभाग एक्शन मोड में नजर आ रहा है। इसी कड़ी में सूरत सिविल अस्पताल परिसर स्थित PG हॉस्टल के A ब्लॉक में फूड विभाग की टीम ने पहुंचकर भोजनालय की जांच की।1
- વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટર ઓવરફ્લોના કારણે મંદિર પરિસરમાં ગંદુ પાણી ફરી વળ્યું છે અને શિવલિંગ સુધી પાણી પહોંચતા દર્શન પણ બંધ કરવાની ફરજ પડી છે. સ્થાનિકો દ્વારા કોર્પોરેટર તેમજ SMCના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભક્તોનો સવાલ છે કે, આસ્થા સાથે જોડાયેલા મંદિરની આવી ગંભીર સમસ્યા અંગે તંત્ર ક્યારે જાગશે?1
- पांडेसरा में पुलिस का फुट पेट्रोलिंग अभियान, ACP H डिविजन ने गणपति पंडालों का लिया जायजा#Pandeshara #SuratPolice #GanpatiUtsav #GaneshChaturthi #PolicePatrolling पांडेसरा में पुलिस का फुट पेट्रोलिंग अभियान, ACP H डिविजन ने गणपति पंडालों का लिया जायजा#Pandeshara #SuratPolice #GanpatiUtsav #GaneshChaturthi #PolicePatrolling1
- વાહન ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢી આરોપીને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ ટીમ. વાહન ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢી આરોપીને ઝડપી પાડતી1
- સાયખા GIDCની મોરડિયા કેમિકલ કંપનીમાં આગ અચાનક આગ ભભૂકતાં અફરાતફરી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે રવાના1