Shuru
Apke Nagar Ki App…
સાયખા GIDCની મોરડિયા કેમિકલ કંપનીમાં આગ અચાનક આગ ભભૂકતાં અફરાતફરી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે રવાના
Gujarat Introverted day
સાયખા GIDCની મોરડિયા કેમિકલ કંપનીમાં આગ અચાનક આગ ભભૂકતાં અફરાતફરી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે રવાના
More news from ગુજરાત and nearby areas
- શિનોર તાલુકાના છાણભોઈ ગામે આજ રોજ ગણપતિ બાપાનું જૂની પરંપરા મુજબ ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. વસાવા સમાજ દ્વારા ગણપતિ બાપાનું ડોલ-નગારાના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગમન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. છાણભોઈ ગામે વસાવા સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગણપતિ બાપાનું આગમન કરવામાં આવ્યું હતું. ડોલ-નગારાના તાલ સાથે ગણપતિ બાપાની મૂર્તિને ભક્તિભાવપૂર્વક ગામમાં લાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો અને શ્રદ્ધાળુઓ જોડાતા સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.4
- બે મિત્રો એ 200થી વધુ અણવેચાયેલી ગણેશ પ્રતિમાઓ ખરીદી ધનમોરા સર્કલ પાસે ગરીબ મૂર્તિકારની મહેનત બચાવવા બે મિત્રોએ 200થી વધુ મૂર્તિઓ ખરીદી મૂર્તિકારની મહિનાઓની મહેનત એળે ન જાય તે માટે બે મિત્રોની સંવેદનશીલ પહેલ અડાજણ પોલીસના સરાહનીય સહયોગ થી બે મિત્રો ની માનવતા સભર કામગીરી ખરીદેલી ગણેશ પ્રતિમાઓને પોલીસ મથકે સન્માનપૂર્વક સ્થાપિત કરાશે ગણેશોત્સવના અંતિમ સમયે અણવેચાયેલી મૂર્તિઓને મળ્યું સન્માન, અણવેચાયેલી મૂર્તિઓ બે મિત્રો એ એકસાથે ખરીદી કરતા શ્રમિક પરિવારને થઈ રાહત 200થી વધુ શ્રીજીની પ્રતિમાઓને મળ્યો નવો આશરો સુરતમાં ગણેશ ચતુર્થીએ માનવતાની અનોખી પહેલ, બે મિત્રો એ 200થી વધુ અણવેચાયેલી ગણેશ પ્રતિમાઓ ખરીદી ધનમોરા સર્કલ પાસે ગરીબ મૂર્તિકારની મહેનત બચાવવા બે મિત્રોએ 200થી વધુ મૂર્તિઓ ખરીદી મૂર્તિકારની મહિનાઓની મહેનત એળે ન જાય તે માટે બે મિત્રોની સંવેદનશીલ પહેલ અડાજણ પોલીસના સરાહનીય સહયોગ થી બે મિત્રો ની માનવતા સભર કામગીરી ખરીદેલી ગણેશ પ્રતિમાઓને પોલીસ મથકે સન્માનપૂર્વક સ્થાપિત કરાશે ગણેશોત્સવના અંતિમ સમયે અણવેચાયેલી મૂર્તિઓને મળ્યું સન્માન, અણવેચાયેલી મૂર્તિઓ બે મિત્રો એ એકસાથે ખરીદી કરતા શ્રમિક પરિવારને થઈ રાહત 200થી વધુ શ્રીજીની પ્રતિમાઓને મળ્યો નવો આશરો1
- સુરતના“લિંબાયત પોલીસની એક વાર ફરી સારી કામગીરી સામે આવી છે જેમાં ” સ્પ્લેન્ડર મો.સા ચોરી કરનાર આરોપીને પકડી પાડી અન-ડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ”કાઢ્યો છે1
- પલસાણાના એના ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ વે પરથી રૂ.21.57 લાખનો મુદ્દામાલ ઝડપાયો સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સઘન પેટ્રોલિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન પલસાણા તાલુકાના એના ગામની હદમાંથી નેશનલ એક્સપ્રેસ વે-4 પરથી ટ્રકમાં છુપાવી લઈ જવાતો માતબર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, જે.કે. રાવ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓની ટીમ સાથે પ્રોહિબિશન-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ અનિલભાઈને ખાનગી બાતમીદાર મારફતે સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, બંધ બોડીનો ટાટા 610 LPT ટ્રક નંબર MH-04-KU-7873માં તેનો ચાલક વસઈ, મુંબઈ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને નેશનલ હાઈવે-48 મારફતે વસઈ, વાપી, વલસાડ અને નવસારી થઈ પલસાણા નેશનલ એક્સપ્રેસ વે-4ના એના ટોલનાકા પરથી વડોદરા તરફ જવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે એના ગામની હદમાં મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વે-4 પર ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીમાં જણાવેલા વર્ણન અને નંબરવાળો ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. ટ્રકના ચાલકને ઝડપી લઈ ટ્રકની અંદર તપાસ કરતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી પોલીસે ટ્રકના ચાલક કૈલાશ સરવણરામ બિશ્નોઈ (બાબલ), ઉંમર 25 વર્ષ, વ્યવસાયે ડ્રાઇવર, રહે. ફીટકાસની, તા. બિલાડા, થાણા કુડીભક્તાસની, જી. જોધપુર, રાજસ્થાનની ધરપકડ કરી છે. ચાર આરોપીઓ વોન્ટેડ આ કેસમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર મનોજ ઉર્ફે વિષ્ણુ, જેનું પૂરું નામ-સરનામું હાલ જાણવા મળ્યું નથી, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મનોજ ઉર્ફે વિષ્ણુનો સંપર્ક કરાવનાર સુનીલ બિશ્નોઈ, રહે. ફીંચ, તા. લુણી, જી. જોધપુર, રાજસ્થાન, તેમજ ગોધરા હાઈવે ઉપર દારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઈસમ અને ટાટા 610 LPT ટ્રક નંબર MH-04-KU-7873નો માલિક પણ પોલીસની તપાસમાં વોન્ટેડ છે. રૂ.21.57 લાખનો મુદ્દામાલ કબજે પોલીસે ટ્રકમાંથી કુલ 11,520 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત આશરે રૂ.11,52,000, કબજે કરી છે. આ ઉપરાંત ટાટા 610 LPT ટ્રકની કિંમત રૂ.10,00,000, આરોપી પાસેથી મળેલો મોબાઈલ ફોન રૂ.5,000, રોકડા રૂ.800 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.21,57,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર સહિત ચાર આરોપીઓ તથા ટ્રકના માલિકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.1
- kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩 kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩1
- सूरत में फूड पॉइजन की घटना के बाद मनपा एक्शन मोड में, सूरत सिविल अस्पताल के PG हॉस्टल में फूड विभाग की जांच सूरत में हाल ही में सामने आई फूड पॉइजन की घटना के बाद महानगरपालिका का फूड विभाग एक्शन मोड में आ गया है। इसी कड़ी में सूरत सिविल अस्पताल परिसर स्थित PG हॉस्टल के A ब्लॉक में फूड अधिकारियों की टीम ने जांच की। चार अधिकारियों की मौजूदगी में भोजन की गुणवत्ता, साफ-सफाई और खाद्य व्यवस्था का निरीक्षण किया गया। हालांकि, जांच के दौरान अधिकारियों को किसी भी प्रकार की खामी नहीं मिली। सूरत सिविल अस्पताल परिसर में स्थित PG हॉस्टल का संचालन टीकम चौधरी द्वारा किया जाता है। इस हॉस्टल में करीब 100 बच्चे भोजन करते हैं। हॉस्टल में भोजन की गुणवत्ता और साफ-सफाई को लेकर महानगरपालिका के फूड विभाग द्वारा नियमित रूप से जांच की जाती है और अधिकारियों के मुताबिक हर महीने निरीक्षण किया जाता है। शहर में हाल ही में फूड पॉइजन की घटना सामने आने के बाद मनपा का फूड विभाग सतर्क हुआ है। इसी के तहत PG हॉस्टल में भी विशेष जांच की गई। अधिकारियों ने भोजन की गुणवत्ता, खाद्य सामग्री के रख-रखाव, स्वच्छता और रसोई की व्यवस्थाओं का बारीकी से निरीक्षण किया। जांच के दौरान फूड अधिकारी डी.के. पटेल ने बताया कि शहर में सामने आई फूड पॉइजन की घटना को ध्यान में रखते हुए यह जांच की गई है। निरीक्षण के दौरान PG हॉस्टल में किसी भी प्रकार की कमी या खामी नहीं पाई गई। वहीं, लोगों को सुरक्षित और गुणवत्तापूर्ण भोजन उपलब्ध हो, इसे लेकर महानगरपालिका की ओर से शहर के अलग-अलग क्षेत्रों में फूड सेफ्टी की जांच और चेकिंग लगातार जारी है।1
- સાયખા GIDCની મોરડિયા કેમિકલ કંપનીમાં આગ, અફરાતફરીનો માહોલ ભરૂચ: સાયખા GIDCમાં આવેલી મોરડિયા કેમિકલ કંપનીમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી હતી. આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે રવાના થયા હતા. આગ લાગવાનું કારણ અને નુકસાનની વિગતો હજુ સામે આવી નથી.1
- કરજણ ફાયર વિભાગની ટીમ દ્વારા સતત બે દિવસથી પાણી નિકાલની કામગીરી કરાઈ કરજણ ફાયર વિભાગની ટીમ દ્વારા કરજણ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે સતત બે દિવસથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે BSNL ઓફિસની સામે તેમજ જુના બજાર વિસ્તારમાં શ્રી સમૃદ્ધિ ડુપ્લેક્સ અને સંસ્કાર પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ભરાયેલા પાણીનો પંપ દ્વારા નિકાલ કરવાની કામગીરી કરી હતી. ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સતત કામગીરી કરી પાણીનો નિકાલ કરતા સ્થાનિકોને રાહત મળી હતી. ફાયર વિભાગની ટીમની આ કામગીરીને સ્થાનિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.2
- સુરતના નાના વરાછાની રાજારામ નગર સોસાયટીમાં NRIના બંધ બંગલામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. મકાનની સ્ટીલની જાળીમાંથી અંદર ઘૂસવા જતાં અજાણ્યો યુવક ગ્રીલ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. સ્થાનિક રહીશોએ ભેગા થઈ ફસાયેલા યુવકને લાકડી-દંડા વડે માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વીડિયો સામે આવતા જ કાપોદ્રા પોલીસ દોડતી થઈ અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી. સુરતના નાના વરાછામાં ચોરી કરવા ગયેલો તસ્કર ગ્રીલમાં ફસાયો, લોકોએ મેથીપાક ચખાડ્યો સુરતના નાના વરાછાની રાજારામ નગર સોસાયટીમાં NRIના બંધ બંગલામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. મકાનની સ્ટીલની જાળીમાંથી અંદર ઘૂસવા જતાં અજાણ્યો યુવક ગ્રીલ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. સ્થાનિક રહીશોએ ભેગા થઈ ફસાયેલા યુવકને લાકડી-દંડા વડે માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વીડિયો સામે આવતા જ કાપોદ્રા પોલીસ દોડતી થઈ અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ઘટના આશરે ૧૦ દિવસ જૂની છે અને તે સમયે પોલીસને જાણ કરાઈ નહોતી. અમેરિકા રહેતા મકાનમાલિકે સ્પષ્ટતા કરી કે ઘરમાં કોઈ ચોરી થઈ નથી કે કિંમતી સામાન પણ નહોતો.1