Shuru
Apke Nagar Ki App…
કરજણ ફાયર વિભાગની ટીમ દ્વારા સતત બે દિવસથી પાણી નિકાલની કામગીરી કરાઈ કરજણ ફાયર વિભાગની ટીમ દ્વારા કરજણ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે સતત બે દિવસથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે BSNL ઓફિસની સામે તેમજ જુના બજાર વિસ્તારમાં શ્રી સમૃદ્ધિ ડુપ્લેક્સ અને સંસ્કાર પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ભરાયેલા પાણીનો પંપ દ્વારા નિકાલ કરવાની કામગીરી કરી હતી. ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સતત કામગીરી કરી પાણીનો નિકાલ કરતા સ્થાનિકોને રાહત મળી હતી. ફાયર વિભાગની ટીમની આ કામગીરીને સ્થાનિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
Faij Khatri
કરજણ ફાયર વિભાગની ટીમ દ્વારા સતત બે દિવસથી પાણી નિકાલની કામગીરી કરાઈ કરજણ ફાયર વિભાગની ટીમ દ્વારા કરજણ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે સતત બે દિવસથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે BSNL ઓફિસની સામે તેમજ જુના બજાર વિસ્તારમાં શ્રી સમૃદ્ધિ ડુપ્લેક્સ અને સંસ્કાર પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ભરાયેલા પાણીનો પંપ દ્વારા નિકાલ કરવાની કામગીરી કરી હતી. ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સતત કામગીરી કરી પાણીનો નિકાલ કરતા સ્થાનિકોને રાહત મળી હતી. ફાયર વિભાગની ટીમની આ કામગીરીને સ્થાનિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
More news from ગુજરાત and nearby areas
- શિનોર મુકામે નર્મદા નદીના કિનારે આવેલા અતિ પૌરાણિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો ભવ્ય શ્રૃંગાર કરવામાં આવે છે. જોકે,વહીવટી તંત્ર દ્વારા આજે બપોર ના સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા દર્શન માટે આવેલા ગણેશ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડોદરા જિલ્લાના શિનોર મુકામે નર્મદા નદીના ઉત્તર તટે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર સાથે ગાયકવાડી શાસનકાળની ઐતિહાસિક પરંપરા પણ જોડાયેલી છે. મળતી માહિતી મુજબ, સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂર્ણ થતા ગણપતિ બાપાને અંદાજે દોઢ કરોડ રૂપિયાની કિંમતના સોના, હીરા, માણેક સહિતના કિંમતી ઝવેરાત અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કિંમતી ગાયકવાડી ઘરેણાં હાલ શિનોર મામલતદાર હસ્તક રાખવામાં આવે છે અને સરકારી ટ્રેઝરીમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન દિવસે આ ઐતિહાસિક ઘરેણાઓ સરકારી ટ્રેઝરીમાંથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મંદિરે લાવવામાં આવે છે.અને સવાર ના 9 થી 10 વાગ્યાના અરસામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરના પૂજારી દ્વારા મૂર્તિઓને શણગારવામાં આવે છે.ગાયકવાડી ઘરેણાંથી શણગારવામાં આવેલી ગણપતિ બાપાની મૂર્તિઓના દર્શન કરવા માટે દૂર-દૂરથી ગણેશ ભક્તો શિનોર ખાતે ઉમટી પડતા હોય છે. ગણેશ ચતુર્થીના દિવસે આ અનોખા શ્રૃંગારના દર્શન કરવાનું ભક્તો માટે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ વર્ષે પણ ગણપતિ બાપાના ગાયકવાડી ઘરેણાંથી કરવામાં આવનાર શ્રૃંગારના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા. પરંતુ આજે બપોરે સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા શ્રૃંગારના દર્શનની આશાએ આવેલા ભક્તોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સમયસર ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો શ્રૃંગાર કરવામાં આવે તેવી ગણેશ ભક્તોની અપેક્ષા હતી. ત્યારે આ વર્ષે શ્રૃંગારમાં વિલંબ થતાં મંદિર ખાતે આવેલા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.3
- સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ખાતે મહાનુભાવોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ રાજપીપળા, તા. 14 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જાહેર જીવન અને સેવા કાર્યકાળ નિમિત્તે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નવસારી જિલ્લાના ઉનાઈ માતાજી મંદિરેથી 13 સપ્ટેમ્બરે પ્રસ્થાન કરાયેલી બાઈક યાત્રાનું નર્મદા જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજપીપળા સ્થિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ખાતે યાત્રા પહોંચતા મહાનુભાવો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. બાઈક યાત્રામાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીત તથા માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા જોડાયા હતા. યુનિવર્સિટી ખાતે યોજાયેલા વિદ્યાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશે વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી વિકાસને વેગ આપવામાં આવ્યો હતો. તેમણે આદિવાસી અને દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અને સાગરખેડુ યોજના જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા કાર્યક્રમો દ્વારા શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધે તે માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા તેમણે અપીલ કરી હતી. ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, રાજપીપળામાં આવેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી આદિવાસી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સંસ્થા બની રહી છે. અહીં વિવિધ અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાના વિકાસ માટે પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાનું લક્ષ્ય નક્કી કરી તેને હાંસલ કરવા સતત મહેનત અને પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ ભારતને વિકસિત અને વિશ્વગુરુ બનાવવાના પ્રયાસોમાં યુવાનોને સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. યાત્રાના સ્વાગત બાદ મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો. બાઈક યાત્રા ત્યારબાદ નિર્ધારિત રૂટ પરથી આગળ વધી ગરૂડેશ્વર તાલુકાના મોટા પીપરિયા ગામે આવેલી આશ્રમશાળા તથા વૃદ્ધાશ્રમ ખાતે પહોંચી હતી. અહીં મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમજ વૃદ્ધાશ્રમના વડીલો સાથે સંવાદ કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મધુકર પાડવી, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ. રજનીકાંત પંડ્યા, જિલ્લા સંગઠનના અગ્રણી નીલભાઈ રાવ, અગ્રણી અર્જુનભાઈ ચૌધરી સહિત જિલ્લા અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- हुदा जरीवाला मामले में नया मोड़! सरकार के खिलाफ सोशल मीडिया पर बड़ा संदेश, वायरल बयान ने छेड़ी नई बहस”1
- સાયખા GIDCની મોરડિયા કેમિકલ કંપનીમાં આગ અચાનક આગ ભભૂકતાં અફરાતફરી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે રવાના1
- વરસાદી પાણી થી વિસ્તાર પાણી પાણી : અમદાવાદ ના વટવા વિસ્તારમાં માં આવેલા વાંદરવટ તળાવ ગઈકાલે પડેલા ભારે વરસાદ થી ઓવરફ્લો થતા એનું ગંદુ પાણી પીડી.પંડ્યા કોલેજ થી ગુજરાત ઓફસેટ કંપની તરફ જતો રોડ આજે ભી જોવા મળી રહ્યું છે, ઘણા વાહનો બંધ પડેલા જોવા મળી રહ્યાં છે. લોકો નુ કહેવું છે કે એ.એમ.સી દ્વારા તળાવ નું પાણી રોકવાના પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવે. લોકો ના વાહનો ને નુકસાન થઈ રહ્યુંછે. જતા આવતા લોકો ને મુશ્કેલી.પડી રહી છે.1
- નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ નજીક પસાભાઈ પાર્ક સ્થિત સાંતમ એપાર્ટમેન્ટમાં ગુનેન્દ્ર મહેતા પરિવાર દ્વારા છેલ્લા દસ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશજીના આગમન પ્રસંગે આરતી, પૂજા-અર્ચના કરી મંગલકામનાઓ કરવામાં આવી હતી. આસપાસના રહિશોએ પણ આરતીનો લાભ લીધો હતો. ગલગોટાના ફૂલોથી બાપાનો સુંદર શણગાર કરાયો છે. પરિવાર દ્વારા મ્યુઝિક અને લાઈવ કોન્સેપ્ટનું આયોજન કરાયું છે. દોઢ દિવસ બાદ એપાર્ટમેન્ટમાં જ વિસર્જન કરવામાં આવશે.1
- શિનોર તાલુકાના છાણભોઈ ગામે આજ રોજ ગણપતિ બાપાનું જૂની પરંપરા મુજબ ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. વસાવા સમાજ દ્વારા ગણપતિ બાપાનું ડોલ-નગારાના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગમન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. છાણભોઈ ગામે વસાવા સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગણપતિ બાપાનું આગમન કરવામાં આવ્યું હતું. ડોલ-નગારાના તાલ સાથે ગણપતિ બાપાની મૂર્તિને ભક્તિભાવપૂર્વક ગામમાં લાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો અને શ્રદ્ધાળુઓ જોડાતા સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.4
- વડોદરાના માંજલપુર વિસ્તારમાં મારામારી અને વાહનમાં તોડફોડની ઘટનામાં માંજલપુર પોલીસે ગણતરીના સમયમાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે.1