સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ખાતે મહાનુભાવોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ રાજપીપળા, તા. 14 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જાહેર જીવન અને સેવા કાર્યકાળ નિમિત્તે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નવસારી જિલ્લાના ઉનાઈ માતાજી મંદિરેથી 13 સપ્ટેમ્બરે પ્રસ્થાન કરાયેલી બાઈક યાત્રાનું નર્મદા જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજપીપળા સ્થિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ખાતે યાત્રા પહોંચતા મહાનુભાવો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. બાઈક યાત્રામાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીત તથા માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા જોડાયા હતા. યુનિવર્સિટી ખાતે યોજાયેલા વિદ્યાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશે વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી વિકાસને વેગ આપવામાં આવ્યો હતો. તેમણે આદિવાસી અને દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અને સાગરખેડુ યોજના જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા કાર્યક્રમો દ્વારા શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધે તે માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા તેમણે અપીલ કરી હતી. ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, રાજપીપળામાં આવેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી આદિવાસી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સંસ્થા બની રહી છે. અહીં વિવિધ અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાના વિકાસ માટે પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાનું લક્ષ્ય નક્કી કરી તેને હાંસલ કરવા સતત મહેનત અને પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ ભારતને વિકસિત અને વિશ્વગુરુ બનાવવાના પ્રયાસોમાં યુવાનોને સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. યાત્રાના સ્વાગત બાદ મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો. બાઈક યાત્રા ત્યારબાદ નિર્ધારિત રૂટ પરથી આગળ વધી ગરૂડેશ્વર તાલુકાના મોટા પીપરિયા ગામે આવેલી આશ્રમશાળા તથા વૃદ્ધાશ્રમ ખાતે પહોંચી હતી. અહીં મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમજ વૃદ્ધાશ્રમના વડીલો સાથે સંવાદ કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મધુકર પાડવી, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ. રજનીકાંત પંડ્યા, જિલ્લા સંગઠનના અગ્રણી નીલભાઈ રાવ, અગ્રણી અર્જુનભાઈ ચૌધરી સહિત જિલ્લા અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭:૦૦ કલાકે ગુજરાતના દરેક પરિવાર દ્વારા ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવવા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અપીલ કરોડો દિવડાની ઝળહળતી જ્યોતથી લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુ, સ્વાસ્થ્ય અને સુખમય જીવન માટે શુભકામનાઓ પાઠવીએ - શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા --- *આવો, સૌ સાથે મળી ‘વિકસિત ભારત–૨૦૪૭’ના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવા થી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ* *- શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા*1
- અમદાવાદમાં વરસાદે ખોલી તંત્રની પોલ! રસ્તા પર ભરાયેલા પાણીના કારણે એમ્બ્યુલન્સ પહોંચી ન શકતાં દર્દીને પીઠ પર બેસાડીને લઈ જવા સ્વજનો મજબૂર બન્યા. વિકાસના દાવાઓ વચ્ચે સામે આવેલા આ દર્દનાક દૃશ્યો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે—જો ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ જ દર્દી સુધી ન પહોંચી શકે, તો આવી વ્યવસ્થાનો અર્થ શું?1
- હાલોલના મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર હાલોલના મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર હાલોલ શહેરના મુખ્ય તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. તળાવના કાંઠે અને કચરાના ઢગલા વચ્ચે મોટી સંખ્યામાં માછલીઓના મૃતદેહ જોવા મળતા તળાવના પાણીની ગુણવત્તા તેમજ નગરપાલિકાની સફાઈ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ સાથે સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો અને રી-પ્રોસેસિંગ યુનિટો દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણીનો કેનાલમાં નિકાલ કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી હતી. તે સમયે તંત્ર દ્વારા તપાસ હાથ ધરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર હજારો માછલીઓના મોત થતાં પાણીમાં ઝેરી કેમિકલ ભળ્યું છે કે અન્ય કોઈ કારણ છે, તે નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) માટે તપાસનો ગંભીર વિષય બન્યો છે. હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે આ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી હોવા છતાં તળાવમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દૂષિત પાણી અને દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા તળાવમાંથી મૃત માછલીઓ અને કચરો તાત્કાલિક દૂર કરવામાં આવે, પાણીના નમૂના લઈ યોગ્ય તપાસ થાય તેમજ ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવે તેવી કડક માંગ કરવામાં આવી છે.2
- તાપી જિલ્લા માં નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી, આત્મનિર્ભરતાની નવી કેડી તાપી જિલ્લાના બોરખડી ગામના મહિલા કારીગર જયશ્રીબેન.. નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી.. ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહી છે..#tapidistrict #vyara #ecofriendly friendly1
- સોજીત્રાના તાલુકાના ભડક્દ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટરોની ચોરી થવાનો બનાવ1
- કડોદરા GIDC પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે.1
- કરજણ ફાયર વિભાગની ટીમ દ્વારા સતત બે દિવસથી પાણી નિકાલની કામગીરી કરાઈ કરજણ ફાયર વિભાગની ટીમ દ્વારા કરજણ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે સતત બે દિવસથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે BSNL ઓફિસની સામે તેમજ જુના બજાર વિસ્તારમાં શ્રી સમૃદ્ધિ ડુપ્લેક્સ અને સંસ્કાર પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ભરાયેલા પાણીનો પંપ દ્વારા નિકાલ કરવાની કામગીરી કરી હતી. ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સતત કામગીરી કરી પાણીનો નિકાલ કરતા સ્થાનિકોને રાહત મળી હતી. ફાયર વિભાગની ટીમની આ કામગીરીને સ્થાનિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.2
- કચ્છ કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી માંડવીનું આઝાદ ચોક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યાં સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીથી નદી જેવા દ્રશ્યો સર્જાયા1
- સાયખા GIDCની મોરડિયા કેમિકલ કંપનીમાં આગ અચાનક આગ ભભૂકતાં અફરાતફરી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે રવાના1