logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા પ્રમુખ બ્રિજ પર છેલ્લા બે દિવસથી ઊભેલી SMCની કચરાની ગાડીમાંથી માસ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોને શંકા જતાં તેમણે ગાડીની તપાસ કરી હતી, જેમાં આ માસ મળી આવ્યું હતું, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાને પગલે લોકોમાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વિશેષરૂપે, આ માસ ગૌ માસ હોવાની આશંકા પણ લોકોમાં ફેલાઈ છે, જેના કારણે તણાવનો માહોલ સર્જાયો છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને માસની તપાસ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ને જાણ કરી છે. હાલ એ સ્પષ્ટ નથી કે તે કયું માસ છે કે પછી અન્ય કોઈ વસ્તુ છે, પરંતુ આ બાબતને લઈ સુરત સત્યમેવ ટાઈમ્સ દ્વારા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

18 hrs ago
user_સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
News Anchor ઉધના, સુરત, ગુજરાત•
18 hrs ago

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા પ્રમુખ બ્રિજ પર છેલ્લા બે દિવસથી ઊભેલી SMCની કચરાની ગાડીમાંથી માસ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોને શંકા જતાં તેમણે ગાડીની તપાસ કરી હતી, જેમાં આ માસ મળી આવ્યું હતું, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાને પગલે લોકોમાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વિશેષરૂપે, આ માસ ગૌ માસ હોવાની આશંકા પણ લોકોમાં ફેલાઈ છે, જેના કારણે તણાવનો માહોલ સર્જાયો છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને માસની તપાસ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ને જાણ કરી છે. હાલ એ સ્પષ્ટ નથી કે તે કયું માસ છે કે પછી અન્ય કોઈ વસ્તુ છે, પરંતુ આ બાબતને લઈ સુરત સત્યમેવ ટાઈમ્સ દ્વારા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • પ્રાથમિક શિક્ષક મહાસંધ દ્વારા સુરતમાં વસ્તી ગણતરીના કાર્યને લઈને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઉધના ખાતે આવેલા ઝાંસી કી રાણી ગાર્ડનમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થયા હતા અને તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. શિક્ષકોને તેમના ઘર અને શાળાથી 7 કિલોમીટરથી લઈને 21 કિલોમીટર સુધી દૂરના બ્લોક વસ્તી ગણતરીના કાર્ય માટે ફાળવવામાં આવ્યા છે, જેના કારણે શિક્ષકો મૂંઝવણમાં છે કે તેઓ શાળાનું કામ કરે કે વસ્તી ગણતરીનું કાર્ય સંભાળે.
    1
    પ્રાથમિક શિક્ષક મહાસંધ દ્વારા સુરતમાં વસ્તી ગણતરીના કાર્યને લઈને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઉધના ખાતે આવેલા ઝાંસી કી રાણી ગાર્ડનમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થયા હતા અને તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. શિક્ષકોને તેમના ઘર અને શાળાથી 7 કિલોમીટરથી લઈને 21 કિલોમીટર સુધી દૂરના બ્લોક વસ્તી ગણતરીના કાર્ય માટે ફાળવવામાં આવ્યા છે, જેના કારણે શિક્ષકો મૂંઝવણમાં છે કે તેઓ શાળાનું કામ કરે કે વસ્તી ગણતરીનું કાર્ય સંભાળે.
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન છેતરપિંડી સામે એક મોટી સફળતા મેળવી છે, જ્યાં તેમણે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા એક મોટા લોટરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાનથી સંચાલિત થતા અને ભારતના નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતા 'કૌન બનેગા કરોડપતિ' (KBC) ફ્રોડના કેસમાં સંડોવાયેલા બે ગઠ્ઠિયાઓને પોલીસે આસામથી ઝડપી પાડ્યા છે. આ ઠગ ટોળકીએ સુરતના એક રહેવાસીને કરોડો રૂપિયાની લોટરી લાગ્યાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. સાયબર સેલની તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ ફરિયાદીને ફોન કરીને KBC અંતર્ગત રૂ. ૮,૫૦,૦૦૦ અને રૂ. ૨૫ લાખની બમ્પર લોટરી લાગી હોવાનું જણાવ્યું હતું. આ મોટી રકમ મેળવવા માટે પ્રોસેસિંગ ફી અને ટેક્સના નામે ફરિયાદીનો વિશ્વાસ જીતી, તેમના બેંક ખાતામાંથી કુલ રૂ. ૧૩,૫૧,૪૫૦ જુદા જુદા ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદીને શંકા ન જાય તે માટે, ઠગબાજોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના બોગસ ચેક અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના નકલી લેટર પેડ સહિતના સરકારી મહોરવાળા દસ્તાવેજો વોટ્સએપ દ્વારા મોકલ્યા હતા. સુરત શહેર સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આસામ રાજ્યના ગુવાહાટીથી લગભગ ૧૪૦ કિલોમીટર દૂર આવેલા નગાઉ ડિસ્ટ્રિક્ટ અને કોચગાવ ખાતે સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે સ્થાનિક સ્તરે સઘન રેકી કરીને જુદા જુદા સ્થળોએ છાપા મારીને ઇજાજુલ હક અને મુજફર અલી નામના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ સમગ્ર કૌભાંડના તાર સરહદ પાર પાકિસ્તાનથી જોડાયેલા છે, જ્યાં બેઠેલા આકાઓ નાણાકીય વ્યવહારોનું સંચાલન કરતા હતા. હાલ સુરત સાયબર પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અત્યાર સુધી કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.
    1
    સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન છેતરપિંડી સામે એક મોટી સફળતા મેળવી છે, જ્યાં તેમણે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા એક મોટા લોટરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાનથી સંચાલિત થતા અને ભારતના નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતા 'કૌન બનેગા કરોડપતિ' (KBC) ફ્રોડના કેસમાં સંડોવાયેલા બે ગઠ્ઠિયાઓને પોલીસે આસામથી ઝડપી પાડ્યા છે.

આ ઠગ ટોળકીએ સુરતના એક રહેવાસીને કરોડો રૂપિયાની લોટરી લાગ્યાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. સાયબર સેલની તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ ફરિયાદીને ફોન કરીને KBC અંતર્ગત રૂ. ૮,૫૦,૦૦૦ અને રૂ. ૨૫ લાખની બમ્પર લોટરી લાગી હોવાનું જણાવ્યું હતું. આ મોટી રકમ મેળવવા માટે પ્રોસેસિંગ ફી અને ટેક્સના નામે ફરિયાદીનો વિશ્વાસ જીતી, તેમના બેંક ખાતામાંથી કુલ રૂ. ૧૩,૫૧,૪૫૦ જુદા જુદા ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદીને શંકા ન જાય તે માટે, ઠગબાજોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના બોગસ ચેક અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના નકલી લેટર પેડ સહિતના સરકારી મહોરવાળા દસ્તાવેજો વોટ્સએપ દ્વારા મોકલ્યા હતા.

સુરત શહેર સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આસામ રાજ્યના ગુવાહાટીથી લગભગ ૧૪૦ કિલોમીટર દૂર આવેલા નગાઉ ડિસ્ટ્રિક્ટ અને કોચગાવ ખાતે સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે સ્થાનિક સ્તરે સઘન રેકી કરીને જુદા જુદા સ્થળોએ છાપા મારીને ઇજાજુલ હક અને મુજફર અલી નામના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ સમગ્ર કૌભાંડના તાર સરહદ પાર પાકિસ્તાનથી જોડાયેલા છે, જ્યાં બેઠેલા આકાઓ નાણાકીય વ્યવહારોનું સંચાલન કરતા હતા. હાલ સુરત સાયબર પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અત્યાર સુધી કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Press advisory અડાજણ, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સુરત ગ્રામ્ય જિલ્લાની પલસાણા પોલીસ અને એલ.સી.બી. ટીમે સંયુક્ત કામગીરી કરીને પલસાણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ 4,34,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં અલગ-અલગ જગ્યાઓએ મકાનોમાં બારી-દરવાજાની ગ્રીલ તોડીને કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા હતા. આ બનાવોને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યા હતા.
    1
    સુરત ગ્રામ્ય જિલ્લાની પલસાણા પોલીસ અને એલ.સી.બી. ટીમે સંયુક્ત કામગીરી કરીને પલસાણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ 4,34,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં અલગ-અલગ જગ્યાઓએ મકાનોમાં બારી-દરવાજાની ગ્રીલ તોડીને કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા હતા. આ બનાવોને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યા હતા.
    user_NEWS 74 INDIA
    NEWS 74 INDIA
    Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી પાર્થ પબ્લિક સ્કૂલથી માત્ર ૨૦ ડગલાં દૂર અને સચિન GIDC પોલીસ ચોકીની બિલકુલ બાજુમાં દારૂ અને ડ્રગ્સનો વેપાર નિર્ભયપણે ધમધમી રહ્યો છે. અહીં ખાખીનો ડર હોવા છતાં ક્રિમિનલો બેફામ ફરે છે, જ્યારે પોલીસ પોતે ‘મૂકપ્રેક્ષક’ બનીને આ તમાશો જોઈ રહી હોવાનો અને કાયદો દારૂ તસ્કરોના પગ તળે કચડાઈ રહ્યો હોવાનો આક્ષેપ છે. આ વિસ્તારમાં એવી ચર્ચા છે કે સામાન્ય જનતા ભલે પરેશાન હોય, પરંતુ પોલીસ ચોકીના કથિત એડમિનિસ્ટ્રેટર ઘનશ્યામભાઈ માટે અહીં ‘બધું સલામત’ જેવું વાતાવરણ છે. એક્સાઈઝ એક્ટ મુજબ શાળાના ૧૦૦ મીટરના દાયરામાં કોઈ પણ નશીલા પદાર્થોનું વેચાણ ન થવું જોઈએ, ત્યારે આ જગ્યાએ માત્ર ૨૦ મીટર દૂર ‘મૃત્યુનો કૂવો’ કોણે ખોદવા દીધો તે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. સચિન GIDCની ગલીઓ અને ખૂણેખૂણે અત્યારે ફક્ત ‘નરેશભાઈ’ નામની જ ચર્ચા છે. લોકોમાં એવી વાત ચાલી રહી છે કે, જો આ વિસ્તારમાં કોઈ ગેરકાનૂની ધંધો કે દારૂની દુકાન શરૂ કરવી હોય, તો પોલીસ સ્ટેશન પર નહીં, પરંતુ 'નરેશભાઈના ઓફિસ'માં લાઈન લગાવવી પડે છે. દુકાન ચલાવનાર ભલે મુકેશભાઈ હોય, પરંતુ કથિત રીતે તેમને આશ્રય આપનાર નરેશભાઈ જ હોવાનું કહેવાય છે. સચિન પોલીસ સ્ટેશનમાં દારૂ સંબંધિત વહીવટ અને પરવાનગીની બધી ફાઈલો નરેશભાઈના ટેબલ પરથી પસાર થાય છે કે કેમ, અને આ 'નરેશબ્રાન્ડ' સેટિંગ પાછળ કયા મોટા લોકો છે તેવા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. દરરોજ સેંકડો માસૂમ બાળકો આ રસ્તેથી પસાર થાય છે, અને યુવાન છોકરાઓ દારૂ તથા ગાંજાના કારણે બરબાદ થઈ રહ્યા છે, જેનાથી ભાવિ પેઢીના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. આસપાસના લોકો, મહિલાઓ અને વાલીઓનો ગુસ્સો હવે હદ વટાવી ગયો છે. તેમણે સ્પષ્ટ ધમકી આપી છે કે, “જો આ સ્ટોલ તરત જ હટાવવામાં નહીં આવે, તો અમને કાયદો હાથમાં લેવાની ફરજ પડશે. અમારી આવનારી પેઢીને બરબાદ થતી જોવાને બદલે, અમે રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર આંદોલન કરીશું.” હવે ન્યૂઝ ચેનલોના કેમેરા અને અખબારોની શાહી સચિન GIDC પોલીસ સ્ટેશન અને મોટા અધિકારીઓ પર કેન્દ્રિત છે. સુરતના બહાદુર પોલીસ કમિશનર આ 'નરેશ-મુકેશ-ઘનશ્યામ' ત્રિપુટીની કથિત મિલીભગતનો પર્દાફાશ કરે છે કે પછી શિક્ષણના મંદિર પર દારૂના કાળા ડાઘ લાગેલા રહેશે, તે જોવું રહ્યું. આ ઘટનાને કારણે સચિન GIDC પોલીસની શાખ ધૂળમાં મળી રહી છે.
    1
    સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી પાર્થ પબ્લિક સ્કૂલથી માત્ર ૨૦ ડગલાં દૂર અને સચિન GIDC પોલીસ ચોકીની બિલકુલ બાજુમાં દારૂ અને ડ્રગ્સનો વેપાર નિર્ભયપણે ધમધમી રહ્યો છે. અહીં ખાખીનો ડર હોવા છતાં ક્રિમિનલો બેફામ ફરે છે, જ્યારે પોલીસ પોતે ‘મૂકપ્રેક્ષક’ બનીને આ તમાશો જોઈ રહી હોવાનો અને કાયદો દારૂ તસ્કરોના પગ તળે કચડાઈ રહ્યો હોવાનો આક્ષેપ છે. આ વિસ્તારમાં એવી ચર્ચા છે કે સામાન્ય જનતા ભલે પરેશાન હોય, પરંતુ પોલીસ ચોકીના કથિત એડમિનિસ્ટ્રેટર ઘનશ્યામભાઈ માટે અહીં ‘બધું સલામત’ જેવું વાતાવરણ છે.

એક્સાઈઝ એક્ટ મુજબ શાળાના ૧૦૦ મીટરના દાયરામાં કોઈ પણ નશીલા પદાર્થોનું વેચાણ ન થવું જોઈએ, ત્યારે આ જગ્યાએ માત્ર ૨૦ મીટર દૂર ‘મૃત્યુનો કૂવો’ કોણે ખોદવા દીધો તે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. સચિન GIDCની ગલીઓ અને ખૂણેખૂણે અત્યારે ફક્ત ‘નરેશભાઈ’ નામની જ ચર્ચા છે. લોકોમાં એવી વાત ચાલી રહી છે કે, જો આ વિસ્તારમાં કોઈ ગેરકાનૂની ધંધો કે દારૂની દુકાન શરૂ કરવી હોય, તો પોલીસ સ્ટેશન પર નહીં, પરંતુ 'નરેશભાઈના ઓફિસ'માં લાઈન લગાવવી પડે છે. દુકાન ચલાવનાર ભલે મુકેશભાઈ હોય, પરંતુ કથિત રીતે તેમને આશ્રય આપનાર નરેશભાઈ જ હોવાનું કહેવાય છે. સચિન પોલીસ સ્ટેશનમાં દારૂ સંબંધિત વહીવટ અને પરવાનગીની બધી ફાઈલો નરેશભાઈના ટેબલ પરથી પસાર થાય છે કે કેમ, અને આ 'નરેશબ્રાન્ડ' સેટિંગ પાછળ કયા મોટા લોકો છે તેવા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

દરરોજ સેંકડો માસૂમ બાળકો આ રસ્તેથી પસાર થાય છે, અને યુવાન છોકરાઓ દારૂ તથા ગાંજાના કારણે બરબાદ થઈ રહ્યા છે, જેનાથી ભાવિ પેઢીના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. આસપાસના લોકો, મહિલાઓ અને વાલીઓનો ગુસ્સો હવે હદ વટાવી ગયો છે. તેમણે સ્પષ્ટ ધમકી આપી છે કે, “જો આ સ્ટોલ તરત જ હટાવવામાં નહીં આવે, તો અમને કાયદો હાથમાં લેવાની ફરજ પડશે. અમારી આવનારી પેઢીને બરબાદ થતી જોવાને બદલે, અમે રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર આંદોલન કરીશું.”

હવે ન્યૂઝ ચેનલોના કેમેરા અને અખબારોની શાહી સચિન GIDC પોલીસ સ્ટેશન અને મોટા અધિકારીઓ પર કેન્દ્રિત છે. સુરતના બહાદુર પોલીસ કમિશનર આ 'નરેશ-મુકેશ-ઘનશ્યામ' ત્રિપુટીની કથિત મિલીભગતનો પર્દાફાશ કરે છે કે પછી શિક્ષણના મંદિર પર દારૂના કાળા ડાઘ લાગેલા રહેશે, તે જોવું રહ્યું. આ ઘટનાને કારણે સચિન GIDC પોલીસની શાખ ધૂળમાં મળી રહી છે.
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • સુરત સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ ફ્રોડના નેટવર્ક પર મોટો પ્રહાર કરતા આસામના ગુવાહાટી ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે કરોડો દેશવાસીઓને નિશાન બનાવતા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ રેકેટના બે સાયબર ઠગો, ઇજાજુલ હક જલાલુદ્દીન અને મુઝફર અલી સમસુલ હક,ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડનું સંચાલન પાકિસ્તાનથી થઈ રહ્યું હતું. આ ઠગ ટોળકી સોશિયલ મીડિયા પર લોકોને 'કોન બનેગા કરોડપતિ' (KBC) માં રૂ. 25 લાખ અને રૂ. 8 લાખની મોટી લોટરી લાગી હોવાની લાલચ આપતી હતી, અને ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ચાર્જ તેમજ ટેક્સના નામે ભોગ બનનાર પાસેથી રૂ. 13.51 લાખ પડાવી લેતી હતી. ભોગ બનનારનો ભરોસો જીતવા માટે, આ ગુનેગારો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના લોગોવાળા નકલી લેટરપેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના બનાવટી ચેક અને ભારત સરકારના લોગોવાળા મોહર મારેલા સ્ટેમ્પ પેપર વોટ્સએપ પર મોકલતા હતા, અને જે કોલ્સ આવ્યા હતા તે તમામ પાકિસ્તાની વોટ્સએપ નંબરોથી ઓપરેટ થતા હતા. સાયબર સેલની વિગતવાર તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડીના નાણાં આસામના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. મુખ્ય આરોપી ઇજાજુલ હકે માત્ર 1% કમિશન માટે પોતાનું એકાઉન્ટ મુઝફર અલીને આપ્યું હતું, જેણે આગળ 2% કમિશનના નામે આ એકાઉન્ટ મુખ્ય ફરાર આરોપીઓને સોંપ્યું હતું. આ એકાઉન્ટ્સમાંથી એટીએમ અને ચેક દ્વારા રોકડા નાણાં ઉપાડી લેવાતા હતા. આ ગેંગ સામે પોરબંદરના કુતિયાણા અને ઝારખંડમાં પણ ફરિયાદો નોંધાયેલી છે, જેમાં કુલ રૂ. 28.68 લાખના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.
    1
    સુરત સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ ફ્રોડના નેટવર્ક પર મોટો પ્રહાર કરતા આસામના ગુવાહાટી ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે કરોડો દેશવાસીઓને નિશાન બનાવતા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ રેકેટના બે સાયબર ઠગો, ઇજાજુલ હક જલાલુદ્દીન અને મુઝફર અલી સમસુલ હક,ની ધરપકડ કરી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડનું સંચાલન પાકિસ્તાનથી થઈ રહ્યું હતું. આ ઠગ ટોળકી સોશિયલ મીડિયા પર લોકોને 'કોન બનેગા કરોડપતિ' (KBC) માં રૂ. 25 લાખ અને રૂ. 8 લાખની મોટી લોટરી લાગી હોવાની લાલચ આપતી હતી, અને ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ચાર્જ તેમજ ટેક્સના નામે ભોગ બનનાર પાસેથી રૂ. 13.51 લાખ પડાવી લેતી હતી. ભોગ બનનારનો ભરોસો જીતવા માટે, આ ગુનેગારો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના લોગોવાળા નકલી લેટરપેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના બનાવટી ચેક અને ભારત સરકારના લોગોવાળા મોહર મારેલા સ્ટેમ્પ પેપર વોટ્સએપ પર મોકલતા હતા, અને જે કોલ્સ આવ્યા હતા તે તમામ પાકિસ્તાની વોટ્સએપ નંબરોથી ઓપરેટ થતા હતા.

સાયબર સેલની વિગતવાર તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડીના નાણાં આસામના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. મુખ્ય આરોપી ઇજાજુલ હકે માત્ર 1% કમિશન માટે પોતાનું એકાઉન્ટ મુઝફર અલીને આપ્યું હતું, જેણે આગળ 2% કમિશનના નામે આ એકાઉન્ટ મુખ્ય ફરાર આરોપીઓને સોંપ્યું હતું. આ એકાઉન્ટ્સમાંથી એટીએમ અને ચેક દ્વારા રોકડા નાણાં ઉપાડી લેવાતા હતા. આ ગેંગ સામે પોરબંદરના કુતિયાણા અને ઝારખંડમાં પણ ફરિયાદો નોંધાયેલી છે, જેમાં કુલ રૂ. 28.68 લાખના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory અડાજણ, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા 30 મેના રોજ શહેરને દબાણમુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. વેડ રોડથી અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ નજીક આવેલા ગેરકાયદેસર દબાણો અને બાંધકામોને દૂર કરવા માટે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન, એસએમસીના અધિકારીઓની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચી જેસીબી સહિતના ભારે મશીનોની મદદથી ગેરકાયદેસર માળખાં હટાવ્યા હતા, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. મનપા સૂત્રો અનુસાર, આ કામગીરી સ્થાનિક વિસ્તારમાં ટ્રાફિક અવરોધ અને જાહેર સુવિધાઓને અસર પહોંચાડતા દબાણોને દૂર કરવા માટે હાથ ધરવામાં આવી હતી. ડિમોલેશન પૂર્ણ થયા બાદ, કાટમાળને હટાવીને વિસ્તારને સ્વચ્છ બનાવવાનું કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર માર્ગો અને સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે, અને નાગરિકોને કાયદાનું પાલન કરવા તથા જાહેર મિલકતો પર દબાણ ન કરવા અપીલ કરવામાં આવી છે.
    1
    સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા 30 મેના રોજ શહેરને દબાણમુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. વેડ રોડથી અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ નજીક આવેલા ગેરકાયદેસર દબાણો અને બાંધકામોને દૂર કરવા માટે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન, એસએમસીના અધિકારીઓની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચી જેસીબી સહિતના ભારે મશીનોની મદદથી ગેરકાયદેસર માળખાં હટાવ્યા હતા, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.

મનપા સૂત્રો અનુસાર, આ કામગીરી સ્થાનિક વિસ્તારમાં ટ્રાફિક અવરોધ અને જાહેર સુવિધાઓને અસર પહોંચાડતા દબાણોને દૂર કરવા માટે હાથ ધરવામાં આવી હતી. ડિમોલેશન પૂર્ણ થયા બાદ, કાટમાળને હટાવીને વિસ્તારને સ્વચ્છ બનાવવાનું કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર માર્ગો અને સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે, અને નાગરિકોને કાયદાનું પાલન કરવા તથા જાહેર મિલકતો પર દબાણ ન કરવા અપીલ કરવામાં આવી છે.
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Press advisory અડાજણ, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સુરતના વેલંજા વિસ્તારમાં ૨૬ તારીખે એક વૃદ્ધાને ધમકાવીને તેમના ઝુમખા છીનવી લેવાની ઘટના બની હતી. આ મામલે પોલીસે રિતિક સંજયભાઈ કવિથી અને કાજલબેન જોગિંદ્ર શર્મા નામની મહિલાની ધરપકડ કરી છે. આરોપી પાસે પૈસા ન હોવાથી તે મહિલાની સાથે રિક્ષામાં બેસીને કામની શોધમાં સુરત આવ્યો હતો. સુરતમાં રૂમ ન મળતા, તે ખુલ્લામાં રહી રહ્યો હતો. તેણે રિક્ષામાં બેઠેલી વૃદ્ધાના ઝુમખા છીનવી લીધા હતા, જેના કારણે શિકાયતકર્તાને ઇજા પણ થઈ હતી. પોલીસ દ્વારા પકડાયેલા આરોપી રિતિકભાઈ વિરુદ્ધ અગાઉ ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે. આ ધરપકડ સાથે સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ગુનો પણ ઉકેલાઈ ગયો છે.
    1
    સુરતના વેલંજા વિસ્તારમાં ૨૬ તારીખે એક વૃદ્ધાને ધમકાવીને તેમના ઝુમખા છીનવી લેવાની ઘટના બની હતી. આ મામલે પોલીસે રિતિક સંજયભાઈ કવિથી અને કાજલબેન જોગિંદ્ર શર્મા નામની મહિલાની ધરપકડ કરી છે.

આરોપી પાસે પૈસા ન હોવાથી તે મહિલાની સાથે રિક્ષામાં બેસીને કામની શોધમાં સુરત આવ્યો હતો. સુરતમાં રૂમ ન મળતા, તે ખુલ્લામાં રહી રહ્યો હતો. તેણે રિક્ષામાં બેઠેલી વૃદ્ધાના ઝુમખા છીનવી લીધા હતા, જેના કારણે શિકાયતકર્તાને ઇજા પણ થઈ હતી.

પોલીસ દ્વારા પકડાયેલા આરોપી રિતિકભાઈ વિરુદ્ધ અગાઉ ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે. આ ધરપકડ સાથે સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ગુનો પણ ઉકેલાઈ ગયો છે.
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.