અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે DYSP વિરલ ચંદનની આગેવાની હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બૂટલેગરો અને અસામાજિક તત્વોની એકસાથે 'હાજરી પરેડ' યોજવામાં આવી હતી. આ પરેડ દરમિયાન તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે યોજાયેલી આ વિશેષ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બૂટલેગરો, ગુજસીટોક (GUJCTOC) ના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલના 54 આરોપીઓ, લીલીયા પોલીસ સ્ટેશનના 11 આરોપીઓ અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ સહિત કુલ 173 ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓની હાલની સામાજિક પ્રવૃત્તિઓ અને કામધંધા અંગે ઝીણવટભરી પૂછપરછ કરીને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. DYSP વિરલ ચંદન સાહેબે તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપી હતી કે જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે DYSP વિરલ ચંદનની આગેવાની હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બૂટલેગરો અને અસામાજિક તત્વોની એકસાથે 'હાજરી પરેડ' યોજવામાં આવી
હતી. આ પરેડ દરમિયાન તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે યોજાયેલી આ વિશેષ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બૂટલેગરો, ગુજસીટોક (GUJCTOC) ના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં
આવ્યા હતા. આ પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલના 54 આરોપીઓ, લીલીયા પોલીસ સ્ટેશનના 11 આરોપીઓ અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ સહિત કુલ 173 ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓની હાલની સામાજિક પ્રવૃત્તિઓ અને કામધંધા અંગે ઝીણવટભરી પૂછપરછ કરીને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. DYSP વિરલ
ચંદન સાહેબે તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપી હતી કે જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.
- ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વન્યપ્રાણીઓના માનવ વસ્તીમાં પ્રવેશ અને રંજાડને ડામવા માટે કરાયેલી ત્વરિત કાર્યવાહી અંતર્ગત ધારીના જસાધાર રેન્જના વાંસોજ ગામેથી એક દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે. વાંસોજ ગામના રહેવાસી શ્રી મોહનભાઈ કાળાભાઈ કામળિયાની વાડીમાં દીપડાની અવરજવર અને રંજાડ હોવાની ફરિયાદ વન વિભાગને મળી હતી. સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીર પૂર્વ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને પકડવા માટે ખાસ વ્યૂહરચનાના ભાગરૂપે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં વન વિભાગની સતર્કતાના કારણે આજે વહેલી સવારે દીપડો પાંજરામાં ફસાઈ ગયો હતો. પાંજરે પુરાયેલા આ દીપડાને સુરક્ષિત રીતે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં નિષ્ણાત પશુચિકિત્સકો દ્વારા તેનું આરોગ્ય પરીક્ષણ અને વધુ તપાસ કરવામાં આવશે. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા ગ્રામજનોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જો પોતાના વિસ્તારમાં સિંહ, દીપડા કે અન્ય કોઈ વન્યપ્રાણીની હાજરી જણાય તો તાત્કાલિક નજીકની વન વિભાગની કચેરીનો સંપર્ક કરવો. વન્યપ્રાણી દેખાય ત્યારે અનાવશ્યક ભીડ એકઠી ન કરવા, પ્રાણીઓ સાથે છેડછાડ ન કરવા અને સુરક્ષિત અંતર જાળવવા સહિત વન વિભાગની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. વન વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે વાંસોજ ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.1
- રાજકોટ જિલ્લાના લોઠડા ગામે આવેલી શ્રી ટેકનો કાસ્ટ કંપનીના ભઠ્ઠી વિભાગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે મૂળ બિહારના મજૂર કૃષ્ણ પંડીતનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે કંપનીની બેદરકારીના કારણે જ આ મોત થયું છે. કંપનીમાં રોબોટ કે સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાના કારણે મજૂરને શોર્ટ લાગ્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. કૃષ્ણ પંડિતના મૃત્યુ બાદ રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. આ ઘટનાને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં મજૂરો પણ ભેગા થયા છે.4
- જેતપુરના કણકિયા પ્લોટમાં મૈત્રીપૂર્ણ સંબંધમાં જીવવું એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થયું છે. કણકિયા પ્લોટમાં અંબર સિનેમા પાસે રહેતા અને મજૂરી કામ કરતા કમલેશ વાઘેલા જ્યારે બપોરે લંચ સમયે છાશ લેવા બહાર નીકળ્યા, ત્યારે તેમની સાથે રહેતી મહિલાના પુત્ર જયન વાઘેલાએ તેમને રસ્તામાં રોકીને ૫ થી ૬ વાર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ગંભીર હુમલામાં કમલેશ વાઘેલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક કમલેશ વાઘેલા નીતા વાઘેલા સાથે દોસ્તીના સંબંધમાં રહેતા હતા. નીતાના પતિના અવસાન બાદ બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અને તેઓ સાથે રહેવા લાગ્યા હતા. જોકે, આ સંબંધ નીતાના પુત્ર જયનને બિલકુલ પસંદ ન હતો, જેના કારણે તે સતત નારાજ રહેતો હતો અને રાજકોટમાં અલગ રહેતો હતો. પોતાની માતા વર્ષોથી અન્ય પુરુષ સાથે મૈત્રીપૂર્ણ સંબંધમાં રહેતી હોવાની બાબત સહન ન થતાં જયને કમલેશની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી જયન વાઘેલા અને તેનો સાથી ધ્રુવ નૈયા અગાઉ પણ એક મર્ડર કેસમાં સંડોવાયેલા હતા. તેઓ એક દિવસ પહેલા જ જેતપુર પહોંચ્યા હતા અને કમલેશ વાઘેલાની હિલચાલ પર સતત નજર રાખી રહ્યા હતા. હત્યામાં વપરાયેલું ચપ્પુ રાજકોટથી જેતપુર આવતી વખતે વીરપુરથી ખરીદવામાં આવ્યું હતું. તક મળતા જ જયને પૂર્વ આયોજિત કાવતરા મુજબ કમલેશ પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. ઘટનાની ગણતરીની કલાકોમાં પોલીસે સપાટો બોલાવીને આરોપી જયન વાઘેલા અને ધ્રુવ નૈયા બંનેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.1
- બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ ભક્તિમય અવસરે ભગવાન સમક્ષ ફળોનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે.1
- જૂનાગઢમાં બાળક પર હુમલો કરનાર સિંહને આખરે પકડી લેવામાં આવ્યો છે. જૂનાગઢથી મેહુલ સિંગલના અહેવાલ અનુસાર, જે સિંહે બાળક પર હુમલો કર્યો હતો તે સિંહ આખરે પકડાઈ ગયો છે.1
- અમરેલી જિલ્લાના વીરપુર ગામમાં જર્જરિત બની ગયેલી બે પાણીની ટાંકીઓને કારણે મોટો ખતરો ઊભો થયો છે અને ગ્રામજનોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. આ પાણીની ટાંકીઓ ગામ માટે અત્યંત મહત્વની છે, કારણ કે તે ગામના આશરે ૭૫% ભાગને પીવાનું પાણી પૂરું પાડે છે. આટલી મોટી વસ્તીની તરસ છિપાવતી આ ટાંકીઓ અત્યારે સાવ ખખડધજ અને જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.1
- ભાવનગર જિલ્લાના પાલિતાણામાં દેશની સલામતીને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ધર્મના નામે જાણીજોઈને ભારતની ગુપ્તતા અને દેશની સુરક્ષા સાથે ખતરનાક ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. દેશની અખંડિતતા સામે આ પ્રકારનું મોટું ષડયંત્ર જાણીજોઈને ઘડવામાં આવ્યું હોવાની આક્રોશભરી વાત સામે આવી છે.1
- ગુજરાતમાં કપાસનું 80% વાવેતર પૂર્ણ થઈ ગયા બાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી 'કપાસ ક્રાંતિ યોજના'ને સરકારનો વધુ એક મૂર્ખામી ભર્યો પરિપત્ર ગણાવી ભારે વિરોધ કરાયો છે. આ પરિપત્રમાં ખેડૂતોને બિયારણ મળશે કે રોકડ સહાય, તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ યોજના અંતર્ગત માત્ર 3 ફૂટ કે તેનાથી ઓછા અંતરે વાવેતર કરનાર ખેડૂતોને જ લાભ આપવાની જોગવાઈ કરાઈ છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે કપાસનું વાવેતર સામાન્ય રીતે 4 કે તેથી વધુ ફૂટના અંતરે થાય છે અને 3 ફૂટ કે તેનાથી ઓછા અંતરે કોઈ ખેડૂતો વાવેતર જ કરતા નથી. દ્વારકાથી સામે આવેલા અહેવાલ મુજબ, દર વર્ષે આપવામાં આવતા મગફળી અને તુવેર જેવા બિયારણ તેમજ જંતુનાશક દવાની કીટ પણ હજુ સુધી ખેડૂતોને પૂરી પાડવામાં આવી નથી. કપાસ ઉદ્યોગમાં સાચી ક્રાંતિ માટે અમેરિકાથી થતી આયાત પરની 0% આયાત ડ્યુટી નાબૂદ કરવાની માંગ કરવામાં આવી છે અને આક્ષેપ કરાયો છે કે સરકાર 0% આયાત ડ્યુટી રાખીને ખેડૂતોને ખતમ કરવા માંગે છે. સરકારની આ નીતિઓ સામે ઉગ્ર આક્રોશ ઠાલવતા સીધા પ્રહારો કરાયા છે કે આ મુખ્યમંત્રી નહિ પણ મૂર્ખ મંત્રી છે અને કૃષિ મંત્રી નહિ પણ ખુરશી મંત્રી છે.1
- Post by રજની ભાઈ પરીખ1