Shuru
Apke Nagar Ki App…
ભાવનગરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાંથી કોડીન ફોસ્ફેટ ધરાવતી કફ સિરપની ૧૧૯ બોટલો ઝડપાયાના કેસમાં પોલીસે વધુ એક આરોપી મિલન ધર્મેન્દ્રભાઈ સોલંકીની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ કુલદિપ ભરતભાઈ કોલાદરાને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, જે બાદ તપાસમાં મિલન સોલંકી તથા અન્ય આરોપીઓની સંડોવણી બહાર આવી હતી. પોલીસે મિલન સોલંકીની અટકાયત કરી NDPS Actની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.
Vagadiya chintan dilipbhai
ભાવનગરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાંથી કોડીન ફોસ્ફેટ ધરાવતી કફ સિરપની ૧૧૯ બોટલો ઝડપાયાના કેસમાં પોલીસે વધુ એક આરોપી મિલન ધર્મેન્દ્રભાઈ સોલંકીની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ કુલદિપ ભરતભાઈ કોલાદરાને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, જે બાદ તપાસમાં મિલન સોલંકી તથા અન્ય આરોપીઓની સંડોવણી બહાર આવી હતી. પોલીસે મિલન સોલંકીની અટકાયત કરી NDPS Actની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.
More news from ગુજરાત and nearby areas
- રાજકોટમાં ગત તારીખ ૨૬ ના રોજ શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા આરોપી સાજીદ કેરૂન અને અનિશા કેરૂન નામના બે વ્યક્તિઓએ વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટીની ચોરી કરી હતી. આ ઘટના બાદ માલવીયા નગર પોલીસે સક્રિય બની બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચોરાઈ ગયેલ કુલ ₹35,000 ની કિંમતનો બુટ્ટીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી સાજીદ કેરૂન વિરુદ્ધ અગાઉ પણ હત્યાના પ્રયાસનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જે પોલીસ તપાસમાં મહત્વના સાબિત થયા.4
- વર્ષ 2026 માં ખારી નદીના જંગલ કટીંગનો ફેઝ-2 નાનાત્રડિયાથી બાજરડા સુધી મંજૂર કરવામાં આવ્યો છે. 67 વર્ષના લાંબા સમયગાળા બાદ બાજરડા ગામના વર્તમાન ડેલિગેટ અને તાલુકા પંચાયતના સદસ્ય નાસીરહુસેન સંઘરીયાત દ્વારા આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ જંગલ કટીંગના કારણે બાજરડા ગામના ખેડૂતો અને પશુપાલકોમાં અનેરી આનંદની લાગણી જોવા મળી રહી છે, કારણ કે આનાથી તેમને ઘણો લાભ થશે. આ લાભ માત્ર બાજરડા ગામ પૂરતો સીમિત નથી, પરંતુ નાનાત્રાડીયા, મોટાત્રાડીયા અને કમાલપર જેવા અન્ય ગામોને પણ તેનો લાભ મળી રહેશે. આમ, 67 વર્ષથી બાજરડા ગામની ખારી નદીનો જે 'પ્રાણપ્રશ્ન' હતો, તે આ કામગીરી દ્વારા દૂર થતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.1
- આજકાલ લોકોમાં 'સનાતન શું છે?' તે પ્રશ્ન અગ્રસ્થાને છે, પરંતુ આ વિશે કોઈ પણ વ્યક્તિ લોકોને સાચી સમજણ આપી રહ્યું નથી. પરિણામે, લોકો પોતાના પંથને જ સાચો ધર્મ ગણાવીને એકબીજા સાથે લડી રહ્યા છે.1
- અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડીયાના પદગ્રહણ કાર્યક્રમમાં એક મોટો વિવાદ સામે આવ્યો હતો. કાર્યક્રમના પ્રથમ દિવસે જ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું નામ યાદ ન રહેતા આ ઘટનાને કારણે ભાંગરો વાટવામાં આવ્યો હતો.1
- Nanu moshm pura khambat Nanu moshm pura khambat Aanand gujrati Nanu moshm pura khambat Nanu moshm pura khambat Nanu moshm pura khambat Aanand gujrati1
- રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામે ગઈકાલે મોડી રાત્રે એક મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો રાત્રીના સમયે મકાનમાં ઘૂસી પાંચ તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આટકોટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તસ્કરોની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. આ બનાવ અંગે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.4