logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કેશોદ નગરપાલિકાની કામગીરી સામે તીખા સવાલો નંદીને પાંજરામાં પૂરી નગરપાલિકા હાથ ઊંચા કરી બેઠી? કેશોદમાં પશુવ્યવસ્થા સામે સવાલો હડકાયું હોવાની શંકાએ નંદીને પાંજરામાં પૂર્યો, હવે નગરપાલિકા પાસે ઉકેલ નથી કે જવાબદારી લેવાની તૈયારી નથી? 20 કિમીની જાત્રા બાદ પણ નંદી ત્યાંનો ત્યાં જ, કેશોદ નગરપાલિકાની પશુવ્યવસ્થા સામે ગંભીર સવાલો કેશોદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા વચ્ચે નગરપાલિકાની કામગીરી સામે વધુ એક ગંભીર સવાલ ઊભો થયો છે. વાસાવાડી વિસ્તારમાં તા. 14 સપ્ટેમ્બર, 2026ની સાંજે નાની ઉંમરના નંદીને કોઈને મારતો હોવાની વાત સામે આવ્યા બાદ તેને હડકાયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. નગરપાલિકાની ફાયર ટીમે સ્થળ પર તપાસ કરી હતી, પરંતુ હડકાયું હોવાના સ્પષ્ટ લક્ષણો જોવા મળ્યા ન હોવાનું જાણવા મળે છે. બીજા દિવસે તા. 15 સપ્ટેમ્બરે નંદીને નગરપાલિકાના પાંજરામાં પૂરી દેવામાં આવ્યો હતો. નંદીને ઘંસારી પાટીયા નજીક આવેલા બળદ આશ્રમ ખાતે મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ હડકવાની જાણ થતા તેને સ્વીકારવામાં આવ્યો ન હોવાનું જાણવા મળે છે. પરિણામે આશરે 20 કિમીની મુસાફરી કર્યા બાદ નંદી ફરી પાંજરામાં જ પરત આવ્યો. પાંજરું છે, પરંતુ ઉકેલ ક્યાં છે? નંદીને પાંજરામાં પૂર્યા બાદ તેની તબીબી તપાસ થઈ છે કે નહીં, સારવાર માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને ક્યાં રાખવામાં આવશે તે અંગે નગરપાલિકા તરફથી સ્પષ્ટતા સામે આવી નથી. હડકાયું હોવાની શંકા ધરાવતા પશુ માટે યોગ્ય તબીબી વ્યવસ્થા જરૂરી છે, ત્યારે માત્ર પાંજરામાં પૂરી રાખવાથી જવાબદારી પૂરી થઈ જાય છે કે કેમ તે સવાલ છે. શું નંદી સ્વસ્થ થાય ત્યાં સુધી પાંજરામાં જ રહેશે? શું નગરપાલિકા પાસે બીમાર અથવા હડકવાની શંકા ધરાવતા પશુઓ માટે કોઈ અલગ વ્યવસ્થા નથી? કે પછી પશુને પકડીને પાંજરામાં પૂર્યા બાદ તેની આગળની જવાબદારીમાંથી છટકી જવાની રીત અપનાવવામાં આવી રહી છે? આવા સવાલો વચ્ચે હવે નગરપાલિકાની કામગીરી સામે પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રમુખને જાણ કરવા ગયા રિપોર્ટર, પરંતુ પ્રમુખ જ હાજર નહીં! આ સમગ્ર ઘટનાની જાણ થતાં અમારા રિપોર્ટર દ્વારા કેશોદ નગરપાલિકા પ્રમુખને જાણ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રમુખ હાજર ન હોવાથી આ બાબતે જાણ કોને કરવી તે પણ સવાલ બની રહ્યો છે. શહેરના પશુઓની સમસ્યા અંગે જવાબદારી કોની? નગરપાલિકાની કામગીરી અંગે સવાલો ઊભા થાય ત્યારે જવાબ આપનાર કોણ? નંદીની હાલત અંગે સ્પષ્ટતા કરવા અને આગળની વ્યવસ્થા અંગે જવાબદારી નક્કી કરવા નગરપાલિકા તંત્ર આગળ આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે કેશોદ નગરપાલિકા આ નંદીની તબીબી તપાસ, સારવાર અને યોગ્ય આશ્રય માટે શું પગલાં ભરે છે કે પછી નંદીને પાંજરામાં પૂરીને મામલો ભૂલી જવામાં આવશે. ✍️ જગદીશ યાદવ જૂનાગઢ

1 day ago
user_જગદીશ યાદવ
જગદીશ યાદવ
Local News Reporter Keshod, Junagadh•
1 day ago

કેશોદ નગરપાલિકાની કામગીરી સામે તીખા સવાલો નંદીને પાંજરામાં પૂરી નગરપાલિકા હાથ ઊંચા કરી બેઠી? કેશોદમાં પશુવ્યવસ્થા સામે સવાલો હડકાયું હોવાની શંકાએ નંદીને પાંજરામાં પૂર્યો, હવે નગરપાલિકા પાસે ઉકેલ નથી કે જવાબદારી લેવાની તૈયારી નથી? 20 કિમીની જાત્રા બાદ પણ નંદી ત્યાંનો ત્યાં જ, કેશોદ નગરપાલિકાની પશુવ્યવસ્થા સામે ગંભીર સવાલો કેશોદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા વચ્ચે નગરપાલિકાની કામગીરી સામે વધુ એક ગંભીર સવાલ ઊભો થયો છે. વાસાવાડી વિસ્તારમાં તા. 14 સપ્ટેમ્બર, 2026ની સાંજે નાની ઉંમરના નંદીને કોઈને મારતો હોવાની વાત સામે આવ્યા બાદ તેને હડકાયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. નગરપાલિકાની ફાયર ટીમે સ્થળ પર તપાસ કરી હતી,

પરંતુ હડકાયું હોવાના સ્પષ્ટ લક્ષણો જોવા મળ્યા ન હોવાનું જાણવા મળે છે. બીજા દિવસે તા. 15 સપ્ટેમ્બરે નંદીને નગરપાલિકાના પાંજરામાં પૂરી દેવામાં આવ્યો હતો. નંદીને ઘંસારી પાટીયા નજીક આવેલા બળદ આશ્રમ ખાતે મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ હડકવાની જાણ થતા તેને સ્વીકારવામાં આવ્યો ન હોવાનું જાણવા મળે છે. પરિણામે આશરે 20 કિમીની મુસાફરી કર્યા બાદ નંદી ફરી પાંજરામાં જ પરત આવ્યો. પાંજરું છે, પરંતુ ઉકેલ ક્યાં છે? નંદીને પાંજરામાં પૂર્યા બાદ તેની તબીબી તપાસ થઈ છે કે નહીં, સારવાર માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને ક્યાં રાખવામાં આવશે તે અંગે નગરપાલિકા તરફથી

સ્પષ્ટતા સામે આવી નથી. હડકાયું હોવાની શંકા ધરાવતા પશુ માટે યોગ્ય તબીબી વ્યવસ્થા જરૂરી છે, ત્યારે માત્ર પાંજરામાં પૂરી રાખવાથી જવાબદારી પૂરી થઈ જાય છે કે કેમ તે સવાલ છે. શું નંદી સ્વસ્થ થાય ત્યાં સુધી પાંજરામાં જ રહેશે? શું નગરપાલિકા પાસે બીમાર અથવા હડકવાની શંકા ધરાવતા પશુઓ માટે કોઈ અલગ વ્યવસ્થા નથી? કે પછી પશુને પકડીને પાંજરામાં પૂર્યા બાદ તેની આગળની જવાબદારીમાંથી છટકી જવાની રીત અપનાવવામાં આવી રહી છે? આવા સવાલો વચ્ચે હવે નગરપાલિકાની કામગીરી સામે પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રમુખને જાણ કરવા ગયા રિપોર્ટર, પરંતુ પ્રમુખ જ હાજર નહીં! આ સમગ્ર ઘટનાની જાણ થતાં

અમારા રિપોર્ટર દ્વારા કેશોદ નગરપાલિકા પ્રમુખને જાણ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રમુખ હાજર ન હોવાથી આ બાબતે જાણ કોને કરવી તે પણ સવાલ બની રહ્યો છે. શહેરના પશુઓની સમસ્યા અંગે જવાબદારી કોની? નગરપાલિકાની કામગીરી અંગે સવાલો ઊભા થાય ત્યારે જવાબ આપનાર કોણ? નંદીની હાલત અંગે સ્પષ્ટતા કરવા અને આગળની વ્યવસ્થા અંગે જવાબદારી નક્કી કરવા નગરપાલિકા તંત્ર આગળ આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે કેશોદ નગરપાલિકા આ નંદીની તબીબી તપાસ, સારવાર અને યોગ્ય આશ્રય માટે શું પગલાં ભરે છે કે પછી નંદીને પાંજરામાં પૂરીને મામલો ભૂલી જવામાં આવશે. ✍️ જગદીશ યાદવ જૂનાગઢ

More news from ગુજરાત and nearby areas
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો ધોરાજી સ્થિત સરકારી હોસ્પિટલ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે 'મહા રક્તદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર, સરકારી હોસ્પિટલ અને સ્થાનિક રક્તદાતાઓના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કેમ્પ યોજાયો હતો. દેશભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ધોરાજી ખાતે પણ સેવા પખવાડિયાના ભાગરૂપે સરકારી હોસ્પિટલમાં વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ, સદસ્યો, શહેર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરી વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
    1
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો ધોરાજી સ્થિત સરકારી હોસ્પિટલ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે 'મહા રક્તદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર, સરકારી હોસ્પિટલ અને સ્થાનિક રક્તદાતાઓના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કેમ્પ યોજાયો હતો.
દેશભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ધોરાજી ખાતે પણ સેવા પખવાડિયાના ભાગરૂપે સરકારી હોસ્પિટલમાં વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ, સદસ્યો, શહેર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરી વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • બીકે પી ન્યુઝ આજરોજ સવારથી ધોરાજી શહેરમાં વરસાદનું આગમન; વાતાવરણમાં ઠંડક પ્રસરી. સ્થાન / તારીખ: ધોરાજી, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ આજરોજ વહેલી સવારથી જ ધોરાજી શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમીથી નાગરિકોને મોટી રાહત મળી છે. ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જાહેર કરનાર: બીકે પી ન્યુઝ ટીમ, ધોરાજી.
    1
    બીકે પી ન્યુઝ
આજરોજ સવારથી ધોરાજી શહેરમાં વરસાદનું આગમન; વાતાવરણમાં ઠંડક પ્રસરી.
સ્થાન / તારીખ: ધોરાજી, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬
આજરોજ વહેલી સવારથી જ ધોરાજી શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમીથી નાગરિકોને મોટી રાહત મળી છે. ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
જાહેર કરનાર:
બીકે પી ન્યુઝ ટીમ, ધોરાજી.
    user_Bkp News
    Bkp News
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    9 hrs ago
  • દેશ ના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા
    1
    દેશ ના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    4 hrs ago
  • જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ
    1
    જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત 
રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં  ગાંજાનો જથ્થો મળી આવ્યો
જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    8 hrs ago
  • અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... બેકિંગ, અમરેલી... જાફરાબાદ.... અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... જાફરાબાદ શહેરના એસટી બસ ફોર વ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત...... અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.... આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા..... સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.....
    1
    અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો.....
બેકિંગ, અમરેલી...
જાફરાબાદ....
અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો.....
જાફરાબાદ શહેરના એસટી બસ ફોર વ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત......
અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો....
આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા.....
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.....
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    23 hrs ago
  • મહુવામાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યક્રમ: 620થી વધુ વયોવૃદ્ધોને રૂ.59 લાખની સાધન સહાય
    1
    મહુવામાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યક્રમ: 620થી વધુ વયોવૃદ્ધોને રૂ.59 લાખની સાધન સહાય
    user_Vijay bariya
    Vijay bariya
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • ધોરાજીની કડવી વાસ્તવિકતા! જરાક અમથો વરસાદ શું પડ્યો, ધોરાજીના પોકળ વિકાસની પોલ છતી થઈ ગઈ ધોરાજી નર્ક પાલીકા છે કે શું! ધોરાજીની કડવી વાસ્તવિકતા! જરાક અમથો વરસાદ શું પડ્યો, ધોરાજીના પોકળ વિકાસની પોલ છતી થઈ ગઈ ધોરાજી નર્ક પાલીકા છે કે શું!સ્ટેશન રોડ, જેતપુર રોડ, જમનાવડ રોડ, મેઈન બજાર, ચકલા ચોક અને શાકભાજી માર્કેટ... શહેરનો એવો એકપણ માર્ગ બાકી નથી જ્યાં મોત સમાન મસમોટા ખાડાઓ ન હોય! રાહદારીઓ અને વાહનચાલકો દરરોજ નાના-મોટા અકસ્માતોનો ભોગ બની રહ્યા છે એક બાજુ મોંઘવારીનો માર અને બીજી બાજુ તંત્રનું પાપ! તહેવારોની સિઝનમાં ગ્રાહકોની રાહ જોતા વેપારીઓના ધંધા ચોપટ થઈ ગયા છે. રસ્તા પરના કાદવ અને ખાડાઓને લીધે ગ્રાહકો બજારમાં પગ મૂકવા તૈયાર નથી. વેપારીઓ પૂછી રહ્યા છે કે—આ આર્થિક નુકસાનની ભરપાઈ કોણ કરશે? અધૂરું બ્રિજનું કામ અને ખોદાયેલા માર્ગો જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજની કાચબા ગતિએ ચાલતી કામગીરીને કારણે ડાયવર્ઝન રસ્તાઓ પણ જીવલેણ બની ગયા છે. સ્ટેશન રોડ પર સારા ભલા રસ્તાને ખોદીને આર.સી.સી. રોડની કામગીરી હાથ ધરાઈ છે, જેને લઈને હવે વકીલ મંડળે લાલ આંખ કરી છે. વકીલ મંડળે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આ રસ્તાના નિર્માણમાં ભ્રષ્ટાચારની ગંધ પણ આવી, તો તમામને કાયદાના સકંજામાં ખેંચી લવાશે! અંધેર નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ! નવી પાઇપલાઇનના નામે પ્રજા પાસેથી નાણાં તો ખંખેરી લીધા, પણ નળમાં પાણીનું ટીપુંય નથી આવતું! તેના પર ઘા પર મીઠું ભભરાવતો તુગલકી નિર્ણય—મિલકત વેરામાં જનતા પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલાય છે! પ્રજા પાસેથી ટેક્સ પડાવાય છે, પણ સામે અપાય છે માત્ર નર્કાગાર! આખરે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગશે?
    1
    ધોરાજીની કડવી વાસ્તવિકતા! જરાક અમથો વરસાદ શું પડ્યો, ધોરાજીના પોકળ વિકાસની પોલ છતી થઈ ગઈ ધોરાજી નર્ક પાલીકા છે કે શું!
ધોરાજીની કડવી વાસ્તવિકતા! જરાક અમથો વરસાદ શું પડ્યો, ધોરાજીના પોકળ વિકાસની પોલ છતી થઈ ગઈ ધોરાજી નર્ક પાલીકા છે કે શું!સ્ટેશન રોડ, જેતપુર રોડ, જમનાવડ રોડ, મેઈન બજાર, ચકલા ચોક અને શાકભાજી માર્કેટ... શહેરનો એવો એકપણ માર્ગ બાકી નથી જ્યાં મોત સમાન મસમોટા ખાડાઓ ન હોય! રાહદારીઓ અને વાહનચાલકો દરરોજ નાના-મોટા અકસ્માતોનો ભોગ બની રહ્યા છે એક બાજુ મોંઘવારીનો માર અને બીજી બાજુ તંત્રનું પાપ! તહેવારોની સિઝનમાં ગ્રાહકોની રાહ જોતા વેપારીઓના ધંધા ચોપટ થઈ ગયા છે. રસ્તા પરના કાદવ અને ખાડાઓને લીધે ગ્રાહકો બજારમાં પગ મૂકવા તૈયાર નથી. વેપારીઓ પૂછી રહ્યા છે કે—આ આર્થિક નુકસાનની ભરપાઈ કોણ કરશે? અધૂરું બ્રિજનું કામ અને ખોદાયેલા માર્ગો જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજની કાચબા ગતિએ ચાલતી કામગીરીને કારણે ડાયવર્ઝન રસ્તાઓ પણ જીવલેણ બની ગયા છે. સ્ટેશન રોડ પર સારા ભલા રસ્તાને ખોદીને આર.સી.સી. રોડની કામગીરી હાથ ધરાઈ છે, જેને લઈને હવે વકીલ મંડળે લાલ આંખ કરી છે. વકીલ મંડળે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આ રસ્તાના નિર્માણમાં ભ્રષ્ટાચારની ગંધ પણ આવી, તો તમામને કાયદાના સકંજામાં ખેંચી લવાશે! અંધેર નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ! નવી પાઇપલાઇનના નામે પ્રજા પાસેથી નાણાં તો ખંખેરી લીધા, પણ નળમાં પાણીનું ટીપુંય નથી આવતું! તેના પર ઘા પર મીઠું ભભરાવતો તુગલકી નિર્ણય—મિલકત વેરામાં જનતા પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલાય છે! પ્રજા પાસેથી ટેક્સ પડાવાય છે, પણ સામે અપાય છે માત્ર નર્કાગાર! આખરે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગશે?
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો... ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો...
    1
    ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો...
ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.