Shuru
Apke Nagar Ki App…
મોરબીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા નું હાર્ટ એટેકથી અચાનક નિધન થયું છે. મળતી માહિતી મુજબ તેઓ કાર્યકરના ઘરે બેઠા વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા છે. સમગ્ર જિલ્લામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad Morbi
મોરબીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા નું હાર્ટ એટેકથી અચાનક નિધન થયું છે. મળતી માહિતી મુજબ તેઓ કાર્યકરના ઘરે બેઠા વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા છે. સમગ્ર જિલ્લામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh thakor Halvad Morbi1
- સાયલા તાલુકામાં ગેરકાયદેસર કોલસાના ધંધા પર પોલીસનો મોટો છાપો: લાખોની કિંમતનો ખનીજ જથ્થા સાથે મુદ્દામાલ કબજે કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા સામે મોટું એક્શન લેવામાં આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા રેડ દરમિયાન લાખો રૂપિયાની ખનીજ જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરવામાં આવયો છે. આ સમગ્ર ઓપરેશનમાં અનેક અધિકારીઓ અને પોલીસ ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. ચાલો જાણીએ સમગ્ર વિગત… સાયલા તાલુકાના ચોરવીર ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા પર પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 35 કોલસાના ભઠ્ઠા તેમજ અંદાજે 668.55 મેટ્રિક ટન કોલસો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 6,39,50,000 જેટલી મિલકત જપ્ત કરી છે. જેમાં 21 ભઠ્ઠા બનાવવાના સ્ટ્રક્ચર, 8 કોમ્પ્રેસર મશીનો, 3 જનરેટર અને 1 લોડર સહિતના સાધનોનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ગુપ્ત બાતમી મળતાં જ તાત્કાલિક ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં એલસીબી, સ્થાનિક પોલીસ તેમજ અન્ય સ્ટાફના સહયોગથી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી ચાલુ છે. બાઈટ નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી લીંબડી બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી1
- Post by Vopul luhar1
- *ચંદનનગરી ગામે ગૌચરની જમીન પર ગેરકાયદેસર ખોદકામ થવાના મામલે ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે*. મળતી માહિતી મુજબ સર્વે નંબર 241 હેઠળ આવતી રેવન્યુ વલાણી ગૌચરની જમીન પર ખનિજ માફિયાઓ દ્વારા સતત ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ચંદનનગરીના પૂર્વ સરપંચ દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામલોકોનું કહેવું છે કે ગૌચર જમીન પશુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, છતાં તેનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે.1
- વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા કુલ 7 ગુનાઓમાં જપ્ત કરાયેલ 21,772 બોટલ વિદેશી દારૂનો કાયદેસર રીતે નાશ કરા1
- વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા1
- ભારતના રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ”ના ઐતિહાસિક ગૌરવને વંદન કરવા તથા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને ગૌરવની ભાવનાને પ્રગટ કરવા તા.૨૩ માર્ચથી ૩૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં "વંદે માતરમ @ ૧૫૦" અંતર્ગત વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે બોટાદ જિલ્લામાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ, પાળિયાદ રોડથી સરકારી હાઇસ્કૂલ, સ્ટેશન રોડ સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં દેશપ્રેમની ઉર્જા સાથે વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, આંગણવાડી બહેનો અને શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત માર્કેટિંગ યાર્ડ ખાતે “વંદે માતરમ”ના પૂર્ણ સ્વરૂપના ગાન સાથે કરવામાં આવી હતી, જેના સ્વરોમાં દેશભક્તિની અનોખી લાગણી ગુંજી ઉઠી હતી ત્યારબાદ મહાનુભાવો દ્વારા પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું પદયાત્રામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ પદયાત્રાએ દેશપ્રેમનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું આ પદયાત્રામાં અધિક નિવાસી કલેકટર પી.એલ. ઝણકાત, પ્રાંત અધિકારીઆરતી ગોસ્વામી, મામલતદાર એસ.ડી. બારૈયા, જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, સ્વામિનારાયણ ગુરુકુળના સંત માધવસ્વામી, અગ્રણી મયુરભાઈ પટેલ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવભેર ઉજવ્યો હતો રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- મોરબીમાં મેટ્રો ગ્રુપના ઉદ્યોગપતિ પર થયેલ હુમલા મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના પૂર્વ ચેરમેન અને કહેવાતા રાષ્ટ્રભક્ત અજય લોરીયાની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવ અંગે ડિવિઝનલ એસપી જે.એમ.આલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં અજય લોરીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1