વિરપુર તાલુકામાં રાત્રિ દરમિયાન ૩.૭૪ ઈંચ ધોધમાર વરસાદ, વીજળી પડતાં એક ગાયનું મોત.. મહિસાગર જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વિરપુર તાલુકામાં શુક્રવારની સાંજથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે તાલુકામાં કુલ ૩.૭૪ ઈંચ (આશરે ૯૫ મીમી) વરસાદ નોંધાયો હતો. ભારે પવનના કારણે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે ગ્રામજનોને રાત્રિ દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે દરમિયાન તાલુકાના ઘાટડા ગામે દુઃખદ ઘટના બની હતી. ગામના રહેવાસી રાકેશભાઈ ઉદાભાઈ પગીના ઘર આંગણે બાંધેલી ગાય પર અચાનક વીજળી પડતાં ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાથી પશુપાલક પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. હવામાન વિભાગે આગામી શનીવારના દસ વાગ્યા સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. રીપોર્ટર - વિપુલ જોષી વિરપુર
વિરપુર તાલુકામાં રાત્રિ દરમિયાન ૩.૭૪ ઈંચ ધોધમાર વરસાદ, વીજળી પડતાં એક ગાયનું મોત.. મહિસાગર જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વિરપુર તાલુકામાં શુક્રવારની સાંજથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે પડેલા
વરસાદને કારણે તાલુકામાં કુલ ૩.૭૪ ઈંચ (આશરે ૯૫ મીમી) વરસાદ નોંધાયો હતો. ભારે પવનના કારણે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે ગ્રામજનોને રાત્રિ દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવન
અને ગાજવીજ સાથે દરમિયાન તાલુકાના ઘાટડા ગામે દુઃખદ ઘટના બની હતી. ગામના રહેવાસી રાકેશભાઈ ઉદાભાઈ પગીના ઘર આંગણે બાંધેલી ગાય પર અચાનક વીજળી પડતાં ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાથી પશુપાલક પરિવારમાં શોકની લાગણી
વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. હવામાન વિભાગે આગામી શનીવારના દસ વાગ્યા સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. રીપોર્ટર - વિપુલ જોષી વિરપુર
- અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ.. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ..શહેરના ચાર રસ્તા, આઇકોનિક માલપુર રોડ અને મેઘરજ રોડ પર પાણી ભરાયા.દ્વારકાપુરી નજીક મેઘરાજ રોડ પાણીથી ભરાઈ ગયો..રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકોને અગવડતા.આજે અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.4
- દ્વારકા:GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતોનો વિરોધ દ્વારકા:GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતોનો વિરોધ #dwarka #gspl #newstoday #newsupdate #news1
- આ રહ્યું G Live 24 News માટે અસરકારક અને સમાચાર શૈલીનું ગુજરાતી લખાણ: 🚨 સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સમગ્ર નગર જળબંબાકાર 🚨 ડાકોર, તા. 1 ઓગસ્ટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર નગર પાણીમાં ગરકાવ થઈ ગયું. સતત વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વિશ્વવિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિર શ્રી રણછોડરાયજી મંદિર બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્શનાર્થે આવતા ભક્તો અને સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. નગરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળ્યો કે દર વર્ષે વરસાદ પહેલાં કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આખું ડાકોર નગર ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે. પ્રશાસન દ્વારા વહેલી તકે પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.1
- દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity1
- દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા.1
- મોડી સાંજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફરીથી એક વખત મેઘરાજાની થઈ બેટિંગ મોડી સાંજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફરીથી એક વખત મેઘરાજાની થઈ બેટિંગ #newsupdate #dakor #news #newstoday #newsgujarat24x71
- પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત પાવાગઢ નજીક આવેલી કંકુની વાડી પાસે આજે શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ટ્રાવેલ્સ લક્ઝરી બસે બાઇકને જોરદાર અડફેટે લેતાં બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, મૂળ મુનપુર (લુણાવાડા)ના વતની અને હાલ અરાદ ગામે પોતાના સગાને ત્યાં રહેતા આદિત્ય યોગેશભાઈ ભાટિયા તેમના મિત્ર મિત પટેલ સાથે બોડેલી ખાતે કોઈ કામ અર્થે ગયા હતા. કામ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કંકુની વાડી નજીક કાળ બનીને આવેલી લક્ઝરી બસે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલક આદિત્ય ભાટિયાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા મિત પટેલનો સામાન્ય ઈજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાયા બાદ લક્ઝરી બસનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૂર્તદેહ નો કબજો મેળવી તેને પીએમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને ફરાર બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1