રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા અને ભીયાડ ગામને જોડતા મુખ્ય રાજમાર્ગ પરથી વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. આ માર્ગ પર અગાઉ વર્ષ 2025માં પણ દબાણ થયું હતું અને ત્યારબાદ ફરીથી કેટલાક તત્વો દ્વારા રસ્તાની બંને બાજુએ ગેરકાયદેસર દબાણ ખડકી દેવાયું હતું. આ દબાણને કારણે આસપાસના સામાન્ય ખેડૂતોને પોતાના ખેતરે જવા-આવવા માટે અને વાહનોની અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં લાંબા સમય સુધી દબાણો દૂર ન થતાં, આખરે અસરગ્રસ્ત 13 જેટલા ખેડૂતોએ આ મામલે 'તાલુકા સ્વાગત ઓનલાઈન' કાર્યક્રમમાં ન્યાયની ગુહાર લગાવી હતી. ખેડૂતોની આ રજૂઆત બાદ ધોરાજી વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. ધોરાજીના મામલતદાર એચ. ડી. બારોટ, પોલીસ કાફલો, પીજીવીસીએલ (PGVCL)ની ટીમ અને અન્ય જવાબદાર વિભાગના અધિકારીઓએ સાથે મળીને આ માર્ગ પર 'બાબાનું બુલડોઝર' ફેરવી તમામ ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરી દીધા હતા. લાંબા સમયની હેરાનગતિ બાદ રસ્તો ખુલ્લો થતાં તોરણીયા ગામના ખેડૂતો કરણભાઈ આસોદડીયા અને મહેશભાઈ વાંક સહિતના પીડિત ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ખેડૂતોએ તંત્રની આ સરાહનીય કામગીરીને બિરદાવી અધિકારીઓનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં ફરી કોઈ આ જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણ ન કરે તેવી તકેદારી રાખવા અપીલ કરી છે.

- ધોરાજી તાલુકાના વાડોદર ગામે રહેતા દિલસુખભાઈ સાવલીયાના રહેણાંક મકાનમાં મોડી રાત્રે એક કોબ્રા સાપ જોવા મળ્યો હતો. ઘરમાં કોબ્રા સાપ હોવાની જાણ થતાં જ આ અંગે તુરંત ધોરાજી ફોરેસ્ટ વિભાગને માહિતી આપવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મકાનમાંથી આ કોબ્રા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. રેસ્ક્યૂ કર્યા બાદ આ કોબ્રા સાપને હેમખેમ રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.1
- જૂનાગઢમાં બાળક પર હુમલો કરનાર સિંહને આખરે પકડી લેવામાં આવ્યો છે. જૂનાગઢથી મેહુલ સિંગલના અહેવાલ અનુસાર, જે સિંહે બાળક પર હુમલો કર્યો હતો તે સિંહ આખરે પકડાઈ ગયો છે.1
- જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત પરબધામ ખાતે અસાડી બીજના ભવ્ય મેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પરબધામ દ્વારા તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરબધામના મહંત પૂજ્ય કરસનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન ભજન-કીર્તન, મહાપ્રસાદ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. પરબધામનો મુખ્ય સંકલ્પ 'કોઈપણ ભાવિક ભૂખ્યો ન જાય' તેને ધ્યાનમાં રાખીને વિશાળ રસોડામાં મહાપ્રસાદની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. અસાડી બીજના પાવન અવસરે સંતવાણીનો વિશેષ કાર્યક્રમ પણ યોજાશે. દેશ-વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓ આ ધાર્મિક મહોત્સવનો લાભ લઈ શકે તે માટે મેળાનું લાઇવ પ્રસારણ પરબધામની વેબસાઇટ મારફતે કરવામાં આવશે. મહંત પૂજ્ય કરસનદાસ બાપુએ દેશભરના ભાવિકોને આ મેળામાં પધારી પરબધામના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને ધર્મલાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.4
- રાજકોટ જિલ્લાના જસદણ નગરમાં ભાદર નદી પર આશરે રૂ. ૬.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત બે બ્રિજનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા આ બંને બ્રિજ ખુલ્લા મુકાતા જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે અને હુડકો સોસાયટીથી વાજસૂર પરા વિસ્તારના નાગરિકો માટે પરિવહન ઘણું સરળ બન્યું છે. આ પ્રસંગે લાતીપ્લોટ ખાતે યોજાયેલી સભામાં સંબોધન કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે ભાદર નદી પર રૂ. ૩૬૧.૬૪ લાખના ખર્ચે ૬૦ મીટર લાંબો અને ૧૦.૫ મીટર પહોળો બ્રિજ (કાળીયા) જૂના બસ સ્ટેન્ડ પાસે બનાવવામાં આવ્યો છે, જેનાથી જસદણ તેમજ આસપાસના ૬૦ ગામના લોકો માટે આવાગમન વધુ સરળ બન્યું છે. જ્યારે બીજો બ્રિજ હુડકો સોસાયટીથી વાજસુર પરા વિસ્તારને જોડવા માટે રૂ. ૩૧૭.૦૭ લાખના ખર્ચે તૈયાર કરાયો છે. ચોમાસા દરમિયાન ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તો પણ લોકોને કોઈ તકલીફ ન પડે તે રીતે આ બંને બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જસદણને એક 'વિકસિત નગર' બનાવવાની કટિબદ્ધતા સાથે મંત્રીશ્રીએ ઉમેર્યું કે અગાઉ ખાતરી આપેલા વિકાસકાર્યોમાંથી ૯૦ ટકા કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે અને બાકીના ૧૦ ટકા મંજૂરીના તબક્કે છે. નગરના છેવાડાના વિસ્તારોમાં પણ વધુ એક બ્રિજ તેમજ રસ્તાનું નિર્માણ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને આ વિસ્તારોને ભૂગર્ભ ગટર યોજના સાથે સાંકળી લેવાયા છે. વધુમાં, જસદણમાં ટાઉનહોલ માટે રાજ્ય સરકાર દ્વારા જગ્યા મંજૂર કરી દેવામાં આવી છે, મુખ્ય પ્રવેશદ્વારો પર સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે અને સ્થાનિક લાઈબ્રેરી માટે રૂ. ૧ લાખના પુસ્તકો પણ આવી ગયા છે. આ સાથે જ નવી ઉદ્યોગનીતિ સ્થાનિક વેપારીઓ અને નાના ઉદ્યોગકારોના વ્યવસાયને વેગ આપશે. આ કાર્યક્રમની શરૂઆતમાં જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.4
- ગીર પૂર્વના નગડિયા ગામની એક વાડીમાં મગર જોવા મળતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે જાણ થતા જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વનવિભાગના કર્મચારીઓ દ્વારા આ મગરનું સફળતાપૂર્વક અને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેનાથી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.1
- મોરબીમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ PGVCL તંત્રની લાલિયાવાડી અને બેદરકારી સામે આવી છે. અહીં જેતપર રોડ પર લગાવેલા વીજપોલ સામાન્ય પવનમાં પણ જોરથી ડોલી રહ્યા છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ઊભી થયેલી આ પરિસ્થિતિના કારણે અહીંના ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે.1
- સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલ ખાતે મોડી રાત્રે એક યુવકની હત્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના મોડી રાત્રે આશરે 12 વાગ્યાની હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક યુવકની ઓળખ રાજ દુબે (ઉંમર આશરે 20 વર્ષ) તરીકે થઈ છે અને તે બાઈક સીઝિંગનું કામ કરતો હતો. હત્યાની આ ઘટના અંગે જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જોકે, આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે અને તેનો આરોપી કોણ છે, તે અંગે હજી સુધી કોઈ ખુલાસો થયો નથી. પોલીસની ઊંડી તપાસ બાદ જ આ મામલે વધુ વિગતો બહાર આવશે.4
- શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન અને લેઉઆ પટેલ સમાજના અગ્રણી શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે એક ભવ્ય અને માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ સમિતિ ધોરાજી અને ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આયોજિત આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં ધોરાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેવાયજ્ઞ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓ અને ભાઈ-બહેનોએ શ્રી નરેશભાઈ પટેલ દીર્ઘાયુ બને, સ્વસ્થ રહે અને આ જ રીતે સદાય સમાજસેવાના કાર્યો કરતા રહે તે માટે માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ કેમ્પમાં સૌથી મોટું આકર્ષણ ખોડલધામ સમિતિના સદસ્ય રજનીભાઈ ચોવટીયા બન્યા હતા, જેમણે સમાજ સમક્ષ અદ્ભુત ઉદાહરણ પૂરું પાડતા ૧૦૩મી વખત રક્તદાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં લેઉઆ પટેલ સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ અરવિંદભાઈ વોરા અને દક્ષાબેન હિરપરા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.1