લખપત તાલુકામાં જાહેરનામાનો ભંગ? પ્રતિબંધિત માર્ગ પર મીઠાં કંપનીના ભારે વાહનો દોડતા હોવાના આક્ષેપ લખપત તાલુકો – કચ્છ જાહેરનામાનો ભંગ: મીઠાં કંપનીના વાહનો પ્રતિબંધિત માર્ગ પર દોડતા હોવાનો આક્ષેપ હાજીપીર–દેશલપર સી.સી. રોડનું કામ ચાલુ હોવાથી તા. 07/02/2026ના રોજ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો માટે વિકલ્પી રૂટ ફાળવવામાં આવ્યા હતા. જાહેરનામા મુજબ મીઠાં કંપનીના વાહનોને હાજીપીર–ખાવડા–લોરિયા–નખત્રાણા–જખૌ પોર્ટ તથા હાજીપીર–ભુજ–માનકુવા–સણોસરા–નલિયા–જખૌ માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. પરંતુ સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ મીઠાં કંપનીના વાહનો ગડુલી–હાજીપીર અને નરા–દયાપર માર્ગ પર જબરદસ્તી અવરજવર કરી રહ્યા છે, જે જાહેરનામાનો ભંગ ગણાય છે. ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવતા કેટલાક પ્રસંગોમાં પોલીસ વિભાગ તરફથી ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે. આ મામલે ગડુલી, લાખાપર, ખટિયા, ઝારા, નરા, મેગપર અને દયાપર ગામના ગ્રામજનોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી જાહેરનામાનો કડક અમલ કરાવવા અને ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રોડ પર કામ ચાલી રહ્યું હોવાથી ભારે વાહનોની અવરજવરથી અકસ્માતનો ભય અને જાહેર સુરક્ષા અંગે ચિંતા વધતી જાય છે. તંત્ર તરફથી યોગ્ય તપાસ અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. રિપોર્ટ બાય: આદમ નોતિયાર mo 9979330250
લખપત તાલુકામાં જાહેરનામાનો ભંગ? પ્રતિબંધિત માર્ગ પર મીઠાં કંપનીના ભારે વાહનો દોડતા હોવાના આક્ષેપ લખપત તાલુકો – કચ્છ જાહેરનામાનો ભંગ: મીઠાં કંપનીના વાહનો પ્રતિબંધિત માર્ગ પર દોડતા હોવાનો આક્ષેપ હાજીપીર–દેશલપર સી.સી. રોડનું કામ ચાલુ હોવાથી તા. 07/02/2026ના રોજ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો માટે
વિકલ્પી રૂટ ફાળવવામાં આવ્યા હતા. જાહેરનામા મુજબ મીઠાં કંપનીના વાહનોને હાજીપીર–ખાવડા–લોરિયા–નખત્રાણા–જખૌ પોર્ટ તથા હાજીપીર–ભુજ–માનકુવા–સણોસરા–નલિયા–જખૌ માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. પરંતુ સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ મીઠાં કંપનીના વાહનો ગડુલી–હાજીપીર અને નરા–દયાપર માર્ગ પર જબરદસ્તી અવરજવર કરી રહ્યા છે, જે જાહેરનામાનો ભંગ ગણાય છે. ગ્રામજનો
દ્વારા વિરોધ કરવામાં આવતા કેટલાક પ્રસંગોમાં પોલીસ વિભાગ તરફથી ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે. આ મામલે ગડુલી, લાખાપર, ખટિયા, ઝારા, નરા, મેગપર અને દયાપર ગામના ગ્રામજનોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી જાહેરનામાનો કડક અમલ કરાવવા અને ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની
માંગણી કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રોડ પર કામ ચાલી રહ્યું હોવાથી ભારે વાહનોની અવરજવરથી અકસ્માતનો ભય અને જાહેર સુરક્ષા અંગે ચિંતા વધતી જાય છે. તંત્ર તરફથી યોગ્ય તપાસ અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. રિપોર્ટ બાય: આદમ નોતિયાર mo 9979330250
- વિધાનસભાના બજેટ સત્ર પૂર્વે પ્રજાલક્ષી માંગ સાથે વિરોધ પ્રદર્શન રાજ્યની વિધાનસભાના બજેટ સત્રમાં બજેટ રજૂ થાય તે પૂર્વે વિવિધ સામાજિક સંગઠનો અને રાજકીય કાર્યકરો દ્વારા પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું હતું.1
- Post by Jadeja bhupat sinh Satubha1
- જામનગર તા.૧૭, ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. ૨૭/૧૦/૨૦૨૫થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કેતન ઠક્કરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે1
- છેલ્લા 4 દિવસથી ગેર કાયદેસર રીતે રાજકોટમાં રહેતી બાંગ્લાદેશની ચાર મહિલાની SOG પોલીસે કરી ધરપકડ, રાજકોટ નાંઆજીડેમ વિસ્તાર અને કોઠારીયા સોલ્વન્ટ વિસ્તાર માં રહેતી બાંગલાં દેશી મહિલા ની પોલીસ કરી ધરપકડ હાલ પોલીસ દ્વારા 4 મહિલાને ડિકોટ કરવાની કવાયત કરી શરૂ.1
- Post by Nagesh Modedara1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી ના પોસ્ટ ઓફિસ ચોક માં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો મુખ્ય માર્ગ પર પાણી ફળી વળ્યા : વિઓ : ધોરાજી માં નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારીને કારણે લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરીએ ધોરાજી ના મેઈન પોસ્ટ ઓફિસ ચોક ની તો ત્યાં ઘણા સમય પહેલા નગરપાલિકા ની પીવા ની લાઈન લીકેજ થતાં ત્યારે નગરપાલિકા ના કારીગરો દ્વારા મસ મોટો ખાડો ખોદવામાં આવ્યો છે અને આ ખાડા નેં પુરવામાં આવ્યો નથી અને હાલ આ ખાડા માંથી પાણી નિકળી રહ્યું છે અને અસંખ્ય લીટર પાણી આ ખાડા માંથી વહી રહ્યું છે અને આ પાણી ધોરાજી ના મુખ્ય પોસ્ટ ઓફિસ ચોક પર નિકળી નેં વિસ્તાર નાં મુખ્ય માર્ગ પર ફળી વળ્યું છે અને હાલ શિયાળામાં જાણે ચોમાસું જામ્યો હોય તેમ પાણી નાં ખાબોચિયા ભરાઈ રહ્યા છે અને મુખ્ય માર્ગ પર પાણી નિકળતાં ધોરાજી ના વાહન ચાલકો અને રાહદારીઓને અને મુખ્ય પોસ્ટ ઓફિસ ચોક માં આવેલ દુકાન ધારકો અને ગ્રાહકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ પાણી મુખ્ય રસ્તા પર નિકળતાં લોકો ને ભારે માથાના દુઃખાવા સમાન બન્યું છે ત્યારે લોકોની માંગ છે કે આ વિસ્તાર માં જે ખાડો ખોદવામાં આવ્યો છે તેમાં પાણી ની લાઈન લીકેજ છે તેનું તાત્કાલિક સમારકામ કરીને અને આ ખાડો પુરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે : બાઈટ ધર્મેશભાઈ રાજગુરુ સ્થાનિક આગેવાન ધોરાજી બાઈટ ભુપતભાઈ મીસ્ત્રી ધોરાજી બાઈટ ચેતનભાઈ સ્થાનિક વાહન ચાલક ધોરાજી સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી2
- વાવ–થરાદ: થરાદ–લાખણી હાઈવે પર છેલ્લા કેટલાક મહિનાથી માર્ગ સુધારણા કામગીરી ચાલી રહી છે, પરંતુ કામની ગોકળ ગતિને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય માર્ગ તરીકે ઓળખાતો આ હાઈવે થરાદથી લાખણી જોડતો મહત્વપૂર્ણ રસ્તો છે, જ્યાં રોજબરોજ સૈંકડો નાના–મોટા વાહનો અવરજવર કરે છે. માહિતી મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર રોડ એકસાથે ખોદી નાખવામાં આવ્યો છે. માર્ગ પર મોટા કપચા નાખવામાં આવતા વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ધૂળની ડમરીઓ ઉડતા પાછળથી આવતા વાહનચાલકોને દેખાતું નથી, જેના કારણે અકસ્માતની ભીતિ વધી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે સ્થિતિ વધુ જોખમી બની જાય છે. સ્થાનિક રાહદારીઓ અને વેપારીઓનું કહેવું છે કે નિયમ મુજબ એક બાજુનો માર્ગ પૂર્ણ કર્યા બાદ બીજી બાજુ કામગીરી થવી જોઈએ, પરંતુ અહીં આખો હાઈવે એકસાથે ખોદી નાખતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દર્દીઓ, શાળા–કોલેજના વિદ્યાર્થીઓ અને દૈનિક અવરજવર કરતા કામદારો માટે હાલની સ્થિતિ અસહ્ય બની ગઈ છે. આ અંગે સામાજિક આગેવાન પ્રધાનજી ઠાકોરે જણાવ્યું હતું કે તંત્રએ તાત્કાલિક ધ્યાન આપી કામગીરી ઝડપથી પૂર્ણ કરાવવી જોઈએ. માર્ગ સલામતી માટે જરૂરી સૂચના બોર્ડ, પાણી છંટકાવ અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. હવે જોવાનું રહ્યું કે સંબંધિત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી હાથ ધરાશે કે નહીં, કે પછી વાહનચાલકોને આ ગોકળગતિની સજા હજુ સહન કરવી પડશે?4
- 🟥 ब्रेकिंग न्यूज़ एआई समिट में “रोबो डॉग” पर बड़ा विवाद दावा किसका, निर्माण किसका? गल्गोटिया यूनिवर्सिटी घिरी सवालों में एआई समिट के मंच पर प्रदर्शित किए गए रोबो डॉग को लेकर देशभर में बहस छिड़ गई है। कार्यक्रम में इस रोबोट को Galgotiya University से जोड़कर प्रस्तुत किए जाने के बाद सोशल मीडिया पर सवाल उठने लगे कि आखिर इसे बनाया किसने? जांच में सामने आया है कि यह रोबो डॉग अमेरिकी रोबोटिक्स कंपनी Boston Dynamics का विकसित मॉडल है, जिसे दुनिया भर में “Spot” नाम से जाना जाता है। क्या है पूरा मामला? एआई समिट के दौरान रोबो डॉग का डेमो दिया गया। कुछ मीडिया रिपोर्ट्स और सोशल मीडिया पोस्ट्स में इसे यूनिवर्सिटी का इनोवेशन बताया गया, जिसके बाद विवाद खड़ा हो गया। यूनिवर्सिटी का पक्ष यूनिवर्सिटी के प्रोफेसरों का कहना है कि: रोबो डॉग को केवल डेमोंस्ट्रेशन के लिए मंगवाया गया था। इसे यूनिवर्सिटी द्वारा निर्मित बताने का आधिकारिक दावा नहीं किया गया। गलतफहमी मीडिया रिपोर्टिंग के कारण हुई। बड़ा सवाल क्या मंच से प्रस्तुति के दौरान स्पष्ट किया गया था कि यह रोबोट बाहरी कंपनी का है? या फिर प्रस्तुति ने दर्शकों में भ्रम पैदा किया? फिलहाल यह मुद्दा तकनीकी जगत और शिक्षा क्षेत्र में चर्चा का विषय बना हुआ है। 📌 जैसे-जैसे मामले में नई जानकारी सामने आएगी, अपडेट जारी रहेगा।2