વાવ–થરાદ જિલ્લામાં થરાદ–લાખણી હાઈવે પર ગોકળ ગતિએ કામ: વાહનચાલકોમાં રોષ, અકસ્માતની ભીતિ વધતી વાવ–થરાદ: થરાદ–લાખણી હાઈવે પર છેલ્લા કેટલાક મહિનાથી માર્ગ સુધારણા કામગીરી ચાલી રહી છે, પરંતુ કામની ગોકળ ગતિને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય માર્ગ તરીકે ઓળખાતો આ હાઈવે થરાદથી લાખણી જોડતો મહત્વપૂર્ણ રસ્તો છે, જ્યાં રોજબરોજ સૈંકડો નાના–મોટા વાહનો અવરજવર કરે છે. માહિતી મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર રોડ એકસાથે ખોદી નાખવામાં આવ્યો છે. માર્ગ પર મોટા કપચા નાખવામાં આવતા વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ધૂળની ડમરીઓ ઉડતા પાછળથી આવતા વાહનચાલકોને દેખાતું નથી, જેના કારણે અકસ્માતની ભીતિ વધી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે સ્થિતિ વધુ જોખમી બની જાય છે. સ્થાનિક રાહદારીઓ અને વેપારીઓનું કહેવું છે કે નિયમ મુજબ એક બાજુનો માર્ગ પૂર્ણ કર્યા બાદ બીજી બાજુ કામગીરી થવી જોઈએ, પરંતુ અહીં આખો હાઈવે એકસાથે ખોદી નાખતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દર્દીઓ, શાળા–કોલેજના વિદ્યાર્થીઓ અને દૈનિક અવરજવર કરતા કામદારો માટે હાલની સ્થિતિ અસહ્ય બની ગઈ છે. આ અંગે સામાજિક આગેવાન પ્રધાનજી ઠાકોરે જણાવ્યું હતું કે તંત્રએ તાત્કાલિક ધ્યાન આપી કામગીરી ઝડપથી પૂર્ણ કરાવવી જોઈએ. માર્ગ સલામતી માટે જરૂરી સૂચના બોર્ડ, પાણી છંટકાવ અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. હવે જોવાનું રહ્યું કે સંબંધિત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી હાથ ધરાશે કે નહીં, કે પછી વાહનચાલકોને આ ગોકળગતિની સજા હજુ સહન કરવી પડશે?
વાવ–થરાદ જિલ્લામાં થરાદ–લાખણી હાઈવે પર ગોકળ ગતિએ કામ: વાહનચાલકોમાં રોષ, અકસ્માતની ભીતિ વધતી વાવ–થરાદ: થરાદ–લાખણી હાઈવે પર છેલ્લા કેટલાક મહિનાથી માર્ગ સુધારણા કામગીરી ચાલી રહી છે, પરંતુ કામની ગોકળ ગતિને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય માર્ગ તરીકે ઓળખાતો આ હાઈવે થરાદથી લાખણી જોડતો મહત્વપૂર્ણ રસ્તો છે, જ્યાં રોજબરોજ
સૈંકડો નાના–મોટા વાહનો અવરજવર કરે છે. માહિતી મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર રોડ એકસાથે ખોદી નાખવામાં આવ્યો છે. માર્ગ પર મોટા કપચા નાખવામાં આવતા વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ધૂળની ડમરીઓ ઉડતા પાછળથી આવતા વાહનચાલકોને દેખાતું નથી, જેના કારણે અકસ્માતની ભીતિ વધી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે સ્થિતિ વધુ જોખમી બની જાય છે. સ્થાનિક રાહદારીઓ
અને વેપારીઓનું કહેવું છે કે નિયમ મુજબ એક બાજુનો માર્ગ પૂર્ણ કર્યા બાદ બીજી બાજુ કામગીરી થવી જોઈએ, પરંતુ અહીં આખો હાઈવે એકસાથે ખોદી નાખતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દર્દીઓ, શાળા–કોલેજના વિદ્યાર્થીઓ અને દૈનિક અવરજવર કરતા કામદારો માટે હાલની સ્થિતિ અસહ્ય બની ગઈ છે. આ અંગે સામાજિક આગેવાન પ્રધાનજી ઠાકોરે જણાવ્યું હતું કે તંત્રએ
તાત્કાલિક ધ્યાન આપી કામગીરી ઝડપથી પૂર્ણ કરાવવી જોઈએ. માર્ગ સલામતી માટે જરૂરી સૂચના બોર્ડ, પાણી છંટકાવ અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. હવે જોવાનું રહ્યું કે સંબંધિત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી હાથ ધરાશે કે નહીં, કે પછી વાહનચાલકોને આ ગોકળગતિની સજા હજુ સહન કરવી પડશે?
- વાવ–થરાદ: થરાદ–લાખણી હાઈવે પર છેલ્લા કેટલાક મહિનાથી માર્ગ સુધારણા કામગીરી ચાલી રહી છે, પરંતુ કામની ગોકળ ગતિને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય માર્ગ તરીકે ઓળખાતો આ હાઈવે થરાદથી લાખણી જોડતો મહત્વપૂર્ણ રસ્તો છે, જ્યાં રોજબરોજ સૈંકડો નાના–મોટા વાહનો અવરજવર કરે છે. માહિતી મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર રોડ એકસાથે ખોદી નાખવામાં આવ્યો છે. માર્ગ પર મોટા કપચા નાખવામાં આવતા વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ધૂળની ડમરીઓ ઉડતા પાછળથી આવતા વાહનચાલકોને દેખાતું નથી, જેના કારણે અકસ્માતની ભીતિ વધી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે સ્થિતિ વધુ જોખમી બની જાય છે. સ્થાનિક રાહદારીઓ અને વેપારીઓનું કહેવું છે કે નિયમ મુજબ એક બાજુનો માર્ગ પૂર્ણ કર્યા બાદ બીજી બાજુ કામગીરી થવી જોઈએ, પરંતુ અહીં આખો હાઈવે એકસાથે ખોદી નાખતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દર્દીઓ, શાળા–કોલેજના વિદ્યાર્થીઓ અને દૈનિક અવરજવર કરતા કામદારો માટે હાલની સ્થિતિ અસહ્ય બની ગઈ છે. આ અંગે સામાજિક આગેવાન પ્રધાનજી ઠાકોરે જણાવ્યું હતું કે તંત્રએ તાત્કાલિક ધ્યાન આપી કામગીરી ઝડપથી પૂર્ણ કરાવવી જોઈએ. માર્ગ સલામતી માટે જરૂરી સૂચના બોર્ડ, પાણી છંટકાવ અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. હવે જોવાનું રહ્યું કે સંબંધિત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી હાથ ધરાશે કે નહીં, કે પછી વાહનચાલકોને આ ગોકળગતિની સજા હજુ સહન કરવી પડશે?4
- દિયોદર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ વાવ થરાદ જિલ્લાના દિયોદર ખાતે આજે દશાબ્દી મહોત્સવ ને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં દિયોદર શ્રી સ્વામિનારાયણ મંદિરના દશ વર્ષ પૂર્ણ થતા હોઈ સ્વામિનારાયણ મંદિર ખાતે દશાબ્દી મહોત્સવ એવમ શાકોત્સવ અંતગર્ત શ્રીમંદ્ રામચરિત્ર માનસ પંચદિનાત્મક કથા ના આયોજન ને લઈ પ્રેસના માધ્યમ થી માહિતી અપાઈ હતી જેમાં આગામી 25 /2/2026 ના રોજ આ મહોત્સવ નો પ્રારંભ થશે અને તા 1/3/2026 ના રોજ પૂર્ણાહુતિ થશે જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ પ્રસંગો યોજાશે જેમાં પ્રથમ વખત આ મહોત્સવ માં નેત્રમણી નેત્રયજ્ઞ, સ્તન કેન્સર જાગૃતિ અભિયાન તેમજ નિશુલ્ક આયુષ નિદાન સારવાર કેમ્પ નું પણ આયોજન થશે....1
- દિયોદર સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ: પંચદિવસીય રામચરિત માનસ કથાનું આયોજન બળદેવ બારોટ | દિયોદર દિયોદર ખાતે સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ અને શાકોત્સવ અંતર્ગત શ્રીમદ રામચરિત માનસ પંચદિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી શરૂ થશે. આ અંગેની માહિતી આપવા માટે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૩૬ ના રોજ બુધવારે સાંજે ૬:૩૦ વાગ્યે સ્વામિનારાયણ મંદિર, દશામાં મંદિર સામે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં દિયોદર તાલુકાના મિત્રો અને સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ટ્રસ્ટીઓમાં તપસ્વી દિલીપભાઈ ઠક્કર, ભરતભાઈ અખાણી, શૈલેષભાઈ ઠક્કર અને સોમાભાઈ જોશીનો સમાવેશ થાય છે. તેમની સાથે દિયોદર શહેરના સ્વામિનારાયણ મંદિરના ભક્તો પણ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદમાં કથા દરમિયાન આયોજિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતીઆપવામાં આવી હતી. જેમાં સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ, નેત્રદાન કેમ્પ, તેમજ આયુષ, હોમિયોપેથી અને એલોપેથી સર્વરોગ નિદાન કેમ્પનો સમાવેશ થાય છે. કથાનો પ્રારંભ ૨૫ ફેબ્રુઆરીએ થશે અને તે દરરોજ બપોરે ૩ થી ૬ વાગ્યે તેમજ રાત્રે ૯ થી ૧૨ વાગ્યે યોજાશે. ભવિક ભક્તો માટે સાંજે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.4
- Post by Yusuf Bahai1
- રણાસણ રેપડી માતાજી મંદિરે મહાશિવરાત્રી ૨ મહોત્સવમાં મહાલઘુરૂદ્ર યજ્ઞ, કાલ ભૈરવ યજ્ઞ, ભંડારા અને ભજન-સત્સંગ સહિતના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં આવેલ રેપડી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ દરમિયાન શિવ ગોરખ અઘોર અખાડા દ્વારા આયોજિત મહાશિવરાત્રી ૨ મહોત્સવ તથા મહા લઘુરૂદ્ર યજ્ઞ હવે સમાપ્ત થઈ ગયો છે. આ ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં હજારો ભક્તો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેના કારણે ગોરખ ધુણા ખાતે પ્રભુનાથજી ગિરનારી બાપાની સમાધિ પાસે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં મહા લઘુરૂદ્ર યજ્ઞનો આરંભ પ્રથમ દિવસે સવારે ૯ વાગ્યે થયો હતો. કાર્યક્રમના બીજા દિવસે સાધુ-સંતો તથા મહેમાનો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તે જ દિવસે રાત્રે ૯ વાગ્યે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તોને ભક્તિરસનો અનુભવ થયો હતો. છેલ્લા દિવસે સાંજે ૪ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર મહોત્સવનું સમાપન થયું હતું. આ મહોત્સવમાં કાલ ભૈરવ યજ્ઞ, પ્રભુનાથજીની સમાધિ તિથિ તથા અઘોરી બાપુના ધુણા સાથે જોડાયેલા તમામ પરંપરાગત વિધિ-વિધાનો પણ સંપન્ન થયા હતા. આયોજનમાં અઘોરી યોગી સાગરનાથ બાપુએ અધ્યક્ષ/પ્રમુખ તરીકે, સાવરીયા શેઠે સનરક્ષક તરીકે અને એડવોકેટ હાર્દિક પટેલ હીરાનાથે ઉપાધ્યક્ષ તરીકે મુખ્ય જવાબદારી નિભાવી હતી. યોગી બાબા સાગરનાથજી તથા માતાજી નિર્મલનાથજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.1
- જશવંતપુરા ગામની મંડળી દ્વારા લાંબડીયા ગામે બાબા રામદેવપીર નું આખ્યાન યોજાયું1
- ખેડબ્રહ્માના વાતાવરણમાં આવ્યો પલટો1
- વાવ–થરાદ, થરાદ તાલુકાના કોચલા ગ્રુપ ગ્રામ પંચાયત વિરુદ્ધ સ્થાનિક ગ્રામજનોએ ગંભીર આક્ષેપો સાથે કલેક્ટરને લેખિત રજુઆત કરી છે. ગ્રામજનોનો આરોપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગામમાં વિકાસના કામો અટકી ગયા છે અને મળતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો નથી. રજુઆતમાં જણાવાયું છે કે ગામમાં બનાવવામાં આવેલ CC રોડના કામમાં ગોલમાલ થઈ હોવાનું જણાય છે. કામની ગુણવત્તા નબળી હોવા છતાં ચૂકવણી કરી દેવામાં આવી હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે. કેટલાક વિકાસ કામો કાગળ પર દર્શાવવામાં આવ્યા છે પરંતુ જમીન સ્તરે તેનો અમલ દેખાતો નથી તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનો વધુમાં આક્ષેપ કરે છે કે લાંબા સમયથી ગ્રામ સભા બોલાવવામાં આવી નથી અને અનેક ઠરાવો ગ્રામજનોની જાણ વગર બદલી દેવામાં આવ્યા છે. આ કારણે ગામને વિકાસ અને યોજનાઓ બાબતે “અંધારામાં” રાખવામાં આવી રહ્યું છે. જ્યારે વાવ- થરાદ જિલ્લા ના અન્ય ગામોમાં વિકાસની ગતિ તેજ બની રહી છે, ત્યારે અરટવા અને કોચલા ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસ કામો થંભી જવાથી સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે. સ્થાનિકોએ જિલ્લા વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે, ગ્રાન્ટના ખર્ચનું ઓડિટ કરવામાં આવે અને ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ જિલ્લા વહીવટીતંત્ર તરફથી સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી, પરંતુ ગ્રામજનોની રજુઆત બાદ મામલો ગરમાયો છે.6