દાહોદ જિલ્લામાં ગેસ અને ઇંધણ પુરવઠા વ્યવસ્થા અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ દાહોદ જિલ્લામાં ગેસ અને ઇંધણ પુરવઠા વ્યવસ્થા અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આજે તારીખ 30/03/2026 સોમવારના રોજ બપોરે 1.50 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં ગેસ એજન્સી તથા પેટ્રોલ પંપ એજન્સીના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં ગેસ, પેટ્રોલ અને કેરોસીનના પુરવઠા તથા વિતરણ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ ગેસ એજન્સીઓને સૂચના આપી હતી કે ગેસ સિલિન્ડરનું વિતરણ સમયસર થાય અને કોઈ પણ ગ્રાહકને વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. ગ્રાહકોને ગેસ બાટલા મળવામાં લાગતા દિવસોની નિયમિત મોનિટરિંગ કરવા તેમજ ઈ-કેવાયસી (e-KYC) પ્રક્રિયા સ્થાનિક સ્તરે જ પૂર્ણ થાય તે માટે ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું. ઉપરાંત, નવા ગ્રાહકોને ગેસ કનેક્શન ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પેટ્રોલ પંપ સંચાલકોને દૈનિક રિપોર્ટ મોકલવાની ફરજિયાત સુચના આપવામાં આવી હતી, જેથી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની ઉપલબ્ધતા પર સતત નજર રાખી શકાય. આ ઉપરાંત, કેરોસીનના વિતરણ માટે માત્ર IOCL પેટ્રોલ પંપોને અધિકૃત કરવામાં આવ્યા છે. તમામ તાલુકાના મામલતદારો પાસેથી કેરોસીનની માંગ અંગે માહિતી મેળવી જરૂરીયાત મુજબ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના ટ્રાન્સપોર્ટેશન અને વિતરણ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ, સિટી ગેસ પ્રોજેક્ટ અંતર્ગત રોજ કેટલા નવા કનેક્શન આપવામાં આવે છે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ જિલ્લામાં કોઈ પણ પ્રકારની અફવા ફેલાય નહીં તે માટે ખાસ સૂચના આપી હતી. જો કોઈ સ્થળે અફવાઓના કારણે પેટ્રોલ પંપ અથવા ગેસ એજન્સીઓ પર અનાવશ્યક ભીડ કે લાઈનો ઉભી થાય તો તાત્કાલિક પ્રશાસનને જાણ કરવા જણાવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં આવશ્યક ઈંધણ અને ગેસ પુરવઠાની સુવ્યવસ્થા જાળવી રાખી, નાગરિકોને સરળ અને સમયસર સેવા મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. ૦૦૦

- दाहोद ब्यूरो चीप अनिल कुमार जे बैरागी दाहोद समाचार: स्थानीय समस्याओं को लेकर कांग्रेस का विरोध दाहोद में आवारा पशुओं और कुत्तों के आतंक के मुद्दे पर कांग्रेस का आर-पार का संघर्ष: पिछले 22 दिनों से धरने पर बैठे जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा अब आमरण अनशन (भूख हड़ताल) पर हैं। नगरपालिका और भाजपा शासकों के कामकाज के खिलाफ विरोध प्रदर्शन: विरोध जताने के लिए एक प्रतीकात्मक1
- દાહોદમાં કોંગ્રેસ દ્રારા પાલિકા ચોક ખાતે ધરણા યોજવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીને રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના હોદ્દેદારો નનામી કાઢી વિરોધ કરી રજુઆત કરવા પહોંચ્યા હતા1
- દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા પંંચેલા ખાતે ત.ક મંત્રીશ્રી ના દફતરની apendix-A મુજબ તપાસણી હાથ ધરાઈ આજે તારીખ 30/03/2026 સોમવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર પ્રાંત અધિકારી દેવગઢ બારીયા દ્વારા પંચેલા ગામ ખાતે તલાટી કમ મંત્રીશ્રીના દફતરની Appendix-A મુજબ તપાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ નોંધપોથી, રજીસ્ટર અને સરકારી દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરવામાં આવી. દફતર વ્યવસ્થાપન અને રેકોર્ડ જાળવણીની પ્રક્રિયા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન દફતર અધ્યતન રાખવાની બાબતે ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારીએ તલાટીશ્રીને તમામ નોંધપોથી સમયસર સુધારવા, જરૂરી એન્ટ્રીઓ નિયમિત કરવા તેમજ દસ્તાવેજોની યોગ્ય રીતે જાળવણી કરવા માટે સૂચનાઓ આપી હતી. આ સાથે દફતરની કામગીરી વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બને તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.1
- રખડતા ઢોર અને કૂતરાઓના વધતા ત્રાસ મુદ્દે દાહોદમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૨ દિવસથી ધરણા પર બેઠેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હવે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. નગરપાલિકા અને શાસકો સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પીવાના પાણીની સમસ્યા, બંધ સ્ટ્રીટ લાઈટ અને ઉભરાતી ગટર જેવી મૂળભૂત સમસ્યાઓથી જનતા પરેશાન છે. પ્રાંત કચેરીએ કોંગ્રેસ કાર્યકરો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો અને તંત્રને ચીમકી આપવામાં આવી કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. 🎙️ બાઈટ: હર્ષદ નિનામા (પ્રમુખ, દાહોદ જિલ્લા કોંગ્રેસ) 👉 આવી જ લેટેસ્ટ ન્યૂઝ માટે પેજને ફોલો કરો1
- DAHOD..AAP नेता,युवराज सिंह जाडेजा का लिमखेड़ा मे धमाकेदार भाषण। #dahodnews #aap #breaking #gujarat1
- બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીની બે (૨) મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે.ખાંટ સાહેબનાઓએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલ તથા મિલકત સંબધી બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા સારૂ ખાનગી બાતમીદારો રોકેલ અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લીધેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસો બાકોર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે આ.હે.કો. મહીપાલસિંહ ઉમેદસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે એક ઇસમ શકમંદ મોટર સાયકલ લઇ ડેભારી ગામ તરફથી વડાગામ તરફ જનાર છે. તેવી ચોક્કસ બાતમી આધારે સ્ટાફના માણસો ભેડીયા ગામની સીમમાં વોચમાં રહેલ ત્યારે બાતમી મુજબનો ઇસમ મોટર સાયકલ લઇને આવતા સદર ઇસમને રોકી મોટર સાયકલના કાગળો રજુ કરવા જણાવતા સદર ઇસમ પાસે કોઇ કાગળ ના હોવાનુ જાણવા મળેલ જેથી સદર મોટર સાયકલ બાબતે ખરાઇ કરતા અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના કણભા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૨૦૩૦૨૫૦૪૫૭/૨૦૨૫ BNS-2023 ની કલમ ૩૦૩ (૨) મુજબનો મોટરસાયકલ ચોરીનો ગુન્હો નોંધાયેલ છે. બાદમાં સદર ઇસમની વિશ્વાસમાં લઇ વધુ પુછપરછ કરતા તેણે આ સીવાય બીજુ એક મોટર સાયકલ પોતાની ઘરની પાસે સંતાડી રાખેલ હોવાનુ જણાવેલ જેથી બે મોટરસાયકલો તેણે છળકપટથી કે ચોરીથી મેળવેલ હોય બન્ને મોટરસાયકલ કિ.રૂ. ૧,૧૩,૦૦૦/- ગણી સદરી ઇસમને અટક કરી આગળની કાયેદસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- Post by Salman moravala1
- દાહોદમાં કોંગ્રેસ દ્રારા પાલિકા ચોક ખાતે ધરણા યોજવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીને રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના હોદ્દેદારો નનામી કાઢી વિરોધ કરી રજુઆત કરવા પહોંચ્યા હતા1