વ્યારા ખાતે આદિવાસી સાંસ્કૃતિક સર્કલ માં આજે ગામદેવની પુંજ વિધિ ભક્તિભાવ સાથે સંપન્ન થઈ. મીંઢોળા નદી ના બંને કાંઠે વસેલા આદિવાસી સમાજે પેઢી દર પેઢી પોતાના પૂર્વજો અને દેવી-દેવતાઓની આરાધના કરી પોતાની પરંપરાઓ જીવંત રાખી છે. આ સર્કલના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક સમયે સામરો, ઉમરો અને ખાટી આમલીઓના વૃક્ષોની હરિયાળી વચ્ચે ગોવાળ દેવ, ખુહમાઈ માયળે, દિવલી માયળે, કાળો કાકાર જેવા સામુહિક દેવસ્થાનો પ્રત્યે આદિવાસીઓની અડગ આસ્થા ઝળહળી ઉઠતી હતી. અગાઉ આ સ્થળ બળદગાડાઓનો ઉતારો ગણાતો. મુસાફરી દરમ્યાન લોકો અહીં ઝાડોની છાંયમાં વિરામ લેતા, બળદોને પાણી પીવડાવતા અને દેવસ્થાન પાસે ચારો અર્પણ કરતા. આગળની સફર સુરક્ષિત રહે તે માટે પુંજ મૂકી દેવ આશીર્વાદ માંગતા. સમયાંતરે રસ્તાઓના વિસ્તરણ સાથે ઉમરાના ઝાડ નીચેનું પ્રાચીન થાનક અદૃશ્ય થયું અથવા તેના સ્થાને નવા મંદિર નિર્માણ પામ્યા. છતાં પણ આસ્થા અડગ રહી. આજે આ પવિત્ર સ્થાને આદિવાસીઓએ પોતાના પૂર્વજોને સ્મરણ કરી દેવ-દેવીઓને ઘોડા, ધજા અને કણીનો ચઢાવો અર્પણ કર્યો. હરાની સાક પાડી, ઘૂમટા મૂકી ભગત દ્વારા વિધિવત સ્થાપના કરવામાં આવી. આ પ્રકારની પરંપરાગત પ્રથાઓને ભારતનું બંધારણ ના અનુચ્છેદ 13 (૩) (ક) હેઠળ કાનૂની માન્યતા અને સુરક્ષા આપવામાં આવી છે. આવનારા સમયમાં આ સર્કલ આદિવાસી રૂઢિ-પરંપરા, માન્યતાઓ અને અનુસૂચિ 5 વિસ્તારમાં વસતા આદિવાસી સમાજની આગવી ઓળખ અને સાંસ્કૃતિક વૈવિધ્યનું પ્રતિક બની રહેશે. પૂર્વજોના લોહી અને પરસેવાથી સિંચાયેલી આ ભૂમિ, જળ-જમીન-જંગલની રક્ષા માટે કરાયેલા સંઘર્ષોની ગાથા નવી પેઢીને સંભળાવતી રહેશે.
વ્યારા ખાતે આદિવાસી સાંસ્કૃતિક સર્કલ માં આજે ગામદેવની પુંજ વિધિ ભક્તિભાવ સાથે સંપન્ન થઈ. મીંઢોળા નદી ના બંને કાંઠે વસેલા આદિવાસી સમાજે પેઢી દર પેઢી પોતાના પૂર્વજો અને દેવી-દેવતાઓની આરાધના કરી પોતાની પરંપરાઓ જીવંત રાખી છે. આ સર્કલના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક સમયે સામરો, ઉમરો અને ખાટી આમલીઓના વૃક્ષોની હરિયાળી વચ્ચે ગોવાળ દેવ, ખુહમાઈ માયળે, દિવલી માયળે, કાળો કાકાર જેવા સામુહિક દેવસ્થાનો પ્રત્યે આદિવાસીઓની અડગ આસ્થા ઝળહળી ઉઠતી હતી. અગાઉ આ સ્થળ બળદગાડાઓનો ઉતારો ગણાતો. મુસાફરી દરમ્યાન લોકો અહીં ઝાડોની છાંયમાં વિરામ લેતા, બળદોને પાણી પીવડાવતા અને દેવસ્થાન પાસે ચારો અર્પણ કરતા. આગળની સફર સુરક્ષિત રહે તે માટે પુંજ મૂકી દેવ આશીર્વાદ માંગતા. સમયાંતરે રસ્તાઓના વિસ્તરણ સાથે
ઉમરાના ઝાડ નીચેનું પ્રાચીન થાનક અદૃશ્ય થયું અથવા તેના સ્થાને નવા મંદિર નિર્માણ પામ્યા. છતાં પણ આસ્થા અડગ રહી. આજે આ પવિત્ર સ્થાને આદિવાસીઓએ પોતાના પૂર્વજોને સ્મરણ કરી દેવ-દેવીઓને ઘોડા, ધજા અને કણીનો ચઢાવો અર્પણ કર્યો. હરાની સાક પાડી, ઘૂમટા મૂકી ભગત દ્વારા વિધિવત સ્થાપના કરવામાં આવી. આ પ્રકારની પરંપરાગત પ્રથાઓને ભારતનું બંધારણ ના અનુચ્છેદ 13 (૩) (ક) હેઠળ કાનૂની માન્યતા અને સુરક્ષા આપવામાં આવી છે. આવનારા સમયમાં આ સર્કલ આદિવાસી રૂઢિ-પરંપરા, માન્યતાઓ અને અનુસૂચિ 5 વિસ્તારમાં વસતા આદિવાસી સમાજની આગવી ઓળખ અને સાંસ્કૃતિક વૈવિધ્યનું પ્રતિક બની રહેશે. પૂર્વજોના લોહી અને પરસેવાથી સિંચાયેલી આ ભૂમિ, જળ-જમીન-જંગલની રક્ષા માટે કરાયેલા સંઘર્ષોની ગાથા નવી પેઢીને સંભળાવતી રહેશે.
- Post by Jasmin B Shah1
- પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.1
- પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.1
- છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ મુદ્દે Aam Aadmi Party (AAP) દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. AAPના સ્થાનિક નેતા Vinu Rathwa કાર્યકરો સાથે જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા. પ્રદર્શન દરમિયાન AAP કાર્યકરોએ “ટ્રેડ ડીલ રદ કરો”, “ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવો” જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. Vinu Rathwaએ અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી સરકાર સામે આક્ષેપ કર્યો કે ભારત અને અમેરિકાની વચ્ચે થયેલી ટ્રેડ ડીલથી દેશ અને રાજ્યના ખેડૂતો તથા પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે જો ટ્રેડ ડીલ રદ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ખેડૂતો અને પશુપાલકોને સાથે રાખી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.2
- છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આવેલા ઓરસંગ બ્રિજ અને મુખ્ય માર્ગ પર પડેલા મોટા ખાડાઓથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સમયસર સમારકામ નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.1
- દાહોદ:હાઈવે પર સ્પીડનું મોત: ઢઢેલા પાસે ભયાનક અકસ્માત, 3 જિંદગીઓ કચડાઈ #dahodpolice #naeemmunda1
- અમદાવાદમાં માસીબાએ ગૌવ શાળામાં નાનું દાન આપીયા એને ગઈ માતાને સેવા આગળ વધે હર હર મહાદેવ1
- હવે પૈસાનું નહીં અનાજનું ATM થશે કાર્યરત માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ થાય તેવા અનાજ ATM.. “જુઓ એવું તો શું કીધું, સાંભળો…” — અનાજ ATM અંગે ખાસ વાત હવે વાત માત્ર જાહેરાતની નથી, હકીકતની છે. સરકાર દ્વારા શરૂ કરાયેલા અનાજ ATMથી માત્ર 35 સેકન્ડમાં 25 કિલો સુધી અનાજનું વિતરણ શક્ય બનશે. લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટ નહીં, તોલમાં ગડબડ નહીં અને સમયનો બગાડ પણ નહીં. આધાર અથવા રાશનકાર્ડની ચકાસણી પછી મશીન સીધું જ અનાજ આપશે. આ નવી વ્યવસ્થા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે મોટી રાહત બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે જમીન સ્તરે આ યોજના કેટલી અસરકારક રીતે અમલમાં આવે છે??1