કાલોલ તાલુકાના ઘુસર ભૈરવની મુવાડી ગામે જૂની પારિવારિક અદાવતમાં એક દંપતી પર લાકડીઓ અને ગડદાપાટુ વડે ક્રૂર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને ગોધરા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. વેજલપુર પોલીસે આ મામલે એક જ પરિવારના ચાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુસર ભૈરવની મુવાડી ગામમાં રહેતા હંસાબેન મુકેશભાઈ બારિયા (ઉંમર ૩૦) એ તેમના જ કાકાજી સસરા અને તેમના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આશરે દોઢ મહિના પહેલાં તેમનો કાકાજી સસરાના પરિવાર સાથે ઝઘડો થયો હતો, જેનું સમાધાન થઈ ગયું હોવા છતાં સામાવાળા પક્ષે મનમાં અદાવત રાખી હતી. ગત તારીખ ૨૭/૦૫/૨૦૨૬ના રોજ રાત્રે આશરે સાડા નવેક વાગ્યે હંસાબેનના પતિ મુકેશભાઈ ગામમાં નીકળ્યા હતા, ત્યારે પાડોશમાં રહેતા કાકાજી સસરા વિઠ્ઠલભાઈ શનાભાઈ બારિયા, લીલાબેન વિઠ્ઠલભાઈ બારિયા અને તેજલબેન લાલાભાઈ બારિયાએ તેમને રોકીને ગાળાગાળી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. બુમાબુમ સાંભળીને હંસાબેન દોડી આવ્યા ત્યારે આરોપી લાલાભાઈ વિઠ્ઠલભાઈ બારિયા હાથમાં લાકડી લઈને ધસી આવ્યા હતા અને મુકેશભાઈને માથા તેમજ શરીરે લાકડીના ફટકા માર્યા હતા. પતિને બચાવવા વચ્ચે પડેલા હંસાબેન પર પણ વિઠ્ઠલભાઈએ લાકડી વડે હુમલો કરી જમણા હાથે અને ડાબા પગે ઈજાઓ પહોંચાડી હતી. આસપાસના લોકો દોડી આવતા ચારેય આરોપીઓ દંપતીને "જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં દંપતીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હંસાબેનને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ હતી, જ્યારે તેમના પતિ મુકેશભાઈને ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પતિની સારવારમાં રોકાયેલા હોવાના કારણે હંસાબેને તારીખ ૨૯/૦૫/૨૦૨૬ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશને હાજર થઈને ફરિયાદ નોંધાવી હતી. વેજલપુર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને જી.પી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- મહુધાના નિઝામપુરમાં GST વિભાગ દ્વારા એક મોટી અને ઓચિંતી કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન તમાકુ ભરેલી ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. આ અચાનક થયેલી કાર્યવાહીના કારણે ખેડા GST વિભાગ ઊંઘતું ઝડપાયું હોવાનું સામે આવ્યું છે, જેનાથી દલાલો અને વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.1
- કાલોલ તાલુકાના ડેરોલગામમાં ગ્રામ પંચાયત હસ્તકનું વર્ષો જૂનું ગ્રામ સેવકનું ક્વાર્ટર અને ઓફિસ કોઈપણ વહીવટી મંજૂરી વિના જે.સી.બી. મશીન વડે તોડી પાડી, તેમાં વપરાયેલ લોખંડ અને બારી-બારણાં ભંગારમાં વેચી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત ફરિયાદ કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. અરજદારો પૈકી ડેપ્યુટી સરપંચ હિમાંશુકુમાર હસમુખભાઈ પરમાર અને તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ લાલસિંગભાઈ ખડીયાનો સમાવેશ થાય છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ ગ્રામ સેવકનું મકાન સારી હાલતમાં હતું અને રિપેરિંગ કરીને તેનો ફરી ઉપયોગ કરી શકાય તેમ હતો. તેમ છતાં, ગત તારીખ ૨૮/૦૫/૨૦૨૬ ને ગુરુવારના રોજ બકરી ઈદની જાહેર રજાના દિવસે વહીવટી તંત્રની કોઈ પણ પૂર્વ મંજૂરી વગર આ સરકારી મકાન તોડી પાડવામાં આવ્યું હતું. અરજદારોએ ગામના સરપંચ, તેમના પતિ રાજેન્દ્રભાઈ બળવંતભાઈ પટેલ અને વોર્ડ નંબર-૭ ના સભ્ય જયવીરસિંહ વિક્રમસિંહ સોલંકી પર પરસ્પર મિલીભગત કરીને આ કૃત્ય આચરવાનો આરોપ મૂક્યો છે. આક્ષેપો મુજબ, મકાન તોડ્યા બાદ તેમાંથી નીકળેલી લોખંડની જાળીઓ, દરવાજા અને સળિયા ભંગારમાં વેચી દઈ નાણાકીય ગેરરીતિ કરવામાં આવી છે. સરકારી નાણાંનો દુરુપયોગ કરવા અને ત્યાં નવીન હવાડાની ગ્રાન્ટ વાપરવાના બહાને નાણાકીય કૌભાંડ આચરવાના ઈરાદે આ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અરજદારોએ આ મામલે કાલોલ તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી (DDO) ગોધરા અને કાલોલ પોલીસ મથકે પણ લેખિત નકલ રવાના કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને ગુનો નોંધવા માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ મામલે તટસ્થ તપાસ કરી કડક પગલાં ભરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનો સાથે મળી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.2
- હાલોલ-વડોદરા હાઈવે પર બાસ્કા સ્થિત 'નિર્માણ પેટ્રોલિયમ' પર જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર અને તેમની ટીમે અચાનક દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં સરકારી નિયમોનો ભંગ કરીને પેટ્રોલ પંપ દ્વારા વાહનોને બદલે મોટી કંપનીઓ અને ક્વોરી જેવા કોમર્શિયલ એકમોને બેરલોમાં મોટા પ્રમાણમાં ઇંધણનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. સરકારી નિયમો મુજબ બેરલ કે કારબામાં પેટ્રોલ-ડીઝલ આપવા પર પ્રતિબંધ છે. સામાન્ય ગ્રાહકો અને ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડીને કરવામાં આવતા આ ગેરકાયદેસર વેચાણને કારણે પુરવઠા તંત્ર દ્વારા પેટ્રોલ પંપનું વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. વધુ તપાસ માટે પંપના રેકોર્ડ અને CCTVના DVR પણ જપ્ત કરવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીએ અન્ય પેટ્રોલ પંપો અને ઔદ્યોગિક એકમોને પણ કડક ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં જો કોઈ પણ જગ્યાએ ઇંધણ ડાયવર્ટ કરવાનું કૌભાંડ પકડાશે, તો તેમની સામે બ્લેક માર્કેટિંગ એક્ટ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.1
- આજે રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે કે કેમ, તે અંગે પ્રશ્ન ઊભો થયો છે.1
- બોડેલી નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.1
- વડોદરા શહેરમાં મધ્યરાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તેજ હવાના ઝોકાં અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેના કારણે સમગ્ર શહેરમાં વરસાદ શરૂ થયો હતો.1
- છોટાઉદેપુર LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા કવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી એક મોટરસાયકલ સાથે બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે.1