logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હજારો મૂંગા જીવોના મોતનું તાંડવ થયા બાદ, ખેડબ્રહ્મા નગરપાલિકા આખરે હરણાવ નદીની 'સફાઈ' માટે એક્શન મોડમાં આવી છે. આ અભિયાન માટે પૂરેપૂરા ₹૨૫ લાખનું માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે, જેનો હેતુ નદીને ચમકાવવાનો છે. જોકે, તંત્રની આ 'આગ લાગે ત્યારે કૂવો ખોદવાની' નીતિ પર લોકોમાં ભારે રોષ અને સવાલો ઉઠી રહ્યા છે. પહેલા ગટરનું ગંદુ પાણી નદીમાં ઠાલવીને માછલીઓ સહિત અનેક જીવોનો ભોગ લેવાયો, અને હવે એ જ નદીને સાફ કરવાના બહાને જનતાના ટેક્સના લાખો રૂપિયા વાપરવાના આયોજનને તંત્રની લાપરવાહી અને જનતાના પૈસાનો ખુલ્લેઆમ દુરૂપયોગ ગણાવવામાં આવી રહ્યો છે. લોકો સ્પષ્ટપણે સવાલ કરી રહ્યા છે કે શું આ સફાઈ અભિયાન ખરેખર નદીને શુદ્ધ કરવા માટે છે કે પછી પદાધિકારીઓના માથા પરથી કોઈ મોટું દેવું ઉતારવા માટે? આ સવાલનો સાચો જવાબ તો હરણાવ નદીનું વહેતું પાણી જ આપશે, જે તંત્રની આ નીતિ પર કટાક્ષ કરી રહ્યું છે.

2 hrs ago
user_GUJARAT NEWS NETWORKS KHEDBRAH
GUJARAT NEWS NETWORKS KHEDBRAH
Social services organisation ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
2 hrs ago

હજારો મૂંગા જીવોના મોતનું તાંડવ થયા બાદ, ખેડબ્રહ્મા નગરપાલિકા આખરે હરણાવ નદીની 'સફાઈ' માટે એક્શન મોડમાં આવી છે. આ અભિયાન માટે પૂરેપૂરા ₹૨૫ લાખનું માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે, જેનો હેતુ નદીને ચમકાવવાનો છે. જોકે, તંત્રની આ 'આગ લાગે ત્યારે કૂવો ખોદવાની' નીતિ પર લોકોમાં ભારે રોષ અને સવાલો ઉઠી રહ્યા છે. પહેલા ગટરનું ગંદુ પાણી નદીમાં ઠાલવીને માછલીઓ સહિત અનેક જીવોનો ભોગ લેવાયો, અને હવે એ જ નદીને સાફ કરવાના બહાને જનતાના ટેક્સના લાખો રૂપિયા વાપરવાના આયોજનને તંત્રની લાપરવાહી અને જનતાના પૈસાનો ખુલ્લેઆમ દુરૂપયોગ ગણાવવામાં આવી રહ્યો છે. લોકો સ્પષ્ટપણે સવાલ કરી રહ્યા છે કે શું આ સફાઈ અભિયાન ખરેખર નદીને શુદ્ધ કરવા માટે છે કે પછી પદાધિકારીઓના માથા પરથી કોઈ મોટું દેવું ઉતારવા માટે? આ સવાલનો સાચો જવાબ તો હરણાવ નદીનું વહેતું પાણી જ આપશે, જે તંત્રની આ નીતિ પર કટાક્ષ કરી રહ્યું છે.

More news from ગુજરાત and nearby areas
  • કડી તાલુકામાં એક અઠવાડિયામાં ત્રીજી હત્યાની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઈ છે. કડીના બલાસર ગામે ગુલાબ ફેક્ટરીની સામે કાચા રસ્તાની બાજુમાંથી આલુસણા ગામના વિષ્ણુજી ઠાકોરની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. અજાણ્યા ઈસમોએ ઘાતક હથિયારોથી તેમની ઘાતકી હત્યા કરી હતી, અને હત્યા કરાયેલ લાશની બાજુમાંથી એક એક્ટિવા પણ મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કડીમાં ગુનાખોરી ઘટાડવા માટે ડીવાયએસપીની નિમણૂક કરવામાં આવી હતી અને થોડા સમયથી ક્રાઇમમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. જોકે, એક જ સપ્તાહમાં બનેલી આ ત્રણ હત્યાની ઘટનાઓથી ફરી એકવાર ક્રાઈમે માથું ઉચક્યું હોવાનું જણાઈ રહ્યું છે, જેને કારણે કડી ફરી 'ક્રાઈમ સિટી' બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
    1
    કડી તાલુકામાં એક અઠવાડિયામાં ત્રીજી હત્યાની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઈ છે. કડીના બલાસર ગામે ગુલાબ ફેક્ટરીની સામે કાચા રસ્તાની બાજુમાંથી આલુસણા ગામના વિષ્ણુજી ઠાકોરની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. અજાણ્યા ઈસમોએ ઘાતક હથિયારોથી તેમની ઘાતકી હત્યા કરી હતી, અને હત્યા કરાયેલ લાશની બાજુમાંથી એક એક્ટિવા પણ મળી આવ્યું હતું.

આ ઘટનાની જાણ થતા જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કડીમાં ગુનાખોરી ઘટાડવા માટે ડીવાયએસપીની નિમણૂક કરવામાં આવી હતી અને થોડા સમયથી ક્રાઇમમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. જોકે, એક જ સપ્તાહમાં બનેલી આ ત્રણ હત્યાની ઘટનાઓથી ફરી એકવાર ક્રાઈમે માથું ઉચક્યું હોવાનું જણાઈ રહ્યું છે, જેને કારણે કડી ફરી 'ક્રાઈમ સિટી' બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    15 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સાકડ ગામની પ્રાથમિક શાળામાં સોમવારે, 15 જૂન 2026ના રોજ અત્યંત ભાવુક દૃશ્યો સર્જાયા હતા. વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપી રહેલા શિક્ષિકા નીરૂબેન પટેલની અન્ય શાળામાં બદલી થતાં ગ્રામજનો, વાલીઓ અને બાળકોએ ફૂલહાર તથા અશ્રુઓથી તેમને વિદાય આપી હતી. શાળાના પ્રાંગણમાં આયોજિત વિદાય સમારંભ માટે સમગ્ર વિસ્તારને પંડાલથી સજાવવામાં આવ્યો હતો. શાળાના નાના બાળકોએ શિસ્તબદ્ધ લાઈનમાં ઉભા રહીને પુષ્પગુચ્છ અને ફૂલોની વર્ષા કરીને શિક્ષિકાનું સ્વાગત-સન્માન કર્યું. આ પ્રસંગે વાલીઓ, ગામની બહેનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શિક્ષિકા નીરૂબેનને શાલ અને શ્રીફળ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા, ત્યારે અનેક વાલીઓ અને બાળકોની આંખો ભીની થઈ ગઈ હતી. બાળકોને પોતાના સંતાનો જેવો પ્રેમ આપનાર શિક્ષિકાના જવાથી સમગ્ર શાળામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ભાવુક પ્રસંગે શિક્ષિકા નીરૂબેન પટેલે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સાકડ ગામે તેમને માત્ર શિક્ષિકા જ નહીં, પરંતુ દીકરી અને બહેનનો દરજ્જો આપ્યો છે. તેમણે કહ્યું કે, અહીંના બાળકો અને વાલીઓનો નિસ્વાર્થ પ્રેમ તેઓ જિંદગીભર ભૂલી શકશે નહીં અને આ ગામ તથા શાળા હંમેશા તેમના હૃદયમાં વસશે. સાકડ ગ્રામ પંચાયતના સરપંચ અને વાલી મંડળના સભ્યોએ નીરૂબેનની બદલીને મોટી ખોટ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, નીરૂબેન માત્ર અભ્યાસ જ નહીં, સંસ્કારનું સિંચન પણ કરતા હતા અને બાળકોમાં ભણવા પ્રત્યે રુચિ જગાવીને શાળાનું પરિણામ ઊંચું લાવવામાં તેમનો સિંહફાળો હતો. ગ્રામજનોએ શિક્ષિકાને તેમની નવી જગ્યાએ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.
    1
    બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સાકડ ગામની પ્રાથમિક શાળામાં સોમવારે, 15 જૂન 2026ના રોજ અત્યંત ભાવુક દૃશ્યો સર્જાયા હતા. વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપી રહેલા શિક્ષિકા નીરૂબેન પટેલની અન્ય શાળામાં બદલી થતાં ગ્રામજનો, વાલીઓ અને બાળકોએ ફૂલહાર તથા અશ્રુઓથી તેમને વિદાય આપી હતી.

શાળાના પ્રાંગણમાં આયોજિત વિદાય સમારંભ માટે સમગ્ર વિસ્તારને પંડાલથી સજાવવામાં આવ્યો હતો. શાળાના નાના બાળકોએ શિસ્તબદ્ધ લાઈનમાં ઉભા રહીને પુષ્પગુચ્છ અને ફૂલોની વર્ષા કરીને શિક્ષિકાનું સ્વાગત-સન્માન કર્યું. આ પ્રસંગે વાલીઓ, ગામની બહેનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શિક્ષિકા નીરૂબેનને શાલ અને શ્રીફળ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા, ત્યારે અનેક વાલીઓ અને બાળકોની આંખો ભીની થઈ ગઈ હતી. બાળકોને પોતાના સંતાનો જેવો પ્રેમ આપનાર શિક્ષિકાના જવાથી સમગ્ર શાળામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ ભાવુક પ્રસંગે શિક્ષિકા નીરૂબેન પટેલે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સાકડ ગામે તેમને માત્ર શિક્ષિકા જ નહીં, પરંતુ દીકરી અને બહેનનો દરજ્જો આપ્યો છે. તેમણે કહ્યું કે, અહીંના બાળકો અને વાલીઓનો નિસ્વાર્થ પ્રેમ તેઓ જિંદગીભર ભૂલી શકશે નહીં અને આ ગામ તથા શાળા હંમેશા તેમના હૃદયમાં વસશે.

સાકડ ગ્રામ પંચાયતના સરપંચ અને વાલી મંડળના સભ્યોએ નીરૂબેનની બદલીને મોટી ખોટ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, નીરૂબેન માત્ર અભ્યાસ જ નહીં, સંસ્કારનું સિંચન પણ કરતા હતા અને બાળકોમાં ભણવા પ્રત્યે રુચિ જગાવીને શાળાનું પરિણામ ઊંચું લાવવામાં તેમનો સિંહફાળો હતો. ગ્રામજનોએ શિક્ષિકાને તેમની નવી જગ્યાએ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.
    user_Bhavesh thakor sankad
    Bhavesh thakor sankad
    ધાનેરા, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) એ રવિવારે લખનૌમાં NEET પેપર લીક કેસ અને CBSE ની OSM મૂલ્યાંકન પ્રણાલીના વિરોધમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડના નેતૃત્વમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને NSUI કાર્યકરો રાજભવનનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. પ્રદર્શન દરમિયાન, વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. આ સાથે જ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને પણ ભંગ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. NSUI નો આરોપ છે કે સતત સામે આવી રહેલા પરીક્ષા વિવાદો, પેપર લીકની ઘટનાઓ અને મૂલ્યાંકન પ્રણાલીમાં ખામીઓના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રભાવિત થઈ રહ્યું છે. સંગઠનનું કહેવું છે કે પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી હતી કે જો વિદ્યાર્થીઓની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ આંદોલનને વધુ તેજ કરવામાં આવશે. NSUI નેતાઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે તેમનો સંઘર્ષ ચાલુ રહેશે અને દેશભરમાં વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે.
    1
    નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) એ રવિવારે લખનૌમાં NEET પેપર લીક કેસ અને CBSE ની OSM મૂલ્યાંકન પ્રણાલીના વિરોધમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડના નેતૃત્વમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને NSUI કાર્યકરો રાજભવનનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા.

પ્રદર્શન દરમિયાન, વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. આ સાથે જ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને પણ ભંગ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. NSUI નો આરોપ છે કે સતત સામે આવી રહેલા પરીક્ષા વિવાદો, પેપર લીકની ઘટનાઓ અને મૂલ્યાંકન પ્રણાલીમાં ખામીઓના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રભાવિત થઈ રહ્યું છે. સંગઠનનું કહેવું છે કે પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી હતી કે જો વિદ્યાર્થીઓની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ આંદોલનને વધુ તેજ કરવામાં આવશે. NSUI નેતાઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે તેમનો સંઘર્ષ ચાલુ રહેશે અને દેશભરમાં વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    15 hrs ago
  • ગુજરાતના ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે, જેનાથી રાજ્ય સરકારનું ટેન્શન વધ્યું છે. ખેડૂતો ગુજરાત સરકાર સામે રોષે ભરાયા છે અને આયોજન વગરની નીતિઓને કારણે તેમને ભોગવવું પડી રહ્યું છે. ખાસ કરીને, વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની કિંમતી જમીન વીજપોલ નાંખવાના બહાને હડપ કરી લેવાના કાવતરા અને ખોરી દાનતને કારણે વિવાદ સર્જાયો છે, જેના પડઘા હવે પાટનગર ગાંધીનગરમાં પણ પડવાના છે. પોતાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા, ખેડૂતો દ્વારા 15 જૂનના રોજ શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી એક વિશાળ ખેડૂત સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અનેક જિલ્લાઓ અને ગામડાંઓના ખેડૂતો જોડાયા છે, અને 1000થી વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. આ રેલીને ધ્યાનમાં રાખીને પોલીસે એક દિવસ પહેલા જ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દીધી હતી. મોરબીના જેતપર ગામની 150 મહિલા ખેડૂતો પણ વીજપોલ વળતર બાબતે આક્રમક વલણ અપનાવીને મોડી રાત્રે ગાંધીનગર જવા રવાના થઈ હતી. "નારી શક્તિ ઝિંદાબાદ"ના નારા સાથે આ મહિલાઓએ ગાંધીનગર પહોંચીને યોગ્ય વળતરની ઉગ્ર માંગ કરી છે. આ પ્રદર્શનને "અધિકાર યાત્રા 2026 - હવે હક છીનવીને લઈશું" નામ અપાયું છે. ખેડૂતો પોતાના આક્રોશને વ્યક્ત કરતા કહી રહ્યા છે કે, "ખેતર સૂના પડે, નેતાના બંગલા ભરાય..." અને "ટ્રેક્ટર રસ્તા પર છે, હવે દિલ્હી હલશે." તેમની મુખ્ય માંગણીઓમાં MSP (લઘુત્તમ ટેકાના ભાવ)ની કાયદેસર ગેરંટી આપવાનો સમાવેશ થાય છે, અને તેઓએ ચેતવણી આપી છે કે, "નહીં તો ખુરશી ખાલી કરો." ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે, "આ ભીડ નથી, આ ખેડૂતનો આક્રોશ છે."
    1
    ગુજરાતના ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે, જેનાથી રાજ્ય સરકારનું ટેન્શન વધ્યું છે. ખેડૂતો ગુજરાત સરકાર સામે રોષે ભરાયા છે અને આયોજન વગરની નીતિઓને કારણે તેમને ભોગવવું પડી રહ્યું છે. ખાસ કરીને, વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની કિંમતી જમીન વીજપોલ નાંખવાના બહાને હડપ કરી લેવાના કાવતરા અને ખોરી દાનતને કારણે વિવાદ સર્જાયો છે, જેના પડઘા હવે પાટનગર ગાંધીનગરમાં પણ પડવાના છે.

પોતાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા, ખેડૂતો દ્વારા 15 જૂનના રોજ શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી એક વિશાળ ખેડૂત સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અનેક જિલ્લાઓ અને ગામડાંઓના ખેડૂતો જોડાયા છે, અને 1000થી વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. આ રેલીને ધ્યાનમાં રાખીને પોલીસે એક દિવસ પહેલા જ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દીધી હતી. મોરબીના જેતપર ગામની 150 મહિલા ખેડૂતો પણ વીજપોલ વળતર બાબતે આક્રમક વલણ અપનાવીને મોડી રાત્રે ગાંધીનગર જવા રવાના થઈ હતી. "નારી શક્તિ ઝિંદાબાદ"ના નારા સાથે આ મહિલાઓએ ગાંધીનગર પહોંચીને યોગ્ય વળતરની ઉગ્ર માંગ કરી છે. આ પ્રદર્શનને "અધિકાર યાત્રા 2026 - હવે હક છીનવીને લઈશું" નામ અપાયું છે.

ખેડૂતો પોતાના આક્રોશને વ્યક્ત કરતા કહી રહ્યા છે કે, "ખેતર સૂના પડે, નેતાના બંગલા ભરાય..." અને "ટ્રેક્ટર રસ્તા પર છે, હવે દિલ્હી હલશે." તેમની મુખ્ય માંગણીઓમાં MSP (લઘુત્તમ ટેકાના ભાવ)ની કાયદેસર ગેરંટી આપવાનો સમાવેશ થાય છે, અને તેઓએ ચેતવણી આપી છે કે, "નહીં તો ખુરશી ખાલી કરો." ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે, "આ ભીડ નથી, આ ખેડૂતનો આક્રોશ છે."
    user_HARSHAD SATHVARA
    HARSHAD SATHVARA
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    24 min ago
  • મહીસાગર એલ.સી.બી. પોલીસે કડાણા પો.સ્ટે.માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે આયોજિત સ્પેશિયલ ડ્રાઇવના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઇવના અનુસંધાને, મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મનીષભાઈ.કે.ખાંટના સૂચના અને માર્ગદર્શન હેઠળ, આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન, આ.હે.કો. ભવદીપસિંહ પુષ્પતસિંહ અને આ.પો.કો. દિનેશભાઈ ભલાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે કડાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૪૨૫૦૪૬૧/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫(એ), (ઇ), ૮૧,૯૮(૨),૧૧૬(બી) મુજબનો નાસતો ફરતો આરોપી સુરેન્દ્રસિંહ મોતીસિંહ ચુંડાવત, જે પાતલી તા-જી. ડુંગરપુર, (રાજસ્થાન)નો રહેવાસી છે, તે હાલ લુણાવાડા સેવા સદન બાજુ ઊભો છે. આ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા, ઉપરોક્ત ગુનાનો આરોપી મળી આવ્યો હતો. આરોપીને ઝડપી પાડી, આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કડાણા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    1
    મહીસાગર એલ.સી.બી. પોલીસે કડાણા પો.સ્ટે.માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે આયોજિત સ્પેશિયલ ડ્રાઇવના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સ્પેશિયલ ડ્રાઇવના અનુસંધાને, મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મનીષભાઈ.કે.ખાંટના સૂચના અને માર્ગદર્શન હેઠળ, આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન, આ.હે.કો. ભવદીપસિંહ પુષ્પતસિંહ અને આ.પો.કો. દિનેશભાઈ ભલાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે કડાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૪૨૫૦૪૬૧/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫(એ), (ઇ), ૮૧,૯૮(૨),૧૧૬(બી) મુજબનો નાસતો ફરતો આરોપી સુરેન્દ્રસિંહ મોતીસિંહ ચુંડાવત, જે પાતલી તા-જી. ડુંગરપુર, (રાજસ્થાન)નો રહેવાસી છે, તે હાલ લુણાવાડા સેવા સદન બાજુ ઊભો છે. આ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા, ઉપરોક્ત ગુનાનો આરોપી મળી આવ્યો હતો.

આરોપીને ઝડપી પાડી, આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કડાણા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • માવસરી-બાખાસર રોડ ચેકપોસ્ટ પરથી કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન એક લક્ઝરી ગાડીમાંથી પોષડોડાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્તીમાં લક્ઝરી વાહનમાંથી મોટી માત્રામાં પોષડોડાનો જથ્થો પકડવામાં આવ્યો હતો.
    1
    માવસરી-બાખાસર રોડ ચેકપોસ્ટ પરથી કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન એક લક્ઝરી ગાડીમાંથી પોષડોડાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્તીમાં લક્ઝરી વાહનમાંથી મોટી માત્રામાં પોષડોડાનો જથ્થો પકડવામાં આવ્યો હતો.
    user_Diyodar Gadh
    Diyodar Gadh
    Local News Reporter Deodar, Banas Kantha•
    2 hrs ago
  • અમદાવાદમાં શાંતિપુરા સર્કલ પાસે ખેડૂતો મોટા પ્રમાણમાં એકઠા થયા હતા, જ્યાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના અધિકારો માટે ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 'કિસાન અધિકાર યાત્રા' અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી નીકળી રહી છે. આ યાત્રામાં તમામ જિલ્લાઓમાંથી કુલ 1,111 ટ્રેક્ટર સાથે ગાંધીનગર પહોંચવાનો દાવો કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ખેડૂતોની એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેક્ટર યાત્રા શાંતિપુરા ચોકડીથી સવારે 11 કલાકે શરૂ થવાની હતી. ખેડૂતો દ્વારા તેમની જમીન હડપ કરવાના આક્ષેપો સામે, તેમજ ખેતરોમાં વીજ ટાવર નાખવાના વિરોધમાં આ કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત સંગઠનોએ દેવા માફી, પાકના યોગ્ય ભાવ અને જમીન સંપાદન સહિતના વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતો ટ્રેક્ટર અને અન્ય વાહનો સાથે ગાંધીનગર તરફ કૂચ કરવાની તૈયારીમાં છે.
    1
    અમદાવાદમાં શાંતિપુરા સર્કલ પાસે ખેડૂતો મોટા પ્રમાણમાં એકઠા થયા હતા, જ્યાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના અધિકારો માટે ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 'કિસાન અધિકાર યાત્રા' અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી નીકળી રહી છે.

આ યાત્રામાં તમામ જિલ્લાઓમાંથી કુલ 1,111 ટ્રેક્ટર સાથે ગાંધીનગર પહોંચવાનો દાવો કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ખેડૂતોની એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેક્ટર યાત્રા શાંતિપુરા ચોકડીથી સવારે 11 કલાકે શરૂ થવાની હતી.

ખેડૂતો દ્વારા તેમની જમીન હડપ કરવાના આક્ષેપો સામે, તેમજ ખેતરોમાં વીજ ટાવર નાખવાના વિરોધમાં આ કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત સંગઠનોએ દેવા માફી, પાકના યોગ્ય ભાવ અને જમીન સંપાદન સહિતના વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતો ટ્રેક્ટર અને અન્ય વાહનો સાથે ગાંધીનગર તરફ કૂચ કરવાની તૈયારીમાં છે.
    user_India24News
    India24News
    Gandhinagar, Gujarat•
    6 hrs ago
  • દિયોદર ખાતે શાળા સમય બાદ વસ્તી ગણતરીનું કામ કરાવવાના પરિપત્રનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ વિરોધ સાથે દિયોદર મામલતદારને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટપણે માંગ કરવામાં આવી હતી કે જનગણનાની કામગીરીને 'ઓન ડ્યુટી' ગણવામાં આવે.
    1
    દિયોદર ખાતે શાળા સમય બાદ વસ્તી ગણતરીનું કામ કરાવવાના પરિપત્રનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ વિરોધ સાથે દિયોદર મામલતદારને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટપણે માંગ કરવામાં આવી હતી કે જનગણનાની કામગીરીને 'ઓન ડ્યુટી' ગણવામાં આવે.
    user_Diyodar samachar
    Diyodar samachar
    Media and information sciences faculty દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • બનાસકાંઠાના દિયોદરમાં આરામ ગૃહ પાસે સમાધાન માટે આવેલા પતિ સહિત ત્રણ વ્યક્તિ પર પાંચ ઈસમોએ હુમલો કર્યો હતો, જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મામલે દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપ્યાના ચાર દિવસ વિત્યા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ભોગ બનનાર પરિવારે ન્યાયની માંગ કરી છે. જાણવા મળતી વિગત મુજબ, દિયોદર તાલુકાના લીલાધર ગામના નરેશ ઈશ્વરભાઈ દેવીપૂજકની પત્ની છેલ્લા ત્રણ મહિનાથી રિસામણે પિયરમાં હતી. તેમને તેડવા નરેશભાઈ તેમના મોટાભાઈ તથા એક કુટુંબીને સાથે લઈને દિયોદર આરામ ગૃહ પાસે સમાધાન માટે આવ્યા હતા. સમાધાન દરમિયાન બોલાચાલી થતા અમુક ઈસમોએ સમાધાનનું મનદુઃખ રાખી અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં ભરત ઈશ્વરભાઈ દેવીપૂજક, જુમીબેન કાનજીભાઈ દેવીપૂજક અને મંજુબેન ઈશ્વરભાઈ દેવીપૂજક (બે મહિલા અને એક પુરુષ)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ફરિયાદી નરેશ ઈશ્વરભાઈ દેવીપૂજકે દિયોદર પોલીસ મથકે પાંચાભાઈ રેવાભાઈ દેવીપૂજક, ભંભાભાઈ રાયચંદભાઈ દેવીપૂજક, વાલાભાઈ સગથાભાઈ દેવીપૂજક, રમીબેન પાંચાભાઈ દેવીપૂજક અને કરશનભાઈ દેવીપૂજક વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે. જોકે, ફરિયાદી પરિવારના જણાવ્યા મુજબ, લેખિત અરજી આપ્યાને ચાર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓ સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. ઈજાગ્રસ્તો હજુ પણ સારવાર હેઠળ છે અને આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાથી પરિવારમાં ભયનો માહોલ છે. પરિવારે પોલીસ તંત્ર પાસે તાત્કાલિક તપાસ કરી આરોપીઓની ધરપકડ કરીને ન્યાય આપવાની માંગ કરી છે.
    4
    બનાસકાંઠાના દિયોદરમાં આરામ ગૃહ પાસે સમાધાન માટે આવેલા પતિ સહિત ત્રણ વ્યક્તિ પર પાંચ ઈસમોએ હુમલો કર્યો હતો, જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મામલે દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપ્યાના ચાર દિવસ વિત્યા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ભોગ બનનાર પરિવારે ન્યાયની માંગ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ, દિયોદર તાલુકાના લીલાધર ગામના નરેશ ઈશ્વરભાઈ દેવીપૂજકની પત્ની છેલ્લા ત્રણ મહિનાથી રિસામણે પિયરમાં હતી. તેમને તેડવા નરેશભાઈ તેમના મોટાભાઈ તથા એક કુટુંબીને સાથે લઈને દિયોદર આરામ ગૃહ પાસે સમાધાન માટે આવ્યા હતા. સમાધાન દરમિયાન બોલાચાલી થતા અમુક ઈસમોએ સમાધાનનું મનદુઃખ રાખી અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં ભરત ઈશ્વરભાઈ દેવીપૂજક, જુમીબેન કાનજીભાઈ દેવીપૂજક અને મંજુબેન ઈશ્વરભાઈ દેવીપૂજક (બે મહિલા અને એક પુરુષ)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ફરિયાદી નરેશ ઈશ્વરભાઈ દેવીપૂજકે દિયોદર પોલીસ મથકે પાંચાભાઈ રેવાભાઈ દેવીપૂજક, ભંભાભાઈ રાયચંદભાઈ દેવીપૂજક, વાલાભાઈ સગથાભાઈ દેવીપૂજક, રમીબેન પાંચાભાઈ દેવીપૂજક અને કરશનભાઈ દેવીપૂજક વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે.

જોકે, ફરિયાદી પરિવારના જણાવ્યા મુજબ, લેખિત અરજી આપ્યાને ચાર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓ સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. ઈજાગ્રસ્તો હજુ પણ સારવાર હેઠળ છે અને આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાથી પરિવારમાં ભયનો માહોલ છે. પરિવારે પોલીસ તંત્ર પાસે તાત્કાલિક તપાસ કરી આરોપીઓની ધરપકડ કરીને ન્યાય આપવાની માંગ કરી છે.
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.