Shuru
Apke Nagar Ki App…
કાલોલ તાલુકાના નેસડા ગ્રામપંચાયત વિસ્તારમાં અધૂરા કામોને કારણે ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેનાથી સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓ અને નાના બાળકોને આંગણવાડી અને શાળાએ જવામાં પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ગ્રામજનો દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે પ્રજાને પડતી આ તકલીફો વિકાસની વાસ્તવિકતા છતી કરી રહી છે. આ કામો અધૂરા શા માટે છોડવામાં આવ્યા છે અને તેના પાછળનું કારણ શું હોઈ શકે, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
Rathod Sandip sinh
કાલોલ તાલુકાના નેસડા ગ્રામપંચાયત વિસ્તારમાં અધૂરા કામોને કારણે ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેનાથી સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓ અને નાના બાળકોને આંગણવાડી અને શાળાએ જવામાં પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ગ્રામજનો દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે પ્રજાને પડતી આ તકલીફો વિકાસની વાસ્તવિકતા છતી કરી રહી છે. આ કામો અધૂરા શા માટે છોડવામાં આવ્યા છે અને તેના પાછળનું કારણ શું હોઈ શકે, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
More news from ગુજરાત and nearby areas
- કાલોલ તાલુકાના નેસડા ગ્રામપંચાયત વિસ્તારમાં અધૂરા કામોને કારણે ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેનાથી સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓ અને નાના બાળકોને આંગણવાડી અને શાળાએ જવામાં પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ગ્રામજનો દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે પ્રજાને પડતી આ તકલીફો વિકાસની વાસ્તવિકતા છતી કરી રહી છે. આ કામો અધૂરા શા માટે છોડવામાં આવ્યા છે અને તેના પાછળનું કારણ શું હોઈ શકે, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.1
- હાલોલ નગરપાલિકાની ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભીમનાથ મહાદેવ મંદિર પાછળ ગુરુવારે રાત્રે વીજ કરંટ લાગવાથી એક ગૌમાતાનું મૃત્યુ થયું હતું. શુક્રવારે સવારે નગરપાલિકા દ્વારા મૃત ગૌમાતાને ફાયર સ્ટેશન પાછળ આવેલી જમીનમાં દફનાવવા માટે લઈ જવામાં આવી હતી. જોકે, દફનવિધિની કામગીરી દરમિયાન કર્મચારીઓએ માત્ર જેસીબી વડે ખાડો ખોદી ગૌમાતાને તેમાં મૂકી સ્થળ છોડી દીધું હતું. ઘટનાને 36 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ ખાડો પૂરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક લોકો અને ગૌભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મૃત પશુની યોગ્ય રીતે દફનવિધિ ન થવાથી તેમની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરે દાવો કર્યો છે કે પશુના મૃત્યુ બાદ નિયમ મુજબ ખાડો ખોદી, તેમાં મીઠું નાખીને કાયદેસર દફનવિધિ કરાય છે અને તેના માટે ખર્ચ પણ મંજૂર કરાય છે. જોકે, સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ આ દાવાઓથી તદ્દન વિપરીત છે. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાએ અગાઉ રખડતા પશુઓના નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે એક ગેસ ચેમ્બર પણ બનાવ્યું હતું, પરંતુ તે સુવિધા હાલ ધૂળ ખાઈ રહી હોવાનું સામે આવતા પાલિકાની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.1
- Post by Rohit kirtanbhai1
- બનાસકાંઠા LCB દ્વારા ચિત્રાસણી ગામ નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ ૨૬૪ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેની કિંમત રૂ. ૫૬,૧૧૨/- આંકવામાં આવી છે. આ દારૂ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. ૧,૦૭,૬૧૨/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.1
- વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી દુર્ગેશ્વરી સ્પાર્ક સોસાયટીના રહિશો જોખમી હાલતમાં આવેલા એક વીજ થાંભલાને લઈને ભારે રોષમાં છે. સ્થાનિકોના કહેવા મુજબ, સોસાયટીના ઘર નંબર-37 પાસેનો વીજ થાંભલો નમી ગયો છે, જેના કારણે ગંભીર અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. આ સમસ્યા અંગે તા. ૦૯ જૂન, ૨૦૨૬ના રોજ GEBને લેખિત અરજી કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા, રહિશોમાં તંત્ર પ્રત્યે ભારે અસંતોષ ફેલાયો છે. સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરીને સંભવિત દુર્ઘટનાને અટકાવવા માટે માંગણી કરી છે.1
- આજવા રોડ પર કમલાનગરની પાછળ આવેલી મારૂતિ હાઈટમાં આજે સુંદરકાંડનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.1
- કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ જે.કે. પરમારનો એક સ્થાનિક નાગરિક સાથે ઉદ્ધત વર્તન કરતો ઓડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક જાગૃત નાગરિકે પ્રમુખ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે સરપંચ ફોન ઉપાડતા નથી. આ ફરિયાદના જવાબમાં, પ્રમુખ જે.કે. પરમારે નાગરિક પર રોફ જમાવતા કહ્યું કે તેઓ તેમના ગુલામ નથી.1
- અરવલ્લીના વાસણીરેલ ગામમાં ભૂમાફિયાઓએ મહેસૂલ વિભાગના અધિકારીઓની મિલીભગતથી એક ચોંકાવનારો 'ભૂતિયા ખેલ' રચ્યો છે, જ્યાં ૫૩ વર્ષ પહેલાં અવસાન પામેલા એક વ્યક્તિના નામે આધારકાર્ડ બનાવી લાખોની જમીનનો સોદો કરી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે. સરકારી દસ્તાવેજો મુજબ, વાસણીરેલ ગામના ખેડૂત છગનભાઈ જીવણભાઈ પટેલનું અવસાન ૧૪ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ થયું હતું, જેનું પ્રમાણપત્ર કપડવંજ નગરપાલિકા દ્વારા અપાયું છે. તેમ છતાં, એપ્રિલ ૨૦૨૫માં, એટલે કે ભવિષ્યની તારીખમાં, આ મૃતક વ્યક્તિના નામે નકલી આધારકાર્ડ બનાવવામાં આવ્યું, જેમાં જન્મતારીખ ૦૧/૦૧/૧૯૭૧ દર્શાવવામાં આવી, જે તેમના મૃત્યુના એક વર્ષ પહેલાંનો જન્મ દર્શાવે છે. આ કૌભાંડમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ૨૦૧૦ પછી શરૂ થયેલી આધારકાર્ડ સિસ્ટમમાં ૧૯૭૨માં અવસાન પામેલા વ્યક્તિનું આધારકાર્ડ કેવી રીતે બન્યું અને સબ-રજિસ્ટ્રાર કચેરીના સ્કેનરે આ 'ભૂતિયા' આંગળીઓના નિશાન કઈ રીતે સ્વીકારી લીધા? જમીન વેચવા માટે અમદાવાદના એક વ્યક્તિના નામે પાવર ઓફ એટર્ની કરવામાં આવી હતી, જેમાં સાક્ષી તરીકે ઠાસરા અને બાયડના એવા લોકો સામેલ હતા જેમને આ ગામ સાથે કોઈ સંબંધ નથી. આ કૌભાંડની વિચિત્રતા એ છે કે છગનભાઈના સાચા પ્રપૌત્ર રાજુભાઈ હાલ ૬૨ વર્ષના છે, જ્યારે નકલી દસ્તાવેજોમાં 'દાદા' છગનભાઈની ઉંમર માત્ર ૫૪ વર્ષ દર્શાવવામાં આવી છે. આ કૌભાંડને અંજામ આપવા માટે ૨૦ લાખ ૬૦ હજાર રૂપિયાના ચેકો પણ વટાવી લેવામાં આવ્યા છે. સૂત્રોના મતે, આ એકલો કિસ્સો નથી, પરંતુ આ સમગ્ર પંથકમાં આવા ૩૦ જેટલા બોગસ ખેડૂતો ઊભા કરીને જમીનો હડપવાનું એક મોટું સિન્ડિકેટ સક્રિય છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવાની અને જવાબદાર ભૂમાફિયાઓ તથા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે. જો આ 'ભૂતાવળ' સમાન સિન્ડિકેટ પર લગામ નહીં કસાય, તો આવનારા સમયમાં જીવતા ખેડૂતોએ પોતાની જમીન બચાવવા માટે 'હું જીવતો છું' તેવા પુરાવાઓ સાથે કચેરીઓના ધક્કા ખાવા પડશે તેવી ચેતવણી પણ અપાઈ છે. આ સમગ્ર ઘટના હાલ અરવલ્લી પંથકમાં મુખ્ય ચર્ચાનો વિષય બની છે અને લોકો વહીવટી તંત્ર આવા ભ્રષ્ટ જાદુગરો સામે કાયદાનો ડંડો પછાડશે કે નહીં તે અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.3