ડેરીના ચેરમેન અને મંત્રી સામે આક્ષેપ ન્યાય ની માંગ લાખણીના ડેરા દૂધ મંડળીમાં ઉંચાપત મામલે દિયોદર પોલીસ મથકે રજૂઆત •દૂધ ગ્રાહકો ઉંચાપત ની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા લેખિત અરજી અપાઈ •ગામના જાગૃત નાગરિકે RTI હેઠળ માહિતી માંગતા ઉંચાપત થઈ હોવાનું બહાર આવ્યું હોવાનો આક્ષેપ લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળી ના મંત્રી અને ચેરમેન સામે દૂધ ગ્રાહકોએ ઉંચાપત નો આક્ષેપ કર્યો છે જે સમગ્ર મામલે દૂધ ગ્રાહકોએ દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી કસૂરવાર સામે ગુન્હો દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળી માં વર્તમાન મંત્રી અને ચેરમેન દ્વારા મોટી ઉંચાપત કરવામાં આવી હોવાના આક્ષેપ ને લઈ ડેરા ગામના દૂધ ગ્રાહકો મોટી સંખ્યામાં દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા જેમાં પોલીસ મથકે ડેરા દૂધ મંડળી ના મંત્રી અને ચેરમેન સામે ઉંચાપત નો આક્ષેપ કરી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી આ બાબતે દૂધ ગ્રાહકોએ આક્ષેપ કરતા જણાવેલ કે ડેરા દૂધ મંડળી માં મંત્રી અને ચેરમેન દ્વારા ખોટા બિલો ઉધારી મોટી ઊંચાપતો કરવામાં આવી છે અંદાજિત 2 કરોડ થી વધુ રકમ ના ખોટા બિલો બનાવી ઉંચાપત કરી છે અમારા ગામના જાગૃત નાગરિકે RTI હેઠળ માહિતી માગતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે જે બાબતે દિયોદર પોલીસ વિભાગ અને બનાસ ડેરી સુધી અમોએ રજૂઆત કરી છે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ • ડેરા દૂધ ડેરીમાં કોઈ નું પણ સાંભળવામાં આવતું નથી : સંજયભાઈ ચૌધરી (અરજદાર) આ બાબતે અરજદાર સંજયભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે અમો આજે દિયોદર પોલીસ મથકે અરજી આપવામાં આવ્યા છે જેમાં દૂધ ડેરીમાં ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વિના મંત્રી અને ચેરમેન દ્વારા 11 વર્ષ માં મોટી ઉંચાપત થઈ છે ખોટા બિલો બનાવી મોટી ઉંચાપત કરાઇ છે અમોએ અગાઉ પણ રજૂઆત કરી છે અને હાલ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવા આવ્યા છીએ

- થરાદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત પોલીસ અને NGO દ્વારા હેલ્મેટ વિતરણ1
- દિયોદર તાલુકા કોંગ્રેસ દ્વારા કોતરવાડા જિલ્લા પંચાયત સીટ પર જન સંવાદ કાર્યક્રમ શરૂ કરાયો છે. આ કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યે ભેસાણા અને રવેલ ગામોમાં યોજાયો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય સિવા ભૂરીયા સહિત કોંગ્રેસના આગેવાનોએ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો.સંવાદ દરમિયાન, લોકોના વીજળી, પાણી, રસ્તા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ લોકોને ખાતરી આપી હતી કે તેમના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે.આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સિવા ભૂરીયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહ રબારી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉમેદ ચૌધરી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બળવંતજી ઠાકોર, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બળદેવ બારોટ, મફજી વાઘેલા (પાલડી), યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સુરેશ ચૌધરી અને પૂર્વ સરપંચ પ્રહલાદ માળી (ધરાડવ) ઉપસ્થિત રહ્યા હતા. ભેસાણા અને રવેલના વર્તમાન સરપંચો તેમજ મોટી સંખ્યામાં યુવાનો સહિત સ્થાનિક લોકોએ પણ આ સંવાદમાં ભાગ લીધો હતો અને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.4
- બોલીવુડ અભિનેતા સોનુ સૂદે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી પ્રખ્યાત ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌસેવા અને આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન આ સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને અભિનેતાએ ગૌશાળાના વિકાસ અને ઘાસચારા માટે ₹11 લાખનું દાન જાહેર કર્યું હતું.1
- મહેસાણા સરકાર સામે મધ રાત્રે આગામી 12 જાન્યુઆરીનું ગાંધીનગર ખાતે કરવામાં આવનાર શક્તિ પ્રદર્શન મોકૂફ રાખવામાં આવ્યું છે. કિસાન સંઘ નું કહેવું છે કે સરકાર દ્વારા ખેડૂતોની મુખ્ય બાર માંગણીઓ સ્વીકારવામાં આવી છે. આ સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપી પોતાની પ્રતિક્રિયા. શું ગુજરાતના ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ વાતનો સંતોષ ખરા અર્થમાં થયો છે ખરો? મોટા ઉપાડે ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચાર્યા બાદ હવે શક્તિ પ્રદર્શન મોકૂફ રાખવા પાછળનો ઉદ્દેશ શું હોઈ શકે તે બાબતે આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લા પ્રમુખ દ્વારા આવ્યું મોટું નિવેદન રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા1
- ઉતરાયણ અભિયાન ગુજરાત માં ઉત્તરાયણ તહેવાર પોતાના બાઈક આગળ સેફટી એક સરિયો નાખો વિનંતી છે. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ1
- Post by Dave Dhamendra1
- Post by 901654 VishnuBhai talpda1
- દિયોદર પોલીસ મથકે રાધનપુરની આરાધના બચત મંડળીના બ્રાંચ મેનેજર ભાવેશ કાકડીયા સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપી લગ્ન કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. એક યુવતીએ આ મામલે લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મેનેજર ભાવેશ કાકડીયાએ યુવતીને ઓફિસમાં રજીસ્ટરો લખવાના બહાને બોલાવી હતી. ત્યાં તેણે યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે મેનેજરે ઓફિસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ દ્વારા બદનામ કરવાની ધમકી આપીને આ કૃત્ય કર્યું હતું.આ ઉપરાંત, યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીએ તેને ધાકધમકી આપીને તેની સાથે કોર્ટ મેરેજ પણ કર્યા હતા. દિયોદર પોલીસે યુવતીની ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.2