logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચોથા ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં એક સાથે 201 યુગલો આદિવાસી રીતરિવાજ અને પરંપરા અનુસાર લગ્નબંધનમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો તેમજ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ આયોજન દરમિયાન, સમાજના દાતાઓના સહયોગથી દરેક નવદંપત્તિને કરિયાવર પણ અર્પણ કરવામાં આવ્યું, જે સમાજની એકતા અને સહકારનું સુંદર ઉદાહરણ બન્યું. આ સમૂહ લગ્ન દરમિયાન, એક જ સ્થળે 201 યુગલો દ્વારા આદિવાસી પરંપરા મુજબ ચોખા રમાડવાની વિધિ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો અને સમાજજનોએ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને આનંદથી છલકાઈ ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે, સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા દ્વારા તમામ નવદંપત્તિઓને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આ સમગ્ર સમૂહ લગ્નને સફળ બનાવવા માટે આયોજકો તેમજ સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

21 hrs ago
user_VIJAY VASAVA
VIJAY VASAVA
Local News Reporter નેત્રંગ, ભરૂચ, ગુજરાત•
21 hrs ago

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચોથા ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં એક સાથે 201 યુગલો આદિવાસી રીતરિવાજ અને પરંપરા અનુસાર લગ્નબંધનમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો તેમજ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ આયોજન દરમિયાન, સમાજના દાતાઓના સહયોગથી દરેક નવદંપત્તિને કરિયાવર પણ અર્પણ કરવામાં આવ્યું, જે સમાજની એકતા અને સહકારનું સુંદર ઉદાહરણ બન્યું. આ સમૂહ લગ્ન દરમિયાન, એક જ સ્થળે 201 યુગલો દ્વારા આદિવાસી પરંપરા મુજબ ચોખા રમાડવાની વિધિ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો અને સમાજજનોએ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને આનંદથી છલકાઈ ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે, સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા દ્વારા તમામ નવદંપત્તિઓને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આ સમગ્ર સમૂહ લગ્નને સફળ બનાવવા માટે આયોજકો તેમજ સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

More news from ગુજરાત and nearby areas
  • કોંગ્રેસે ભાજપ પર અનામત અધિકારોના ઉલ્લંઘનનો આક્ષેપ કરીને તેને ઘેર્યું છે.
    1
    કોંગ્રેસે ભાજપ પર અનામત અધિકારોના ઉલ્લંઘનનો આક્ષેપ કરીને તેને ઘેર્યું છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    12 hrs ago
  • સુરતના સચિન વિસ્તારમાં નકલી નોટનું એક રેકેટ ઝડપાયું છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
    1
    સુરતના સચિન વિસ્તારમાં નકલી નોટનું એક રેકેટ ઝડપાયું છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
    user_प्रतिभा महाजन की आवाज
    प्रतिभा महाजन की आवाज
    Chef બારડોલી, સુરત, ગુજરાત•
    15 hrs ago
  • મોરબીમાં રાજકારણના ક્ષેત્રમાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર ૨૬ વર્ષનો એક યુવક 'પ્રથમ મયુર' બન્યો છે. આ સિદ્ધિને જોઈને ઘણા લોકો તેને નસીબનો ખેલ ગણાવી રહ્યા છે.
    1
    મોરબીમાં રાજકારણના ક્ષેત્રમાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર ૨૬ વર્ષનો એક યુવક 'પ્રથમ મયુર' બન્યો છે. આ સિદ્ધિને જોઈને ઘણા લોકો તેને નસીબનો ખેલ ગણાવી રહ્યા છે.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    14 min ago
  • સુરતના ઉધના વિસ્તારમાં થયેલી એક ઘરફોડ ચોરીના ગુનામાં ઉધના સર્વેલન્સ ટીમને મોટી સફળતા મળી છે. આ બનાવ અશોક સમ્રાટનગર, મોરારજી વસાહત વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં બન્યો હતો, જ્યાં અજાણ્યા શખ્સે ટેરેસ પરની સીડીનું પતરુ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોર રોકડા રૂપિયા તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયો હતો, જેમાં કુલ ₹7.10 લાખથી વધુની મત્તાની ચોરી થઈ હતી. આ ઘટના બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, ઉધના સર્વેલન્સ ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ ₹3,01,893/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને ચોરીના અન્ય બનાવોમાં તેની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
    1
    સુરતના ઉધના વિસ્તારમાં થયેલી એક ઘરફોડ ચોરીના ગુનામાં ઉધના સર્વેલન્સ ટીમને મોટી સફળતા મળી છે. આ બનાવ અશોક સમ્રાટનગર, મોરારજી વસાહત વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં બન્યો હતો, જ્યાં અજાણ્યા શખ્સે ટેરેસ પરની સીડીનું પતરુ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોર રોકડા રૂપિયા તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયો હતો, જેમાં કુલ ₹7.10 લાખથી વધુની મત્તાની ચોરી થઈ હતી. આ ઘટના બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન, ઉધના સર્વેલન્સ ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ ₹3,01,893/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને ચોરીના અન્ય બનાવોમાં તેની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • સુરત જિલ્લાના કડોદરામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં પિતાના ઠપકાથી વ્યથિત થઈને એક યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કડોદરાના રોયલ પેલેસમાં રહેતી ૨૨ વર્ષીય અનિતા ગૌતમ નામની યુવતીએ આ અંતિમ પગલું ભર્યું હતું.
    1
    સુરત જિલ્લાના કડોદરામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં પિતાના ઠપકાથી વ્યથિત થઈને એક યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કડોદરાના રોયલ પેલેસમાં રહેતી ૨૨ વર્ષીય અનિતા ગૌતમ નામની યુવતીએ આ અંતિમ પગલું ભર્યું હતું.
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • સુરતમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે ભારે હંગામો કર્યો. દૂધ, શાકભાજી, અનાજ, તેમજ પેટ્રોલ-ડીઝલની સતત વધી રહેલી કિંમતો સામે કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું.
    1
    સુરતમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે ભારે હંગામો કર્યો. દૂધ, શાકભાજી, અનાજ, તેમજ પેટ્રોલ-ડીઝલની સતત વધી રહેલી કિંમતો સામે કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું.
    user_आई देल पब्लिक न्यूज
    आई देल पब्लिक न्यूज
    અડાજણ, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી આખરે સત્તા ટકાવી રાખવામાં સફળ રહી છે. રાજકીય સમીકરણોમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો, જ્યાં સામાન્ય રીતે વિરોધી ગણાતી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક સાથે આવીને આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે ગઠબંધન કર્યું હતું. તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી અગાઉ થયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 8 બેઠકો, ભાજપને 7 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી. જોકે, આમ આદમી પાર્ટીના એક સભ્યના નિધન બાદ સંખ્યાબળમાં ફેરફાર થયો હતો, જેના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અત્યંત રસાકસીભરી બની હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના સભ્યો બાઉન્સરો સાથે કચેરીએ પહોંચ્યા હતા, જ્યારે સમર્થકોના જમાવડા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ચૂંટણી પ્રક્રિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિશાલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પરિણામ સ્વરૂપ, પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નયના પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી. ચૂંટણી બાદ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે પોતાની જીત બદલ આભાર વ્યક્ત કરવા સાથે વિકાસ માટે એક થઈને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    1
    ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી આખરે સત્તા ટકાવી રાખવામાં સફળ રહી છે. રાજકીય સમીકરણોમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો, જ્યાં સામાન્ય રીતે વિરોધી ગણાતી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક સાથે આવીને આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે ગઠબંધન કર્યું હતું.

તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી અગાઉ થયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 8 બેઠકો, ભાજપને 7 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી. જોકે, આમ આદમી પાર્ટીના એક સભ્યના નિધન બાદ સંખ્યાબળમાં ફેરફાર થયો હતો, જેના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અત્યંત રસાકસીભરી બની હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના સભ્યો બાઉન્સરો સાથે કચેરીએ પહોંચ્યા હતા, જ્યારે સમર્થકોના જમાવડા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ચૂંટણી પ્રક્રિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિશાલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

પરિણામ સ્વરૂપ, પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નયના પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી. ચૂંટણી બાદ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે પોતાની જીત બદલ આભાર વ્યક્ત કરવા સાથે વિકાસ માટે એક થઈને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    user_VIJAY VASAVA
    VIJAY VASAVA
    Local News Reporter નેત્રંગ, ભરૂચ, ગુજરાત•
    21 hrs ago
  • રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ અભિયાનને લગતું માર્ગદર્શન આપ્યું છે. આ માર્ગદર્શનને કારણે, પ્રાકૃતિક કૃષિ અભિયાનને નવી દિશા પ્રાપ્ત થશે.
    1
    રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ અભિયાનને લગતું માર્ગદર્શન આપ્યું છે. આ માર્ગદર્શનને કારણે, પ્રાકૃતિક કૃષિ અભિયાનને નવી દિશા પ્રાપ્ત થશે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    12 hrs ago
  • સુરત જિલ્લાના કામરેજમાં પોલીસે નકલી ડોકટરો વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, પાંચ બોગસ ક્લિનિકનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
    1
    સુરત જિલ્લાના કામરેજમાં પોલીસે નકલી ડોકટરો વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, પાંચ બોગસ ક્લિનિકનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.