પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર ગામમાં આવેલા નદી વાળું ફડિયું છેલ્લાં 30 વર્ષથી વિકાસથી વંચિત હોવાનો ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ ફડિયું આવાસ યોજના, રોડ રસ્તા અને અન્ય કોઈ સુવિધાના અભાવે ન્યાયથી વંચિત રહ્યું છે, જેને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ સ્થિતિ માટે ગ્રામજનોએ તલાટી શ્રી અને સરપંચ શ્રી પર કોઈ વિકાસના કામો ન કરાયા હોવાનો સીધો આરોપ લગાવ્યો છે અને તેઓ આ બાબતે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનોએ ઉચ્ચ અધિકારી શ્રી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરી છે કે રતનપુર ગામમાં તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને વિકાસના કામો શરૂ કરવામાં આવે. ગ્રામજનોએ અંતમાં ચેતવણીભર્યો સૂર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, જો આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો પછી 'તેરી બિ ચુપ ઓર મેરી બી ચુપ, પબ્લીક જાય તેલ લેને' જેવી પરિસ્થિતિ સર્જાશે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર ગામમાં આવેલા નદી વાળું ફડિયું છેલ્લાં 30 વર્ષથી વિકાસથી વંચિત હોવાનો ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ ફડિયું આવાસ યોજના, રોડ રસ્તા અને અન્ય કોઈ સુવિધાના અભાવે ન્યાયથી વંચિત રહ્યું છે, જેને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ સ્થિતિ માટે ગ્રામજનોએ તલાટી શ્રી અને સરપંચ શ્રી પર કોઈ વિકાસના કામો ન કરાયા હોવાનો સીધો આરોપ લગાવ્યો છે અને તેઓ આ બાબતે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનોએ ઉચ્ચ અધિકારી શ્રી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરી છે કે રતનપુર ગામમાં તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને વિકાસના કામો શરૂ કરવામાં આવે. ગ્રામજનોએ અંતમાં ચેતવણીભર્યો સૂર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, જો આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો પછી 'તેરી બિ ચુપ ઓર મેરી બી ચુપ, પબ્લીક જાય તેલ લેને' જેવી પરિસ્થિતિ સર્જાશે.
- પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર ગામમાં આવેલા નદી વાળું ફડિયું છેલ્લાં 30 વર્ષથી વિકાસથી વંચિત હોવાનો ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ ફડિયું આવાસ યોજના, રોડ રસ્તા અને અન્ય કોઈ સુવિધાના અભાવે ન્યાયથી વંચિત રહ્યું છે, જેને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ સ્થિતિ માટે ગ્રામજનોએ તલાટી શ્રી અને સરપંચ શ્રી પર કોઈ વિકાસના કામો ન કરાયા હોવાનો સીધો આરોપ લગાવ્યો છે અને તેઓ આ બાબતે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનોએ ઉચ્ચ અધિકારી શ્રી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરી છે કે રતનપુર ગામમાં તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને વિકાસના કામો શરૂ કરવામાં આવે. ગ્રામજનોએ અંતમાં ચેતવણીભર્યો સૂર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, જો આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો પછી 'તેરી બિ ચુપ ઓર મેરી બી ચુપ, પબ્લીક જાય તેલ લેને' જેવી પરિસ્થિતિ સર્જાશે.1
- આજ રોજ હાલોલના સાર્વજનિક બગીચા ખાતે એક ભવ્ય 'જન કલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના "૧૨ વર્ષ - વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના" પૂર્ણ થવાના અવસરે હાલોલ નગરપાલિકા દ્વારા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર હાજર રહ્યા હતા. તેમણે પ્રધાનમંત્રીના કાર્યકાળના સફળ ૧૨ વર્ષની સિદ્ધિઓની સરાહના કરી હતી અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે લાભાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. આ અવસરે મંચ પર હાલોલ નગરપાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ, કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ, હાલોલ મામલતદાર સંદીપ રૈયાણી, નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ, હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત અન્ય ભાજપાના વરિષ્ઠ અગ્રણીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અગ્રણીઓ અને અધિકારીઓએ જનલક્ષી કાર્યો અને યોજનાઓને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને સરકારી યોજનાઓથી માહિતગાર કરી તેમને સીધો લાભ અપાવવાનો હતો. સમગ્ર કાર્યક્રમમાં હાલોલના નાગરિકો અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.1
- Post by Rohit kirtanbhai1
- વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત 'સોખડા નવનિર્માણ પ્રાથમિક શાળા'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ શાળાનું વિધિવત ઉદ્ઘાટન વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે સંપન્ન થયું.1
- વડોદરાના ગોલ્ડન બ્રિજ-હાલોલ રોડ પર એક ખાનગી વાહન નંબર GJ 19 BJ 2391 પર ભારતના રાજચિહ્ન અશોક સ્તંભનું સ્ટીકર જોવા મળતાં ચર્ચા જાગી છે. આ ઘટના કાયદાકીય કાર્યવાહીને પાત્ર બની શકે છે. ભારતના રાજચિહ્ન (અયોગ્ય ઉપયોગ નિષેધ) અધિનિયમ, 2005ની કલમ-3 સ્પષ્ટપણે રાજચિહ્નના અનધિકૃત ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે, જ્યારે કલમ-7 હેઠળ આવા ઉલ્લંઘન માટે દંડનીય કાર્યવાહીની જોગવાઈ છે. જો તપાસમાં આ ઉલ્લંઘન સાબિત થાય, તો સત્તાવાળાઓ દ્વારા સ્ટીકર દૂર કરાવવા, દંડ ફટકારવા, અને જરૂરી જણાય તો પોલીસ ફરિયાદ નોંધવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે, તે અંગે લોકોમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે.1
- પંચમહાલના ઘોઘંબા તાલુકામાં ખરખડી અને ભાણપુરા વચ્ચે આવેલા રાયણના મુવાડા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટાટા પંચ કાર અને પેસેન્જર છકડા વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરમાં હાલોલના નવા ઝાંખરીયા ગામની બે મહિલાઓના કરુણ મોત નિપજ્યા છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનામાં 65 વર્ષીય એક મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક મહિલાને ગંભીર ઈજાઓ થતાં 108ની મદદથી તાત્કાલિક હાલોલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ તેમને વધુ સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, છકડા ચાલક પેસેન્જર ભરીને હાલોલથી ઘોઘંબા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ઘોઘંબાથી હાલોલ તરફ આવી રહેલી ટાટા પંચ કાર સાથે તેની જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાની સાથે જ ટાટા પંચ કારનો ચાલક પોતાની કાર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં રાજગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.1