logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ઉચ્છલના બાબરઘાટ ગામે શ્રી ગણેશ યુવા મિત્ર મંડળ દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામ ખાતે શ્રી ગણેશ યુવા મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવ 2026 નિમિત્તે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબરઘાટ ગામે શ્રી ગણેશ યુવા મિત્ર મંડળ દ્વારા ભક્તિભાવ અને ઉત્સાહભેર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉત્સવના ભાગરૂપે આજે સાંજે ગણપતિ બાપાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપા મોર્યાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ મહાઆરતીમાં બાબરઘાટ ગામના વડીલો, યુવાનો, માતાઓ-બહેનો અને નાના ભૂલકાઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સૌએ સાથે મળીને શ્રદ્ધાપૂર્વક ગણપતિ બાપાની આરતી કરી હતી. આ પ્રસંગે ગામની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. મહાઆરતી બાદ ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ગણેશ યુવા મિત્ર મંડળ, બાબરઘાટના તમામ સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. મંડળના યુવાનોએ છેલ્લા ઘણા દિવસોથી મહેનત કરીને સુંદર મંડપ ડેકોરેશન અને વ્યવસ્થા કરી હતી. ગામમાં એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ આ ઉત્સવ દરમિયાન જોવા મળ્યું હતું.

4 hrs ago
user_Sachin sk
Sachin sk
Local News Reporter ઉચ્છલ, તાપી, ગુજરાત•
4 hrs ago
c43b6579-8ebd-4c81-9713-733a8d7ebfdf

*ઉચ્છલના બાબરઘાટ ગામે શ્રી ગણેશ યુવા મિત્ર મંડળ દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામ ખાતે શ્રી ગણેશ યુવા મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવ 2026 નિમિત્તે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબરઘાટ ગામે શ્રી ગણેશ યુવા મિત્ર મંડળ દ્વારા ભક્તિભાવ અને ઉત્સાહભેર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

1ac3bb01-0f6e-46f1-b937-a929a052c3b2

ઉત્સવના ભાગરૂપે આજે સાંજે ગણપતિ બાપાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપા મોર્યાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ મહાઆરતીમાં બાબરઘાટ ગામના વડીલો, યુવાનો, માતાઓ-બહેનો અને નાના ભૂલકાઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સૌએ સાથે મળીને શ્રદ્ધાપૂર્વક ગણપતિ બાપાની આરતી કરી હતી. આ પ્રસંગે ગામની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સૌના કલ્યાણ માટે

39c64202-3d30-445e-9f32-b3bab7579c28

પ્રાર્થના કરવામાં આવી હતી. મહાઆરતી બાદ ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ગણેશ યુવા મિત્ર મંડળ, બાબરઘાટના તમામ સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. મંડળના યુવાનોએ છેલ્લા ઘણા દિવસોથી મહેનત કરીને સુંદર મંડપ ડેકોરેશન અને વ્યવસ્થા કરી હતી. ગામમાં એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ આ ઉત્સવ દરમિયાન જોવા મળ્યું હતું.

More news from ગુજરાત and nearby areas
  • તાપી જિલ્લા માં નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી, આત્મનિર્ભરતાની નવી કેડી તાપી જિલ્લાના બોરખડી ગામના મહિલા કારીગર જયશ્રીબેન.. નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી.. ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહી છે..#tapidistrict #vyara #ecofriendly friendly
    1
    તાપી જિલ્લા માં નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી, આત્મનિર્ભરતાની નવી કેડી
તાપી જિલ્લાના બોરખડી ગામના મહિલા કારીગર જયશ્રીબેન..
નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી..
ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહી છે..#tapidistrict #vyara #ecofriendly friendly
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    7 hrs ago
  • કડોદરા GIDC પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે.
    1
    કડોદરા GIDC પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ
કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે.
પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે.
ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.
કડોદરા GIDC પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩 kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩
    1
    kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩
kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩
    user_Dhart_news_kadodar_2296
    Dhart_news_kadodar_2296
    Mill Owner બારડોલી, સુરત, ગુજરાત•
    14 hrs ago
  • વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટર ઓવરફ્લોના કારણે મંદિર પરિસરમાં ગંદુ પાણી ફરી વળ્યું છે અને શિવલિંગ સુધી પાણી પહોંચતા દર્શન પણ બંધ કરવાની ફરજ પડી છે. સ્થાનિકો દ્વારા કોર્પોરેટર તેમજ SMCના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભક્તોનો સવાલ છે કે, આસ્થા સાથે જોડાયેલા મંદિરની આવી ગંભીર સમસ્યા અંગે તંત્ર ક્યારે જાગશે?
    1
    વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ
સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગટર ઓવરફ્લોના કારણે મંદિર પરિસરમાં ગંદુ પાણી ફરી વળ્યું છે અને શિવલિંગ સુધી પાણી પહોંચતા દર્શન પણ બંધ કરવાની ફરજ પડી છે.
સ્થાનિકો દ્વારા કોર્પોરેટર તેમજ SMCના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભક્તોનો સવાલ છે કે, આસ્થા સાથે જોડાયેલા મંદિરની આવી ગંભીર સમસ્યા અંગે તંત્ર ક્યારે જાગશે?
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    12 min ago
  • पांडेसरा में पुलिस का फुट पेट्रोलिंग अभियान, ACP H डिविजन ने गणपति पंडालों का लिया जायजा#Pandeshara #SuratPolice #GanpatiUtsav #GaneshChaturthi #PolicePatrolling पांडेसरा में पुलिस का फुट पेट्रोलिंग अभियान, ACP H डिविजन ने गणपति पंडालों का लिया जायजा#Pandeshara #SuratPolice #GanpatiUtsav #GaneshChaturthi #PolicePatrolling
    1
    पांडेसरा में पुलिस का फुट पेट्रोलिंग अभियान, ACP H डिविजन ने गणपति पंडालों का लिया जायजा#Pandeshara #SuratPolice #GanpatiUtsav #GaneshChaturthi #PolicePatrolling
पांडेसरा में पुलिस का फुट पेट्रोलिंग अभियान, ACP H डिविजन ने गणपति पंडालों का लिया जायजा#Pandeshara #SuratPolice #GanpatiUtsav #GaneshChaturthi #PolicePatrolling
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    59 min ago
  • Breaking News : લિંબાયત પોલીસની મોટી કાર્યવાહી: બાઇક ચોર ઝડપાયો સ્પ્લેન્ડર બાઇક ચોરીનો વણઉકેલ્યો ગુનો ઉકેલાયો *લિંબાયત પોલીસની સરાહનીય કામગીરી: બાઈક ચોર ઝડપાયો* સુરત શહેરની લિંબાયત પોલીસની સારી કામગીરી ફરી એકવાર સામે આવી છે. સ્પ્લેન્ડર મોટરસાઇકલ ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે અને તેની પૂછપરછમાં અનેક વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી પાસેથી ચોરેલી બાઈક પણ કબજે કરી છે. સુરત પોલીસની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. #SuratPolice #LimbayatPolice #SuratCrimeNews #BikeTheft #StatureAwaazNetwork
    1
    Breaking News : લિંબાયત પોલીસની મોટી કાર્યવાહી: બાઇક ચોર ઝડપાયો
સ્પ્લેન્ડર બાઇક ચોરીનો વણઉકેલ્યો ગુનો ઉકેલાયો
*લિંબાયત પોલીસની સરાહનીય કામગીરી: બાઈક ચોર ઝડપાયો*
સુરત શહેરની લિંબાયત પોલીસની સારી કામગીરી ફરી એકવાર સામે આવી છે.
સ્પ્લેન્ડર મોટરસાઇકલ ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે અને તેની પૂછપરછમાં અનેક વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી પાસેથી ચોરેલી બાઈક પણ કબજે કરી છે.
સુરત પોલીસની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.
#SuratPolice #LimbayatPolice #SuratCrimeNews #BikeTheft #StatureAwaazNetwork
    user_Sumit shukla
    Sumit shukla
    Media house ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક શાખા પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક શાખા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઇ એ સીસોદીયા ના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. સુરત ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક શાખા પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે
    4
    સુરત ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક શાખા પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ
સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક શાખા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઇ એ  સીસોદીયા ના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. સુરત ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે.
પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે.
ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.
સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક શાખા પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે
    user_Hetalkumar manharbhai mis
    Hetalkumar manharbhai mis
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • પલસાણાના એના ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ વે પરથી રૂ.21.57 લાખનો મુદ્દામાલ ઝડપાયો સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સઘન પેટ્રોલિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન પલસાણા તાલુકાના એના ગામની હદમાંથી નેશનલ એક્સપ્રેસ વે-4 પરથી ટ્રકમાં છુપાવી લઈ જવાતો માતબર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, જે.કે. રાવ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓની ટીમ સાથે પ્રોહિબિશન-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ અનિલભાઈને ખાનગી બાતમીદાર મારફતે સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, બંધ બોડીનો ટાટા 610 LPT ટ્રક નંબર MH-04-KU-7873માં તેનો ચાલક વસઈ, મુંબઈ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને નેશનલ હાઈવે-48 મારફતે વસઈ, વાપી, વલસાડ અને નવસારી થઈ પલસાણા નેશનલ એક્સપ્રેસ વે-4ના એના ટોલનાકા પરથી વડોદરા તરફ જવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે એના ગામની હદમાં મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વે-4 પર ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીમાં જણાવેલા વર્ણન અને નંબરવાળો ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. ટ્રકના ચાલકને ઝડપી લઈ ટ્રકની અંદર તપાસ કરતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી પોલીસે ટ્રકના ચાલક કૈલાશ સરવણરામ બિશ્નોઈ (બાબલ), ઉંમર 25 વર્ષ, વ્યવસાયે ડ્રાઇવર, રહે. ફીટકાસની, તા. બિલાડા, થાણા કુડીભક્તાસની, જી. જોધપુર, રાજસ્થાનની ધરપકડ કરી છે. ચાર આરોપીઓ વોન્ટેડ આ કેસમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર મનોજ ઉર્ફે વિષ્ણુ, જેનું પૂરું નામ-સરનામું હાલ જાણવા મળ્યું નથી, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મનોજ ઉર્ફે વિષ્ણુનો સંપર્ક કરાવનાર સુનીલ બિશ્નોઈ, રહે. ફીંચ, તા. લુણી, જી. જોધપુર, રાજસ્થાન, તેમજ ગોધરા હાઈવે ઉપર દારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઈસમ અને ટાટા 610 LPT ટ્રક નંબર MH-04-KU-7873નો માલિક પણ પોલીસની તપાસમાં વોન્ટેડ છે. રૂ.21.57 લાખનો મુદ્દામાલ કબજે પોલીસે ટ્રકમાંથી કુલ 11,520 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત આશરે રૂ.11,52,000, કબજે કરી છે. આ ઉપરાંત ટાટા 610 LPT ટ્રકની કિંમત રૂ.10,00,000, આરોપી પાસેથી મળેલો મોબાઈલ ફોન રૂ.5,000, રોકડા રૂ.800 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.21,57,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર સહિત ચાર આરોપીઓ તથા ટ્રકના માલિકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    1
    પલસાણાના એના ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ વે પરથી રૂ.21.57 લાખનો મુદ્દામાલ ઝડપાયો

સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સઘન પેટ્રોલિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન પલસાણા તાલુકાના એના ગામની હદમાંથી નેશનલ એક્સપ્રેસ વે-4 પરથી ટ્રકમાં છુપાવી લઈ જવાતો માતબર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જે.કે. રાવ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓની ટીમ સાથે પ્રોહિબિશન-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ અનિલભાઈને ખાનગી બાતમીદાર મારફતે સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી.
બાતમી મુજબ, બંધ બોડીનો ટાટા 610 LPT ટ્રક નંબર MH-04-KU-7873માં તેનો ચાલક વસઈ, મુંબઈ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને નેશનલ હાઈવે-48 મારફતે વસઈ, વાપી, વલસાડ અને નવસારી થઈ પલસાણા નેશનલ એક્સપ્રેસ વે-4ના એના ટોલનાકા પરથી વડોદરા તરફ જવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે એના ગામની હદમાં મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વે-4 પર ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીમાં જણાવેલા વર્ણન અને નંબરવાળો ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. ટ્રકના ચાલકને ઝડપી લઈ ટ્રકની અંદર તપાસ કરતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી
પોલીસે ટ્રકના ચાલક કૈલાશ સરવણરામ બિશ્નોઈ (બાબલ), ઉંમર 25 વર્ષ, વ્યવસાયે ડ્રાઇવર, રહે. ફીટકાસની, તા. બિલાડા, થાણા કુડીભક્તાસની, જી. જોધપુર, રાજસ્થાનની ધરપકડ કરી છે.
ચાર આરોપીઓ વોન્ટેડ
આ કેસમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર મનોજ ઉર્ફે વિષ્ણુ, જેનું પૂરું નામ-સરનામું હાલ જાણવા મળ્યું નથી, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મનોજ ઉર્ફે વિષ્ણુનો સંપર્ક કરાવનાર સુનીલ બિશ્નોઈ, રહે. ફીંચ, તા. લુણી, જી. જોધપુર, રાજસ્થાન, તેમજ ગોધરા હાઈવે ઉપર દારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઈસમ અને ટાટા 610 LPT ટ્રક નંબર MH-04-KU-7873નો માલિક પણ પોલીસની તપાસમાં વોન્ટેડ છે.
રૂ.21.57 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે ટ્રકમાંથી કુલ 11,520 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત આશરે રૂ.11,52,000, કબજે કરી છે. આ ઉપરાંત ટાટા 610 LPT ટ્રકની કિંમત રૂ.10,00,000, આરોપી પાસેથી મળેલો મોબાઈલ ફોન રૂ.5,000, રોકડા રૂ.800 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.21,57,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર સહિત ચાર આરોપીઓ તથા ટ્રકના માલિકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.