logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વાઘ_અને_વાઘરી_સમુદાયની_વિસરાયેલી_વિતક_કહાની.. • 🐯 વાઘ અને વાઘરી બંનેના નામ એકબીજાના પર્યાય છે, પણ આજે ભૂંસાઈ ચૂકેલા એમના ભવ્ય ભૂતકાળની સંક્ષિપ્ત ઝાંખી... વાઘ અને વાઘરી સમુદાયના એકબીજાના સહજીવન અને એકબીજા સાથે આત્મીયતાપૂર્ણ નિકટતમ વ્યવહારને કારણે એકબીજાના પર્યાય તેમજ એકબીજાના પૂરક રહ્યા છે આજે ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે, વાઘરી સમુદાયના વનવાસી જનજાતિય જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ એટલે વાઘ, જંગલ કે વન આધારિત ખાનાબદોષ યુગમાં વાઘરી જનજાતિ સાથે સામાજિક, આર્થિક કે ધાર્મિક રીતે વાઘ એક સૌથી અગત્યનુ અંગ ગણાતું હતું... વાઘ સાથે વાઘરી જનજાતિ સમુદાયની કેટલીક દંતકથાઓ પણ અને માન્યતાઓ પણ પ્રચલિત છે, જેમકે કોઈ બાળક કોઈ રીતે ડરી કે હેબતાઈ ગયું હોય તો વડીલો દ્વારા વાઘની વાર્તા સંભળાવવામાં આવતી, ઘણીવાર વાઘનખનો દોરો પણ પહેરાવવામાં આવતો, જૂના વડવાઓના કહેવા અનુસાર પહેલાના સમયમાં જંગલોમાં શિકાર કે વિચરણ કરવા દરમિયાન રાત્રિનો સમય થતો ત્યારે જંગલમાં રાતવાસો કરવો પડતો એવા સમયે જંગલી હિંસક પ્રાણીઓનો ભય રહેતો ત્યારે કબીલા કે કુટુંબના વડીલ કે મોભી દ્વારા ખાસ ગૂઢ કલાનો ઉપયોગ કરાતો, જેમાં કુટુંબ કે કબીલા ફરતે એક લક્ષ્મણ રેખા જેવો ગોળ ગોળ ઘેરો બનાવવામાં આવતો અને એ દરમિયાન કોઈ વિશેષ વિદ્યા કે દિવ્ય મંત્રનો ઉપયોગ કરી આખા ગોળ ઘેરાની સીમા બાંધી દેવામાં આવતી અને કહેવાય છે કે એ સીમાની અંદર કોઈ વાઘ જેવા હિંસક પ્રાણી તો શું પણ કોઈ જીવ જંતુ પણ પ્રવેશી શકતા નહીં અને ત્યાં વાઘનુ આહવાન કરવામાં આવતુ અને ચોકિયાત તરીકે વાઘ પોતે આ ઘેરાની ચોંકી પહેરો કરતા અને દિવસ ઉગતા જ અદ્રશ્ય થઈ જતાં, આ કલાને 'વાઘની દાઢ બાંધવી' કહેવામાં આવતી.... મૂળ રીતે આદિજાતિ એવી વાઘરી સમુદાય માટે વાઘ એમના સામાજિક, ધાર્મિક કે આધ્યાત્મિક દર્શનનુ કેન્દ્રબિંદુ રહ્યો છે, વાઘરી સમાજના ઈતિહાસ દેવી દેવતાઓ સાથે વાઘ એક ધાર્મિક પ્રતિક સ્વરૂપે સમાજના મંદિરોમાં કોતરાયેલા જોવા મળે છે, વિશેષરૂપે મંદિરોના શિખર, ટોડલાઓ, દરવાજાઓ પર તેમજ માતાજીના સિંહાસનમાં વાઘની મૂર્તિઓ ચોક્કસ મૂકવામાં આવે છે, માતાજીના માંડવાઓ કે ધાર્મિક અવસરે માતાની પછેડી અને ચંદરવાઓમાં વાઘની આકૃતિઓ કંડારવામાં આવે છે, વાઘરી જનજાતિમાં મૃતક પૂર્વજોના પાળીયા, ખાંભીઓ કે સ્મારક પર વાઘની આકૃતિ કોતરાવાની પણ પરંપરા રહી છે.. વાઘરી સમાજમાં વાઘનું ધાર્મિક અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ સ્થાન છે પણ સમાજના સામાજિક અસ્તિત્વ માટે પણ વાઘ ખૂબ જ અગત્યનું અંગ હતો, જંગલ કે વનમાં વાઘનુ સ્થાન રક્ષક, સાથી અને એમના આધ્યાત્મિક પરિવારના સદસ્ય તરીકેનુ હતું, વાઘરી જનજાતિ ઉપરાંત સહ અસ્તિત્વ ધરાવતી દેશની અન્ય આદિવાસી જનજાતિઓ માટે વાઘ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે જેમકે, પશ્વિમી ઘાટની સોલિગા જનજાતિ બંગાલ ટાઈગરને પવિત્ર પ્રાણી તરીકે પૂજે છે, અને લાંબા સમયથી વાઘ સાથે રહે છે, એમનું માનવું છે કે વાઘથી એમના માટે કોઈ ખતરો નથી , ચેંચુ જનજાતિ વાઘને દેવતા અને પવિત્ર આધ્યાત્મિક સદસ્ય તરીકે પૂજે છે, બૈગા જનજાતિ વાઘને એમના સાથી અને પોતાના જંગલનો ભાગીદાર માને છે, મિસિંગ જનજાતિ વાઘને પોતાના પરિવારના સદસ્ય તરીકે માને છે, મધ્યપ્રદેશની ગોંડ જનજાતિ વાઘની આરાધના કરે છે, મેઘાલયની ગારો જનજાતિ અને કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાની તુલુનાડુસ જનજાતિ વાઘની પૂજા કરે છે, તમિલનાડુની ઈરુલા જનજાતિ આસુરી આત્માઓથી રક્ષણ માટે વાઘની આરાધના કરે છે, મહારાષ્ટ્રની ધનગર જનજાતિ વાઘને 'વાઘદેવ/વાઘજઈ' ના સ્વરૂપે પૂજે છે, પૂર્વોત્તરની મિશમી જનજાતિ વાઘને પોતાનો ભાઈ માને છે, વાઘરી સહિત આ તમામ જનજાતિઓ સાથે વાઘ ધાર્મિક અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ અંગ ગણાય છે... આદિકાળથી વન અને જંગલ આધારિત તદ્દન પ્રાકૃતિક અને આદિમ જીવનને કારણે વાઘરી જનજાતિના પ્રકૃતિ અને જંગલના નિયમોના પીઢ જાણકાર બન્યા, જંગલમાં વાઘ, સિંહ, દીપડા, ચિત્તા, વરુ જેવા જંગલી પ્રાણીઓથી પોતાના અને કુટુંબ કબીલાઓના રક્ષણ માટે ખાસ પ્રણાલી વિકસાવી હતી, જીવનની તમામ જરૂરિયાતો જેવી કે ખોરાક, પાણી, આવાસ અને ઔષધીઓ માટે સંપૂર્ણ જંગલ પર નિર્ભરતા હોવાથી તમામ બાબતોની જાણકારી પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું, જેમાં ખાસ કરીને ખોરાક માટે વન્ય જીવોનો શિકારની એક આગવી પ્રણાલી વિકસાવી હતી.. વાઘરી જનજાતિનુ સૌથી વિશિષ્ટ કૌશલ્ય એટલે શિકાર પ્રણાલી, જેને કારણે આ સમુદાય બાદમાં શિકારી કોમ તરીકે પ્રચલિત બની, વન્ય જીવો સાથે સહજીવન અને લાંબા સમયના સંપર્કથી જંગલના જીવોની તમામ ચાલચલગત, બોલી, દૈનિક ક્રિયાઓ સમજવામાં માહેર હતો, આ સમુદાયના લોકો પોતે વિવિધ પ્રાણીઓના અવાજ કાઢીને પકડવામાં પારંગત હતા, હિંસક પ્રાણીઓ ક્યારે હિંસક બનશે અને એમને કેવી રીતે કાબૂમાં કરવા એની આગવી શૈલી વિકસાવી હતી, જંગલી હિંસક પ્રાણીઓ પર પ્રભુત્વની ખાસ કુશળતા હોવાથી એ સમયના રાજા મહારાજાઓ, મુગલો અને અંગ્રજો શિકાર વૃત્તિ માટે વાઘરી જનજાતિના લોકોને કેવી રીતે સાથે રાખીને શિકાર કરતા, રાજા મહારાજાઓ આ સમુદાયની આ ટેકનીકનો ઉપયોગ કરીને પોતાના મહેલ કે હવેલીઓમાં રાની પશુઓને પાલતુ બનાવીને કેવી રીતે રાખતા, શિકારી કોમ તરીકે વાઘરી, ભીલ અને પારધી કોમનો ભૂતકાળ કેવો રહ્યો છે અને બાદમાં આ કોમો પર વન અધિનિયમ 1865 અને ક્રિમીનલ ટ્રાઈબ્સ એક્ટ 1871 લગાવ્યા બાદ આ જનજાતિઓની કેવી અવદશા થવા પામી હતી એનો મારા આગામી શંસોધિત લેખ દ્વારા પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશ... ✍️ વિચરતી વિમુક્ત જનજાતિ

on 17 August
user_Vaghela292
Vaghela292
Manufactured home transporter Ahmedabad•
on 17 August
2194687f-801a-4644-9fcb-df18fc4ca45b

More news from Gandhinagar and nearby areas
  • कभी आपने महसूस किया है कि बिना कुछ बोले ही किसी कमरे में घुसते ही मन बेचैन हो जाता है? विशेषज्ञों के अनुसार यह कोई भ्रम नहीं, बल्कि शरीर की प्राकृतिक प्रतिक्रिया है। सामने वाले की नकारात्मक या सकारात्मक ऊर्जा सीधे हमारे नर्वस सिस्टम को प्रभावित करती है। यही वजह है कि कुछ लोगों से मिलकर हम थक जाते हैं, जबकि कुछ के पास रहकर खुद को हल्का और प्रेरित महसूस करते हैं। #EnergyVibes #MindScience #MentalHealth #PositivePeople #EnergyDrain #LifeFacts #SelfGrowth #GoodVibesOnly
    1
    कभी आपने महसूस किया है कि बिना कुछ बोले ही किसी कमरे में घुसते ही मन बेचैन हो जाता है? विशेषज्ञों के अनुसार यह कोई भ्रम नहीं, बल्कि शरीर की प्राकृतिक प्रतिक्रिया है। सामने वाले की नकारात्मक या सकारात्मक ऊर्जा सीधे हमारे नर्वस सिस्टम को प्रभावित करती है। यही वजह है कि कुछ लोगों से मिलकर हम थक जाते हैं, जबकि कुछ के पास रहकर खुद को हल्का और प्रेरित महसूस करते हैं।
#EnergyVibes #MindScience #MentalHealth #PositivePeople #EnergyDrain #LifeFacts
#SelfGrowth #GoodVibesOnly
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Gandhinagar•
    1 hr ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana•
    13 hrs ago
  • Post by Mayabhai Bharvad
    1
    Post by Mayabhai Bharvad
    user_Mayabhai Bharvad
    Mayabhai Bharvad
    Aravalli•
    12 hrs ago
  • Radhe🙏❤️
    1
    Radhe🙏❤️
    user_Rameshbhai keshabhai Hadiyel
    Rameshbhai keshabhai Hadiyel
    Surendranagar•
    22 hrs ago
  • આમોદ તાલુકાના માતર ખાતે ગુજરાતના કેપી ગ્રુપ અને બોત્સ્વાના સરકાર વચ્ચે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઐતિહાસિક સમજૂતી કરાર થયા છે, જે અંતર્ગત ગ્રુપ બોત્સ્વાનામાં 36,000 કરોડના જંગી રોકાણ સાથે 5 ગીગાવોટ ક્ષમતાના સોલાર અને વિન્ડ એનર્જી પ્લાન્ટ્સ સ્થાપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બોત્સ્વાના પ્રવાસ બાદ લેવાયેલું આ વ્યૂહાત્મક પગલું દેશને 2030 સુધીમાં નેટ-ઝીરો બનાવવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટમાં એનર્જી સ્ટોરેજ અને ટ્રાન્સમિશન લાઈનોનો પણ સમાવેશ થાય છે, જેનાથી બોત્સ્વાના પડોશી દેશોને વીજળી નિકાસ કરી શકશે. વધુમાં, કેપી ગ્રુપ દર વર્ષે ત્યાંના 30 તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપી કૌશલ્ય વિકાસમાં પણ ફાળો આપશે. ચેરમેન ડૉ. ફારુક જી. પટેલના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ કેપી ગ્રુપને વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જી લીડર તરીકે સ્થાપિત કરશે...
    1
    આમોદ તાલુકાના માતર ખાતે ગુજરાતના કેપી ગ્રુપ અને બોત્સ્વાના સરકાર વચ્ચે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઐતિહાસિક સમજૂતી કરાર થયા છે, જે અંતર્ગત ગ્રુપ બોત્સ્વાનામાં 36,000 કરોડના જંગી રોકાણ સાથે 5 ગીગાવોટ ક્ષમતાના સોલાર અને વિન્ડ એનર્જી પ્લાન્ટ્સ સ્થાપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બોત્સ્વાના પ્રવાસ બાદ લેવાયેલું આ વ્યૂહાત્મક પગલું દેશને 2030 સુધીમાં નેટ-ઝીરો બનાવવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટમાં એનર્જી સ્ટોરેજ અને ટ્રાન્સમિશન લાઈનોનો પણ સમાવેશ થાય છે, જેનાથી બોત્સ્વાના પડોશી દેશોને વીજળી નિકાસ કરી શકશે. વધુમાં, કેપી ગ્રુપ દર વર્ષે ત્યાંના 30 તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપી કૌશલ્ય વિકાસમાં પણ ફાળો આપશે. ચેરમેન ડૉ. ફારુક જી. પટેલના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ કેપી ગ્રુપને વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જી લીડર તરીકે સ્થાપિત કરશે...
    user_Daily amod news
    Daily amod news
    Bharuch•
    1 hr ago
  • Post by Pinakin patel
    1
    Post by Pinakin patel
    user_Pinakin patel
    Pinakin patel
    Doctor Vadodara•
    7 hrs ago
  • ડો. આંબેડકર પ્રા. શાળાની કૃતિ ઝોન કક્ષાએ પસંદ, અનિલકુમાર વાઝાના માર્ગદર્શનને વખાણ
    1
    ડો. આંબેડકર પ્રા. શાળાની કૃતિ ઝોન કક્ષાએ પસંદ, અનિલકુમાર વાઝાના માર્ગદર્શનને વખાણ
    user_Msp news 24
    Msp news 24
    Botad•
    10 hrs ago
  • कभी आपने महसूस किया है कि बिना कुछ बोले ही किसी कमरे में घुसते ही मन बेचैन हो जाता है? विशेषज्ञों के अनुसार यह कोई भ्रम नहीं, बल्कि शरीर की प्राकृतिक प्रतिक्रिया है। सामने वाले की नकारात्मक या सकारात्मक ऊर्जा सीधे हमारे नर्वस सिस्टम को प्रभावित करती है। यही वजह है कि कुछ लोगों से मिलकर हम थक जाते हैं, जबकि कुछ के पास रहकर खुद को हल्का और प्रेरित महसूस करते हैं। #EnergyVibes #MindScience #MentalHealth #PositivePeople #EnergyDrain #LifeFacts #SelfGrowth #GoodVibesOnly
    1
    कभी आपने महसूस किया है कि बिना कुछ बोले ही किसी कमरे में घुसते ही मन बेचैन हो जाता है? विशेषज्ञों के अनुसार यह कोई भ्रम नहीं, बल्कि शरीर की प्राकृतिक प्रतिक्रिया है। सामने वाले की नकारात्मक या सकारात्मक ऊर्जा सीधे हमारे नर्वस सिस्टम को प्रभावित करती है। यही वजह है कि कुछ लोगों से मिलकर हम थक जाते हैं, जबकि कुछ के पास रहकर खुद को हल्का और प्रेरित महसूस करते हैं।
#EnergyVibes #MindScience #MentalHealth #PositivePeople #EnergyDrain #LifeFacts
#SelfGrowth #GoodVibesOnly
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Gandhinagar•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.