ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત 'જ્ઞાન સહાયક યોજના' (પ્રાથમિક) અંતર્ગત કચ્છ જિલ્લામાં શનિવારે યોજાયેલી દસ્તાવેજ ચકાસણી અને સ્થળ પસંદગીની પ્રક્રિયા પારદર્શિતાના તમામ દાવાઓને પોકળ સાબિત કરીને વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. સવાર સુધી પોર્ટલ પર ૧૩૩૬ ખાલી જગ્યાઓ દર્શાવ્યા બાદ બપોરે અચાનક ઓનલાઈન લિસ્ટ બદલીને માત્ર ૨૯૫ કરી દેવાના રહસ્યમય ફેરફારે સમગ્ર કચ્છના શિક્ષિત બેરોજગાર ઉમેદવારોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો હતો, જેના કારણે 'દાળમાં કંઈક કાળું હોવા'ની આશંકા પ્રબળ બની છે. આ ગંભીર વહીવટી ખેલ બાદ સ્થળ પસંદગી કેન્દ્ર પર ખાસ કરીને ગ્રામ્ય મહિલા ઉમેદવારો સાથે થયેલા જોહુકમીભર્યા વર્તન અને ગુપ્ત પ્રક્રિયાને કારણે જિલ્લામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ચોંકાવનારા ફેરફાર પાછળ કયું મોટું વહીવટી બળ કામ કરી રહ્યું છે તે પણ એક ગંભીર તપાસનો વિષય છે. આ ભરતી પ્રક્રિયામાં ૧૧ જૂને જાહેરાત પ્રસિદ્ધ થયાના માત્ર ૧૦ જ દિવસમાં એટલે કે ૨૦ જૂનના રોજ ઓર્ડર ઈશ્યુ કરી દેવાની આંધળી ઉતાવળ પાછળ આગામી ૨૩ જૂનથી શરૂ થતા 'પ્રગતિનો પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭' ના 'પ્રાથમિક શાળા નિરીક્ષણ ફોર્મ'માં 'કામ કરતા જ્ઞાનસહાયક'ની સંખ્યા દર્શાવવાનું ખાનું કારણભૂત હોવાના આરોપો છે. રાજ્ય કક્ષાના અધિકારીઓ સમક્ષ શાળાઓમાં શિક્ષકોની ઘટ નથી તેવું ચિત્ર ઊભું કરવા અને આંકડાકીય માયાવી જાળ રચી વાહવાહી મેળવવા માટે જ લાયક ઉમેદવારોના ભોગે આ પ્રક્રિયા આટલી ઝડપથી સગેવગે કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સમગ્ર કચ્છ જિલ્લામાંથી આવેલા ઉમેદવારો માટે જિલ્લા મથક ભુજમાં અસંખ્ય સરકારી શાળાઓ અને કચેરીઓ હોવા છતાં, દર વખતની જેમ ભુજ શહેરના બદલે ત્યાંથી દૂર માધાપર ગામની એક મોડેલ સ્કૂલમાં કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. અંતરિયાળ ગામડાંઓમાંથી આવેલી મહિલા ઉમેદવારોને સવારે ૯ વાગ્યે હાજર થવા માટે સવારે ૬ વાગ્યાથી ઘરની બહાર નીકળવું પડ્યું હતું. કેન્દ્રની આસપાસ ચા-પાણી કે નાસ્તા-જમવાની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી, અને શાળા તંત્ર દ્વારા રાખવામાં આવેલું પીવાનું પાણી પણ બપોર પછી ખૂટી પડતાં કાળઝાળ ગરમીમાં દીકરીઓ ભૂખ્યા-તરસ્યા પેટે અકળાઈ ઉઠી હતી. વહીવટી તંત્રની આ સંવેદનહીનતા સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો. સરકારના જ નિયમ મુજબ ભરતી પ્રક્રિયામાં પૂર્ણ પારદર્શિતા જાળવવા માટે ખાલી જગ્યાઓનું લિસ્ટ એક અઠવાડિયા પહેલાં ઓનલાઈન મૂકવું અને પસંદગી કેન્દ્ર પર રૂમની બહાર લોબીમાં સાર્વજનિક જગ્યાએ લિસ્ટ લગાવવું ફરજિયાત છે. પરંતુ અહીં તમામ નિયમો નેવે મૂકીને 'સિક્રેટ ભરતી પ્રક્રિયા' આચરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઉમેદવારોના પ્રમાણપત્રોનું વેરિફિકેશન સવારે ૧૦ જ મિનિટમાં થઈ ગયું હોવા છતાં બપોરે ૧ વાગ્યા સુધી ઓનલાઈન લિસ્ટ છુપાવી રાખવામાં આવ્યું હતું. ૧૨ વાગ્યા પછી અચાનક શાળાઓનું ઓરિજિનલ લિસ્ટ બદલી નાખવામાં આવતા ઉમેદવારોએ જ્યારે આ ગેરરીતિ પકડવા લિસ્ટના ફોટા પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે અધિકારીઓ દ્વારા તેમનું અપમાન કરી ફોટા પાડવા દેવાયા નહોતા. પસંદગી રૂમમાં પણ વાલીઓને પ્રવેશબંધી ફરમાવી દેવાઈ હતી, અને ૨૦ થી ૨૫ વર્ષની ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતી મહિલા ઉમેદવારો પ્રથમ વખત આવી પ્રક્રિયામાં ભાગ લેતી હોઈ તેઓ જ્યારે રૂમમાં ગઈ અને ઓનલાઈન દર્શાવેલી પોતાના ગામની શાળા ગાયબ જોઈ ત્યારે ગભરાઈ ગઈ હતી. જ્યારે ડરેલી મહિલા ઉમેદવારોએ પોતાના ગામની શાળા કેમ લિસ્ટમાં નથી તેવો સ્વાભાવિક સવાલ પૂછ્યો ત્યારે સમગ્ર પ્રક્રિયાના જવાબદાર અધિકારી અને અન્ય સહાયક અધિકારીઓએ ગુસ્સે થઈને ધમકાવવાના સૂરે જણાવ્યું કે, "કોઈએ પોતાની ગામની શાળાનો આગ્રહ રાખવો નહીં. લિસ્ટમાં જે નામ છે એમાંથી જ તાત્કાલિક ૨ મિનિટમાં એક શાળા પસંદ કરી લેવાની રહેશે." એટલું જ નહીં, ત્યાં હાજર અન્ય ઉમેદવારોને કડક સૂચના આપતાં કઠોર સ્વરે કહ્યું કે "કોઈ ચોક્કસ શાળાનું નામ કેમ નથી? એવા સવાલો કરવા નહીં. તમને કચ્છવાળાઓને જ વાંધો છે, બાકી અન્ય જિલ્લાવાળાઓને તો ગમે તે શાળા આપો લઈ લે છે તમારાથી તો એ સારા નહીં?" આ પ્રકારની કચ્છી ઉમેદવારો પ્રત્યેની ભેદભાવયુક્ત નીતિથી એ સવાલ ઊભો થાય છે કે શું તંત્ર કચ્છી ઉમેદવારોને પોતાના જ જિલ્લામાં રોજગારી આપવા નથી માંગતું? વધુમાં, ગભરાયેલા ઉમેદવારોને પોતાની મરજી વિરુદ્ધ હાજર અધિકારીઓ લિસ્ટ પર આંગળી મૂકીને 'આ શાળા તમારા માટે યોગ્ય છે' તેવું દબાણપૂર્વકનું જોખમી માર્ગદર્શન આપતા હોવાના દ્રશ્યો પણ કેન્દ્ર પર ચર્ચાનો વિષય બન્યા હતા. બપોરે ૧ વાગ્યે જેમ-તેમ કરીને દબાણપૂર્વક શાળા પસંદગી પૂરી કરાવીને જવાબદાર અધિકારીઓ જમવા અને આરામ કરવા ચાલ્યા ગયા હતા. સવારે ૬ વાગ્યાથી ભૂખ્યા પેટે બેઠેલા ઉમેદવારો કેન્દ્ર પર જ ઓર્ડરની રાહ જોતા રહ્યા. સાહેબો ખાઈ-પીને આરામ ફરમાવી બપોરે ૩:૩૦ વાગ્યે કેન્દ્ર પર પરત ફર્યા અને આદેશોનું પ્રતિક વિતરણ કર્યું. ઓર્ડર આપતી વખતે ખાસ ટકોર કરી કે "સોમવારે (૨૨ જૂનના) કોઈપણ સંજોગોમાં શાળામાં હાજર થઈ જજો. પછી તમારી ઈચ્છા ન હોય તો તે મુજબ નિયમોનો આશરો લઈ શકો છો, પણ ૨૩ જૂનના પ્રવેશોત્સવ પહેલાં સોમવારે અચૂક હાજર થઈ જવાનું છે!" આ કડક આદેશ જ સાબિત કરે છે કે વહીવટી તંત્રને ઉમેદવારોના હિતમાં નહીં પણ પ્રવેશોત્સવના આંકડા સુધારવામાં અને બદલી પામેલ શિક્ષકોને છુટા કરવામાં જ રસ હોય એવું લાગી રહ્યું છે. સ્થાનિક તંત્રના માનીતા માત્ર બે વર્તમાનપત્રોમાં જ આ ભરતી પ્રક્રિયા ખૂબ જ પારદર્શક રીતે પૂર્ણ થઈ હોવાના સમાચારો છપાવવામાં આવ્યા છે. પરંતુ આ બંને અખબારોના આંકડા એકબીજા સાથે જરાય મેળ ખાતા નથી: એક અખબારમાં કુલ ૯૭૯ લાયક ઉમેદવારો હાજર રહ્યા હોવાનો દાવો છે જ્યારે બીજા મુખ્ય અખબારમાં માસિક ફિક્સ વેતન પર માત્ર ૪૧૧ જ્ઞાનસહાયકોની જ નિમણુંક થઈ હોવાનું જાહેર કરાયું છે. આ આંકડાકીય માયાવી જાળ જ બતાવે છે કે વહીવટી તંત્ર કંઈક છુપાવી રહ્યું છે. સામાન્ય રીતે સચિવાલયના નિયમો મુજબ ક્લાસ-૧ અધિકારીની બદલી ૩ વર્ષમાં થતી હોય છે, પરંતુ છેલ્લા છ વર્ષથી કચ્છ જિલ્લાનો બહોળો અનુભવ ધરાવતા બે મોટા ખાતાની જવાબદારી નિભાવતા એક પ્રભાવશાળી અધિકારી કચ્છની તાસીરથી સુપેરે પરિચિત થઈ ગયા છે. ભરતીના છેલ્લા દિવસે ટેટ પરીક્ષાના વિરોધના બહાના હેઠળ જિલ્લા મથકે એકઠા થયેલા કેટલાક કાયમી શિક્ષકો અને તેમના હોદ્દેદારો (જેઓ સાહેબના કથિત એજન્ટ તરીકે પણ ઓળખાય છે)ની ગુપ્ત બેઠક શંકા ઉપજાવે છે. શિક્ષક આલમમાં એવી વ્યાપક ચર્ચા છે કે બદલી પામેલા કાયમી શિક્ષકોને વહેલા છૂટા કરવા માટે મનગમતી શાળાઓ ખાલી બતાવવા 'છ આંકડાના મોટા નાણાકીય વ્યવહારો' થયા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે જે શિક્ષકોને આ ભાવ પોસાયો નથી તેમના દ્વારા જ આ આખી વહીવટી ગોઠવણની વાતો લોકો સમક્ષ આવી રહી હોવાનું જાણવા મળે છે. નિયમ મુજબ ધોરણ ૧ થી ૫ માં ટેટ-૧ વાળા ૨૯૫ ઉમેદવારોની ભરતી પસંદગી મુજબ થઈ ગયા બાદ જ બાકી રહેતી ૧૦૪૧ જગ્યાઓ ઉપર જ્ઞાન સહાયકમાં ટેટ-૨ વાળા ઉમેદવારોને લેવા માટે છૂટછાટ સાથે મંજૂરી અપાઈ છે. પરંતુ હવે એવી દહેશત વર્તાઈ રહી છે કે મૂળ હક્કદાર ૨૯૫ ઉમેદવારોને તેમની મનપસંદ શાળા પસંદ કરવાનો મોકો જ આપવામાં આવ્યો નથી. જો આ ખાલી જગ્યાઓ પાછળથી ટેટ-૨ ના ઉમેદવારોને ફાળવવામાં આવશે તો તે ટેટ-૧ ના ઉમેદવારો સાથે સીધો અન્યાય અને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોઈ છેતરપિંડીની આશંકા વચ્ચે ભરતી સામે સ્ટે લેવાશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. શિક્ષણ જગતમાં ચાલતી ચર્ચા મુજબ આગામી ૩૦ જૂનના રોજ બદલી પામેલા શિક્ષકોને છુટા કરવાનો પ્લાન ફિક્સ છે. આ બદલીઓ સુવ્યવસ્થિત કરવા માટે જ કદાચ સૌથી વધુ વ્યવહાર કરનાર શાળાઓની યાદી બતાવી ત્યાં જ્ઞાન સહાયકોને ગોઠવી દેવાયા હોવાની પૂરેપૂરી શંકા છે. જો કે જ્ઞાન સહાયક એ તદ્દન ૧૧ મહિનાની કરાર આધારિત ટેમ્પરરી ભરતી હોઈ નિયમ મુજબ જ્ઞાન સહાયક શિક્ષકોના આધારે બદલી પામેલા કાયમી શિક્ષકોને છુટા કરી શકાય જ નહીં, તેમ છતાં આ ભરતીમાં થયેલી વહીવટી ઉતાવળથી નિયમમાં પણ સુધારા થવાની શંકા ઉપજાવે છે. એક તરફ કરાર આધારિત જ્ઞાન સહાયકની ટેમ્પરરી ભરતી માત્ર ૧૦ દિવસમાં સગેવગે કરી દેવામાં આવી છે, જ્યારે બીજી તરફ સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી અંદાજે ૧૧,૦૦૦ જેટલી કાયમી જગ્યાઓ માટે ગત ૧ એપ્રિલ ૨૦૨૬ ના રોજ 'વિદ્યા સહાયક'ની સત્તાવાર જાહેરાત અપાયા બાદ પણ આજ દિન સુધી તેની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી નથી. કાયમી શિક્ષકો આપવાના બદલે કરાર આધારિત યોજનામાં જગ્યાઓ છુપાવીને આચરાતા કૌભાંડ અને આવી અણઘડ નીતિથી કચ્છનું પ્રાથમિક શિક્ષણ કઈ દિશામાં આગળ જઈ રહ્યું છે તે વિચારવું રહ્યું. જ્ઞાન સહાયકની કરાર આધારિત ૧૧ મહિનાની ટેમ્પરરી ભરતીના ઓઠા હેઠળ આચરાયેલી આ આખી કલંકિત અને જોહુકમીભરી પ્રક્રિયા તદ્દન અપારદર્શક હોવાના આક્ષેપો સાથે કચ્છના પીડિત ઉમેદવારો અને વાલીઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે માધાપર કેન્દ્ર ખાતે થયેલી આ શાળા પસંદગીની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. ઉપરાંત, સોમવારથી જ ઓનલાઈન પોર્ટલ પર જાહેર કરેલ તમામ ૧૩૩૬ જગ્યાઓ ફરી લાઈવ બતાવીને ટેટ-૧ પાસ ઉમેદવારોને કોઈ પણ જાતના વહીવટી દબાણ વગર મુક્ત અને પારદર્શક રીતે ફરીથી શાળા પસંદગીની તક આપવામાં આવે. આ બાબતે પારદર્શક વહીવટ માટે પંકાયેલા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કચ્છ પ્રવેશોત્સવના પ્રભારી શિક્ષણમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગા લાયક ઉમેદવારોને ન્યાય અપાવીને આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ ઉચ્ચસ્તરીય તપાસ કરાવે તેવી માંગ કરવામાં આવી છે. જો સરકાર આ બાબતે યોગ્ય ન્યાય નહીં અપાવે તો આ અન્યાય સામે આગામી સમયમાં કોર્ટ મારફતે ભરતી પ્રક્રિયા સામે 'સ્ટે' લેવા સહિતના આંદોલનાત્મક પગલાં ભરવા ઉમેદવારો વિચારણા કરી રહ્યાનું જાણવા મળે છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત 'જ્ઞાન સહાયક યોજના' (પ્રાથમિક) અંતર્ગત કચ્છ જિલ્લામાં શનિવારે યોજાયેલી દસ્તાવેજ ચકાસણી અને સ્થળ પસંદગીની પ્રક્રિયા પારદર્શિતાના તમામ દાવાઓને પોકળ સાબિત કરીને વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. સવાર સુધી પોર્ટલ પર ૧૩૩૬ ખાલી જગ્યાઓ દર્શાવ્યા બાદ બપોરે અચાનક ઓનલાઈન લિસ્ટ બદલીને માત્ર ૨૯૫ કરી દેવાના રહસ્યમય ફેરફારે સમગ્ર કચ્છના શિક્ષિત બેરોજગાર ઉમેદવારોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો હતો, જેના કારણે 'દાળમાં કંઈક કાળું હોવા'ની આશંકા પ્રબળ બની છે. આ ગંભીર વહીવટી ખેલ બાદ સ્થળ પસંદગી કેન્દ્ર પર ખાસ કરીને ગ્રામ્ય મહિલા ઉમેદવારો સાથે થયેલા જોહુકમીભર્યા વર્તન અને ગુપ્ત પ્રક્રિયાને કારણે જિલ્લામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ચોંકાવનારા ફેરફાર પાછળ કયું મોટું વહીવટી બળ કામ કરી રહ્યું છે તે પણ એક ગંભીર તપાસનો વિષય છે. આ ભરતી પ્રક્રિયામાં ૧૧ જૂને જાહેરાત પ્રસિદ્ધ થયાના માત્ર ૧૦ જ દિવસમાં એટલે કે ૨૦ જૂનના રોજ ઓર્ડર ઈશ્યુ કરી દેવાની આંધળી ઉતાવળ પાછળ આગામી ૨૩ જૂનથી શરૂ થતા 'પ્રગતિનો પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭' ના 'પ્રાથમિક શાળા નિરીક્ષણ ફોર્મ'માં 'કામ કરતા જ્ઞાનસહાયક'ની સંખ્યા દર્શાવવાનું ખાનું કારણભૂત હોવાના આરોપો છે. રાજ્ય કક્ષાના અધિકારીઓ સમક્ષ શાળાઓમાં શિક્ષકોની ઘટ નથી તેવું ચિત્ર ઊભું કરવા અને આંકડાકીય માયાવી જાળ રચી વાહવાહી મેળવવા માટે જ લાયક ઉમેદવારોના ભોગે આ પ્રક્રિયા આટલી ઝડપથી સગેવગે કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સમગ્ર કચ્છ જિલ્લામાંથી આવેલા ઉમેદવારો માટે જિલ્લા મથક ભુજમાં અસંખ્ય સરકારી શાળાઓ અને કચેરીઓ હોવા છતાં, દર વખતની જેમ ભુજ શહેરના બદલે ત્યાંથી દૂર માધાપર ગામની એક મોડેલ સ્કૂલમાં કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. અંતરિયાળ ગામડાંઓમાંથી આવેલી મહિલા ઉમેદવારોને સવારે ૯ વાગ્યે હાજર થવા માટે સવારે ૬ વાગ્યાથી ઘરની બહાર નીકળવું પડ્યું હતું. કેન્દ્રની આસપાસ ચા-પાણી કે નાસ્તા-જમવાની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી, અને શાળા તંત્ર દ્વારા રાખવામાં આવેલું પીવાનું પાણી પણ બપોર પછી ખૂટી પડતાં કાળઝાળ ગરમીમાં દીકરીઓ ભૂખ્યા-તરસ્યા પેટે અકળાઈ ઉઠી હતી. વહીવટી તંત્રની આ સંવેદનહીનતા સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો. સરકારના જ નિયમ મુજબ ભરતી પ્રક્રિયામાં પૂર્ણ પારદર્શિતા જાળવવા માટે ખાલી જગ્યાઓનું લિસ્ટ એક અઠવાડિયા પહેલાં ઓનલાઈન મૂકવું અને પસંદગી કેન્દ્ર પર રૂમની બહાર લોબીમાં સાર્વજનિક જગ્યાએ લિસ્ટ લગાવવું ફરજિયાત છે. પરંતુ
અહીં તમામ નિયમો નેવે મૂકીને 'સિક્રેટ ભરતી પ્રક્રિયા' આચરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઉમેદવારોના પ્રમાણપત્રોનું વેરિફિકેશન સવારે ૧૦ જ મિનિટમાં થઈ ગયું હોવા છતાં બપોરે ૧ વાગ્યા સુધી ઓનલાઈન લિસ્ટ છુપાવી રાખવામાં આવ્યું હતું. ૧૨ વાગ્યા પછી અચાનક શાળાઓનું ઓરિજિનલ લિસ્ટ બદલી નાખવામાં આવતા ઉમેદવારોએ જ્યારે આ ગેરરીતિ પકડવા લિસ્ટના ફોટા પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે અધિકારીઓ દ્વારા તેમનું અપમાન કરી ફોટા પાડવા દેવાયા નહોતા. પસંદગી રૂમમાં પણ વાલીઓને પ્રવેશબંધી ફરમાવી દેવાઈ હતી, અને ૨૦ થી ૨૫ વર્ષની ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતી મહિલા ઉમેદવારો પ્રથમ વખત આવી પ્રક્રિયામાં ભાગ લેતી હોઈ તેઓ જ્યારે રૂમમાં ગઈ અને ઓનલાઈન દર્શાવેલી પોતાના ગામની શાળા ગાયબ જોઈ ત્યારે ગભરાઈ ગઈ હતી. જ્યારે ડરેલી મહિલા ઉમેદવારોએ પોતાના ગામની શાળા કેમ લિસ્ટમાં નથી તેવો સ્વાભાવિક સવાલ પૂછ્યો ત્યારે સમગ્ર પ્રક્રિયાના જવાબદાર અધિકારી અને અન્ય સહાયક અધિકારીઓએ ગુસ્સે થઈને ધમકાવવાના સૂરે જણાવ્યું કે, "કોઈએ પોતાની ગામની શાળાનો આગ્રહ રાખવો નહીં. લિસ્ટમાં જે નામ છે એમાંથી જ તાત્કાલિક ૨ મિનિટમાં એક શાળા પસંદ કરી લેવાની રહેશે." એટલું જ નહીં, ત્યાં હાજર અન્ય ઉમેદવારોને કડક સૂચના આપતાં કઠોર સ્વરે કહ્યું કે "કોઈ ચોક્કસ શાળાનું નામ કેમ નથી? એવા સવાલો કરવા નહીં. તમને કચ્છવાળાઓને જ વાંધો છે, બાકી અન્ય જિલ્લાવાળાઓને તો ગમે તે શાળા આપો લઈ લે છે તમારાથી તો એ સારા નહીં?" આ પ્રકારની કચ્છી ઉમેદવારો પ્રત્યેની ભેદભાવયુક્ત નીતિથી એ સવાલ ઊભો થાય છે કે શું તંત્ર કચ્છી ઉમેદવારોને પોતાના જ જિલ્લામાં રોજગારી આપવા નથી માંગતું? વધુમાં, ગભરાયેલા ઉમેદવારોને પોતાની મરજી વિરુદ્ધ હાજર અધિકારીઓ લિસ્ટ પર આંગળી મૂકીને 'આ શાળા તમારા માટે યોગ્ય છે' તેવું દબાણપૂર્વકનું જોખમી માર્ગદર્શન આપતા હોવાના દ્રશ્યો પણ કેન્દ્ર પર ચર્ચાનો વિષય બન્યા હતા. બપોરે ૧ વાગ્યે જેમ-તેમ કરીને દબાણપૂર્વક શાળા પસંદગી પૂરી કરાવીને જવાબદાર અધિકારીઓ જમવા અને આરામ કરવા ચાલ્યા ગયા હતા. સવારે ૬ વાગ્યાથી ભૂખ્યા પેટે બેઠેલા ઉમેદવારો કેન્દ્ર પર જ ઓર્ડરની રાહ જોતા રહ્યા. સાહેબો ખાઈ-પીને આરામ ફરમાવી બપોરે ૩:૩૦ વાગ્યે કેન્દ્ર પર પરત ફર્યા અને આદેશોનું પ્રતિક વિતરણ કર્યું. ઓર્ડર આપતી વખતે ખાસ ટકોર કરી કે "સોમવારે (૨૨ જૂનના) કોઈપણ સંજોગોમાં શાળામાં હાજર થઈ જજો. પછી તમારી ઈચ્છા ન
હોય તો તે મુજબ નિયમોનો આશરો લઈ શકો છો, પણ ૨૩ જૂનના પ્રવેશોત્સવ પહેલાં સોમવારે અચૂક હાજર થઈ જવાનું છે!" આ કડક આદેશ જ સાબિત કરે છે કે વહીવટી તંત્રને ઉમેદવારોના હિતમાં નહીં પણ પ્રવેશોત્સવના આંકડા સુધારવામાં અને બદલી પામેલ શિક્ષકોને છુટા કરવામાં જ રસ હોય એવું લાગી રહ્યું છે. સ્થાનિક તંત્રના માનીતા માત્ર બે વર્તમાનપત્રોમાં જ આ ભરતી પ્રક્રિયા ખૂબ જ પારદર્શક રીતે પૂર્ણ થઈ હોવાના સમાચારો છપાવવામાં આવ્યા છે. પરંતુ આ બંને અખબારોના આંકડા એકબીજા સાથે જરાય મેળ ખાતા નથી: એક અખબારમાં કુલ ૯૭૯ લાયક ઉમેદવારો હાજર રહ્યા હોવાનો દાવો છે જ્યારે બીજા મુખ્ય અખબારમાં માસિક ફિક્સ વેતન પર માત્ર ૪૧૧ જ્ઞાનસહાયકોની જ નિમણુંક થઈ હોવાનું જાહેર કરાયું છે. આ આંકડાકીય માયાવી જાળ જ બતાવે છે કે વહીવટી તંત્ર કંઈક છુપાવી રહ્યું છે. સામાન્ય રીતે સચિવાલયના નિયમો મુજબ ક્લાસ-૧ અધિકારીની બદલી ૩ વર્ષમાં થતી હોય છે, પરંતુ છેલ્લા છ વર્ષથી કચ્છ જિલ્લાનો બહોળો અનુભવ ધરાવતા બે મોટા ખાતાની જવાબદારી નિભાવતા એક પ્રભાવશાળી અધિકારી કચ્છની તાસીરથી સુપેરે પરિચિત થઈ ગયા છે. ભરતીના છેલ્લા દિવસે ટેટ પરીક્ષાના વિરોધના બહાના હેઠળ જિલ્લા મથકે એકઠા થયેલા કેટલાક કાયમી શિક્ષકો અને તેમના હોદ્દેદારો (જેઓ સાહેબના કથિત એજન્ટ તરીકે પણ ઓળખાય છે)ની ગુપ્ત બેઠક શંકા ઉપજાવે છે. શિક્ષક આલમમાં એવી વ્યાપક ચર્ચા છે કે બદલી પામેલા કાયમી શિક્ષકોને વહેલા છૂટા કરવા માટે મનગમતી શાળાઓ ખાલી બતાવવા 'છ આંકડાના મોટા નાણાકીય વ્યવહારો' થયા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે જે શિક્ષકોને આ ભાવ પોસાયો નથી તેમના દ્વારા જ આ આખી વહીવટી ગોઠવણની વાતો લોકો સમક્ષ આવી રહી હોવાનું જાણવા મળે છે. નિયમ મુજબ ધોરણ ૧ થી ૫ માં ટેટ-૧ વાળા ૨૯૫ ઉમેદવારોની ભરતી પસંદગી મુજબ થઈ ગયા બાદ જ બાકી રહેતી ૧૦૪૧ જગ્યાઓ ઉપર જ્ઞાન સહાયકમાં ટેટ-૨ વાળા ઉમેદવારોને લેવા માટે છૂટછાટ સાથે મંજૂરી અપાઈ છે. પરંતુ હવે એવી દહેશત વર્તાઈ રહી છે કે મૂળ હક્કદાર ૨૯૫ ઉમેદવારોને તેમની મનપસંદ શાળા પસંદ કરવાનો મોકો જ આપવામાં આવ્યો નથી. જો આ ખાલી જગ્યાઓ પાછળથી ટેટ-૨ ના ઉમેદવારોને ફાળવવામાં આવશે તો તે ટેટ-૧ ના ઉમેદવારો સાથે સીધો અન્યાય અને નિયમોનું
સરેઆમ ઉલ્લંઘન થતું હોઈ છેતરપિંડીની આશંકા વચ્ચે ભરતી સામે સ્ટે લેવાશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. શિક્ષણ જગતમાં ચાલતી ચર્ચા મુજબ આગામી ૩૦ જૂનના રોજ બદલી પામેલા શિક્ષકોને છુટા કરવાનો પ્લાન ફિક્સ છે. આ બદલીઓ સુવ્યવસ્થિત કરવા માટે જ કદાચ સૌથી વધુ વ્યવહાર કરનાર શાળાઓની યાદી બતાવી ત્યાં જ્ઞાન સહાયકોને ગોઠવી દેવાયા હોવાની પૂરેપૂરી શંકા છે. જો કે જ્ઞાન સહાયક એ તદ્દન ૧૧ મહિનાની કરાર આધારિત ટેમ્પરરી ભરતી હોઈ નિયમ મુજબ જ્ઞાન સહાયક શિક્ષકોના આધારે બદલી પામેલા કાયમી શિક્ષકોને છુટા કરી શકાય જ નહીં, તેમ છતાં આ ભરતીમાં થયેલી વહીવટી ઉતાવળથી નિયમમાં પણ સુધારા થવાની શંકા ઉપજાવે છે. એક તરફ કરાર આધારિત જ્ઞાન સહાયકની ટેમ્પરરી ભરતી માત્ર ૧૦ દિવસમાં સગેવગે કરી દેવામાં આવી છે, જ્યારે બીજી તરફ સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી અંદાજે ૧૧,૦૦૦ જેટલી કાયમી જગ્યાઓ માટે ગત ૧ એપ્રિલ ૨૦૨૬ ના રોજ 'વિદ્યા સહાયક'ની સત્તાવાર જાહેરાત અપાયા બાદ પણ આજ દિન સુધી તેની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી નથી. કાયમી શિક્ષકો આપવાના બદલે કરાર આધારિત યોજનામાં જગ્યાઓ છુપાવીને આચરાતા કૌભાંડ અને આવી અણઘડ નીતિથી કચ્છનું પ્રાથમિક શિક્ષણ કઈ દિશામાં આગળ જઈ રહ્યું છે તે વિચારવું રહ્યું. જ્ઞાન સહાયકની કરાર આધારિત ૧૧ મહિનાની ટેમ્પરરી ભરતીના ઓઠા હેઠળ આચરાયેલી આ આખી કલંકિત અને જોહુકમીભરી પ્રક્રિયા તદ્દન અપારદર્શક હોવાના આક્ષેપો સાથે કચ્છના પીડિત ઉમેદવારો અને વાલીઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે માધાપર કેન્દ્ર ખાતે થયેલી આ શાળા પસંદગીની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. ઉપરાંત, સોમવારથી જ ઓનલાઈન પોર્ટલ પર જાહેર કરેલ તમામ ૧૩૩૬ જગ્યાઓ ફરી લાઈવ બતાવીને ટેટ-૧ પાસ ઉમેદવારોને કોઈ પણ જાતના વહીવટી દબાણ વગર મુક્ત અને પારદર્શક રીતે ફરીથી શાળા પસંદગીની તક આપવામાં આવે. આ બાબતે પારદર્શક વહીવટ માટે પંકાયેલા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કચ્છ પ્રવેશોત્સવના પ્રભારી શિક્ષણમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગા લાયક ઉમેદવારોને ન્યાય અપાવીને આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ ઉચ્ચસ્તરીય તપાસ કરાવે તેવી માંગ કરવામાં આવી છે. જો સરકાર આ બાબતે યોગ્ય ન્યાય નહીં અપાવે તો આ અન્યાય સામે આગામી સમયમાં કોર્ટ મારફતે ભરતી પ્રક્રિયા સામે 'સ્ટે' લેવા સહિતના આંદોલનાત્મક પગલાં ભરવા ઉમેદવારો વિચારણા કરી રહ્યાનું જાણવા મળે છે.
- આજરોજ ધોરાજીમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૬ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન તાલુકા વહીવટી તંત્ર ધોરાજી દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન અને આદર્શ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ૧૨ વર્ષ પહેલાં દેશ અને દુનિયાભરમાં યોગ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી, જે દર વર્ષે ઠેર ઠેર ઉજવાય છે. આ વર્ષે પણ ધોરાજીમાં તાલુકા વહીવટી તંત્ર, આદર્શ સ્કૂલ અને અન્ય જગ્યાઓએ યોજાયેલા યોગ કાર્યક્રમમાં ધોરાજીના રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ, પોલીસ તંત્ર, અન્ય સંસ્થાઓના લોકો તેમજ મહિલાઓ, પુરુષો, નાના બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકોએ ભાગ લીધો હતો.1
- મોરબી જિલ્લાના જેતપર ખાતે આવતીકાલે ખેડૂતોના હક્ક અને હિતના સમર્થનમાં એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લોકપ્રિય લોકગાયક હકભા ગઢવી સહિત અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત રહી પોતાના સ્વરથી ખેડૂતોને સમર્થન આપશે. આ લડતમાં સહભાગી બનવા અને ખેડૂતોના હક્ક માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.1
- જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામના ગાયત્રી પ્લોટ વિસ્તારમાં છેલ્લા 10-15 વર્ષ કરતાં પણ વધુ સમયથી રસ્તા બનાવવામાં આવ્યા નથી. સ્થાનિકો જણાવી રહ્યા છે કે અહીંના રસ્તાઓ ખેતરના રસ્તાઓ કે ગામની શેરીઓ જેવા પથરાવાળા છે. આ વિસ્તારમાં હજી સુધી સિમેન્ટ રોડ કે બ્લોક નાખવામાં આવ્યા નથી. ગ્રામીણ રોડ રસ્તાઓની આ સ્થિતિને જોતા, લોકો દ્વારા ઝડપથી રોડ અથવા તો બ્લોક નાખવાની તાત્કાલિક માંગ કરવામાં આવી રહી છે.1
- તાજેતરમાં 21 જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે કેશોદ ખાતેની સરકારી આદર્શ નિવાસી શાળામાં ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, છાત્રાલયના સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આયોજન જિલ્લા નાયબ નિયામક શ્રી સી.પી. પવારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય શ્રી બી.એસ. ભાવસાર, શ્રી એ.કે. રાઠોડ, મદદનીશ શિક્ષક એમ.ડી. દાહીમાં, હીરાભાઈ મૂછાળ, પરેશભાઈ, દિનેશભાઈ મારુ સહિત શાળા અને છાત્રાલયના સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી. ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને યોગક્રિયાઓનું પ્રદર્શન કરીને યોગના મહત્ત્વને ઉજાગર કર્યું હતું. આ પ્રસંગે આચાર્ય શ્રી બી.એસ. ભાવસારે પોતાના સંદેશમાં યોગને ભારતની અમૂલ્ય પ્રાચીન પરંપરા ગણાવી હતી, જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસનો આધારસ્તંભ છે. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત યોગને જીવનનો અભિન્ન અંગ બનાવી સ્વસ્થ શરીર, એકાગ્ર મન અને સકારાત્મક વિચારો સાથે પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, અને સૌને નિયમિત યોગાભ્યાસ કરવાની અપીલ કરી હતી. શાળાના વ્યાયામ શિક્ષક ડૉ. હમીરસિંહ વાળાએ યોગને માત્ર શારીરિક કસરત નહીં, પરંતુ માનસિક શાંતિ, એકાગ્રતા અને સર્વાંગી વિકાસ માટેનું એક શક્તિશાળી સાધન ગણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને યોગ દ્વારા જીવનમાં એકાગ્રતા પ્રાપ્ત કરીને શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બની ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અને દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે “નિરોગી ગુજરાત – સ્વસ્થ ભારત”ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો. વિશ્વ યોગ દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ. કેશોદની મુલાકાત પણ લીધી હતી, જ્યાં તેમણે યોગના માધ્યમથી માનસિક એકાગ્રતા અને જીવન કૌશલ્યોના વિકાસ અંગે માર્ગદર્શન મેળવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. હમીરસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે યોગ અને શિક્ષણના સમન્વયથી સર્વાંગી વિકાસના સંદેશ સાથે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે પ્રેરિત કર્યા.4
- સુરેન્દ્રનગર જિલ્લાના સમલા ગામે ગંજીપાનાનો જુગાર રમી રહેલા કુલ નવ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.1
- સુરેન્દ્રનગર SOG (સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રુપ) એ ચુડા તાલુકાના છલાળા ગામમાંથી માનવ આરોગ્ય સાથે ચેડાં કરતા એક બોગસ ડોક્ટરને દબોચી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ₹12,082 થી વધુની કિંમતનો એલોપેથીક દવાઓનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. SOG શાખાની ટીમ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ગોહિલ અને સુરેશભાઈ ખરગીયાને ગુપ્ત બાતમી મળી હતી. બાતમી અનુસાર, ચુડા તાલુકાના છલાળા ગામે રામદેવપીરના મંદિર પાછળ આવેલી શેરીમાં રહેતો પ્રતુલ અનંત બિશ્વાસ નામનો વ્યક્તિ કોઈ પણ માન્ય તબીબી ડિગ્રી વગર એલોપેથીક સારવાર કરતો હતો. આ બાતમીના આધારે SOGની ટીમે કંથારિયા PHCના મેડિકલ ઓફિસર ડૉ. ભવેશભાઈ માલકીયાને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, મૂળ ઝારખંડનો અને હાલ છલાળા ગામે ભાડાના મકાનમાં રહેતો 38 વર્ષીય પ્રતુલ અનંત વિશ્વાસ ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી તપાસ દરમિયાન કુલ 68 પ્રકારની એલોપેથીક દવાઓ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂપિયા 12,082 થાય છે. પોલીસે તમામ દવાઓ કબજે કરી આરોપી પ્રતુલ અનંત વિશ્વાસ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ધોરાજી તાલુકા વહીવટી તંત્ર દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે અને ધોરાજીની આદર્શ સ્કૂલ ખાતે પણ યોજાયો હતો. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ૧૨ વર્ષ પહેલાં યોગ દિવસની શરૂઆત કરી હતી, જે ત્યારથી દર વર્ષે દેશ અને દુનિયાભરમાં ઠેર ઠેર ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ ધોરાજીમાં તાલુકા વહીવટી તંત્ર, આદર્શ સ્કૂલ અને અન્ય જગ્યાઓએ યોગ દિવસની ઉજવણી થઈ. આ ઉજવણીમાં ધોરાજીના રાજકીય આગેવાનો, તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ, પોલીસ તંત્ર અને અન્ય સંસ્થાઓના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત, મહિલાઓ, પુરુષો, નાના બાળકો અને વૃદ્ધો પણ મોટી સંખ્યામાં આ યોગ દિવસના કાર્યક્રમોમાં જોડાયા હતા. આ પ્રસંગે, રાજકીય આગેવાન રાજુભાઈ બાલધા અને ધોરાજીના યોગ ટ્રેનર દક્ષા બેન હિરપરાએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.1
- કેશોદમાં માતા-પુત્રના સંબંધોને શરમાવે તેવી ચકચારી ઘટના સામે આવી છે, જેમાં એક સગા પુત્રે પોતાની સ્ટાફ નર્સ માતા પર હુમલો કરી રોકડ, સોનાના દાગીના અને મોટરસાયકલ લૂંટી ફરાર થઈ ગયો હતો. કેશોદની રાધારમણ સોસાયટીમાં રહેતા અને કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા પ્રફુલ્લાબેન ઓધવજીભાઈ દવેએ પોતાના પુત્ર દીપ પ્રદ્યુમનભાઈ વ્યાસ વિરુદ્ધ આ ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પુત્ર દીપે તેની માતા પાસેથી રોકડ અને દાગીનાની માંગણી કરી હતી. માતાએ કારણ પૂછતાં દીપ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની જનેતાને માર મારી ગળું દબાવી મોતની ધમકી આપી હતી. જીવના ભયથી ગભરાયેલી માતાએ તિજોરીની ચાવી આપી દેતાં, દીપે ઘરમાંથી ₹5 લાખ રોકડા, અંદાજે ₹10 લાખના સોનાના દાગીના અને ₹60 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી કુલ ₹15.60 લાખની મત્તા લઈને ફરાર થઈ ગયો હતો. પ્રફુલ્લાબેને શરૂઆતમાં પોતાના પુત્ર પર વિશ્વાસ રાખી ફરિયાદ કરી નહોતી, પરંતુ વારંવાર માંગણી કરવા છતાં મુદ્દામાલ પરત ન મળતાં આખરે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તથા ડીવાયએસપી નીલેશ ધાધલીયાના માર્ગદર્શન હેઠળ મહિલા સુરક્ષા અને વરિષ્ઠ નાગરિકો પર થતા અત્યાચાર વિરુદ્ધની ઝુંબેશ દરમિયાન આ ગુનો પ્રકાશમાં આવ્યો છે. કેશોદ પોલીસે દીપ પ્રદ્યુમનભાઈ વ્યાસ વિરુદ્ધ BNS કલમ 308(5) અને 115(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે, અને પીઆઈ એમ.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.ડી. મકવાણાની ટીમ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસની અલગ-અલગ ટીમો જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદમાં તપાસ ચલાવી રહી છે તેમજ લૂંટાયેલી મત્તા રિકવર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.4
- જસદણ તાલુકાના આટકોટ ગોચરમાં વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આટકોટના નવા ગામ તળ પર આવેલી આશરે ૨૦ વીઘા જમીન પર દબાણ થયું હતું, જે વાસ્તવમાં ગરીબ લોકોને ૧૦૦ ચોરસ વારના પ્લોટ ફાળવવા માટે હતી. તંત્ર દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા, જમીન પર દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. વહીવટીતંત્ર દ્વારા આટકોટ ગોચરમાં થયેલું દબાણ સફળતાપૂર્વક હટાવી દેવામાં આવ્યું છે.4