જાંબુઘોડામાં મોદીના જન્મદિવસે રક્તદાનનો સેવાયજ્ઞ : 100થી વધુ યુનિટ રક્ત એકત્ર . પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મ દિવસ નિમિત્તે જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે ઈન્દુ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાંબુઘોડા ના 77 વર્ષના રમેશભાઈએ રક્તદાન કરી યુવાનોને પ્રેરણા આપી. જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડીને યોજાયેલી આ શિબિરમાં જાંબુઘોડા તાલુકાના વિવિધ ગામોમાંથી વડીલો, યુવાનો, કાર્યકરો તથા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શિબિરમાં રક્તદાન કરવા માટે રક્તદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક યુવાનો સાથે વડીલોએ પણ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. શિબિર દરમિયાન 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલી આ શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ, જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ રણજીતભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ રેશમાબેન બારીયા, તાલુકા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ બારીયા, લોકેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો, સરપંચો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિરમાં ખાસ કરીને 77 વર્ષના રમેશભાઈ સોમાભાઈ રાવળે રક્તદાન કરતાં ઉપસ્થિત યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. જાંબુઘોડા નગરના રાવળ ફળિયામાં રહેતા રમેશભાઈએ ઉંમરનો વિચાર કર્યા વિના રક્તદાન કરી સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં તેમની ફિટનેસ ને આધારે તેમનું બ્લડ લેવામાં આવ્યું હતૂ શિબિરમાં રક્તદાન કરનારાઓને ઈન્દુ બ્લડ બેન્ક તરફથી બેગ અને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. જ્યારે જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ તરફથી રક્તદાતાઓને ટિફિન બોક્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત થતાં આયોજકો દ્વારા રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રક્તદાન દ્વારા માનવસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. -------------------- (બોક્સ ) જાંબુઘોડાના પ્રજ્ઞાચક્ષુ શબ્બીરભાઈ હુસેનભાઈ ગોરી, ઉં.વ. 52 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય અને જાંબુઘોડામાં રક્તદાન શિબિરનું આયોજન થયું હોય ત્યારે જન્મદિવસની ઉજવણી માટે રક્તદાન કરવા આવવું જ પડે તેમ કહી જાંબુઘોડાના પ્રજ્ઞાચક્ષુ શબ્બીરભાઈ હુસેનભાઈ ગોરી (ઉં.વ. 52) આનંદ સાથે રક્તદાન કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “બ્લડ ડોનેટ તો શું, જાન પણ હાજર છે.” તેમનો સેવાભાવ ઉપસ્થિત લોકોમાં ચર્ચા નો વિષય બન્યો હતૉ (બોક્સ ): 77 વર્ષના રમેશભાઈએ કર્યું રક્તદાન જાંબુઘોડા નગરના રાવળ ફળિયામાં રહેતા રમેશભાઈ સોમાભાઈ રાવળની ઉંમર 77 વર્ષ હોવા છતાં તેઓ રક્તદાન કરવા શિબિરમાં પહોંચ્યા હતા. ઉંમરની પરવા કર્યા વિના તેમણે રક્તદાન કરતાં ઉપસ્થિત યુવાનોમાં પણ રક્તદાન કરવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડીલ દ્વારા કરવામાં આવેલા રક્તદાનને આયોજકોએ સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું હતું

- ગુજરાત રિફાઇનરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ૫૧ બાળકોએ કરી સત્યનારાયણ કથા ગુજરાત રિફાઇનરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ૫૧ બાળકોએ કરી સત્યનારાયણ કથા તિરુપતિ ગ્રુપ સંચાલિત ગુજરાત રિફાઇનરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો. ૫૧ બાળકોએ વક્તા અને સહભાગી બની સામૂહિક સત્યનારાયણ કથાનું પઠન કર્યું હતું. ગામડાની થીમ આધારિત ઝાંખી, સંગીત-નૃત્ય કાર્યક્રમ અને ૫૬ ભોગનો થાળ અર્પણ કરાયો. મુખ્ય અતિથિ મધુરીમાં વિશ્વાસે ‘ધ ગ્રીન ગાર્ડિયન્સ’ અભિયાન હેઠળ કિચન ગાર્ડનનું અનાવરણ કર્યું હતું. શાળાના અધ્યક્ષ ડૉ. ધર્મેશ પટેલ સહિત મહાનુભાવો અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.1
- વડોદરા શહેરના મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આરટીઆઇ મરાતા શોધવા ગયા રેવડી અને મળ્યું ગુલાબ જાંબુ2
- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા, પેન્સિલ, નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રી તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને અભ્યાસ માટે ઉપયોગી સામગ્રીનું વિતરણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.4
- દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રામનગર ખાતે મમતા દિવસ સેશનની મુલાકાત લીધી દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રામનગર ખાતે મમતા દિવસ સેશનની મુલાકાત લીધી દાહોદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટીલાવત દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગારખાયા હેઠળના રામનગર ખાતે યોજાયેલા મમતા દિવસ સેશનની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ તેમજ બાળકોને આપવામાં આવતી માતા-બાળ આરોગ્ય સેવાઓ અને રસીકરણ કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ ઉપસ્થિત લાભાર્થીઓને મળતી આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી સંબંધિત આરોગ્ય કર્મચારીઓ, એએનએમ અને આશા બહેનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટીલાવતે શહેરી વિસ્તારના દરેક લાભાર્થી સુધી માતા અને બાળ આરોગ્યલક્ષી સેવાઓ સમયસર, ગુણવત્તાયુક્ત અને અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે આરોગ્ય કર્મચારીઓને કામગીરીમાં નિયમિતતા, ગુણવત્તા અને જવાબદારી જાળવી રાખવા પણ જણાવ્યું હતું. મુલાકાત દરમિયાન સંબંધિત અર્બન મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- નિઝરમાં રૂ.55 કરોડના ખર્ચે 100 બેડની સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત તાપી જિલ્લાના નિઝર ખાતે રૂ.55 કરોડના ખર્ચે બનનારી નવી સરકારી હોસ્પિટલના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી જયરામ ગામીતની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.આ પ્રસંગે આરોગ્ય મંત્રી દ્વારા તાપી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ આરોગ્યલક્ષી વિકાસકાર્યોને વેગ આપવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું હતું.નિઝરમાં નિર્માણ પામનારી નવી સરકારી હોસ્પિટલ 100 બેડની સુવિધાથી સજ્જ હશે. સાથે જ અહીં તાપી જિલ્લાની પ્રથમ સરકારી બ્લડ બેંક પણ બનાવવામાં આવશે.રાજ્યમંત્રી જયરામ ગામીતે જણાવ્યું હતું કે, નવી હોસ્પિટલ શરૂ થયા બાદ નિઝર અને આસપાસના પંથકના લોકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ મળી શકશે. ગંભીર બીમારી કે ઈમરજન્સીની સ્થિતિમાં સ્થાનિક લોકોને મોટી રાહત મળશે.આ નવી હોસ્પિટલ નિઝર પંથકના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે સંજીવની સમાન સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.1
- આમોદ પોલીસે નવસારી અને સુરતની બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી આમોદ તાલુકામાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ સામે આમોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી નવસારી અને સુરત જિલ્લાની બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ તાલુકાના માતર ગામથી સુઠોદરા તરફ જવાના માર્ગ ઉપર આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના બ્રીજ નીચે બે મહિલાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ છૂટક નાની બોટલોમાં ભરી થેલીમાં રાખી ચોરીછૂપીથી વેચાણ કરતી હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી બે મહિલાઓને ઝડપી તેમની પૂછપરછ અને તપાસ કરતા તેમની પાસેથી ૧૧૫ નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂ.૧૨,૪૦૦, તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦૦ મળી કુલ રૂ.૧૨,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી બંને મહિલાઓની અટકાયત કરી હતી. પકડાયેલી મહિલાઓમાં ભાવનાબેન ઉત્તમ પટેલ, રહે. શ્યામનગર સોસાયટી, વાઘરેચા, તા.ગણદેવી જી.નવસારી તથા નીલાબેન ઈશ્વર પટેલ રહે.તળાવ ફળિયું તા.મહુવા જી.સુરતનો સમાવેશ થાય છે. આમોદ પોલીસની આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે થતા વિદેશી દારૂના વેચાણ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રિપોર્ટર તુલસીદાસ2
- છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની હાલત બિસ્માર: જર્જરિત ઇમારત અને સફાઈ મુદ્દે ઉઠ્યા ગંભીર સવાલો. જુઓ અર્જુનભાઈ પ્રોફેસરના આકરા પ્રહાર છોટાઉદેપુરમાં કોલેજ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની બિસ્માર હાલત સામે આવી છે. જર્જરિત દરવાજા-બારીઓ, નબળી દિવાલો અને ગંદકીને કારણે વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. તંત્ર અને ટ્રસ્ટના જવાબદાર અધિકારીઓ મૌન કેમ? જુઓ ઈ ક્રાંતિ ન્યૂઝ પર પઠાણ યાકુબરઝાનો ગ્રાઉન્ડ રિપોર્ટ. 📌 તાજા અને સચોટ સમાચારો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. #Chhotaudepur #EKrantiNews #GirlsHostel #ChhotaudepurNews #GujaratNews #HostelMaintenance #BreakingNews #PathanYakubraza1
- બોગસ ફાયર NOC મામલે તપાસની માંગ, પોલીસ ફરિયાદ બાદ વધુ તપાસની માગ? બોગસ ફાયર NOC મામલે તપાસની માંગ, પોલીસ ફરિયાદ બાદ વધુ તપાસની માગ? સામાજિક કાર્યકર્તા ધર્મેન્દ્રસિંહ રાઠોડે ફાયર ઓફિસમાં નોંધાયેલ ન હોવાનું જણાવાતા NOC અંગે તપાસની માંગ કરી છે. તા. ૧૦ ઓગસ્ટે સંબંધિત NOC CFO કચેરીમાં રજૂ કરી તપાસ તથા બોગસ જણાય તો પોલીસ ફરિયાદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તા. ૧૧ ઓગસ્ટે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. સમગ્ર મામલે કચેરીની કાર્યવાહી અને જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે?1
- તે મોટા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નો આજે જન્મદિવસ સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે1