કેશોદમાં પંદર દિવસમાં જ હનુમાનજી મહારાજ એ બતાવ્યો પરચો સિંહાસનનું માર્બલ ધરાશાયી... સત્તાધીશો સામે ઉઠ્યા ગંભીર સવાલો કેશોદ શહેરના જાહેર બગીચામાં હનુમાનજી મહારાજની મૂર્તિનું તાજેતરમાં જ ભવ્ય રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર પંદર દિવસની અંદર જ સિંહાસન આસપાસ નું માર્બલ તૂટી પડતાં સમગ્ર ઘટનાએ ભ્રષ્ટાચારની ગંધ ફેલાવી છે. આ ઘટનાથી ભક્તોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ પંદર દિવસ પૂર્વે જ મોટા ધામધૂમથી દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડન માં હનુમાનજીની મૂર્તિ અને સિંહાસનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. છતાં આટલી ટૂંકી અવધિમાં માર્બલ તૂટી પડતાં કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. લોકોમાં ચર્ચા છે કે જો કામ યોગ્ય રીતે અને નિયમ મુજબ કરવામાં આવ્યું હોત તો આ પ્રકારની શરમજનક સ્થિતિ સર્જાઈ નહીં. માર્બલ ધરાશાયી થતાં હનુમાનજી મહારાજના સિંહાસનના ભાગને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો આ ઘટના ભીડ દરમિયાન બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા સ્થળે આટલી બેદરકારી અને કાચું કામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિકોએ આ મામલે નગરપાલિકા અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે શહેરના વિકાસ કામોમાં સતત ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવી રહ્યા છે. અગાઉ પણ નગરપાલિકા હસ્તક બગીચાના કાપેલા લાકડાં સ્મશાનમાં આપવા બદલે અન્ય જગ્યાએ ખસેડી બાદમાં ફરી 17 ટ્રેક્ટર દ્વારા સ્મશાનમાં મોકલાવવાના મામલે ચર્ચા અને શંકા ઉભી થઈ હતી. હવે ફરી આ ઘટના સામે આવતા લોકોમાં વિશ્વાસનો સંકટ ઊભો થયો છે. ભક્તોમાં ભારે રોષ છે કે સત્તાધીશો પોતાને સનાતન સંસ્કૃતિના રક્ષક તરીકે રજૂ કરે છે, પરંતુ ભગવાનના સિંહાસન જેવા પવિત્ર કાર્યમાં પણ ગુણવત્તા અને પારદર્શિતા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. લોકોનું કહેવું છે કે આસ્થા સાથે જોડાયેલા કામોમાં પણ ભ્રષ્ટાચાર થવો અત્યંત શરમજનક અને અક્ષમ્ય છે. સ્થાનિક આગેવાનો દ્વારા તાત્કાલિક ઉચ્ચ સ્તરની તપાસ, કામ કરનાર એજન્સી અને અધિકારીઓ સામે કાર્યવાહી, તેમજ સમગ્ર શહેરમાં થયેલા કામોની ઓડિટ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સિંહાસનનું મજબૂત અને ગુણવત્તાપૂર્વક પુનઃનિર્માણ કરી ધાર્મિક સ્થળની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી છે. હાલ આ ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને જો તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં નહીં આવે તો લોકઆંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે. રિપોર્ટ : જગદીશ યાદવ જૂનાગઢ
કેશોદમાં પંદર દિવસમાં જ હનુમાનજી મહારાજ એ બતાવ્યો પરચો સિંહાસનનું માર્બલ ધરાશાયી... સત્તાધીશો સામે ઉઠ્યા ગંભીર સવાલો કેશોદ શહેરના જાહેર બગીચામાં હનુમાનજી મહારાજની મૂર્તિનું તાજેતરમાં જ ભવ્ય રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર પંદર દિવસની અંદર જ સિંહાસન આસપાસ નું માર્બલ તૂટી પડતાં સમગ્ર ઘટનાએ ભ્રષ્ટાચારની ગંધ ફેલાવી છે. આ ઘટનાથી ભક્તોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ પંદર દિવસ પૂર્વે જ મોટા ધામધૂમથી દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડન માં હનુમાનજીની મૂર્તિ અને સિંહાસનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. છતાં આટલી ટૂંકી અવધિમાં
માર્બલ તૂટી પડતાં કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. લોકોમાં ચર્ચા છે કે જો કામ યોગ્ય રીતે અને નિયમ મુજબ કરવામાં આવ્યું હોત તો આ પ્રકારની શરમજનક સ્થિતિ સર્જાઈ નહીં. માર્બલ ધરાશાયી થતાં હનુમાનજી મહારાજના સિંહાસનના ભાગને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો આ ઘટના ભીડ દરમિયાન બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા સ્થળે આટલી બેદરકારી અને કાચું કામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિકોએ આ મામલે નગરપાલિકા અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક
કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે શહેરના વિકાસ કામોમાં સતત ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવી રહ્યા છે. અગાઉ પણ નગરપાલિકા હસ્તક બગીચાના કાપેલા લાકડાં સ્મશાનમાં આપવા બદલે અન્ય જગ્યાએ ખસેડી બાદમાં ફરી 17 ટ્રેક્ટર દ્વારા સ્મશાનમાં મોકલાવવાના મામલે ચર્ચા અને શંકા ઉભી થઈ હતી. હવે ફરી આ ઘટના સામે આવતા લોકોમાં વિશ્વાસનો સંકટ ઊભો થયો છે. ભક્તોમાં ભારે રોષ છે કે સત્તાધીશો પોતાને સનાતન સંસ્કૃતિના રક્ષક તરીકે રજૂ કરે છે, પરંતુ ભગવાનના સિંહાસન જેવા પવિત્ર કાર્યમાં પણ ગુણવત્તા અને પારદર્શિતા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. લોકોનું
કહેવું છે કે આસ્થા સાથે જોડાયેલા કામોમાં પણ ભ્રષ્ટાચાર થવો અત્યંત શરમજનક અને અક્ષમ્ય છે. સ્થાનિક આગેવાનો દ્વારા તાત્કાલિક ઉચ્ચ સ્તરની તપાસ, કામ કરનાર એજન્સી અને અધિકારીઓ સામે કાર્યવાહી, તેમજ સમગ્ર શહેરમાં થયેલા કામોની ઓડિટ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સિંહાસનનું મજબૂત અને ગુણવત્તાપૂર્વક પુનઃનિર્માણ કરી ધાર્મિક સ્થળની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી છે. હાલ આ ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને જો તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં નહીં આવે તો લોકઆંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે. રિપોર્ટ : જગદીશ યાદવ જૂનાગઢ
- Post by પુજારા ન્યુઝ નેટવર્ક1
- Post by મધુવન ગીફ્ટ કેશોદ1
- કેશોદ શહેરના માંગરોળ રોડ પર આવેલ દાતરીયા હનુમાન ગારી પાસે શુક્રવારના રોજ સાંજના સમયે એક ગંભીર ગુનાહિત ઘટના સામે આવી છે. બાઈક પર બેઠેલા બે મિત્રો પાસે કાળા રંગની સ્કોર્પિયો ગાડી લઈને આવેલા ત્રણ યુવકોએ પૈસાની માંગ કરી હતી. પૈસા આપવા ઇનકાર કરતાં જ આરોપીઓએ લૂંટ અને હિંસાનો સહારો લઈ જાહેર માર્ગ પર અંધાધૂંધ માથાકૂટ કરી હતી. મળતી માહિતી મુજબ આરોપી તરીકે ઓળખાતા પ્રિન્સ કાનાભાઈ ભેડા, ઉદીપ ભેડા અને યશપાલ હડિયાએ બાઈક પર બેઠેલા મિત રાજુભાઈ સિંગાળા અને તેમના મિત્ર કેયુરને અટકાવી પૈસા માંગ્યા હતા. મિત સિંગાળાએ પૈસા આપવાની ના પાડતાં જ આરોપીઓએ તેમના ખિસ્સામાંથી રૂ. ૮,૯૦૦/- બળજબરીથી કાઢી લીધા હતા. બાદમાં લાકડાના ધોકા વડે મિત સિંગાળાના માથામાં ઘાતક પ્રહાર કરી આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં મિત રાજુભાઈ સિંગાળા ગંભીર રીતે ઘાયલ થતા તેમને અને તેમના મિત્ર કેયુરને તાત્કાલિક કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ મિત સિંગાળાની હાલત ગંભીર છે અને સતત સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને ઘાયલોના નિવેદન લઈ સમગ્ર મામલે વિસ્તૃત માહિતી એકત્ર કરી હતી. જાહેર માર્ગ પર લૂંટ અને જીવલેણ હુમલો કરનાર આરોપીઓને ઝડપી પકડવા પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી શોધખોળ તેજ કરવામાં આવી છે. શહેરમાં વધતી ગુનાખોરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિવસદહાડે આ પ્રકારની હિંસક ઘટનાએકાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. નાગરિકોએ માંગ કરી છે કે આરોપીઓને વહેલી તકે પકડી કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર અંકુશ આવી શકે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ2
- Post by Mukesh Pujara1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ અને આ ઘટના માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન ઘોળ કળયુગ : વિઓ : ધોરાજી માં સગો પાડોશી જ નિકળ્યો હેવાન અને સગીરા પર દુષ્કર્મ આચર્યું રાજકોટ જિલ્લાના ધોરાજી માં બળાત્કાર અને પોસ્કો એક્ટ નાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી ને પકડી પાડતી ધોરાજી સીટી પોલીસ તંત્ર ધોરાજી માં પોતાની 12 વર્ષ ની સગીર વયની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ ધોરાજી સીટી પોલીસ મથકે દિકરી ના વાલી એ ફરીયાદ નોંધાવાઇ હતી જેમાં 12 વર્ષ ની સગીર વયની દીકરી ઉપર અવારનવાર મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી નેં બળાત્કાર ગુજાર્યો હતો અને કોઈ નેં જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી કરી હતી વાલી ની ફરીયાદ નાં આધારે સીટી પોલીસ ધોરાજી પોલીસ તંત્ર દ્વારા ગણતરી ની કલાકો માં આરોપી ને પકડી લીધો હતો આરોપી નું હનીફ નીયાજુ ફકીર રહે ધોરાજી નામના આ વ્યક્તિ ને પકડી લીધો હતો અને સીટી પોલીસ તંત્ર એ ધારા ધોરણ મુજબ ની કામગીરી કરી હતી : બાઈટ વિજય ભાઈ ડોડીયા ડી વાઈ એસ પી ઈનચાર્જ2
- Post by Nagesh Modedara1
- સુરેન્દ્રનગર સુખાકારી સાથે સુરક્ષા ને વરેલી ભાજપ સરકાર1
- Post by પુજારા ન્યુઝ નેટવર્ક1