વાવ-સુઈગામ-ધરણીધર અને ભાભરમાં પાણી પ્રશ્ને સરકાર એલર્ટ ! મંત્રી સ્વરૂપજી ઠાકોરનો કડક મિજાજ* *વાવ-સુઈગામ-ધરણીધર અને ભાભરમાં પાણી પ્રશ્ને સરકાર એલર્ટ ! મંત્રી સ્વરૂપજી ઠાકોરનો કડક મિજાજ* *ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પીવાના પાણી મુદ્દે થરાદ પ્રાંત કચેરી ખાતે હાઈ લેવલ બેઠક યોજાઈ* *મંત્રી સ્વરૂપજી ઠાકોરે અધિકારીઓ અને એજન્સીઓને ધધડાવ્યા ! પાણી પ્રશ્ને બેદરકારી નહીં ચાલે તેવી ચેતવણી* *સરહદી ગામોમાં પાણી માટે હાહાકાર ન મચે તે માટે ટેન્કર વ્યવસ્થા તાત્કાલિક મજબૂત કરવાનો આદેશ* *પીવાના પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા અધિકારીઓને કડક સૂચનાઓ* *જળસંકટગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનીટરીંગ રાખવા તંત્રને આદેશ* થરાદ...... થરાદ પ્રાંત કચેરી ખાતે પાણી પ્રશ્ને રાજય મંત્રી સ્વરૂપજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં થરાદ વાવ પ્રાંત અધિકારી સાજન મેર પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાવ, સુઈગામ, ધરણીધર અને ભાભર તાલુકામાં ઊભી થયેલી પીવાના પાણીની સમસ્યાને ગંભીરતાથી લઈ રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરે થરાદ પ્રાંત કચેરી ખાતે જવાબદાર અધિકારીઓ અને એજન્સી સાથે સમીક્ષા બેઠક યોજી હતી બેઠકમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને સંબંધિત એજન્સીઓ તેમજ ચારેય તાલુકાના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે બેઠક દરમિયાન પાણી પ્રશ્ને કડક વલણ અપનાવી અધિકારીઓ અને એજન્સીઓને ધધડાવ્યા હતા ખાસ કરીને સરહદી અને અંતરિયાળ ગામોમાં પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે તાત્કાલિક અસરથી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ બેઠક દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે ઉનાળામાં સામાન્ય પ્રજાજનોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવાનો વારો ન આવવો જોઈએ તેમજ જ્યાં પાણી પુરવઠાની લાઈનોમાં ખામી હોય અથવા પાણી પહોંચવામાં વિલંબ થતો હોય ત્યાં તાત્કાલિક ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો તેમજ ખાસ કરીને સરહદી ગામોમાં પાણીની સમસ્યા વધુ ન સર્જાય તે માટે ગામે ગામ ટેન્કરો મોકલવા પાણી પુરવઠા વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી સાથે સાથે પાણી વિતરણની દૈનિક મોનીટરીંગ રાખી લોકો સુધી પૂરતું અને સમયસર પાણી પહોંચે તેની ખાતરી કરવા પણ તંત્રને જણાવ્યું હતું તેમજ વધુમાં મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું હતું કે પીવાના પાણીના પ્રશ્ને કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને લોકોની ફરિયાદો સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેમજ આ બેઠક બાદ ચારેય તાલુકામાં પાણી પ્રશ્ને તંત્ર વધુ સક્રિય બન્યું હોવાનું જોવા મળી રહ્યું છે અને પ્રજાજનોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે......

- થરાદની સરકારી હોસ્પિટલમાં લાગેલી આગ બુઝાવવા લોકો પણ કામે લાગ્યા થરાદની સરકારી હોસ્પિટલમાં લાગેલી આગ બુઝાવવા સ્થાનિક લોકો પણ કામે લાગ્યા હતા અહેવાલ : રાજેશભાઈ જોષી - થરાદ મો.9687568630 મળતી માહિતી મુજબ થરાદ ખાતે સિવિલ હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે ત્યારે આજે સાંજ ના સમયે આ હોસ્પિટલ પરિસરમાં અચાનક આગ લાગી હતી જોકે આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે થરાદ નગરપાલિકાની ફાયરટીમ અને ધાનેરા નગરપાલિકા ની ફાયર ટીમ ને બોલાવવી પડી હતી સાથે સાથે સ્થાનિક લોકોએ પણ આ આગ પર કાબૂ લાવવા માટે મદદ કરી હતી.1
- થરાદ મા બનેલી નવી સરકારી હોસ્પિટલમાં લાગી ભિષણ આગ લોકોમાં દોડા દોડી.1
- થરાદ રેફરલ હોસ્પિટલમાં સોટ સર્કિટના કારણે પડેલા કન્ટ્રકશન ના સામાનમાં ફાટી નીકળી ભીષણ આગ2
- થરાદ: સિવિલ હોસ્પિટલ નવિન મકાન વિભાગ ની કામ ચાલુ હોવાથી પાસે સેન્ટિંગના લાકડામાં ભીષણ આગ, બે કલાકની ભારે જહેમત બાદ કાબુ... થરાદ: સિવિલ હોસ્પિટલ નવિન મકાન વિભાગ ની કામ ચાલુ હોવાથી પાસે સેન્ટિંગના લાકડામાં ભીષણ આગ, બે કલાકની ભારે જહેમત બાદ કાબુ... થરાદ: આજે થરાદ-વાવ પંથકમાં સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ સેન્ટિંગના લાકડાના માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની વિગત થરાદ સિવિલ હોસ્પિટલની એકદમ નજીક હોવાથી દર્દીઓ અને સ્થાનિક રહીશોમાં ફાળ પડી હતી. સેન્ટિંગના સૂકા લાકડા હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડ: ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. *પોલીસ તંત્ર: થરાદ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભીડને કાબુમાં કરી બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. વીજ વિભાગ: આગ વધુ ન પ્રસરે તે માટે થરાદ વિદ્યુત વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પ્રવાહ તાત્કાલિક બંધ કરાવી દીધો હતો. નુકસાનીનો અંદાજ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના નથી, પરંતુ મોટા પ્રમાણમાં સેન્ટિંગના લાકડા બળીને ખાખ થઈ ગયા હોવાથી માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. રીપોર્ટ:- કિરણ ચૌધરી વાવ-થરાદ3
- વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ. *વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમ ભારતમાલા રોડ પર કીયા ગાડીમાં લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૮૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૦૯,૧૧૬૬૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ.* પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ ટીમ વાવ-થરાદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોએ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળીગામની સીમ ભારતમાલા ડાઈવે રોડ ઉપરથી કીયા સેલટોસ ગાડી રજી.નંબર GJ-27-DH-8745 માં પાછળની બ્રેક લાઈટમા તથા ગાડીના આગળના બોનેટમા ચોરખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ- ૨૮૫ કિ.રૂા.૧,૬૬૬૫/- નો મુદ્દામાલ મળી આવતાં દારૂનો જથ્થો, કીયા સેલટોસ ગાડી તથા મોબાઈલ નંગ-૧ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિં.રૂા.૦૯,૧૧૬૬૫/- નો મુદ્દામાલ ડેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી.... પ્રવિણભાઈ હરચંદજી જાતે.રાજપુત (ચૌહાણ) રહે.મોરીલા તા.થરાદ જિલ્લો.વાવ-થરાદ...1
- ગુજરાતના થરાદ રેફરલ હોસ્પિટલમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. આગને કારણે દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફમાં ભય ફેલાઈ ગયો હતો.1
- બનાસકાંઠાના થરાદમાં રેફરલ ત્રણ રસ્તા પાસે આવેલી સરકારી હોસ્પિટલના કાટમાળમાં ભીષણ આગ લાગી. આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.1
- માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ટડાવ ચંદનગઢ ત્રણ રસ્તા પાસે રોડ પર છોટા હાથી ગાડીમાં ચોરખાનું બનાવી લઈ જવાતો દારૂ જે બોટલો નંગ-૨૪૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૧૦,૫૮૬૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ... પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા એ.જી.રબારી ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદ નાઓના માર્ગદર્શન ડેઠળ પેરોલ ફર્લો સ્કોડ જિ.વાવ-થરાદના પોલીસ સ્ટાફના માણસો માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ, ફર્લો, વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ટાટા કંપનીનું ઈન્ટ્રા છોટા હાથી રજી નં.GJ-૩૬-V-૭૫૯૦ ના પાછળના ડબ્બામાં બનાવેલ ચોરખાનામાં ગે.કા. અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના દારૂની બોટલો નંગ-૨૪૦૦ કિ.રૂા. ૪,૫૩,૬૦૦/- નો રાખી ગે.કા. રીતે હેરાફેરી કરતા પ્રોહી મુદ્દામાલ તથા છોટા હાથી ગાડી કિં.રૂા.૬,૦૦,૦૦૦/- તથા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-૧ કિં.રૂા.૫,૦૦૦/- મુદ્દામાલ સહિત કુલ કિં.રૂા.૧૦,૫૮,૬૦૦/- ના મુદ્દામાલ હેરાફેરી દરમ્યાન મળી આવેલ ચાલક ઈસમ વિરૂદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ માવસરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી.... વિલાલખાન અરબાબખાન જાતે.રાઉમા (મુસલમાન) રહે.ભભુતે કી ઢાંણી તા.ચૌહટન જી.બાડમેર (રાજસ્થાન)1