logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખાંભા તાલુકાના ત્રાકુડા અને વાંકિયા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ* *ખાંભા તાલુકાના ત્રાકુડા અને વાંકિયા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ* *૦૦૦૦૦૦* *પ્રાકૃતિક કૃષિના ફાયદા અને ઉત્પાદનોના માર્કેટીંગ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી* *૦૦૦૦૦૦* *અમરેલી તા. ૦૯ માર્ચ, ૨૦૨૬ (સોમવાર) -* ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા ખાંભા તાલુકાના ત્રાકુડા અને વાંકિયા ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા ખેડૂત ભાઈઓ બહનોએ ભાગ લઈ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, પ્રાકૃતિક કૃષિમાં સંક્લિત રોગ વ્યવસ્થાપન અને જંતુનાશકો વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના માસ્ટર ટ્રેનરશ્રી, વૈશાલી બહેન ચાવડા તેમજ ટી.પી.એમશ્રી ઉર્વશી બહેન ગજેરાએ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં વૈશાલી બહેન દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભો, વિવિધ પાકોની નવી અને સુધારેલી જાતો, ખેતી પદ્ધતિ, પોષણ વ્યવસ્થાપન તથા ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ઉપાયો અને પ્રાકૃતિક કૃષિના માર્કેટીંગ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને વિવિધ પાકોમાં ઉપયોગમાં લેવાતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક, નીમાસ્ત્ર જેવી ઇનપુટ્સની તૈયારી અને ઉપયોગ અંગે સીધી માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી દ્વારા રોગ તથા જીવાત નિયંત્રણ, જમીનની જીવંતતા વધારવી, ખર્ચ ઘટાડવો તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારની તાલીમોથી પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળશે અને ખેડૂતોને ટકાઉ, ખર્ચ ઘટાડતી તથા પર્યાવરણ મિત્ર ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તેમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ- અમરેલીના માર્કેટીંગ મેનેજરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે

21 hrs ago
user_Yogesh kanabar press
Yogesh kanabar press
Newspaper advertising department Rajula, Amreli•
21 hrs ago
05eee54c-f0dc-4438-bc94-7455f7840723

ખાંભા તાલુકાના ત્રાકુડા અને વાંકિયા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ* *ખાંભા તાલુકાના ત્રાકુડા અને વાંકિયા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ* *૦૦૦૦૦૦* *પ્રાકૃતિક કૃષિના ફાયદા અને ઉત્પાદનોના માર્કેટીંગ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી* *૦૦૦૦૦૦* *અમરેલી તા. ૦૯ માર્ચ, ૨૦૨૬ (સોમવાર) -* ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા ખાંભા તાલુકાના ત્રાકુડા અને વાંકિયા ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા ખેડૂત ભાઈઓ બહનોએ ભાગ લઈ અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, પ્રાકૃતિક કૃષિમાં સંક્લિત રોગ વ્યવસ્થાપન અને જંતુનાશકો વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના માસ્ટર ટ્રેનરશ્રી, વૈશાલી બહેન ચાવડા તેમજ ટી.પી.એમશ્રી ઉર્વશી બહેન ગજેરાએ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં વૈશાલી બહેન દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભો, વિવિધ પાકોની નવી અને સુધારેલી જાતો, ખેતી

29e8b5b0-b85b-4e47-a038-b2390d6c307f

પદ્ધતિ, પોષણ વ્યવસ્થાપન તથા ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ઉપાયો અને પ્રાકૃતિક કૃષિના માર્કેટીંગ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને વિવિધ પાકોમાં ઉપયોગમાં લેવાતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક, નીમાસ્ત્ર જેવી ઇનપુટ્સની તૈયારી અને ઉપયોગ અંગે સીધી માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી દ્વારા રોગ તથા જીવાત નિયંત્રણ, જમીનની જીવંતતા વધારવી, ખર્ચ ઘટાડવો તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારની તાલીમોથી પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળશે અને ખેડૂતોને ટકાઉ, ખર્ચ ઘટાડતી તથા પર્યાવરણ મિત્ર ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તેમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ- અમરેલીના માર્કેટીંગ મેનેજરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે

More news from ગુજરાત and nearby areas
  • Post by Dharmik Parmar
    1
    Post by Dharmik Parmar
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    5 hrs ago
  • અમરેલી જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણજી ની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા અને શહેર ભાજપની સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી અભયસિહ ચૌહાણ નું સાલ તથા પુષ્પગુચ્છ તેમજ કોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં આગામી સંગઠનાત્મક માર્ગદર્શન જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઇ શિયાળ અને નવું નિયુક્ત સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ આપ્યું હતું. તેમજ જવાબદાર કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ માં લાગી જવાની હાંકલ કરેલ. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારોઓ, તાલુકા/ શહેર ભાજપ ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, મહિલા ટીમ , તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    3
    અમરેલી જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણજી ની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા અને શહેર ભાજપની સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી અભયસિહ ચૌહાણ નું સાલ તથા પુષ્પગુચ્છ તેમજ કોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું.
જેમાં આગામી સંગઠનાત્મક માર્ગદર્શન જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઇ શિયાળ અને નવું નિયુક્ત સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ આપ્યું હતું. તેમજ જવાબદાર કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ માં લાગી જવાની હાંકલ કરેલ.
આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારોઓ, તાલુકા/ શહેર ભાજપ ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, મહિલા ટીમ , તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 
રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    5 hrs ago
  • ગીરસોમનાથ પ્રાચી ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા યોજાયા સમૂહ લગન કઈ મહાનુભાવો રહ્યા હાજર
    1
    ગીરસોમનાથ પ્રાચી ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા યોજાયા સમૂહ લગન કઈ મહાનુભાવો રહ્યા હાજર
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    57 min ago
  • U G C -एक जैन मुनीश्री‌का आक्रोस।
    1
    U G C -एक जैन मुनीश्री‌का आक्रोस।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • ભાવનગર તાલુકાના સોડવદરા ગામેથી ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડતી ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્ક્વોડ ભાવનગર જિલ્લામાં ડિગ્રી વગરનું દવાખાનુ આરોગ્ય સાથે છેડા કરતાં બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ચોક્કસ બાતમીના આધારે સોડવદરા ગામ તાલુકો જીલ્લો ભાવનગર રામજી મંદિર પાસે મેહુલભાઈ ધીરુભાઈ પરમાર પાસે થી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત ₹55,768 ના મુદ્દા માલ સાથે મળી આવતા મેડિકલ પ્રેક્ટિસન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી
    1
    ભાવનગર તાલુકાના સોડવદરા ગામેથી ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડતી ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્ક્વોડ
ભાવનગર જિલ્લામાં ડિગ્રી વગરનું દવાખાનુ આરોગ્ય સાથે છેડા કરતાં બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ચોક્કસ બાતમીના આધારે સોડવદરા ગામ તાલુકો જીલ્લો ભાવનગર રામજી મંદિર પાસે મેહુલભાઈ ધીરુભાઈ પરમાર પાસે થી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત ₹55,768 ના મુદ્દા માલ સાથે મળી આવતા મેડિકલ  પ્રેક્ટિસન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    15 hrs ago
  • ચિતલિયામાં માનવતા અને ગૌસેવાની મિસાલ કાયમ થઈ 30 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી, જીવ બચી જતાં લૌકોની મહેનત રંગ લાવી આટકોટ ચિતલીયા ગામે માનવતા અને ગૌસેવાની એક અદભૂત મિસાલ કાયમ થઈ હતી. ગામની સીમમાં આવેલ અંદાજે 30 ફૂટ ઊંડા કુવામાં એક ગાય અચાનક પડી જતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. જોકે, ગ્રામજનોની સમયસૂચકતા અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમને કારણે ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગાય કૂવામાં પડી હોવાની જાણ થતા જ ચિતલીયા ગામના સરપંચ અશોકભાઈ બથવાર, ગૌપ્રેમી નરેશભાઈ દરેડ સહિત ગામના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કૂવો ઊંડો હોવાથી અને તેમાં પાણી પણ વધુ હોવાથી ગાયને બહાર કાઢવી પડકારજનક હતી, જેના માટે તાત્કાલિક ભારે મશીનરીની જરૂરિયાત જણાઈ હતી. તંત્ર અને ગ્રામજનોનું સંકલન આ કપરી પરિસ્થિતિમાં જસદણ મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ વિલંબ કર્યા વગર તાત્કાલિક મશીનરીની વ્યવસ્થા કરી આપી, જેને પગલે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો અને મશીનરીને સંયુક્ત પ્રયાસોથી કલાકોની મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ગૌમાતાનો જીવ બચી જતાં હાજર લોકો એ નગરપાલિકા અને મામલદાર નો આભાર માન્યો હતો  તસવીરો કરશન બામટા આટકોટ
    4
    ચિતલિયામાં માનવતા અને ગૌસેવાની મિસાલ કાયમ થઈ 30 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી, જીવ બચી જતાં લૌકોની મહેનત રંગ લાવી
આટકોટ ચિતલીયા ગામે માનવતા અને ગૌસેવાની એક અદભૂત મિસાલ કાયમ થઈ હતી. ગામની સીમમાં આવેલ અંદાજે 30 ફૂટ ઊંડા કુવામાં એક ગાય અચાનક પડી જતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. જોકે, ગ્રામજનોની સમયસૂચકતા અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમને કારણે ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ગાય કૂવામાં પડી હોવાની જાણ થતા જ ચિતલીયા ગામના સરપંચ અશોકભાઈ બથવાર, ગૌપ્રેમી નરેશભાઈ દરેડ સહિત ગામના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કૂવો ઊંડો હોવાથી અને તેમાં પાણી પણ વધુ હોવાથી ગાયને બહાર કાઢવી પડકારજનક હતી, જેના માટે તાત્કાલિક ભારે મશીનરીની જરૂરિયાત જણાઈ હતી.
તંત્ર અને ગ્રામજનોનું સંકલન
આ કપરી પરિસ્થિતિમાં જસદણ મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ વિલંબ કર્યા વગર તાત્કાલિક મશીનરીની વ્યવસ્થા કરી આપી, જેને પગલે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો અને મશીનરીને સંયુક્ત પ્રયાસોથી કલાકોની મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ગૌમાતાનો જીવ બચી જતાં હાજર લોકો એ નગરપાલિકા અને મામલદાર નો આભાર માન્યો હતો 
તસવીરો કરશન બામટા આટકોટ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    22 hrs ago
  • Post by પુજારા ન્યુઝ નેટવર્ક
    1
    Post by પુજારા ન્યુઝ નેટવર્ક
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    4 hrs ago
  • કચ્છ માંડવી ખાતે કચ્છી ભવાની મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસ ની કરી ઉજવણી. અનેક જાત ની રમતો રમી
    1
    કચ્છ માંડવી ખાતે કચ્છી ભવાની મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસ ની કરી ઉજવણી. અનેક જાત ની રમતો રમી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.