જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી ૨૪૦ લોકોએ ૧૪.૮૮ લાખ પગલાંનું દાન આપી સ્તન કેન્સર જાગૃતિ માટે 'વોક ફોર હર' કાર્યક્રમ યોજ્યો જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી ૨૪૦ લોકોએ ૧૪.૮૮ લાખ પગલાંનું દાન આપી સ્તન કેન્સર જાગૃતિ માટે 'વોક ફોર હર' કાર્યક્રમ યોજ્યો ૨૫૦થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓને સ્તન કેન્સરની નિ:શુલ્ક સારવાર અપાવવાનો સંકલ્પ જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'વોક ફોર હર' (Walk for Her) અભિયાનના ત્રીજા સંસ્કરણમાં ૨૪૦ જેટલા સહભાગીઓએ અંદાજે ૫ કિલોમીટર સુધી પગપાળા ચાલીને કુલ ૧૪ લાખ ૮૮ હજાર પગલાંઓનું દાન આપી મહિલા સ્વાસ્થ્ય પ્રત્યે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી. જીએચસીએલ ફાઉન્ડેશન છેલ્લા ૧૨ વર્ષથી અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના ૫૩ ગામોમાં સીએસઆર (CSR) અંતર્ગત ગ્રામ વિકાસ અને માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે, વર્ષ ૨૦૨૩થી આશીર્વાદ ફાઉન્ડેશન-અમદાવાદના સહયોગથી સ્તન કેન્સર જાગૃતિ, સ્ક્રીનિંગ અને અટકાયત માટે સરકારના આરોગ્ય વિભાગ સાથે મળીને સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ વર્ષે ૦૮ માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસને યાદગાર બનાવવા માટે ફાઉન્ડેશન દ્વારા 'વોક ફોર હર' કાર્યક્રમનું આયોજન જીએચસીએલ લિમિટેડના અધિકારીઓ, આઈ.સી.ડી.એસ (ICDS) વિભાગ અને આરોગ્ય વિભાગ-રાજુલાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ૧૪.૮૮ લાખ પગલાંના માધ્યમથી ૨૫૦થી વધુ મહિલાઓને સ્તન કેન્સર માટેની આધુનિક સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઉજવણી અંતર્ગત વોકેશનલ તાલીમ કેન્દ્ર-વિક્ટર અને અર્બન હેલ્થ સેન્ટર-રાજુલા ખાતે બે અલગ-અલગ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જીએચસીએલ લિમિટેડના સિનિયર જનરલ મેનેજરથી લઈને તાલીમ કેન્દ્રના વિધ્યાર્થીઓ, ઓફિસ બોય સુધીના તમામ સ્ટાફગણ, ICDS વિભાગના સીડીપીઓ અને તેમની ટીમ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર અને તેમની ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ સહભાગીઓએ ૫ કિલોમીટર ચાલીને સમાજમાં મહિલા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જીએચસીએલના સીએસઆર વિભાગના હનીફ કાળવાતર દ્વારા કરવામાં આવેલું તેમજ જીવાભાઇ મોરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલી. આ અનોખી પહેલને સ્થાનિક સ્તરે ભારે આવકાર મળ્યો છે.
જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી ૨૪૦ લોકોએ ૧૪.૮૮ લાખ પગલાંનું દાન આપી સ્તન કેન્સર જાગૃતિ માટે 'વોક ફોર હર' કાર્યક્રમ યોજ્યો જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી ૨૪૦ લોકોએ ૧૪.૮૮ લાખ પગલાંનું દાન આપી સ્તન કેન્સર જાગૃતિ માટે 'વોક ફોર હર' કાર્યક્રમ યોજ્યો ૨૫૦થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓને સ્તન કેન્સરની નિ:શુલ્ક સારવાર અપાવવાનો સંકલ્પ જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'વોક ફોર હર' (Walk for Her) અભિયાનના ત્રીજા સંસ્કરણમાં ૨૪૦ જેટલા સહભાગીઓએ અંદાજે ૫ કિલોમીટર સુધી પગપાળા ચાલીને કુલ ૧૪ લાખ ૮૮ હજાર પગલાંઓનું દાન આપી મહિલા સ્વાસ્થ્ય પ્રત્યે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી. જીએચસીએલ ફાઉન્ડેશન છેલ્લા ૧૨ વર્ષથી અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના ૫૩ ગામોમાં સીએસઆર (CSR) અંતર્ગત ગ્રામ વિકાસ અને માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે, વર્ષ ૨૦૨૩થી આશીર્વાદ ફાઉન્ડેશન-અમદાવાદના સહયોગથી સ્તન કેન્સર જાગૃતિ, સ્ક્રીનિંગ અને અટકાયત માટે સરકારના આરોગ્ય વિભાગ સાથે
મળીને સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ વર્ષે ૦૮ માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસને યાદગાર બનાવવા માટે ફાઉન્ડેશન દ્વારા 'વોક ફોર હર' કાર્યક્રમનું આયોજન જીએચસીએલ લિમિટેડના અધિકારીઓ, આઈ.સી.ડી.એસ (ICDS) વિભાગ અને આરોગ્ય વિભાગ-રાજુલાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ૧૪.૮૮ લાખ પગલાંના માધ્યમથી ૨૫૦થી વધુ મહિલાઓને સ્તન કેન્સર માટેની આધુનિક સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઉજવણી અંતર્ગત વોકેશનલ તાલીમ કેન્દ્ર-વિક્ટર અને અર્બન હેલ્થ સેન્ટર-રાજુલા ખાતે બે અલગ-અલગ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જીએચસીએલ લિમિટેડના સિનિયર જનરલ મેનેજરથી લઈને તાલીમ કેન્દ્રના વિધ્યાર્થીઓ, ઓફિસ બોય સુધીના તમામ સ્ટાફગણ, ICDS વિભાગના સીડીપીઓ અને તેમની ટીમ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર અને તેમની ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ સહભાગીઓએ ૫ કિલોમીટર ચાલીને સમાજમાં મહિલા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જીએચસીએલના સીએસઆર વિભાગના હનીફ કાળવાતર દ્વારા કરવામાં આવેલું તેમજ જીવાભાઇ મોરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલી. આ અનોખી પહેલને સ્થાનિક સ્તરે ભારે આવકાર મળ્યો છે.
- Post by Dharmik Parmar1
- બેંકીંગ, અમરેલી..... રાજુલા...... રાજુલાના મસુદરા ગામે ડુંગરાળ રાત્રીએ વિસ્તારમાં આગની ધટના..... મસુદરા ગામે ડાચાલા ડુંગર વિસ્તારમાં લાગી હતી વિકરાળ આગ........ આગ લાગતા વન્યજીવોને સુરક્ષિત રીતે દૂર ખસેડાયા...... આ ધટના પગલે સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી....... ટ્રેકરો, રેલ્વે સેવકો, ફોરેસ્ટર સહિત વનવિભાગ સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા........ વનવિભાગ ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો......1
- તાલુકાના ભેરાઈ ગામે આવેલા પ્રખ્યાત Sakariya Hanumanji Temple તરફ જતો જૂનો રસ્તો ફરી ખોલવાની માંગ સાથે ગામના ખેડૂત અને ભાવિકોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. મળતી માહિતી મુજબ ભેરાઈ ગામે સાકરિયા હનુમાનજી મંદિર તરફ જતો જૂનો રસ્તો વર્ષોથી ગ્રામજનો અને ખેડૂત માટે ઉપયોગમાં લેવાતો હતો. પરંતુ હાલમાં કોર્ટ ગાર્ડનની જમીન ફાળવાતા આ રસ્તો બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂત અને મંદિર તરફ જતા ભાવિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ભેરાઈ ગામના ગ્રામજનો, ખેડૂત અને ભાવિકોએ એકત્રિત થઈ રાજુલા મામલતદારને આવેદનપત્ર આપી મંદિર તરફ જતો જૂનો રસ્તો ફરી ખુલ્લો મૂકવાની માંગ કરી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રસ્તો બંધ રહેતા ખેતી કામ તેમજ મંદિરે દર્શન કરવા જવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ગ્રામજનોની સમસ્યાનો વહેલો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.1
- જાફરાબાદ ના ભટવદર ગામ નજીક અકસ્માત સર્જાયો.. ભટવદર ગામે નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની.. ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોચી... નેશનલ હાઈવે ઉપર માટીનો પાળો હોવાથી અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે... ભટવદર ગામ નજીક નેશનલ હાઈવે ઉપર માટીનો પાળા હોવાથી અનેક વખત અકસ્માતો સર્જાયા... નેશનલ હાઇવે ના અધિકારીઓ કેમ ધ્યાન નથી આપતા એવા સવાલો ઊઠી રહ્યા છે. રિપોટર.કરશન પરમાર જાફરાબાદ2
- EWS जानकारी ।1
- સાબરકાંઠા ઈરાન અમેરિકા ઈઝરાયિલ ના યુદ્ધ ની જવાળા સાબરકાંઠા ના સીરામીક ઉદ્યોગ ne દઝાડી રહી છે1
- ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાથની મળેલ કે સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને ટ્રેપમાં ફસાવી રેપ તથા કેસમાં પૂરી દેવાની ધમકી આપી એક કરોડની માંગણી કરી અપરણ કરાના ગુનામાં પકડવાના બાકી આરોપી ગૌતમભાઈ ભગવાનભાઈ હાથલ રહે બોરડા ને બોરડા ગામ પેટ્રોલ પંપ ની સામે હાજર છે જે બાદમી વાળી જગ્યાએથી આરોપી પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને દાઠા પોલીટેશનમાં સોંપી આ અંગે સુરત કતારગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ1
- બેંકીંગ, અમરેલી..... રાજુલા...... રાજુલાના પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર વહેલી સવારે સિંહણની લટાર....... પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે પર સિંહણને આવી ચડતા વનવિભાગ આવ્યું વાહ રે....... વનવિભાગે ફોરવે પર વાહનો ઉભા રાખીને સિંહણને રોડ ક્રોસ કરાવ્યો........ વનકર્મીએ સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યું....... રાજુલા વનવિભાગ દ્વારા સરાહનીય કામગીરી........ વનવિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવતો વિડિયો આવ્યો સામે........ સિંહોના મોતને અટકાવવા વનવિભાગ બન્યું સક્રીય.......1