Shuru
Apke Nagar Ki App…
દેશમા ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ વધ્યો, ફેબ્રુઆરી 2026માં 13,733 યુનિટ્સ નું વેચાણ ફેડરેશન ઓફ ઓટો મોબાઇલ ડીલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા પ્રમાણે, ફેબ્રુઆરી 2026માં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 44 ટકાની વૃદ્ધી જોવા મળી છે. આ મહિને કુલ 13,733 યુનિટનુ વેચાણ થયુ છે. જે ગત વર્ષના નોંઘાયેલા આંકડા કરતા વધુ છે, જાન્યુઆરી 2026ની સરખામણીએ ફેબ્રુઆરીના વેચાણમાં 25.65 ટકા ઘટાડો થયો છે. જેનુ મુખ્ય કારણ જાન્યુઆરીમાં થયેલ બમ્પર વેચાણ એને ફેબ્રુઆરીનો ટુંકો મહિનો હોવાની ઘારણા કરવામાં આવી છે.
Nationgujarat.com
દેશમા ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ વધ્યો, ફેબ્રુઆરી 2026માં 13,733 યુનિટ્સ નું વેચાણ ફેડરેશન ઓફ ઓટો મોબાઇલ ડીલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા પ્રમાણે, ફેબ્રુઆરી 2026માં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 44 ટકાની વૃદ્ધી જોવા મળી છે. આ મહિને કુલ 13,733 યુનિટનુ વેચાણ થયુ છે. જે ગત વર્ષના નોંઘાયેલા આંકડા કરતા વધુ છે, જાન્યુઆરી 2026ની સરખામણીએ ફેબ્રુઆરીના વેચાણમાં 25.65 ટકા ઘટાડો થયો છે. જેનુ મુખ્ય કારણ જાન્યુઆરીમાં થયેલ બમ્પર વેચાણ એને ફેબ્રુઆરીનો ટુંકો મહિનો હોવાની ઘારણા કરવામાં આવી છે.
More news from Banas Kantha and nearby areas
- Post by Nationgujarat.com1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 10/3/26, મંગળવાર1
- શુભમ પાર્ટી પ્લોટ સામે ક્રિષ્ના વુડ વર્કસ ની બાજુમાં લાગી આગ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવતા આગને કાબુમાં લેવામાં આવી1
- મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમ હેઠળ મળેલી અરજીઓનો ત્વરિત નિકાલ: પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ ‘સ્વાગત’ (SWAGAT) કાર્યક્રમ હેઠળ મળેલી દબાણની રજૂઆતોને પગલે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા અને ચોરીવાડ ગામોમાં વર્ષોથી અવરોધરૂપ બનેલા રસ્તાના દબાણો દૂર કરી અરજદારોને ન્યાય અપાવવામાં આવ્યો છે. ચિત્રોડા ગામે રસ્તાનું દબાણ હટાવાયું ચિત્રોડા ગામના અરજદાર જ્યોત્સનાબેન મગનભાઈ વણકર દ્વારા તેમના ઘર તરફ જતા રસ્તામાં નડતરરૂપ દબાણ બાબતે તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પંચાયત દ્વારા રસ્તાની જગ્યાની ચોક્કસ માપણી કરવામાં આવી હતી. માપણી બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ચોરીવાડ ગામે ૧૩ ઘરોના નડતરરૂપ દબાણો પર તવાઈ ચોરીવાડ ગામના પટેલ ફળિયામાં ખેતર તરફ જતો રસ્તો દબાણના કારણે સાંકડો થઈ ગયો હતો. ખેતરમાં બટેકાના પાકને લાવવા-લઈ જવા માટે વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ખેડૂતે મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.ખાસ કિસ્સામાં રવિવારે કામગીરી: હાલમાં વિધાનસભા સત્ર અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી ચાલુ દિવસોમાં પોલીસ બંદોબસ્ત મળવો મુશ્કેલ હતો. પરંતુ, ખેડૂતોની હાલાકીને ધ્યાને રાખી કલેક્ટરશ્રીની ખાસ સૂચનાથી રવિવારના રોજ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્ટાફે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ૧૩ જેટલા ઘરોના રસ્તાને નડતરરૂપ ભાગોને દૂર કર્યા હતા.1
- દિયોદર ગ્રામ પંચાયત દ્વારા મારું ગામ સ્વચ્છ ગામ અંતગર્ત શહેર ને સ્વચ્છ રાખવા માટે ગ્રામ પંચાયત દ્વારા અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે જેમાં દિયોદર ગ્રામ પંચાયત સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલા તથા તલાટી ક્રમ મંત્રી જયંતીભાઈ પ્રજાપતિ ની સૂચના મુજબ દિયોદર શહેરના રસ્તાઓ ની સફાઈ અંગે ની કામગીરી નું આયોજન કરવામાં આવ્યું છે સફાઈ મશીન દ્વારા આ સફાઈ અભિયાન ની શરૂઆત કરવામાં આવશે જેથી આવનાર સમયમાં દિયોદર શહેર ને સ્વચ્છ રાખવા માટે ગ્રામ પંચાયત દ્વારા પૂરે પૂરી તકેદારી રાખી શકાય1
- વાસ્મો યોજનામાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નલ સે જલ યોજનામાં પોશીના તાલુકાના ખરણીયા ગામે ઘરે-ઘરે પીવાનું પાણી મળી રહે તે માટે નળ કનેક્શન આપવામાં આવેલ વર્ષ 2021માં વાસ્મો યોજનામાં ખરણીયા ગામે હર ઘર નળ શે જલ યોજનામાં નાખવામાં આવેલ પાણીના કનેક્શન તેમ જ ઘરે ઘરે આપવામાં આવેલ નળ કનેક્શન સમયની સાથે ગાયબ થઈ જતા લાખો રૂપિયાનો ખર્ચ પ્રજાહિત માટે બનાવેલ આ યોજના જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની કમાઈનું માત્ર સાધન બનતા આજે ખરણીયા ગામે આ યોજનામાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું નામ માત્ર થયેલ આ કામગીરીમાં પોશીના તાલુકામાં કરોડો રૂપિયા નો વાસ્મો યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાથી છતાં જાડી ચામડીના નેતાઓ અને અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું1
- વર્ષ 2021 માં ખરણીયા ગામે નલ સે જલ યોજનામાં આપવામાં આવેલ પાણીના કનેક્શન બાદ આખી યોજના ઘાયબ1
- વડાલી તાલુકાના ડોભાડા ચોકડી નજીક આવેલા એક ખેતરમાં ખેતમજૂરો માટે બનાવેલા છાપરામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ વડાલી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વિષ્ણુસિંહ કોદરસિંહ પરમારના ખેતરમાં બનેલા આ છાપરામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગની જાણ વડાલી ફાયર બ્રિગેડને કરવામાં આવતા, ફાયર બ્રિગેડની ટીમના મિલન ઠાકોર, અશ્વિન વણકર અને બ્રિજેશ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઝડપથી કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.1