logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા ધંધુકા શહેરમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પચ્છમ જવાના પાટિયા પાસે હાઈવે પરથી હ્યુન્ડાઈ સેન્ટ્રો ગાડીમાંથી કુલ ₹1,28,700 ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. આ દારૂના જથ્થામાં 456 બોટલોનો સમાવેશ થાય છે. અમદાવાદ ગ્રામ્ય LCB ના હેડકોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ચુડાસમા અને ઘનશ્યામસિંહ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા એક ઈસમને દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય LCB ની સતર્કતાના કારણે આ મોટી કાર્યવાહી સફળ થઈ હતી.

3 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
3 hrs ago

અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા ધંધુકા શહેરમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પચ્છમ જવાના પાટિયા પાસે હાઈવે પરથી હ્યુન્ડાઈ સેન્ટ્રો ગાડીમાંથી કુલ ₹1,28,700 ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. આ દારૂના જથ્થામાં 456 બોટલોનો સમાવેશ થાય છે. અમદાવાદ ગ્રામ્ય LCB ના હેડકોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ચુડાસમા અને ઘનશ્યામસિંહ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા એક ઈસમને દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય LCB ની સતર્કતાના કારણે આ મોટી કાર્યવાહી સફળ થઈ હતી.

More news from ગુજરાત and nearby areas
  • ગુજરાત રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ પ્રસંગે ગામના સરપંચ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યો, વાલીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    1
    ગુજરાત રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ પ્રસંગે ગામના સરપંચ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યો, વાલીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • રાજ્યભરમાં આજથી આગામી ૨૫ જૂન સુધી ૨૪મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ ૨૦૨૬ની ભવ્ય ઉજવણી શરૂ કરવામાં આવી છે, જેને 'પ્રગતિનો પ્રવેશોત્સવ' નામ અપાયું છે. સરકારી શાળાઓમાં બાળકોના નામાંકનમાં વધારો કરવા અને શિક્ષણના સ્તરને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી બોટાદ જિલ્લામાં પણ આ ત્રિ-દિવસીય મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે, રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહએ બોટાદ તાલુકાના લાખેણી ગામની સમઢિયાળા-૨ પ્રાથમિક શાળા, સર્વોદય વિદ્યાલય ઝરમાળા, ડી.વી. સુતરિયા પ્રાથમિક શાળા અને એ.કે. સલિયા વિદ્યામંદિર ખાતે બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતન અંગેનો સંદેશો પણ આપ્યો હતો. સાંસદ કેસરી દેવસિંહએ જણાવ્યું હતું કે, શિક્ષણ તરફ પ્રથમ પગથિયું માંડતા બાળકોને આ ઉજવણીના ભાગરૂપે ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવાયો છે. તેમણે દીકરીઓને શિક્ષિત કરવા પર વધુ ભાર મૂકવાનું મહત્વ સમજાવ્યું હતું. સાંસદએ ઉપસ્થિત વિદ્યાર્થીઓના સન્માન બદલ પ્રશંસા કરી અને ૧૦૦ ટકા નિયમિત હાજરી માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એવી પણ શુભેચ્છાઓ પાઠવી હતી કે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના બાળકો ભણી ગણીને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરે. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી વિરલ ગઢવી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, સી.આર.સી. કોઓર્ડિનેટર, એસ.એમ.સી.ના સભ્યો, ગામના અગ્રણીઓ, સામાજિક આગેવાનો, જનપ્રતિનિધિઓ સહિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    3
    રાજ્યભરમાં આજથી આગામી ૨૫ જૂન સુધી ૨૪મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ ૨૦૨૬ની ભવ્ય ઉજવણી શરૂ કરવામાં આવી છે, જેને 'પ્રગતિનો પ્રવેશોત્સવ' નામ અપાયું છે. સરકારી શાળાઓમાં બાળકોના નામાંકનમાં વધારો કરવા અને શિક્ષણના સ્તરને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી બોટાદ જિલ્લામાં પણ આ ત્રિ-દિવસીય મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે.

આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે, રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહએ બોટાદ તાલુકાના લાખેણી ગામની સમઢિયાળા-૨ પ્રાથમિક શાળા, સર્વોદય વિદ્યાલય ઝરમાળા, ડી.વી. સુતરિયા પ્રાથમિક શાળા અને એ.કે. સલિયા વિદ્યામંદિર ખાતે બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતન અંગેનો સંદેશો પણ આપ્યો હતો.

સાંસદ કેસરી દેવસિંહએ જણાવ્યું હતું કે, શિક્ષણ તરફ પ્રથમ પગથિયું માંડતા બાળકોને આ ઉજવણીના ભાગરૂપે ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવાયો છે. તેમણે દીકરીઓને શિક્ષિત કરવા પર વધુ ભાર મૂકવાનું મહત્વ સમજાવ્યું હતું. સાંસદએ ઉપસ્થિત વિદ્યાર્થીઓના સન્માન બદલ પ્રશંસા કરી અને ૧૦૦ ટકા નિયમિત હાજરી માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એવી પણ શુભેચ્છાઓ પાઠવી હતી કે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના બાળકો ભણી ગણીને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરે.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી વિરલ ગઢવી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, સી.આર.સી. કોઓર્ડિનેટર, એસ.એમ.સી.ના સભ્યો, ગામના અગ્રણીઓ, સામાજિક આગેવાનો, જનપ્રતિનિધિઓ સહિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે કુંડળીની સરકારી માધ્યમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
    1
    ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે કુંડળીની સરકારી માધ્યમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
  • અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં તાજીયા જૂલુસ અને રથયાત્રાના માર્ગ પર આવેલો બુરૂજ રોડ અત્યંત જર્જરિત અને ખખડધજ હાલતમાં છે. છેલ્લા ત્રણ મહિનાથી આ રોડ પર નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું ન હોવાથી સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે.
    1
    અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં તાજીયા જૂલુસ અને રથયાત્રાના માર્ગ પર આવેલો બુરૂજ રોડ અત્યંત જર્જરિત અને ખખડધજ હાલતમાં છે. છેલ્લા ત્રણ મહિનાથી આ રોડ પર નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું ન હોવાથી સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે.
    user_SHAKIL VHORA
    SHAKIL VHORA
    Local News Reporter ધોળકા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં જ્યાં શિક્ષણ મેળવ્યું હતું તે કુમાર શાળાના પરિસરમાં નિર્મિત ‘પ્રેરણા સંકુલ’ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રીશ્રીએ સંકુલમાં ચાલી રહેલા વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પાસાઓનું બારીકાઈથી અવલોકન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઊંડો રસ દાખવી તેમની સાથે આત્મીય સંવાદ સાધ્યો અને સંકુલની શૈક્ષણિક કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1888માં સ્થાપિત આ ઐતિહાસિક વિદ્યાલયને ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (ASI) દ્વારા ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાન તરીકે પુનઃવિકસિત કરવામાં આવ્યું છે. આ સંકુલ માત્ર એક શૈક્ષણિક ઇમારત નથી, પરંતુ માનનીય વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિકોણ મુજબ, તે ભારતભરના વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને મૂલ્યોનું સિંચન કરવાનું એક માધ્યમ છે, જ્યાં અત્યાધુનિક સુવિધાઓ સાથે અનુભવાત્મક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. અહીંનો વિશિષ્ટ અભ્યાસક્રમ મુખ્યત્વે નવ દૈનિક જીવન મૂલ્યો પર આધારિત છે, જે ભારતભરના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એક તાંતણે જોડીને સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાન માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
    1
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં જ્યાં શિક્ષણ મેળવ્યું હતું તે કુમાર શાળાના પરિસરમાં નિર્મિત ‘પ્રેરણા સંકુલ’ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રીશ્રીએ સંકુલમાં ચાલી રહેલા વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પાસાઓનું બારીકાઈથી અવલોકન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઊંડો રસ દાખવી તેમની સાથે આત્મીય સંવાદ સાધ્યો અને સંકુલની શૈક્ષણિક કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1888માં સ્થાપિત આ ઐતિહાસિક વિદ્યાલયને ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (ASI) દ્વારા ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાન તરીકે પુનઃવિકસિત કરવામાં આવ્યું છે. આ સંકુલ માત્ર એક શૈક્ષણિક ઇમારત નથી, પરંતુ માનનીય વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિકોણ મુજબ, તે ભારતભરના વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને મૂલ્યોનું સિંચન કરવાનું એક માધ્યમ છે, જ્યાં અત્યાધુનિક સુવિધાઓ સાથે અનુભવાત્મક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. અહીંનો વિશિષ્ટ અભ્યાસક્રમ મુખ્યત્વે નવ દૈનિક જીવન મૂલ્યો પર આધારિત છે, જે ભારતભરના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એક તાંતણે જોડીને સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાન માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
    user_TNA LIVE NEWS GUJARATI
    TNA LIVE NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    4 hrs ago
  • સાણંદ તાલુકાના ડરણ ગામે ચાલી રહેલા સ્થાનિક આંદોલનને આજે ચાર દિવસ વીતી ગયા હોવા છતાં, કોઈ પણ રાજકીય આગેવાન કે વહીવટી તંત્રના અધિકારીઓ ગ્રામજનોની મુલાકાતે આવ્યા નથી. રાજકીય નેતાઓની આ ઉદાસીનતા અને ઉપેક્ષાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ આંદોલનના ચોથા દિવસે પણ કોઈ રાજકીય નેતા ગામમાં ન ફરકતા, નારાજ થયેલી ગામની મહિલાઓએ એક અનોખો રસ્તો અપનાવ્યો. મહિલાઓએ ભેગા મળીને પરંપરાગત ગાણાં (ગીતો) ગાઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પટેલનો વિરોધ નોંધાવ્યો હતો.
    1
    સાણંદ તાલુકાના ડરણ ગામે ચાલી રહેલા સ્થાનિક આંદોલનને આજે ચાર દિવસ વીતી ગયા હોવા છતાં, કોઈ પણ રાજકીય આગેવાન કે વહીવટી તંત્રના અધિકારીઓ ગ્રામજનોની મુલાકાતે આવ્યા નથી. રાજકીય નેતાઓની આ ઉદાસીનતા અને ઉપેક્ષાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ આંદોલનના ચોથા દિવસે પણ કોઈ રાજકીય નેતા ગામમાં ન ફરકતા, નારાજ થયેલી ગામની મહિલાઓએ એક અનોખો રસ્તો અપનાવ્યો. મહિલાઓએ ભેગા મળીને પરંપરાગત ગાણાં (ગીતો) ગાઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પટેલનો વિરોધ નોંધાવ્યો હતો.
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધંધુકાની શ્યામઘાટ શાળામાં પર્યાવરણ બચાવો કાર્યક્રમ સાથે યોજાયો હતો.
    1
    અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધંધુકાની શ્યામઘાટ શાળામાં પર્યાવરણ બચાવો કાર્યક્રમ સાથે યોજાયો હતો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    22 hrs ago
  • બોટાદ જિલ્લામાં તા. ૨૩થી ૨૫ જૂન દરમિયાન યોજાઈ રહેલા ૨૪મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો હર્ષોલ્લાસભેર પ્રારંભ થયો છે. રાજ્ય સરકાર દ્વારા 'પ્રગતિનો પ્રવેશોત્સવ'ની થીમ હેઠળ આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષિત અને વિકસિત ભારતના નિર્માણ માટે એક મજબૂત પગથિયું પૂરું પાડવાનો છે. આ અવસરે બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે પ્રભારી સચિવશ્રી બી.એ. શાહના હસ્તે ધોરણ ૧ અને ૯ના વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે લાઠીદડ ગામની કેન્દ્રવર્તી શાળા, પરા પ્રાથમિક શાળા, શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ અને શ્રી કન્યા વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. સમગ્ર જિલ્લામાં નવા પ્રવેશ મેળવનાર બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરીને તેમને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન બાળકોને શૈક્ષણિક કિટ, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું હતું. વાલીઓને દીકરીઓના શિક્ષણનું મહત્વ સમજાવી ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા, સાથે જ સરકારની વિવિધ વિદ્યાર્થીલક્ષી યોજનાઓની માહિતી આપી ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. આ શાળા પ્રવેશોત્સવ અભિયાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ શરૂ થયું હતું. વર્ષ ૨૦૦૩માં શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો વધુ હોવાથી તેને ઘટાડીને નહિવત્ કરવા માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ચાલતું આ અભિયાન રાજ્યમાં શૈક્ષણિક જાગૃતિ, શાળા પ્રવેશદર અને કન્યા શિક્ષણના ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન લાવવામાં સફળ રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે બાળકોમાં ડ્રોપઆઉટ રેશિયો નહીવત સમાન થયો છે અને વાલીઓ જાગૃત બન્યા છે. આજનો શાળા પ્રવેશોત્સવ માત્ર બાળકોના પ્રવેશનો કાર્યક્રમ નથી, પરંતુ 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગથિયું છે, જે શિક્ષણ દ્વારા સશક્ત સમાજ અને આત્મનિર્ભર રાષ્ટ્રના નિર્માણનો માર્ગ સુદૃઢ બનાવે છે. 'બેટી બચાવો, બેટી પઢાવો' થી લઈને વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને સર્વસમાવેશક શિક્ષણ સુધીની વિવિધ પહેલો શિક્ષણ તથા નારી સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. આ પ્રસંગે પ્રભારી સચિવશ્રી બી.એ. શાહે શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આજના કાર્યક્રમમાં જિલ્લા પૂરવઠા અધિકારી અર્જુન ચાવડા, આગેવાન પારુલબેન પટેલ, આંગણવાડી સુપરવાઈઝર પટેલ, આઈ.સી.ડી.એસ. અધિકારી પરેશભાઈ રાઠોડ, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ અશોકભાઈ, સી.આર.સી. મહેશભાઈ, લાઠીદડ ગામના સરપંચ જોશનાબેન, દાતા રસિકભાઈ, અગ્રણી જયંતીભાઈ અને કલ્પેશભાઈ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને આનંદ શિક્ષણ પ્રત્યેના ઉજ્જવળ ભવિષ્યની આશાઓને પ્રતિબિંબિત કરતા હતા, જેનાથી ઉપસ્થિત સૌ કોઈએ ધન્યતા અનુભવી હતી અને આજના શાળા પ્રવેશોત્સવને ખરા અર્થમાં 'પ્રગતિનો પ્રવેશોત્સવ' બનાવ્યો હતો.
    4
    બોટાદ જિલ્લામાં તા. ૨૩થી ૨૫ જૂન દરમિયાન યોજાઈ રહેલા ૨૪મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો હર્ષોલ્લાસભેર પ્રારંભ થયો છે. રાજ્ય સરકાર દ્વારા 'પ્રગતિનો પ્રવેશોત્સવ'ની થીમ હેઠળ આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષિત અને વિકસિત ભારતના નિર્માણ માટે એક મજબૂત પગથિયું પૂરું પાડવાનો છે.

આ અવસરે બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે પ્રભારી સચિવશ્રી બી.એ. શાહના હસ્તે ધોરણ ૧ અને ૯ના વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે લાઠીદડ ગામની કેન્દ્રવર્તી શાળા, પરા પ્રાથમિક શાળા, શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ અને શ્રી કન્યા વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. સમગ્ર જિલ્લામાં નવા પ્રવેશ મેળવનાર બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરીને તેમને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન બાળકોને શૈક્ષણિક કિટ, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું હતું. વાલીઓને દીકરીઓના શિક્ષણનું મહત્વ સમજાવી ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા, સાથે જ સરકારની વિવિધ વિદ્યાર્થીલક્ષી યોજનાઓની માહિતી આપી ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.

આ શાળા પ્રવેશોત્સવ અભિયાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ શરૂ થયું હતું. વર્ષ ૨૦૦૩માં શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો વધુ હોવાથી તેને ઘટાડીને નહિવત્ કરવા માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ચાલતું આ અભિયાન રાજ્યમાં શૈક્ષણિક જાગૃતિ, શાળા પ્રવેશદર અને કન્યા શિક્ષણના ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન લાવવામાં સફળ રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે બાળકોમાં ડ્રોપઆઉટ રેશિયો નહીવત સમાન થયો છે અને વાલીઓ જાગૃત બન્યા છે. આજનો શાળા પ્રવેશોત્સવ માત્ર બાળકોના પ્રવેશનો કાર્યક્રમ નથી, પરંતુ 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગથિયું છે, જે શિક્ષણ દ્વારા સશક્ત સમાજ અને આત્મનિર્ભર રાષ્ટ્રના નિર્માણનો માર્ગ સુદૃઢ બનાવે છે.

'બેટી બચાવો, બેટી પઢાવો' થી લઈને વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને સર્વસમાવેશક શિક્ષણ સુધીની વિવિધ પહેલો શિક્ષણ તથા નારી સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. આ પ્રસંગે પ્રભારી સચિવશ્રી બી.એ. શાહે શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આજના કાર્યક્રમમાં જિલ્લા પૂરવઠા અધિકારી અર્જુન ચાવડા, આગેવાન પારુલબેન પટેલ, આંગણવાડી સુપરવાઈઝર પટેલ, આઈ.સી.ડી.એસ. અધિકારી પરેશભાઈ રાઠોડ, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ અશોકભાઈ, સી.આર.સી. મહેશભાઈ, લાઠીદડ ગામના સરપંચ જોશનાબેન, દાતા રસિકભાઈ, અગ્રણી જયંતીભાઈ અને કલ્પેશભાઈ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને આનંદ શિક્ષણ પ્રત્યેના ઉજ્જવળ ભવિષ્યની આશાઓને પ્રતિબિંબિત કરતા હતા, જેનાથી ઉપસ્થિત સૌ કોઈએ ધન્યતા અનુભવી હતી અને આજના શાળા પ્રવેશોત્સવને ખરા અર્થમાં 'પ્રગતિનો પ્રવેશોત્સવ' બનાવ્યો હતો.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • શ્રી કષ્ટભંજનદેવ દાદાને શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય રીતે સજાવવામાં આવ્યા હતા. દાદાને મોરની ડિઝાઈનવાળા અને જરદોશી વર્કથી સુશોભિત વાઘા (પોશાક) અર્પણ કરવામાં આવ્યા હતા. આ પવિત્ર પ્રસંગે, દાદાને ડ્રાયફ્રૂટનો બનેલો એક ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દાદાના સિંહાસનને સુંદર અને દિવ્ય ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જે ભક્તિમય માહોલને વધુ દિવ્ય બનાવતો હતો.
    1
    શ્રી કષ્ટભંજનદેવ દાદાને શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય રીતે સજાવવામાં આવ્યા હતા. દાદાને મોરની ડિઝાઈનવાળા અને જરદોશી વર્કથી સુશોભિત વાઘા (પોશાક) અર્પણ કરવામાં આવ્યા હતા. આ પવિત્ર પ્રસંગે, દાદાને ડ્રાયફ્રૂટનો બનેલો એક ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દાદાના સિંહાસનને સુંદર અને દિવ્ય ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જે ભક્તિમય માહોલને વધુ દિવ્ય બનાવતો હતો.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    Botad, Gujarat•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.