logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડેસર વિસ્તારમાં ડેસર પોલીસે કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસના દરોડા દરમિયાન કુલ રૂપિયા ૨૦.૪૮ લાખનો વિદેશી દારૂ પકડવામાં આવ્યો છે.

3 hrs ago
user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
3 hrs ago

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડેસર વિસ્તારમાં ડેસર પોલીસે કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસના દરોડા દરમિયાન કુલ રૂપિયા ૨૦.૪૮ લાખનો વિદેશી દારૂ પકડવામાં આવ્યો છે.

More news from Gujarat and nearby areas
  • તારીખ 23 જૂન, 2026, મંગળવારના રોજ, લીમખેડા તાલુકાના જેતપુર ગામે આવેલી લાડપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે 9 નવા ઓરડાના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત બપોરે 12:30 કલાક સુધીમાં સંપન્ન થયો હતો. આ ભૂમિપૂજન દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ ભાભોર, સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ આગેવાનો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળા પરિવાર અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં આ નવા ઓરડાના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ અને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવશે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર વધુ મજબૂત બને તથા વિદ્યાર્થીઓને આધુનિક ભૌતિક સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપસ્થિત મહાનુભાવોએ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આધુનિક સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ શક્ય બનશે તેના મહત્વ પર ભાર મૂક્યો હતો.
    1
    તારીખ 23 જૂન, 2026, મંગળવારના રોજ, લીમખેડા તાલુકાના જેતપુર ગામે આવેલી લાડપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે 9 નવા ઓરડાના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત બપોરે 12:30 કલાક સુધીમાં સંપન્ન થયો હતો.

આ ભૂમિપૂજન દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ ભાભોર, સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ આગેવાનો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળા પરિવાર અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

શાળામાં આ નવા ઓરડાના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ અને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવશે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર વધુ મજબૂત બને તથા વિદ્યાર્થીઓને આધુનિક ભૌતિક સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપસ્થિત મહાનુભાવોએ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આધુનિક સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ શક્ય બનશે તેના મહત્વ પર ભાર મૂક્યો હતો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    12 hrs ago
  • વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. પાલિકાની વિવિધ વોર્ડ કચેરીઓ અને મુખ્ય કચેરી ખાતે છેલ્લા 8 થી 9 વર્ષથી પ્રમાણિકતાપૂર્વક ફરજ બજાવતા 80 થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને, ખાસ કરીને સૌથી મહત્વના ગણાતા કેશ વિભાગમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને, આગામી મહિનાથી નોકરી પર ન આવવા માટેનું ફરમાન સંભળાવી દેવામાં આવતા કર્મચારી આલમમાં ભારે ફફડાટ અને રોષ વ્યાપી ગયો છે. આ આક્રોશિત કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી હતી ત્યારે પણ તેમણે ફરજ નિભાવી હતી, તેમ છતાં વહીવટી તંત્ર તેમની સાથે માત્ર 'યુઝ એન્ડ થ્રો' (વાપરો અને ફેંકો) ની નીતિ અપનાવી રહ્યું છે. આ મામલે કર્મચારીઓએ પાલીતાણાના ડેપ્યુટી કમિશનર, ચેરમેન અને પાલિકાના પદ અધિકારીઓને રજૂઆત કરી હતી. જોકે, અધિકારીઓ દ્વારા તેમને યોગ્ય જવાબ ન આપતા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, તેઓ ભલે કોઈને પણ રજૂઆત કરે, તેમને નોકરી પર પાછા લેવામાં આવશે નહીં. આથી નારાજ અને ગુસ્સે ભરાયેલા તમામ કર્મચારીઓ આજે કમાટીબાગ ગેટ નંબર બે ખાતે એકઠા થયા હતા અને તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે વહીવટી તંત્ર પાસેથી તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત લેવાની માંગ કરી હતી.
    1
    વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. પાલિકાની વિવિધ વોર્ડ કચેરીઓ અને મુખ્ય કચેરી ખાતે છેલ્લા 8 થી 9 વર્ષથી પ્રમાણિકતાપૂર્વક ફરજ બજાવતા 80 થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને, ખાસ કરીને સૌથી મહત્વના ગણાતા કેશ વિભાગમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને, આગામી મહિનાથી નોકરી પર ન આવવા માટેનું ફરમાન સંભળાવી દેવામાં આવતા કર્મચારી આલમમાં ભારે ફફડાટ અને રોષ વ્યાપી ગયો છે.

આ આક્રોશિત કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી હતી ત્યારે પણ તેમણે ફરજ નિભાવી હતી, તેમ છતાં વહીવટી તંત્ર તેમની સાથે માત્ર 'યુઝ એન્ડ થ્રો' (વાપરો અને ફેંકો) ની નીતિ અપનાવી રહ્યું છે. આ મામલે કર્મચારીઓએ પાલીતાણાના ડેપ્યુટી કમિશનર, ચેરમેન અને પાલિકાના પદ અધિકારીઓને રજૂઆત કરી હતી. જોકે, અધિકારીઓ દ્વારા તેમને યોગ્ય જવાબ ન આપતા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, તેઓ ભલે કોઈને પણ રજૂઆત કરે, તેમને નોકરી પર પાછા લેવામાં આવશે નહીં.

આથી નારાજ અને ગુસ્સે ભરાયેલા તમામ કર્મચારીઓ આજે કમાટીબાગ ગેટ નંબર બે ખાતે એકઠા થયા હતા અને તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે વહીવટી તંત્ર પાસેથી તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત લેવાની માંગ કરી હતી.
    user_Najre gujrat ki
    Najre gujrat ki
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોને સંડોવતા એક કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. જંગલ ખાતાની જમીનના વિવાદ સંબંધિત એક મામલામાં વન અધિકારી પર હુમલાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
    1
    રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોને સંડોવતા એક કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. જંગલ ખાતાની જમીનના વિવાદ સંબંધિત એક મામલામાં વન અધિકારી પર હુમલાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    6 hrs ago
  • વડોદરાના તાંદલજા વિસ્તારમાં મકરંદ દેસાઈ રોડ પર આવેલા અલ મક્કા ખાતેની દુકાન નંબર-22 પર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
    1
    વડોદરાના તાંદલજા વિસ્તારમાં મકરંદ દેસાઈ રોડ પર આવેલા અલ મક્કા ખાતેની દુકાન નંબર-22 પર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
    user_Times of sandesh
    Times of sandesh
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
  • વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા મકરંદ દેસાઈ રોડ પરની અલ મક્કા ખાતેની દુકાન નંબર-22 પર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી.
    1
    વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા મકરંદ દેસાઈ રોડ પરની અલ મક્કા ખાતેની દુકાન નંબર-22 પર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી.
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
  • આજે, મંગળવાર, તારીખ 23/06/2026 ના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં, ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે પાટવેલ ગ્રુપ ગ્રામ પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત રાજ્ય મંત્રી રમેશ કટારાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવું પંચાયત ભવન ગ્રામીણ વિકાસ અને જનસુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર આ આધુનિક પંચાયત ભવનમાં ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી અને સુલભ રીતે મળી રહેશે. નવા ભવનના નિર્માણથી ગ્રામ પંચાયતની કામગીરી વધુ અસરકારક બનશે, જેનાથી લોકોને ઝડપી સેવાઓ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર વિકાસના કાર્યો અને કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે અને ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરી રહી છે. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    આજે, મંગળવાર, તારીખ 23/06/2026 ના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં, ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે પાટવેલ ગ્રુપ ગ્રામ પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત રાજ્ય મંત્રી રમેશ કટારાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવું પંચાયત ભવન ગ્રામીણ વિકાસ અને જનસુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર આ આધુનિક પંચાયત ભવનમાં ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી અને સુલભ રીતે મળી રહેશે. નવા ભવનના નિર્માણથી ગ્રામ પંચાયતની કામગીરી વધુ અસરકારક બનશે, જેનાથી લોકોને ઝડપી સેવાઓ ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર વિકાસના કાર્યો અને કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે અને ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરી રહી છે. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    12 hrs ago
  • રાજ્વીરસિંહ સિંધા પર થયેલા જીવલેણ હુમલાના કેસની તપાસના ભાગરૂપે, પોલીસે ઘટના સ્થળે ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન પોલીસ સાથે બે આરોપીઓ પણ હાજર હતા.
    1
    રાજ્વીરસિંહ સિંધા પર થયેલા જીવલેણ હુમલાના કેસની તપાસના ભાગરૂપે, પોલીસે ઘટના સ્થળે ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન પોલીસ સાથે બે આરોપીઓ પણ હાજર હતા.
    user_Najre gujrat ki
    Najre gujrat ki
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
  • ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સજા સંબંધી આદેશ વડોદરા મધ્ય જેલ ખાતે રવાના કરવામાં આવ્યા છે.
    1
    ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સજા સંબંધી આદેશ વડોદરા મધ્ય જેલ ખાતે રવાના કરવામાં આવ્યા છે.
    user_Dharmendra m parmar
    Dharmendra m parmar
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.